કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૧. એકતારો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. એકતારો|}} <poem> ભાઈ, મારું નામ જ છે એકતારો રે, ભાઈ, હું તો સો...") |
(No difference)
|
Revision as of 12:21, 18 July 2022
૨૧. એકતારો
ભાઈ, મારું નામ જ છે એકતારો રે,
ભાઈ, હું તો સોહમ્માં રમનારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
ભજનિક મને ભજે છે ને હું
ભજનિકને ભજનારો રે,
ભાઈ, હું તો ભજનિકને ભજનારો રે;
મારા તાર ઉપર નાચે છે
ધરમીનો ધબકારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
એક હાથે કરતાલ, બીજામાં
લીધો છે એકતારો રે,
ભાઈ મારા, લીધો છે એકતારો રે;
નરસૈયાંએ ભીડને ટાણે
ગાયો રાગ કેદારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
કોઈ ભગત કે કોઈ ભિખારી
શોધીને સથવારો રે
ભાઈ, મારો શોધીને સથવારો રે
એક જાગે છે, એક જીવે છે,
એમ વીતે જન્મારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
(દીપ્તિ, પૃ. ૩૩)