વસુધા/બુર્ખાનો ઉપકાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બુર્ખાનો ઉપકાર|}} <poem> જતી પથે કૈં અવગુણ્ઠનોમાં છુપાવી મોંના શશી સુન્દરીઓ હૈયે વલોણાં મચવી જતી'તી. સમુદ્રના મન્થનથી મળેલાં રત્નોતણી વાત ન જાણું, કિન્તુ શી ચીજ હાલાહલ તે પિછાન...") |
(No difference)
|
Revision as of 07:12, 10 October 2022
બુર્ખાનો ઉપકાર
જતી પથે કૈં અવગુણ્ઠનોમાં
છુપાવી મોંના શશી સુન્દરીઓ
હૈયે વલોણાં મચવી જતી'તી.
સમુદ્રના મન્થનથી મળેલાં
રત્નોતણી વાત ન જાણું, કિન્તુ
શી ચીજ હાલાહલ તે પિછાનતો
થયો નિહાળી મુખ મોહિનીનાં.
આ લાલચુ અંતર એમ એક દી
ગયું ગુંચાઈ બુરખો ધરીને
જનાર કોની પગમોજડીમાં. ૧૦
તહીં અકસ્માત થયાં જ દર્શન
ને રુદ્ર મારું વિષ સૌ ગયા પી.
ઉચ્ચારી મેં ત્યાં સ્તુતિઃ ‘બંધુ બુર્ખા!
ન રૂપનાં શેખર, રે વિરૂપતા–
તણું ય ખાણે કશી ઢાંકતો તું!