આત્માની માતૃભાષા/41: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભાવનામુકુરિત — સૌંદર્યરસિત કવિબાની:|ઉષા ઉપાધ્યાય }} <poem> મ...")
 
No edit summary
Line 28: Line 28:
સૌંદર્યાનુરાગી કવિએ પ્રથમ આઠ પંક્તિમાં રચેલી ગિરિશિખરોની રમણીય સૃષ્ટિનો અનુભવ ત્રીજા ચતુષ્કથી પલટાય છે, એમાં ગાંધીયુગીન જીવનલક્ષિતા અને ભાવનાશીલતા પ્રવેશે છે — “ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!''ની ઘોષણા કવિની પ્રતિબદ્ધતાને પ્રગટ કરે છે. અલબત્ત કવિ-કળાકારની સૌંદર્યરસિત દૃષ્ટિ તો અકબંધ રહે જ છે. તેથી જ તળેટીમાં સહજપણે રચાયેલી શાલતરુની વીથી અને એમાં રમતી છાયાલીલા, પર્ણકુટિઓમાં સૌમ્ય ગૃહિણીઓ વડે પ્રગટાવાતા સાંધ્યદીપકોનો ઉજાસ અને આંખોમાં છલકાતા હાસ્ય સાથે રમતાં બાળકોનું એક જીવનરસછલકતું કમનીય ચિત્ર કવિ આલેખે છે. ગૃહમાંગલ્યનું આ એવું ચિત્ર છે જે “સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો” — હતાશ-નિરાશ હૃદયોમાં પણ નવાં સ્પંદનો જગાવી જાય છે, જીવનરસની નવકળીઓને ખીલવી જાય છે. એટલે જ અંતિમ પંક્તિમાં કવિ રમણીય ઉન્નત શૃંગોના આકર્ષણને પરહરીને ‘અવનિતલ વાસો મુજ રહો!’ એવો સંકલ્પ પ્રગટ કરે છે. “વ્રજ વ્હાલું કે વૈકુંઠ નહીં આવું” કરતાં ન્યારી રીતે ગાંધીયુગના આ કવિએ અવનિતલનો મહિમા કર્યો છે. સૌંદર્યરસિત અને ભાવનામુકુરિત આ કવિબાની કાવ્યત્વનાં ઊંચાં શિખરો સર કરે છે, એવું કહેવાની ભાગ્યે જ જરૂર હોય!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 39
|next = 42
}}
18,450

edits