કુંવરબાઈનું મામેરું/કડવું ૧: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
(રાગ કેદારો) | (રાગ કેદારો) | ||
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા, | શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા, | ||
મનમુદા કહું મામેરું મહેતા તણું રે.{{space}}{{space}} {{space}} ૧ | મનમુદા<ref>મનમુદા = મનને આનંદ આપનારું </ref> કહું મામેરું<ref>મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી </ref> મહેતા તણું રે.{{space}}{{space}} {{space}} ૧ | ||
:::::: '''ઢાળ''' | :::::: '''ઢાળ''' | ||
મામેરું | મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ. | ||
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨ | નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨ | ||
Line 27: | Line 27: | ||
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.{{space}} ૫ | કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.{{space}} ૫ | ||
કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ; | કર્પૂરગૌર<ref>કર્પૂરગૌર = ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ </ref> સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ; | ||
જટા માંહે જાહ્નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.{{space}}{{space}} ૬ | જટા માંહે જાહ્નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.{{space}}{{space}} ૬ | ||
Revision as of 13:54, 29 October 2021
દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે છે.
[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનો એ વિશેષ છે. કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]
(રાગ કેદારો)
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા[1] કહું મામેરું[2] મહેતા તણું રે. ૧
ઢાળ
મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ. ૨
ભાભીએ વજ્રવચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયા તપ કાજ. ૩
એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહીં ઉમંગ. ૪
અપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ. ૫
કર્પૂરગૌર[3] સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા માંહે જાહ્નવી, નીલવટ ચંદ્રપ્રકાશ. ૬
છે રુંડમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શિંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ. ૭
તવ નરસૈંયો જઈ પાયે લાગ્યો, મસ્તક મૂક્યો હાથ,
‘કંઈ માગ્ય વર, કૃપા કરું,’ એમ કહે ઉમિયાનાથ. ૮
મહેતો કહે, ‘મહાદેવજી! હું માગું છું, સ્વામિન!
તમારું દર્શન પામિયો, (હવે) પામું વિષ્ણુનું દર્શન.’ ૯
‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં કૃષ્ણ રમે છે રાસ. ૧૦
વલણ
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે!
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે. ૧૧