કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૮. એ જ તમે છો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૮. એ જ તમે છો}}<br> <poem> પરોઢિયાના પાલવ ઓથે રતુંબડું જે સ્મિત, સ્વપ્નના આંજણવાળી આંખે જોયું હતું અમે જે — એ જ તમે છો? પાંખડીએ ઝાકળમાં જાગી ઝલમલતું જે ગીત, હવાનાં હળુહળુ કંપનમાં ગૂંથ્યુ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Heading|૨૮. એ જ તમે છો}}<br>
{{SetTitle}}
{{Heading|૨૮. એ જ તમે છો}}
<poem>
<poem>
પરોઢિયાના પાલવ ઓથે
પરોઢિયાના પાલવ ઓથે
Line 32: Line 33:
મઘમઘ હૂંફ પામતા રહ્યા અમે જે —
મઘમઘ હૂંફ પામતા રહ્યા અમે જે —
એ જ તમે છો?
એ જ તમે છો?
 
<br>
૧૯૬૯
૧૯૬૯
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૩)
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૩)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૭. તમે આવ્યાં ને આ...
|next = ૨૯. યાદ કરીને લખેલી એક કવિતા
}}

Latest revision as of 05:26, 13 November 2022

૨૮. એ જ તમે છો

પરોઢિયાના પાલવ ઓથે
રતુંબડું જે સ્મિત,
સ્વપ્નના આંજણવાળી આંખે
જોયું હતું અમે જે —
એ જ તમે છો?

પાંખડીએ ઝાકળમાં જાગી
ઝલમલતું જે ગીત,
હવાનાં હળુહળુ કંપનમાં
ગૂંથ્યું હતું અમે જે —
એ જ તમે છો?

ફૉરી પાંપણથી વરસી જે
પ્રથમ વ્હાલની ફરફર,
ભરતાં પાપા પગલી
થયા હતા તરબોળ અમે જે —
એ જ તમે છો?

ભર્યા મારગે ભેળું થયું’તું
લજ્જાળુ ધરતીનું ભીનું રૂપ,
સૂર્યના કૂણા કૂણા સ્પર્શે
પરખ્યું હતું અમે જે —
એ જ તમે છો?

ઠર્યે દીવડું ઝળાંઝળાં અંધાર,
શ્વાસમાં ભર્યો અમે જે —
એ જ તમે છો?

ધબકારા ઓઢીને
મઘમઘ હૂંફ પામતા રહ્યા અમે જે —
એ જ તમે છો?


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૧૧૩)