18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,186: | Line 1,186: | ||
નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો, | નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો, | ||
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો! | વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો! | ||
૧૨–૨–૧૯૪૮ | ૧૨–૨–૧૯૪૮ | ||
</poem> | |||
== સંસ્મૃતિ == | |||
<poem> | |||
આવ હે મુક્તિદિન! | |||
આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન! | |||
આવ હે મુક્તિદિન! | |||
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે, | |||
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો સુપ્ત છે, | |||
જીવનસંગીતની કલ્પના એય તે લુપ્ત છે; | |||
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે! | |||
આવ હે મુક્તિદિન! | |||
આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન! | |||
આવ હે મુક્તિદિન! | |||
આજ આક્રંદમાંયે અરે, ‘આવ!’ કહીએ તને, | |||
‘લાવ હે લાવ આનંદની આછીયે ઝંકૃતિ, | |||
ક્ષણિક તો ક્ષણિક પણ લાવ!’ કહીએ તને! | |||
એ જ ક્ષણ કૈંક કોલાહલોને જગાવી જતી | |||
નયનની સન્મુખે મૂર્ત થૈ જાગતી સંસ્મૃતિ; | |||
હૃદયના વ્રણ મહીં લવણ કેવું લગાવી જતી, | |||
ને દૃગોના દીવાને બુઝાવી જતી, | |||
જોઈ લે તારું હૈયુંય તે કેટલું એ ધ્રુજાવી જતી! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
રાષ્ટ્રની સૌ સીમા છો રહી સરકતી, | |||
હૃદયમાં તો અચલ એ જ નકશો રહ્યો, | |||
એમ વિચ્છેદના ક્રૂર વિદ્રોહને એહથી જાય શેણે સહ્યો? | |||
શક્ય ના છૂરીથી જલ કદી છેદવું, | |||
ને છતાં જલ થકીયે વધુ સ્નિગ્ધ | |||
જે સ્હેજમાં દ્રવી દ્રવી જાય એ હૃદયને | |||
એવી તે કઈ છૂરીથી હશે શક્ય આ ભેદવું? | |||
અલગ બે રંગની ભિન્નતા દાખવી | |||
નજરમાં તોય જુદાઈનું ઘર બનાવી લીધું, | |||
સરકતી સીમની છિન્નતા દાખવી | |||
હૃદયનો એથી પલટાઈ નકશો ગયો | |||
એમ વિદ્રોહમાંયે અહો, મુગ્ધ મન શું મનાવી લીધું! | |||
શી અહો, કેવી આહ્લાદિની ભ્રાંતિ છે! | |||
શી અહો, રાજ્યની ઉદય-ઉત્ક્રાંતિ છે! | |||
છો ભલે હૃદય જલતું રહો, | |||
કિન્તુ આ મન હવે છેક છલતું રહો! | |||
કેવી રે આત્મની વંચના, | |||
ને લલાટેય અપમાનની અર્ચના! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
એમ જ્યાં રાષ્ટ્રના ઐક્યનો અગ્નિસંસ્કાર પૂરો થતો | |||
ત્યાં જ એની ચિતામાંથી | |||
હે મુક્તિદિન, તુજને જન્મતો જોઈને, | |||
આંસુ ન્હોતું છતાં નયનને લ્હોઈને, | |||
મત્ત ઉન્માદમાં કોટિ કંઠે કશું ગાન ગાઈ લીધું! | |||
સૂર એનો અહો! શો મધુરો હતો! | |||
પવનની લહર લહરે વહી એનું સંગીત | |||
સૌ ખંડખંડે અહો, એક ક્ષણમાં જ છાઈ દીધું! | |||
ને અરે, એ જ ક્ષણ કો અજાણે ખૂણેથી | |||
વિષાદે ભર્યો જાગતો તીવ્ર જે સ્વરધ્વનિ: | |||
‘નજીક નોઆખલી, તીર સાબર તણાં તો ઘણાં દૂર છે!’ | |||
વિજયના ગાનમાં એ ગયો રે ડૂબી, | |||
ક્યાંય સુણાય ના એટલો મંદ કેવો ગયો એ બની! | |||
શૂન્ય થૈને શમી વાણી રે, | |||
મૌનના ગર્ભમાં કેવું શરમાઈને પાછી ચાલી ગઈ | |||
જન્મી ના જન્મી ત્યાં! | |||
એની એ વેદના કોઈએ ક્યાંય ના જાણી રે, | |||
શલ્ય શી નીરવતા એ હૃદયને હશે શીય સાલી ગઈ! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
