9,287
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}} <poem> મંથરા: હસી લે ઘડીક, સૂર્...") |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/43 to આત્માની માતૃભાષા/43) |
||
| (8 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}} | {{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}} | ||
<center>'''મંથરા'''</center> | |||
<poem> | <poem> | ||
મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી. | મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી. | ||
| Line 9: | Line 10: | ||
તણા સૌ સુવર્ણરંગ ઉછાળતો કોટિ-કરે. | તણા સૌ સુવર્ણરંગ ઉછાળતો કોટિ-કરે. | ||
કાલે કાળોમેંશ જો તું ઊગે ના તો કહેજે મને. …. | કાલે કાળોમેંશ જો તું ઊગે ના તો કહેજે મને. …. | ||
ડૂબ્યો! ગ્રસ્યો અંધકારે!… યૌવરાજ્ય-અભિષેક | ડૂબ્યો! ગ્રસ્યો અંધકારે!… યૌવરાજ્ય-અભિષેક | ||
પામનારનેય ગ્રસે સઘન દુર્ભાગ્યછાયા. … | પામનારનેય ગ્રસે સઘન દુર્ભાગ્યછાયા. … | ||
| Line 21: | Line 23: | ||
નહીં બને. … અયોધ્યા! આ દીપભૂષણો સજીને | નહીં બને. … અયોધ્યા! આ દીપભૂષણો સજીને | ||
કૈકેયીની હાંસી આમ કરવી ન છાજે તને. … | કૈકેયીની હાંસી આમ કરવી ન છાજે તને. … | ||
કોણ છે રે? દીવો લઈ અંધકાર પ્રાસાદનો | કોણ છે રે? દીવો લઈ અંધકાર પ્રાસાદનો | ||
શતખંડ કરતું એ કોણ ગયું? ધાત્રી?… આવ, | શતખંડ કરતું એ કોણ ગયું? ધાત્રી?… આવ, | ||
| Line 30: | Line 33: | ||
પેટ્યો દીવો. … જા, નથી કૈં કામ તારું, ખસ દૂર. | પેટ્યો દીવો. … જા, નથી કૈં કામ તારું, ખસ દૂર. | ||
… અરે કિંતુ, કોણ તું આ દીપશિખા સમું મુખ | … અરે કિંતુ, કોણ તું આ દીપશિખા સમું મુખ | ||
ઝળાંઝળાં ધારનારી બાળકી ખેંચી રહી આ | ઝળાંઝળાં ધારનારી બાળકી ખેંચી રહી આ | ||
અપંગને મને હર્મ્યવાતાયન પ્રતિ વેગે? | અપંગને મને હર્મ્યવાતાયન પ્રતિ વેગે? | ||
ધાત્રી, જોને કોણ આ ક્યાંથી પ્રવેશી, સુગુપ્ત આ | ધાત્રી, જોને કોણ આ ક્યાંથી પ્રવેશી, સુગુપ્ત આ | ||
અંત:પુરે. | અંત:પુરે. | ||
બાલિકા: | બાલિકા:ધાત્રીને તો ધુત્કારી તેં દૂર કરી. | ||
તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી. | તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી. | ||
મંથરા: કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ? | મંથરા: કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ? | ||
બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના? | બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના? | ||
મંથરા: | મંથરા: ના? | ||
ઋજુલા: | |||
ઋજુલા:સુભગે! | |||
માનીશ તું? હું છું તું જ. | માનીશ તું? હું છું તું જ. | ||
મંથરા: | મંથરા: નાનકડી આવડી હું? | ||
ઋજુલા: હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું | ઋજુલા: હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું | ||
માનવાની નથી તારું કંઈ જ. આ બારી પાસે | માનવાની નથી તારું કંઈ જ. આ બારી પાસે | ||
| Line 53: | Line 60: | ||
આવી પથરાયા અહીં છે બધાય સરયૂને | આવી પથરાયા અહીં છે બધાય સરયૂને | ||
તીરે રમણીય આજ જાણે! | તીરે રમણીય આજ જાણે! | ||
મંથરા: | |||
મંથરા: મને ખૂંચે છે તે | |||
આંખમાં કણાની જેમ. … કાળવાયુ, બ્રહ્માંડની | આંખમાં કણાની જેમ. … કાળવાયુ, બ્રહ્માંડની | ||
કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે, | કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે, | ||
હોલાવી દે એક ફૂંકે સમગ્ર આ દીપરાશિ. | હોલાવી દે એક ફૂંકે સમગ્ર આ દીપરાશિ. | ||
ઋજુલા: ન બોલીએ આવું. | ઋજુલા: ન બોલીએ આવું. | ||
મંથરા: | મંથરા: બોલ ના તું વચ્ચે. આજ રાતે | ||
આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ | આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ | ||
ત્યારે જ હું જંપવાની. | ત્યારે જ હું જંપવાની. | ||
ઋજુલા: | |||
ઋજુલા:કારમી શી તાલાવેલી! | |||
મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય, | મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય, | ||
