પ્રતિપદા/૧૧. કાનજી પટેલ: Difference between revisions

()
()
 
(7 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:


=== કાવ્યસંગ્રહોઃ ===
=== કાવ્યસંગ્રહોઃ ===
{{Poem2Open}}જનપદ, ડુંગરદેવ અને ધરતીનાં વચન.{{Poem2Close}}
{{Poem2Open}}[[જનપદ]], ડુંગરદેવ અને ધરતીનાં વચન.{{Poem2Close}}


=== પરિચય: ===
=== પરિચય: ===
Line 251: Line 251:
{{Right|ઋણ : ચૂનિયાભાઈ રાઠવા, છોટા ઉદેપુર}}
{{Right|ઋણ : ચૂનિયાભાઈ રાઠવા, છોટા ઉદેપુર}}
</poem>
</poem>
===૭. એક ન ઓગળે===
<poem>
માથે મહુડો
ને ટેકરી પરથી પૂર્વજ મારે હાક.
પાંસળાં થાય પાવો
ગલોફાં થથરે
ડુંગર કોબામાં ગાયો આરડે.
વર્ષાથી ઢીમ નાળિયાં
સાથળ સમાણા કળે પગ અમારા
સૂડાનાં પાંદડાં ઊડે આભ
સૂરજ દીવો રાત થાય
કળણથી પગના રોટલા ઓગળે
માટી ભેગી માટી અમે.
માથું રેલાય
અંગોનાં રોડાં ઢોળાય
એક ન ઓગળે આંખની આ કોડી.
</poem>
===૮. દવ===
<poem>
પહેલાં હથેળી જેટલી ભોંયમાં
ભૂકો સળગે
પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે
ફૂંક અગ્નિ અને ભડભડ
ભેગાં વહે ઘાસ પર
ટીમરું થડમાં તતડાટ
ખાખરાનો રસ છાલ પર આવે
ચરુંણ ચરુંણ
રસ બળ્યાં કાળાં ટપકાં
દવડાય વેલા
ફોલ્લા ફાટે
તાંબાકૂંપળ લબડી લોથ
ઊના પ્હાણ પર ધાણી કીડી
કાળાનીલપીલ લબકતા કરવત સાપ કાપે ચાટે
રાખધૂમમાં જવાળાચામર ઊછળક પાછી આવે
વધે ઘટે અંધારું ઉપર
વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો
ધૂણે વાયરો
લ્હાય ડુંગરે
કોતરમાં હોંકારા
વન ઊંડળમાં.
આ ટેકરીથી પેલી ટેકરી
હારાદોર તોરણ સળગે
ફૂલ ફગરિયા આગ ટોપલા ઊછળતા
વન આખામાં
સૂકા ભેગું લીલું
મુઆ ભેગું મારે
અક્કડને ઠૂંસાટે
નમતાનાં તોડે ત્રાજવાં
ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં.
ઝાડવાં ભોંય ઢળીને ઢગલો
ભેગાં થઈને ઝાઝું બળતાં
હવે માંહ્યલાં મૂળ
ભોંય પણ ધખધખી
ઠેર ઠેર મૂળિયામાં ભઠ્ઠા.
સળગે ચોફેર નારિયેળ
અંદર પાણી ઊનાં
વચમાં થથરે થળાવડી
ને તળિયે ફરકે ફણગો.
</poem>
===૯. લોઢી રાતીચોળ છે===
<poem>
ખાણ કારખાનાં ડામર સડક રોલર
પડખે ચરીમાં કાળાં દોરડાં ભીડવે
ગળી જાય
બાણું લાખ માળવાના ધણીને
પેટમાં ખટાશ ઊલળે છે
પડખેનો યાત્રી
ત્રાંસી નજરે
લંગોટી પાઘડી એંઠી મૂછ
ટૂંટિયું બાઈ વખરીનાં પોટલાં
કરોળતાં બાળને તાકી
ઊભાં ને ઊભાં ધીકાવે છે
બિરસા,૧
જગ દોડ્યો છું
પીંડીઓ તતડે છે
તારો દશમન ગોરો
મારી સામે કાળોગોરો
આ ઘંટુડી ફરતી નથી
કૂકડિયાં ગાણાં ગાઉં છું.
હરો૨ પીઉં છું
ભંગોરિયા૩ મેળે મ્હાલું છું
મોશેટી૪ ના બુંધે જાળાં બાઝ્યાં છે
કથરોટ ખાલી છે
લોઢી રાતીચોળ છે
<small>૧. બિરસા મુંડા – આદિવાસી મહાનાયક ૨. દારૂ  ૩. આદિવાસી મેળો. જ્યાંથી યુવકયુવતી પરણવા માટે ભાગી જાય ૪. અનાજની કોઠી</small>
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૧૦. નીરવ પટેલ|૧૦. નીરવ પટેલ]]
|next = [[પ્રતિપદા/૧૨. જયેન્દ્ર શેખડીવાળા|૧૨. જયેન્દ્ર શેખડીવાળા]]
}}