સોરઠી સંતવાણી/શેઠ નગરમાં છે: Difference between revisions
Jump to navigation
Jump to search
[ભવાનીદાસ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શેઠ નગરમાં છે|}} <poem> રૂડા રામ વાણિયા રે, તારો શેઠ નગરમાં છે, શ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ. | જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ. | ||
</poem> | </poem> | ||
<center>'''[ભવાનીદાસ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આવડાં તે રૂપ! | |||
|next = પવન-ચરખો | |||
}} |
Latest revision as of 04:55, 29 April 2022
શેઠ નગરમાં છે
રૂડા રામ વાણિયા રે, તારો શેઠ નગરમાં છે,
શેઠ નગરમાં છે, રે તારો ધણી નગરમાં છે. — રૂડા રામ.
આ કાયામાં દસ દરવાજા, પચાસ લાખ માંઈ પ્રેમી,
અઠ કુળ પરવત વસે અવલિયા નવ લાખ માંઈ નેમી. — રૂડા રામ.
આ કાયામાં દેવકચેરી, સોળ પુરુષ માંઈ સાજે,
અનહદ વાજાં શે’રમાં વાજે, નવરંગ પાતર નાચે. — રૂડા રામ.
હાટ હવેલી દલ્લી ચૌટા ધ્રુ-દીપક માંઈ ધરિયા,
નવસે નવાણું નદી વાવડી, દલ ભીતર માંઈ દરિયા. — રૂડા રામ.
ઘેર ગાંધીડો, હીરલો મળિયો, મહાજનમાં મન મોશે,
પારખ હશે તે રતન પારખશે, જોનારને જડશે. — રૂડા રામ.
આશા તૃષણા સૌની પૂરી, મનથી ભ્રાંતિ ભાગી,
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ.