આત્માની માતૃભાષા/31: Difference between revisions

m
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|ગ્રીષ્મનો ‘મધ્યાહ્ન’|પ્રસાદ બ્રહ્મભટ્ટ}}

<center>'''મધ્યાહ્ન'''</center>
<poem>
<poem>
હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
Line 12: Line 14:
જરી છણછણી ઊઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
જરી છણછણી ઊઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
હતું સકલ શાન્ત, છાતી મહીં મેંય નિ:શ્વાસ તો

હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
Line 20: Line 23:
{{Right|અમદાવાદ, ૪-૬-૧૯૪૫}}<br>
{{Right|અમદાવાદ, ૪-૬-૧૯૪૫}}<br>
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
વિશ્વના પ્રત્યેક ભાષાસાહિત્યમાં પ્રકૃતિકવિતાની સમૃદ્ધ પરંપરા દૃષ્ટિગોચર થાય છે. કોઈ પણ દેશકાળની, કોઈ પણ ભાષાની કવિતાને આ સનાતન વિષય વિના ચાલ્યું નથી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના એક અગ્રણી કવિ ઉમાશંકર જોશીએ સૌંદર્યધામ માઉન્ટ આબુમાં ઑક્ટોબર ૧૯૨૮માં રચેલી પોતાની પ્રથમ કવિતા ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ નામક સૉનેટની અંતિમ પંક્તિમાં મંત્રદીક્ષા જેવી પંક્તિ મૂકી છે: ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ આ પંક્તિ એક દૃષ્ટિએ કવિતાની ગંગોત્રીનો નિર્દેશ કરે છે. વિશ્વભરમાં કાવ્યનિઝર પ્રસ્ફુટિત થયું છે પ્રકૃતિસૌંદર્યના પાનથી. પ્રકૃતિસૌંદર્યપાન અને પ્રકૃતિસૌંદર્યગાન આદિકાળથી કવિઓની ઇષ્ટ પ્રવૃત્તિ રહી છે.

Line 35: Line 38:
‘નિશીથ’ સંગ્રહ આપનાર કવિને દિવસના પ્રહરો પૈકી સવાર, સાંજ, રાત વધુ આકર્ષે છે એ સાચું પણ મધ્યાહ્નને પણ કવનવિષય બનાવી તેમણે યાદગાર બનાવ્યો છે. રાજેન્દ્ર શાહે જે રીતે ‘શ્રાવણી મધ્યાહ્ને’ દ્વારા મધ્યાહ્નનું ઋજુ-રમ્ય રૂપ અંકિત કર્યું છે તેમ ઉમાશંકરે અહીં ગ્રીષ્મના મધ્યાહ્નનું ઉગ્ર-ઉષ્ણ રૂપ સુપેરે કંડાર્યું છે. પ્રથિતયશ કવિએ આ સૉનેટમાં ભાવને અનુરૂપ છંદ (પૃથ્વી) યોજ્યો છે અને આવશ્યક અલંકારો, સમુચિત શબ્દો દ્વારા, પેટ્રાર્કશાઈ સૉનેટ માટે જરૂરી ભાવપલટા, ઊથલા દ્વારા નમૂનેદાર સૉનેટ સર્જ્યું છે. કવિનું આ બલિષ્ઠ કાવ્ય ગુજરાતી સાહિત્યનાં નોંધપાત્ર પ્રકૃતિકાવ્યોમાં સ્થાન પામે તેવું સમૃદ્ધ બની શક્યું છે

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 30
|next = 32
}}