કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૦. છેલ્લી પૂજા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. છેલ્લી પૂજા|પ્રહ્લાદ પારેખ}} <poem> અજાતશત્રુના પૂરે રાજઆ...")
 
No edit summary
Line 7: Line 7:
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’


સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
::::સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
::::છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
વિલાપ કેરા પડઘા સમા આ
::::વિલાપ કેરા પડઘા સમા આ
ડંકા પડે મંદિર-આરતીના.
::::ડંકા પડે મંદિર-આરતીના.


ત્યારે ધરીને કર આરતીની
::::ત્યારે ધરીને કર આરતીની
સામગ્રી, કો સુંદરી આવતી’તી :
::::સામગ્રી, કો સુંદરી આવતી’તી :
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
::::તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?
::::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?


ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
Line 22: Line 22:
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.


નાચી રહી છે નવશિખ આરતી,
::::નાચી રહી છે નવશિખ આરતી,
નાચંત તેની શતરશ્મિ આંખડી;
::::નાચંત તેની શતરશ્મિ આંખડી;
કરે ધરેલી ફૂલમાળ કેરી
::::કરે ધરેલી ફૂલમાળ કેરી
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.
::::નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.


ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
Line 32: Line 32:
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.


છેલ્લી હતી એ નવશિખ આરતી,
::::છેલ્લી હતી એ નવશિખ આરતી,
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
::::ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
વાતો હતી અંતિમ સર્વ આજની,
::::વાતો હતી અંતિમ સર્વ આજની,
ને આખરી એ પળ જિંદગી તણી.
::::ને આખરી એ પળ જિંદગી તણી.


બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.


‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
::::‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
::::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
::::કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.
::::આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.


કંપી રહે છે નવશિખ આરતી,
::::કંપી રહે છે નવશિખ આરતી,
ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
::::ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
નભે બધા તારક થરથરે છે;
::::નભે બધા તારક થરથરે છે;
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.
::::નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.


‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
Line 55: Line 55:
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.


શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
::::શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
::::જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
::::ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
– શિખા સહસ્ર થઈ રક્તધારની !
::::– શિખા સહસ્ર થઈ રક્તધારની !
{{Right|(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)}}
{{Right|(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)}}
</poem>
</poem>
Line 64: Line 64:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૨૯. આપણે ભરોસે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૩૧. તારો ઇતબાર
}}
}}

Revision as of 04:18, 25 June 2022


૩૦. છેલ્લી પૂજા

પ્રહ્લાદ પારેખ

અજાતશત્રુના પૂરે રાજઆજ્ઞા ફરી વળી,
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’

સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
વિલાપ કેરા પડઘા સમા આ
ડંકા પડે મંદિર-આરતીના.

ત્યારે ધરીને કર આરતીની
સામગ્રી, કો સુંદરી આવતી’તી :
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?

ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ને એના એ મધુર અઘરે સ્મિત જેવું વહે છે,
ઓષ્ઠે તેવું અવિરત વહે સ્મિત, ને પાય તેવા
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.

નાચી રહી છે નવશિખ આરતી,
નાચંત તેની શતરશ્મિ આંખડી;
કરે ધરેલી ફૂલમાળ કેરી
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.

ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
પ્રેમાશ્રુ સતત વહતાં, સ્તૂપ તેથી ધુએ છે;
છાની જાણે હૃદય તણી, કો સાથ, ગોષ્ઠી કરે છે;
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.

છેલ્લી હતી એ નવશિખ આરતી,
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
વાતો હતી અંતિમ સર્વ આજની,
ને આખરી એ પળ જિંદગી તણી.

બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.

‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.

કંપી રહે છે નવશિખ આરતી,
ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
નભે બધા તારક થરથરે છે;
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.

‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
જગાડી સુંદરી, પૂછ્યું; કોપે વાણી ય ધ્રૂજતી.
‘‘બુદ્ધના પાયની દાસી’’, – સુણંતાં અસિ ઊછળે;
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.

શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
– શિખા સહસ્ર થઈ રક્તધારની !
(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)