શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૩. કહો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. કહો|}} <poem> કઈ બાજુથી કહો, આજ હું પેલો પ્હાડ ઉપાડું? કયા તટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૩૯)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૩૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. નથી | |||
|next = ૪૪. દરિયા ખોલીને... | |||
}} |
Latest revision as of 09:45, 14 July 2022
૪૩. કહો
કઈ બાજુથી કહો, આજ હું પેલો પ્હાડ ઉપાડું?
કયા તટેથી કહો, આજ આ દરિયા બંધ ઉઘાડું? –
બંધ પાંખમાં ગગન રૂંધાતું,
બંધ આંખથી તેજ!
બંધ ફુગાતી હવા ખોળિયે,
ભીતર ઊતરે ભેજ.
કઈ ડાળથી વસંતના સૂરજને કહો, ઉઠાડું? –
સાવ પરાઈ માટી લાગે,
મન મૂળિયાં નહીં નાખે!
કોણ ઊગવા કરતા દિનને
રોજ વેગળો રાખે?
કઈ લ્હેરથી લળી લીલપની સૌને લેહ લગાડું? –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૩૯)