zoom in zoom out toggle zoom 

< સોરઠી સંતવાણી

સોરઠી સંતવાણી/ચક્ષુ બદલાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચક્ષુ બદલાઈ|}} <poem> ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી ને :::: ફળી ગઈ પ...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે. — ચક્ષુ.
:::: આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે. — ચક્ષુ.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = ગુરુ-શિષ્યની એકતા
|next = તાર લાગ્યો
}}

Latest revision as of 10:44, 28 April 2022


ચક્ષુ બદલાઈ

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી ને
ફળી ગઈ પૂરવની એને પ્રીત રે,
ટળી ગઈ અંતરની આપદા ને
પાળી સાંગોપાંગ રૂડી રીત રે —
ભાઈ રે! નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો ને
ગયો પશ્ચિમ દિશ માંય રે
સુરતા ચડી ગઈ સૂનમાં ને રે
ચિત્ત માંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે. — ચક્ષુ.
ભાઈ રે! અવિગત અલખ અખંડ અનાશ ને
અવ્યક્ત પુરુષ અવિનાશ રે,
ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ ને હવે
મટી ગયો જનમનો ભાસ રે. — ચક્ષુ.
ભાઈ રે! ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા ને
કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે
ગંગાસતી એમ બોલિયાં ને
આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે. — ચક્ષુ.

[ગંગાસતી]