પંચ એ સિંધુના પ્રાંતમાં | |||
ભીષણ ને તોય ભીરુ કશો જંગ ખેલી લીધો! | |||
ને ગુરુ વીર ગોવિંદનો | |||
એક શેત્રંજની સોગઠીએ કહ્યો વીર મામુદને | |||
કેમ વીરત્વ ને ત્યાગનો મંત્ર એ દૂર મેલી દીધો? | |||
જો કદી ધર્મના યુદ્ધમાં ચડવું’તું, | |||
તો પછી ત્યાગ ને વીરતાના શહૂરથી ભલા! લડવું’તું, | |||
નેક ખુદાઈના નૂરથી તો ભલા! લડવું’તું! | |||
જેહના નામના માત્ર ઉચ્ચારમાં | |||
આવતી કાલ ઇતિહાસની જીભ પર શી ધ્રુજારી હશે! | |||
એવી રે અંતહીન હારમાં | |||
લાખ વણજાર આ માનવોની કહો, ક્યાં જશે? | |||
જીવતા મૃત્યુને જે વર્યું એવું જીવન કહો, ક્યાં ગુજારી જશે? | |||
આવી વણજાર તો એક બસ જોઈ છે | |||
રે અમાસે નિબિડ રાતના તારલાઓ તણી, | |||
કિન્તુ આ કારવાંને નથી એમનો તાલ કે એમનું તેજ, | |||
આ પૃથ્વીના માનવે એમના મુખની ચમકને ખોઈ છે! | |||
લાખ વણજાર આ તપ્ત રણરેત શી | |||
ઘોર વંટોળમાં અહીંતહીં વહી જતી, | |||
વાયુના વેગને મૌનથી સહી જતી! | |||
પાંચ પાંડવ છતાંયે હતી જેની પાંચાલીને મન ભીતિ, | |||
લાખ પાંચાલીની આજ તો એથીયે હીન છે | |||
દેહની દીન રે નગ્નતાની સ્થિતિ; | |||
જૌહરે પદ્મિની અગ્નિને અર્પતી પ્રાણની આહુતિ | |||
ત્યાહરે માણતી વિક્રમી પુરુષના મધુર સંસ્મરણને, | |||
આજ પુરુષાર્થનું તેજ જોયા વિના | |||
લાખ પદ્મિનીઓ સોંપતી નિજ તણા પ્રાણ જૈ મરણને | |||
કે પછી શોધતી દાનવોનાય તે શરણને! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
‘અગર આ પૃથ્વી પર ક્યાંય જો સ્વર્ગ છે, | |||
તો અહીં...’ | |||
ના, નહીં! | |||
રૂપના તીર્થ પર પૂજનના ગીતની અંજલિ | |||
આજ તો દૂર રહી! | |||
પૃથ્વી પર વિરલ આ સ્વર્ગના નંદને | |||
કલિ કલિ | |||
શી કથા કહી રહી ક્રન્દને ક્રન્દને! | |||
આજ તો પાંદડે પાંદડે, પુષ્પઢગલે, | |||
અરે અગ્નિપગલે | |||
કશી વિષમયી વારુણી વર્ષતી! | |||
જોઈને મૃત્યુના લોચને લાલિમા હર્ષતી! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
વૈરના અગ્નિએ માત્ર ત્રણ અક્ષરે | |||
રક્તરંગીન એ પ્રેમના હૃદયપત્રે લખી, | |||
સત્યના વક્ષસ્થલ પરે | |||
ને અહિંસા તણા મર્મમાંયે લખી | |||
જે કથા... | |||
રે વૃથા! | |||
વેદનાને નહીં આજ વાણી જડે, | |||
શબ્દને શૂન્યતા શી નડે! | |||
મૃત્યુ પણ મૌન ધારી ગયું જે ક્ષણે | |||
એ ક્ષણોને વૃથા વાણી તે શું વણે? | |||
મૃત્યુને, મૌનને મીંઢ આવું અરે, | |||
માનવીએ કદી ના લહ્યું! | |||
આજ પણ એનું એ મૌન રે આ રહ્યું : | |||
‘. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .’ | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
રાષ્ટ્રની કાયના સકલ અંગાંગનું વિષ | |||
જઈ જઠરમાં એકઠું થઈ રહ્યું, | |||
આઘું અળગું બની બેઠું જે આળું હૈયું | |||
હજુ એહની વેદનાને નથી ધ્યાનમાં લઈ રહ્યું! | |||
આજ ધૂંધવાય પણ કાલ જ્વાલા રૂપે પ્રગટશે | |||
એવી એની અગન છે તે છતાંયે હજુ કેમ બૂઝે નહીં? | |||
વિષતણું વમન કીધા વિના | |||
જઠરનું ચાંદું જો આપમેળે જ રૂઝે નહીં | |||
તો પછી દર્દની કો દવા રે હજુ કેમ સૂઝે નહીં? | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
ભૂખના નિત્ય નિવાસ શાં | |||
ભગ્નખંડેર શાં કેટલાં દેહમંદિર ઉદ્ધાર માંગી રહ્યાં, | |||
ને છતાં એકલાં દેવનાં મંદિરો | |||
શીદને આજ બસ જીર્ણ લાગી રહ્યાં? | |||
