કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૪. ઊગે છે પ્રભાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ઊગે છે પ્રભાત|}} <poem> ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; ઊગે છે ઉષા...")
 
No edit summary
Line 20: Line 20:
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)'''|}}
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૩. રસજ્યોત
|next = ૨૫. જાહ્નવી જગની ઘૂમે રે
}}

Revision as of 11:03, 13 June 2022

૨૪. ઊગે છે પ્રભાત

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...

રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમી ધીમે...

પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)