છંદોલય ૧૯૪૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 823: Line 823:

{{સ-મ|૧૯૪૬}}

{{સ-મ|૧૯૪૬}}

</poem>
== છાયા ==
<poem>
:::આ શી તારી માયા?
રે ઓ છલનામયી છાયા!
તું ઘડી આથમણે છાઈ,
તો ઘડી ઉગમણે ધાઈ;
રમણાને રંગ ન્હાઈ
તારી ચંચલ કોમલ કાયા!
તું જીવને શીદ ઝુલાવે?
ને ભુલામણીમાં ભુલાવે?
શું હેતમાં આમ હુલાવે?
તું તો પ્રકાશની છો જાયા!
{{સ-મ|૧૯૪૬}}

</poem>
== એકલો ==
<poem>
હું એકલો છું મુજ ગેહમાંહી,
આ દેહમાંહી!
મુજ બંધ દ્વાર,
ને બ્હાર
ઊભો ઘન અંધકાર,
કહે, ‘મને તું હૃદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ,
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલંત ના હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું  :
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી હ્યાં છ પ્રવેશબંધી
મુજ ગેહમાંહી!’
હું એકલો છું મુજ દેહમાંહી!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ઉદાસ ==
<poem>
નહીં અશ્રુ, નહીં હાસ;
મુજ ઉર એવું ઉદાસ!
નહીં વૈશાખી તપ્ત ગગનની
::: વ્યાકુલ વિહ્વલ લાય,
નહીં આષાઢી શ્યામલ ઘનની
::: જલશીતલ કો છાંય;
નહીં તૃપ્તિ, નહીં પ્યાસ;
મુજ ઉર એવું ઉદાસ!
અરધ પોપચે પણ નહીં ખૂલ્યાં
::: હજુય તિમિરનાં નેણ,
અધર મૌનમાં હજુ નહીં ડૂલ્યાં
::: મધુર તેજનાં વેણ;
એ સાંધ્યભૂમિમાં વાસ,
મુજ ઉર એવું ઉદાસ!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== તારલી ==
<poem>
શાંત સાગરતટ હતો,
મૂગો પવન,
જલધિજલની લહરીઓનું લ્હેરતું ન્હોતું ગવન;
વિજનતાના વાસ જેવો પૃથ્વીનો એ પટ હતો!
અવકાશથી અંધારની લખધાર ત્યાં ચૂતી હતી,
સ્તબ્ધ સાયંકાલને પડખે પડીને
કંપહીણું ક્લાંત નિજ હૈયું જડીને
સારી સૃષ્ટિ નીંદમાં સૂતી હતી!
એકાંતમાં અપવાદ જેવો એ વિજનમાં એક હું વસતો હતો,
એવો પરંતુ મૂઢ જેવો
કે સ્વયં મુજને જ ના સુણાય એવું શાંત હું શ્વસતો હતો;
એવી ગહનતામાં ક્ષણેક્ષણ હું ધીરે લસતો હતો
કે હું જ મુજને લાગતો’તો ગૂઢ જેવો;
મન હિ મનમાં હું ઘડી રડતો, ઘડી હસતો હતો!
ત્યાં અચાનક એ અરવ એકાંતમાં,
એ રહસ્યોથી ગહન ગંભીર એવા પ્રાંતમાં,
અવકાશના અંધારની ઘેરી ઘટામાં,
શી છટામાં
તારલી ટમકી ગઈ!
ને સુપ્ત સારી સૃષ્ટિ જાણે સ્વપ્નથી ચમકી ગઈ!
ત્યારે વિજનતાના હૃદયનું મૌન ત્યાં ભાંગી ગયું!
ત્યારે પવનની આછી આછી મર્મરોનું ગાન ત્યાં જાગી ગયું!
સાગર જરી કંપી ગયો,
ત્યારે પલકભરમાં જ તે મારો મૂંઝાતો જીવ પણ જંપી ગયો!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== અનિદ્ર નયને ==
<poem>
અનિદ્ર નયને
હું એકલો રે મુજ શૂન્ય શયને,
જોઈ રહું છું નભની દિશામાં,
જે મેઘભારે નમતી, નિશામાં
મુજ બારી બ્હાર!
ઝરી રહી ઝર્ઝર નીરધાર,
મલ્હારગીતે
એની સુણી ઝંખનઝંકૃતિ રે
મુજ વ્યગ્ર ચિત્તે
સરી રહી કૈં ગતની સ્મૃતિ રે!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== પારેવાં ==
<poem>
ઝૂકી ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા,
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!
જ્યારે ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા.
જલભીંજેલી શિથિલ પાંખો
શીત સમીરે કેટલું ધ્રૂજે,
જાણે કોઈ દીપક બૂઝે
એમ એ રાતા રંગની આંખો
પરે વળી વળી પોપચાં ઢળે,
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!
ક્યારેય એમની કશીય ના હલચલ,
એવું શું સાંકડું લાગે સ્થલ?
નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ,
ભીંસે છે તોય શી એવી ભીડ?
પાંખ પસારી સ્હેલનારાંનું
આકાશે ટ્હેલનારાંનું
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!
આખાયે આભને લાવી મેલવું શેમાં?
નાનેરું નીડ છે એમાં?
એની આ વેદના શું એ જાણતું નથી?
એથી એના દુ:ખને નથી ક્યાંય રે આરા!
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા
ઝૂકી ઝૂકી આભથી સારા!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ઝરઝર ==
<poem>
ઝરઝર
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર...
નયનેથી મુજ નીંદ હરી જાય,
સુખનું રે મુજ સ્વપ્ન સરી જાય;
વારંવાર
ક્ષિતિજની પેલી પાર
મારું મન મને મેલી ભાગી જાય,
પર્ણ સમા મુજ પ્રાણે જાગી જાય
મરમર...
ક્ષણ પણ જરીય ના જંપી જાય,
મેઘલી આ મધરાતે
સુગંધિત મંદ શીત સમીરને ઘાતે
અંગેઅંગ અવિરત કંપી જાય
થરથર...
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર... ઝરઝર...
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== શુષ્ક પર્ણ ==
<poem>
નહીં રૂપ, નહીં રંગ,
:::: નહીં વસંતનો સંગ;
:::: શીત અંગેઅંગ
:::::: રે હું પીત વર્ણ!
:::: જાવું અહીં, જાવું ત્યહીં;
:::: કોણ જાણે ક્યહીં ક્યહીં,
:::: વાયુ સંગ વહી?
:::::: રે હું શુષ્ક પર્ણ!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== સ્પંદવું ==
<poem>
હાસ્ય હિલ્લોળમાં
એક પળ નંદવું,
અશ્રુની છોળમાં
અન્ય પળ ક્રંદવું;
ને છતાં દૈવને વંદવું!
ઉરમહીં જે વ્યથા
સ્હેવી, સ્હેવાય ના;
સૂરમહીં જે કથા
ક્હેવી, ક્હેવાય ના;
ને છતાં હૃદયને સ્પંદવું!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ગર્વ ==
<poem>
તારે હતો એ પરિહાસ માત્ર?
કહે, વિધાતા, છલના હતી વા?
મને મળ્યું જે રસપાન પીવા
એ માહરું આ છલકંત પાત્ર
તેં છીનવીને કીધ ચૂર્ણ ચૂર્ણ!
તને હશે કે  : ‘ક્ષણમાં જ સિક્ત ને
અખંડ એ પાત્ર કરીશ, રિક્તને
ભરીશ રે હું જ પુન: પ્રપૂર્ણ!’
જાણું ભલા, અકળ એ તવ શક્તિ સર્વ;
એ કિન્તુ છે તવ દયામય ભિક્ષુદાન!
ને હું ન દીન, નહિ હીન, મને સ્વમાન;
હું માનવી! બસ હવે મુજ એ જ ગર્વ!
ને આ કટાક્ષ સમ ખંડિત શુષ્ક પાત્ર,
જાણીશ એય મુજ ગૌરવનું જ ગાત્ર!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== જલધિને આરે ==
<poem>
જા, જનહીન તહીં જલધિને આરે,
એ ના કેવળ સુણશે,
કિન્તુ આ તવ અધીર વ્યથાને વારેવારે
ગભીર ઘેરી નિજ વાણીમાં સહસ્રશતવિધ ગુણશે!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== સ્વયં તું ==
<poem>
જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગની ય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?
હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== નયન હે ==
<poem>
નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો!
અશ્રુની અંજલિ પક્ષ્મના પુટ મહીં ધારજો!
આજ લગ જે જતું રે દ્રવી
મૃદુલ મુજ હૃદય, આદિ કવિ!
પ્રગટ કીધો તમે એહનો શોક,
હે નયન, છો તમે સૃષ્ટિનો કરુણતમ શ્લોક!
રે આજ તો કિન્તુ આ પ્રાણને પ્રાંગણે,
નવ્ય આનંદનું આગમન;
એહને નમ્ર નત નયન રે હો તમારું નમન!
આ ક્ષણે
ધૂમ્ર શું ધૂસર નિજ અશ્રુનું અંચલ
આડું વચમાં જ ધરશો નહીં!
દૃશ્યને ધૂંધળું જરીય કરશો નહીં!
ના થશો ચંચલ!
આજ આનંદને આરતી
સ્મિત તણાં કોટિ કિરણો થકી છો થતી!
ને તમે એહના ચરણમાં
અશ્રુની અંજલિને અભિષેકમાં ધારજો!
મૌનના શરણમાં
કરુણ નિજ કાવ્યના સ્રોતને સારજો!
નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ઘડીક સંગ ==
<poem>
કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!
{{સ-મ|૧૯૪૬}}