કેટલાં અંગની આબરૂ વસ્ત્રની સંગ વીંટાઈને | |||
ક્યાંય રે વહી ગઈ! | |||
અંગ પર એકલી નગ્નતા રહી ગઈ! | |||
ભિક્ષુના પાત્રમાં એકના એક એ વસ્ત્રનું દાન દેનાર | |||
શ્રાવસ્તીની સીમની દીન એ નારીની | |||
નગ્નતાની નથી એમને ધન્યતા; | |||
એમની દીનતાની દશા એથી છે અન્યથા! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
ગ્રીષ્મના પ્રખર મધ્યાહ્નમાં | |||
શુષ્ક સરવર મહીં | |||
સકલ જલ આજ જલતું જતું; | |||
કમલદલથી નહીં | |||
કિન્તુ એ કર્દમે આજ ફલતું જતું, | |||
સ્થલસ્થલે શી અહીં રિક્તતા! | |||
મીનને મૃત્યુના મુખથી જે બચાવી શકે, | |||
જીવનનું જરીય આશ્રય રચાવી શકે, | |||
એટલીયે નથી જ્યાં રહી સિક્તતા; | |||
ત્યાં અરે, શ્વેત બગની કશી શ્યામ છાયા ઢળી! | |||
ને અરે, જેમ મધ્યાહ્ન ધપતો જતો | |||
તેમ એ અલ્પ જલરાશિયે અધિક તપતો જતો, | |||
ને અરે, જેમ મધ્યાહ્ન ધપતો જતો | |||
તેમ એ શ્વેત બગ મૃત્યુનો મંત્ર પણ અધિક જપતો જતો; | |||
શ્વેત એ દેહની શુભ્રતામાં વધુ શુભ્રતા ર્હૈ મળી | |||
તેમ એ શ્યામ છાયામહીં | |||
વધુ વધુ શ્યામ શોભાય તે ર્હૈ ભળી! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
આજ કો પાગલે શી સુરા પી લીધી! | |||
મંદ ને મદિર કો વાયુએ એહના અંગને | |||
આછું આછું અડી અસર ઉન્માદની શી કીધી! | |||
હૃષ્ટ એ હાથમાં કેટલું જોર છે! | |||
– કેમ કે હાથમાં રાજસત્તા તણા દોર છે. | |||
ને છતાં કેટલાં શિથિલ છે એ ચરણ! | |||
– કેમ કે મત્ત સુરા તણું એહને છે શરણ. | |||
રક્તરંગી નયન જે નશામાં ડૂલી જાય છે, | |||
વિશ્વ અજવાળતો વિપુલ આકાશનો તારલો | |||
ને અતિ લઘુક ઘરનો દીવો બેયના ભેદને એ ભૂલી જાય છે! | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
અગ્નિની રુદ્ર જ્વાલા મહીં | |||
જીવનની શીતલતા હર ઘડી ખોઈને | |||
જલ સમા આજ લગ તો અમે જલી રહ્યા, | |||
ને હવે આજ અંધારની ચાર ભીંતો મહીં | |||
ધૂમ્રલેખા સમાં | |||
શાંતિનાં એકબે અલ્પ ગીતો મહીં | |||
કોઈ રંગીન તે સ્વપ્નને જોઈને | |||
શૂન્યમાં વિલીન રે થૈ જવા થોડુંયે હલી રહ્યા! | |||
આજ આ રહીસહી આછી ભીનાશને | |||
સ્પર્શીને સૌમ્ય કો તેજ ના ખેલતું, | |||
ક્યાંયથી એક પણ કિરણ ના રેલતું! | |||
જેથી રે કલ્પનાગગનમાં રંગનું કો ધનુ સોહી ર્હે! | |||
આજ કો કંસના ઘોર કારાગૃહે | |||
રાજલક્ષ્મી ભલે જન્મી તો, રૂંધતી છો શિલા; | |||
હોય જો ભાવિના બોલ એ ભાખતી : | |||
‘કાલ એ કંસના મૃત્યુની પ્રગટશે કૃષ્ણ કેરી લીલા!’ | |||
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ... | |||
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ? | |||
મુક્તિના સ્વપ્નને જોઈને | |||
રાષ્ટ્રના યજ્ઞમાં વિલીન રે થૈ ગયા જે બલિ, | |||
આજ એ સ્વપ્નને આમ વિલીન તે થૈ જતું જોઈને | |||
ખાંભી નીચે હશે જેમની મુઠ્ઠીભર માટીયે ગૈ હલી; | |||
એમના રક્તની સાક્ષીએ શપથ લઈને અમે, | |||
એમની એ શહાદતની દુહાઈ દઈને અમે | |||
આજ હે મુક્તિદિન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું : | |||
‘એક દિન સપ્ત સ્વરમાં અમે પ્રગટશું તાહરી ઝંકૃતિ, | |||
વિશ્વમાંગલ્યની મોરશું નૂતન કો સંસ્કૃતિ!’ | |||
આજ તો જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન, | |||
આવ હે મુક્તિદિન! | |||
૧૫ ઑગસ્ટ ૧૯૪૮ | |||
</poem> | </poem> |
edits