18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 605: | Line 605: | ||
{{સ-મ|૧૯૪૮}}
| {{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== કંટકોના પ્યારમાં == | |||
<poem> | |||
રે આ ચીલા! | |||
શી સ્નિગ્ધ સુન્દરની લીલા! | |||
જે દૂર ને બસ દૂર | |||
અહીંની કંટકે ભરપૂર | |||
એવી ભૂખરી પૃથ્વી પરે થૈને જતા, | |||
શું રુક્ષ કોઈ વૃક્ષ પર જાણે લતા! | |||
શું એહનું દર્શન | |||
અહો, જાણે નયનને સુરમો આંજી જતું! | |||
શું એહનું સ્પર્શન | |||
અહો, જાણે ચરણ તો ચૂમતાં લાજી જતું! | |||
રે આજ આ વૈશાખના બપ્પોરમાં | |||
બળતા પ્રજળતા પ્હોરમાં | |||
જ્યારે સળગતું આભ માથે ને નીચે સૂકી ધરા, | |||
ત્યારે ચીલા લાગે શીતલ જલના ઝરા! | |||
શું એહનાં આકર્ષણો! | |||
આમંત્રણોનાં સ્નેહભીનાં વર્ષણો! | |||
ને તે છતાં છ વિરક્ત મારા ચિત્તને વિરતિ, | |||
અરે કે ત્યાં નહીં મારી ગતિ! | |||
રે ના મને એ સ્નિગ્ધ સુંદરની સ્પૃહા, | |||
હું કંટકોના પ્યારમાં લલકારતો દિલના દુહા! | |||
હું એ ચીલાને છાંડતો, | |||
ને કંટકોને પંથ ચરણો માંડતો, | |||
ત્યાં એહનોયે પ્યાર શો જાગી ગયો, | |||
તે માહરાં બન્ને ચરણને ચૂમવા લાગી ગયો! | |||
ઉપહાસમાં ત્યારે ઊંચેથી છાંય ઢાળી | |||
અભ્ર આવી આભમાં આઘાં ખસ્યાં; | |||
ત્યારે ચરણનું રક્ત ન્યાળી | |||
શું અહો, જાણે ચીલા મુજને હસ્યા! | |||
પણ હુંય તે સામો હસ્યો | |||
કે આ ચીલા જ્યારે ન’તા | |||
ત્યારેય મુજ શા કોઈ પંથીનાં ચરણ પણ રક્તરંગેલાં હતાં, | |||
ને હતો એનેય અંતર મુજ સમો આનંદ પણ ત્યારે વસ્યો! | |||
હું એહનાં એ ધન્ય ચરણોને સ્મરું, | |||
ને કંટકોના પંથ પર હું પ્યારથી ચરણો ધરું! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== ગ્રીષ્મમધ્યાહ્નમાં == | |||
<poem> | |||
તપ્ત ધરણી હતી, | |||
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી | |||
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી; | |||
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી | |||
રુદ્ર અંબરતલે, | |||
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી; | |||
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી | |||
શાંત સાગરજલે, | |||
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી, | |||
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી, | |||
તપ્ત, બસ તપ્ત ધરણી હતી. | |||
શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી? | |||
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી? | |||
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિ:શ્વાસતી, | |||
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્વાસતી; | |||
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી; | |||
ઝાંઝવાંનીરની પ્યાસમાં બાવરી કોક હરણી હતી! | |||
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી; | |||
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી! | |||
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો; | |||
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો! | |||
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં, | |||
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં | |||
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાંગીતને વેરતું, | |||
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો, | |||
ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં | |||
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો. | |||
ગીતને વેરતું, | |||
ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી | |||
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી, | |||
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી | |||
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી; | |||
એક સેલારથી | |||
નયનને દાખવી નાવ કો સઢફૂલી, | |||
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી; | |||
એક હેલારથી | |||
દૂર જૈ ઓટમાં ઓસર્યાં પાણીને | |||
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને; | |||
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?! | |||
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ! | |||
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી | |||
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી | |||
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી | |||
એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી | |||
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું, | |||
પાંખથી પિચ્છ એકાદને ખેરતું, | |||
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું; | |||
આભ જેવું હતું તેવું ખાલી થયું! | |||
પલકભર એય તે મુખર નિજ ગાનમાં | |||
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં! | |||
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી, | |||
ગગનની ગહન કો ગેબના સાર શી, | |||
રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી, | |||
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી; | |||
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી, | |||
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી, | |||
પલકભર મુજ ઉરે ગૈ ઢળી, | |||
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ; | |||
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી, | |||
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ! | |||
શી અહો આ લીલા! | |||
નીરની ધારથી શું તૂટી ર્હૈ શિલા? | |||
આ બધું છળ અરે છાનુંછપનું હતું? | |||
પલકભર શૂન્યનું ભ્રાંત સપનું હતું? | |||
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી? | |||
જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== વેળા–૧ == | |||
<poem> | |||
:::::વેળા વહી જાય! | |||
હાય રે, મારા મનની ‘આજ’ તો મનમાં રહી જાય! | |||
::: પાછલી રાતનું સોણલું સ્મરી | |||
:::: આજ કશું ના ન્યાળું, | |||
::: ન્યાળતી નેણેય નીંદમાં સરી | |||
:::: લાખ ભૂતાવળ ભાળું; | |||
સ્મરણની ગતકાલની ગાથા કંઈ ના કહી જાય! | |||
::: જાણું નહીં રે કેવુંક વાશે | |||
:::: આવતી કાલનું વ્હાણું? | |||
::: આજ નથી જે એની જ આશે | |||
:::: ગાઉં ના આજનું ગાણું! | |||
આજની આવી અવહેલા તે શીદને સહી જાય? | |||
:::: વેળા વહી જાય! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== વેળા – ૨ == | |||
<poem> | |||
::::જાય રે વેળા જાય! | |||
કોઈ હલેતી હરણી જાણે તૃષ્ણાને તીર ધાય! | |||
::: ચંચલ એનાં ચરણ ચાંપે | |||
:::: મનની મરુભોમ, | |||
::: એના રે આઘાતમાં કાંપે | |||
:::: અંગનું રોમેરોમ; | |||
પડછાયો જ્યાં પાથરતી ત્યાં પ્રગટે લૂ ને લાય! | |||
::: એકનું આંક્યું ચિહ્ન એને | |||
:::: ચરણ બીજું લ્હોય; | |||
::: શીય હલેતી હરણી જેને | |||
:::: અડતા નથી ભોંય | |||
પડતાં પહેલાં પલકમાં તો ઊપડે એવા પાય! | |||
જાય રે વેળા જાય! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== નયનઅંધ == | |||
<poem> | |||
::::હાય રે, નયન અંધ! | |||
પાંપણની પેલી પારથી કોણે દ્વાર કીધાં છે બંધ? | |||
::: અંતરના અંકાશને જોવી | |||
:::: બ્હારની રંગીન કાય, | |||
::: નેનતારાના તેજથી લ્હોવી | |||
:::: તિમિરની ઘન છાંય; | |||
ત્યારે કાજળઘેરાં વાદળ પૂંઠે મૂગો તારકછંદ! | |||
::: કોણે રે મારે પોપચે બાંધ્યો | |||
:::: રંગ-પ્રકાશનો પ્રાણ? | |||
::: નિજથી નિજનો સંગ લાધ્યો | |||
:::: તે રહી ન બ્હારની જાણ; | |||
જાણે શતદલોની પાંખડીઓના બંધમાં ઝૂરે ગંધ! | |||
હાય રે, નયન અંધ! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== મન == | |||
<poem> | |||
ક્યાંય આછોય તે એક તારો નથી | |||
એટલો ગગનમાં ગાઢ અંધાર છે, | |||
છેક છાયા સમો; તે છતાં કેટલો ભાર છે! | |||
આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી. | |||
મેઘ પર મેઘના ડોલતા ડુંગરા | |||
તે છતાં શાંત છે કેટલાં સ્પન્દનો! | |||
અંતરે આંસુનાં નીરના કૈં ઝરા | |||
તે છતાં મૌન છે કેટલાં ક્રન્દનો! | |||
જોયું મેં આજ આષાઢના ગગનને? | |||
કે પછી માહરા ગહન શા મંનને? | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== મનમાં મન == | |||
<poem> | |||
::::મનમાં મન ખોવાઈ ગયું! | |||
અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું! | |||
::: રાત ને દ્હાડો જલતી ભાળી | |||
:::: ભીતરમાં એક જ્યોત, | |||
::: બ્હારની દુનિયા કાજળકાળી | |||
:::: ને પ્રાણ પ્રકાશે પોત; | |||
એ જ રે અંતરતેજથી આંખનું કાજળ આજ લ્હોવાઈ ગયું! | |||
મનમાં મન ખોવાઈ ગયું! | |||
અંધ આંખે મેં બંધ દીધો તે અંતરમાં રોવાઈ ગયું! | |||
::: બંનેય નેણથી પાછી વળી | |||
:::: રે ગંગાયમુના સંગ, | |||
::: એ રે વ્હેણની સાથ ભળી | |||
:::: જ્યાં પ્રાણની પાતાળગંગ, | |||
આભશું છલક્યો તટ; તે બંધનું પટ રે આજ ધોવાઈ ગયું! | |||
મનમાં મન ખોવાઈ ગયું! | |||
{{સ-મ|૧૯૪૬}}

</poem> | </poem> |
edits