કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૪. માયાપાશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. માયાપાશ|}} <poem> ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, જીરણ એની કાયા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
ધ્રૂજે વજ્જર-પાયા, | ધ્રૂજે વજ્જર-પાયા, | ||
રે હો ધ્રૂજે વજ્જર-પાયા! — ભીંતo | રે હો ધ્રૂજે વજ્જર-પાયા! — ભીંતo | ||
પાંદડે પાંદડે તેજ ફરૂકે, | પાંદડે પાંદડે તેજ ફરૂકે, | ||
મૂળ ઊંડેરાં ઘાલે, | મૂળ ઊંડેરાં ઘાલે, | ||
Line 18: | Line 19: | ||
ગઢની રાંગે ફાલે, | ગઢની રાંગે ફાલે, | ||
રે હો ગઢની રાંગે ફાલે! — ભીંતo | રે હો ગઢની રાંગે ફાલે! — ભીંતo | ||
કોક કોડીલી પૂજવા આવે, | કોક કોડીલી પૂજવા આવે, | ||
છાંટે કંકુ-છાંટા, | છાંટે કંકુ-છાંટા, | ||
Line 24: | Line 26: | ||
ફરતી એકલ આંટા, | ફરતી એકલ આંટા, | ||
રે હો ફરતી એકલ આંટા! — ભીંતo | રે હો ફરતી એકલ આંટા! — ભીંતo | ||
ભીંત પડી, પડ્યો પીપળો એક દી | ભીંત પડી, પડ્યો પીપળો એક દી | ||
ડાળીયું સાવ સુકાણી, | ડાળીયું સાવ સુકાણી, | ||
Line 30: | Line 33: | ||
લાકડે આગ મુકાણી, | લાકડે આગ મુકાણી, | ||
રે હો લાકડે આગ મુકાણી. — ભીંતo | રે હો લાકડે આગ મુકાણી. — ભીંતo | ||
જડને ટોડલે ચેતન મ્હોરે, | જડને ટોડલે ચેતન મ્હોરે, | ||
પૂજવા આવે માયા, | પૂજવા આવે માયા, |
Latest revision as of 09:48, 19 July 2022
૨૪. માયાપાશ
ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,
જીરણ એની કાયા,
રે હો જીરણ એના કાયા :
કાંકરી-ચૂનો રોજ ખરે ને
ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા! — ભીંતo
પાંદડે પાંદડે તેજ ફરૂકે,
મૂળ ઊંડેરાં ઘાલે,
રે હો મૂળ ઊંડેરાં ઘાલે :
ચોગમ આડા હાથ પસારી
ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે! — ભીંતo
કોક કોડીલી પૂજવા આવે,
છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા :
સૂતરનો એક વીંટલો છોડી
ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા! — ભીંતo
ભીંત પડી, પડ્યો પીપળો એક દી
ડાળીયું સાવ સુકાણી,
રે હો ડાળીયું સાવ સુકાણી :
ચીરતો એનું થડ કુહાડો,
લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી. — ભીંતo
જડને ટોડલે ચેતન મ્હોરે,
પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા :
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
મનવા! કેમ બંધાયા?
મારા મનવા! કેમ બંધાયા? — ભીંતo
(દીપ્તિ, પૃ. ૩૭-૩૮)