કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૪. માયાપાશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. માયાપાશ|}} <poem> ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, જીરણ એની કાયા...")
(No difference)

Revision as of 12:30, 18 July 2022

૨૪. માયાપાશ



ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,
જીરણ એની કાયા,
રે હો જીરણ એના કાયા :
કાંકરી-ચૂનો રોજ ખરે ને
ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા! — ભીંતo
પાંદડે પાંદડે તેજ ફરૂકે,
મૂળ ઊંડેરાં ઘાલે,
રે હો મૂળ ઊંડેરાં ઘાલે :
ચોગમ આડા હાથ પસારી
ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે! — ભીંતo
કોક કોડીલી પૂજવા આવે,
છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા :
સૂતરનો એક વીંટલો છોડી
ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા! — ભીંતo
ભીંત પડી, પડ્યો પીપળો એક દી
ડાળીયું સાવ સુકાણી,
રે હો ડાળીયું સાવ સુકાણી :
ચીરતો એનું થડ કુહાડો,
લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી. — ભીંતo
જડને ટોડલે ચેતન મ્હોરે,
પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા :
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
મનવા! કેમ બંધાયા?
મારા મનવા! કેમ બંધાયા? — ભીંતo
(દીપ્તિ, પૃ. ૩૭-૩૮)