કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૯. લગની: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. લગની|}} <poem> લાગી રામભજનની લગની રે રમણા થઈ ગઈ છે રગરગની. રા...") |
(No difference)
|
Revision as of 12:17, 18 July 2022
૧૯. લગની
લાગી રામભજનની લગની રે
રમણા થઈ ગઈ છે રગરગની.
રામનામ છે શીતલ છાયા,
સુખશાંતિ છે જગનીઃ
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની. — લાગીo
રામનામથી પાવન બનતી
માટી પણ મારગનીઃ
રામમિલનને કાજે હે મનવા!
જરૂર પડે નહિ વગની – લાગીo
(દીપ્તિ, પૃ. ૩૦)