કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૦. છેલ્લી પૂજા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. છેલ્લી પૂજા|પ્રહ્લાદ પારેખ}} <poem> અજાતશત્રુના પૂરે રાજઆ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’ | ‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’ | ||
સંધ્યા તણા આર્ત વિલાપ કેરી | :::સંધ્યા તણા આર્ત વિલાપ કેરી | ||
છાયા ઢળે છે જગ શોક-ઘેરી. | :::છાયા ઢળે છે જગ શોક-ઘેરી. | ||
વિલાપ કેરા પડઘા સમા આ | :::વિલાપ કેરા પડઘા સમા આ | ||
ડંકા પડે મંદિર-આરતીના. | :::ડંકા પડે મંદિર-આરતીના. | ||
ત્યારે ધરીને કર આરતીની | :::ત્યારે ધરીને કર આરતીની | ||
સામગ્રી, કો સુંદરી આવતી’તી : | :::સામગ્રી, કો સુંદરી આવતી’તી : | ||
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ? | :::તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ? | ||
સુણી છતાં વા કરતી અવજ્ઞા ? | :::સુણી છતાં વા કરતી અવજ્ઞા ? | ||
ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે, | ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે, | ||
Line 22: | Line 22: | ||
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા. | દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા. | ||
નાચી રહી છે નવશિખ આરતી, | :::નાચી રહી છે નવશિખ આરતી, | ||
નાચંત તેની શતરશ્મિ આંખડી; | :::નાચંત તેની શતરશ્મિ આંખડી; | ||
કરે ધરેલી ફૂલમાળ કેરી | :::કરે ધરેલી ફૂલમાળ કેરી | ||
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી. | :::નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી. | ||
ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે; | ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે; | ||
Line 32: | Line 32: | ||
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે. | ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે. | ||
છેલ્લી હતી એ નવશિખ આરતી, | :::છેલ્લી હતી એ નવશિખ આરતી, | ||
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી; | :::ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી; | ||
વાતો હતી અંતિમ સર્વ આજની, | :::વાતો હતી અંતિમ સર્વ આજની, | ||
ને આખરી એ પળ જિંદગી તણી. | :::ને આખરી એ પળ જિંદગી તણી. | ||
બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી, | બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી, | ||
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી. | પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી. | ||
‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ? | :::‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ? | ||
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’ | :::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’ | ||
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો, | :::કરે ધરી એ નિજ ખડ્ગ આવતો, | ||
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો. | :::આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો. | ||
કંપી રહે છે નવશિખ આરતી, | :::કંપી રહે છે નવશિખ આરતી, | ||
ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી; | :::ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી; | ||
નભે બધા તારક થરથરે છે; | :::નભે બધા તારક થરથરે છે; | ||
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે. | :::નિસર્ગ જાણે ડૂસકું ભરે છે. | ||
‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’ | ‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’ | ||
Line 55: | Line 55: | ||
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે. | નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે. | ||
શી આરતી વા ફૂલમાળ ત્યાં એ, | :::શી આરતી વા ફૂલમાળ ત્યાં એ, | ||
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ ! | :::જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ ! | ||
ને કાય કેરી થઈ ભવ્ય આરતી, | :::ને કાય કેરી થઈ ભવ્ય આરતી, | ||
– શિખા સહસ્ર થઈ રક્તધારની ! | :::– શિખા સહસ્ર થઈ રક્તધારની ! | ||
{{Right|(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)}} | {{Right|(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)}} | ||
</poem> | </poem> | ||
Line 64: | Line 64: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૯. આપણે ભરોસે | ||
|next = | |next = ૩૧. તારો ઇતબાર | ||
}} | }} |
Latest revision as of 04:20, 25 June 2022
પ્રહ્લાદ પારેખ
અજાતશત્રુના પૂરે રાજઆજ્ઞા ફરી વળી,
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’
સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
વિલાપ કેરા પડઘા સમા આ
ડંકા પડે મંદિર-આરતીના.
ત્યારે ધરીને કર આરતીની
સામગ્રી, કો સુંદરી આવતી’તી :
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?
ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ને એના એ મધુર અઘરે સ્મિત જેવું વહે છે,
ઓષ્ઠે તેવું અવિરત વહે સ્મિત, ને પાય તેવા
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.
નાચી રહી છે નવશિખ આરતી,
નાચંત તેની શતરશ્મિ આંખડી;
કરે ધરેલી ફૂલમાળ કેરી
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.
ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
પ્રેમાશ્રુ સતત વહતાં, સ્તૂપ તેથી ધુએ છે;
છાની જાણે હૃદય તણી, કો સાથ, ગોષ્ઠી કરે છે;
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.
છેલ્લી હતી એ નવશિખ આરતી,
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
વાતો હતી અંતિમ સર્વ આજની,
ને આખરી એ પળ જિંદગી તણી.
બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.
‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.
કંપી રહે છે નવશિખ આરતી,
ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
નભે બધા તારક થરથરે છે;
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.
‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
જગાડી સુંદરી, પૂછ્યું; કોપે વાણી ય ધ્રૂજતી.
‘‘બુદ્ધના પાયની દાસી’’, – સુણંતાં અસિ ઊછળે;
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.
શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
– શિખા સહસ્ર થઈ રક્તધારની !
(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)