</poem>
== ધરતીની પ્રીત ==
<poem>
મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!
::: ક્યારેક કોમલ ફૂલશયને
:::: નીંદરની સોડ તાણું,
::: ક્યારેક પાંપણભીનાં નયને
:::: કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને, આવો આંસુ ને આવો સ્મિત રે!
::: ન્હાવું નથી સુરગંગાને નીરે,
:::: નથી રે સુધા પીવી;
::: ઝૂરી ઝૂરી જગજમુના તીરે
:::: મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે!
મને તો ધરતીની પ્રીત રે!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== ત્રેવીસમા વૈશાખમાં ==
<poem>
શુક્લ વૈશાખની સપ્તમી,
પ્રખર મધ્યાહ્ન જ્યારે હતો પાસમાં,
ત્યાહરે મેં લીધી સૃષ્ટિને શ્વાસમાં!
ત્યારથી જીવનનો ખેલ હું અહીં રહ્યો છું રમી!
જન્મ શું, એ નથી જાણતો,
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો!
જન્મ શું, એની અનુભૂતિની ના સ્મૃતિ;
મૃત્યુમાં જન્મ, નવજન્મની છે કૃતિ;
તો પછી એક દિન એહને ત્યાં પુન: લહી શકું!
–  કિન્તુ ત્યારેય નહીં કહી શકું!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== પિતા– ==
<poem>
પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો!
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું,
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું?
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો!
તને પ્રબલ એક આશ હતી એ જ કે  : ‘છો મરું,
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતનેમિટાવશું રે કથા?
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’
અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા!
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા,
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા!
–  અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા?
નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો,
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો!
૧૨–૨–૧૯૪૮
</poem>
</poem>
18,450

edits