કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૧. તારો ઇતબાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧. તારો ઇતબાર|પ્રહ્લાદ પારેખ}} <poem> તારો ઇતબાર જેને, તારો ઇત...")
 
No edit summary
 
Line 24: Line 24:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૩૦. છેલ્લી પૂજા
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૩૨. વિદાય
}}
}}

Latest revision as of 04:21, 25 June 2022


૩૧. તારો ઇતબાર

પ્રહ્લાદ પારેખ

તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને :
આ પારે શું વા સામે પાર,
જેને તારો ઇતબાર !

શાને આ ભીતર એવું, શાને એ બા’રે કે’વું ?
એક તુંબીના બેઉ તાર.
જેને તારો ઇતબાર !

લઈ લેજે તારી પાસે, – માગે એવું શાની આશે ?
સરખાં વૈકુંઠ ને આ સંસાર,
જેને તારો ઇતબાર !

તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી :
એવા વળી શાને ભરે ભાર,
જેને તારો ઇતબાર !
(બારી બહાર, પૃ. ૧૪૧)