અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્નાલાલ પટેલ/–: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading | | પન્નાલાલ પટેલ/}}
{{Heading | ભલાં રચ્યાં રે ઊંડાં આભલાં| પન્નાલાલ પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 12:50, 1 November 2021

ભલાં રચ્યાં રે ઊંડાં આભલાં

પન્નાલાલ પટેલ

ભલાં રચ્યાં રે ઊંડાં આભલાં,
દન દનના જુદા ચાંદ,
ફરતો મેલ્યો રે ગગન-દીવડો,
મારી ધરતીનાં લઉં રે ગુમાન.
સજ્યું એમાંય ભલ્લું માનવી,
તારી કલાની કલગી સમાન,
(પણ) શીદ મેલ્યું ’લ્યા ઝરમર કાળજું?—
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન!
પેદા કર્યો તો ઈશ ભલે કર્યો,
ભલે રાખ્યાં ખાન ને પાન;
પણ શી રે જરૂર હતી પ્રીતની?
(અરેરે ભૂંડા!) કાચે તાંતણે બાંધ્યા જાન!

(મળેલા જીવ, પૃ. ૧૮, ૬૭)
(અલક-મલક, પૃ. ૨૨૦-૨૧)