આખાય આ બ્રહ્માંડનો બૂકડો હું કરી દઉં…. | આખાય આ બ્રહ્માંડનો બૂકડો હું કરી દઉં…. | ||
હસ તું. | હસ તું. | ||
ઋજુલા: | |||
ઋજુલા: ના હસું તો શું કરું, કહે? ખૂંધ તારી | |||
આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી | આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી | ||
છે તું મહા. | છે તું મહા. | ||
મંથરા: | |||
મંથરા: વિશ્વ આખું વક્ર ખૂંધું કરી દઉં. | |||
ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી. | ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી. | ||
ઋજુલા: શું તને વાંકું પડ્યું છે? વાંક કંઈ અયોધ્યાનો? | ઋજુલા: શું તને વાંકું પડ્યું છે? વાંક કંઈ અયોધ્યાનો? | ||
મંથરા: કૌસલ્યાનો. | મંથરા: કૌસલ્યાનો. | ||
ઋજુલા: | |||
મંથરા: | ઋજુલા: દૂભવી શું કદી તેણે? | ||
મંથરા:ના, ન એણે, | |||
એના પુત્રે. | એના પુત્રે. | ||
ઋજુલા: રામે? કદી કોઈનીય વિમાનના | ઋજુલા: રામે? કદી કોઈનીય વિમાનના | ||
કરે રામ? | કરે રામ? | ||
મંથરા: | |||
મંથરા: નામ એક બોલીશ ના એ તું મારી | |||
સમક્ષ. | સમક્ષ. | ||
ઋજુલા: | |||
ઋજુલા: શે અકારું એ એક નામ, જનહૈયાં | |||
તણા મહાપારાવારને હેલે ચડાવનારું | તણા મહાપારાવારને હેલે ચડાવનારું | ||
ચંદ્ર સમું નામ રામચંદ્ર… | ચંદ્ર સમું નામ રામચંદ્ર… | ||
મંથરા: | |||
મંથરા: એ જ તો પીડા છે. | |||
રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે | રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે | ||
એ જ મારે માટે મોટું કારણ છે અણગમા | એ જ મારે માટે મોટું કારણ છે અણગમા | ||
તણું. | તણું. | ||
ઋજુલા: | |||
ઋજુલા: તુંયે કેવી રટી રહી નામ એ જ મીઠું! | |||
ભલે હો આશય ભિન્ન. જાણુંને હું, રટ્યા વિના | ભલે હો આશય ભિન્ન. જાણુંને હું, રટ્યા વિના | ||
ના તુંયે ર્હૈ શકે ઘડી. | ના તુંયે ર્હૈ શકે ઘડી. | ||
મંથરા: | |||
મંથરા: ભચડી હું દઉં એહ | |||
કરાલ દંષ્ટ્રા વચાળે… | કરાલ દંષ્ટ્રા વચાળે… | ||
ઋજુલા: | |||
ઋજુલા: અરે રામ, સ્હેવાતું ના. | |||
રામ…રામ… | રામ…રામ… | ||
મંથરા: | મંથરા: દીપક આ હોલવાતો રહી ગયો. | ||
ક્યાં ગઈ? થઈ અલોપ?… | ક્યાં ગઈ? થઈ અલોપ?… | ||
દીપકના કારમા આ | |||
થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ | થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ | ||
ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી? | ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી? | ||
કોણ તું? | કોણ તું? | ||
આકૃતિ: | |||
મંથરા: | આકૃતિ: હું કાલરાત્રિ. | ||
કાલરાત્રિ: | |||
મંથરા: કાલરાત્રિ? | |||
કાલરાત્રિ: મંથરા, હું | |||
કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી | કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી | ||
રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ. | રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ. | ||
મંથરા: મારું રૂપ? કેટલાં ભર્યાં છો તમે મારા મહીં? | મંથરા: મારું રૂપ? કેટલાં ભર્યાં છો તમે મારા મહીં? | ||
પેલી તો હતી પરી વા દેવબાલિકા, અને આ | પેલી તો હતી પરી વા દેવબાલિકા, અને આ | ||
તુંયે ન દીસે માનવ. | તુંયે ન દીસે માનવ. | ||
કાલરાત્રિ: | |||
કાલરાત્રિ: માનવ કો નથી એવું | |||
જેમાં નવ વસી શકે દેવ વા દાનવ. | જેમાં નવ વસી શકે દેવ વા દાનવ. | ||
મંથરા: | |||
મંથરા: એ હો | |||
જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી. | જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી. | ||
રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને | રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને | ||
| Line 115: | Line 142: | ||
મંગલનો પ્રસવ ન થવા પામે પ્રાત:કાલે | મંગલનો પ્રસવ ન થવા પામે પ્રાત:કાલે | ||
એ છે આપણે જોવાનું; આવ, ભાવિ-ઉદરમાં | એ છે આપણે જોવાનું; આવ, ભાવિ-ઉદરમાં | ||
ગર્ભ રહ્યો સળવળી, દૂષિત તે કરી દેવો | ગર્ભ રહ્યો સળવળી, દૂષિત તે કરી દેવો | ||
આપણું કર્તવ્ય એ જ. કૈકેયીને માનભંગ | આપણું કર્તવ્ય એ જ. કૈકેયીને માનભંગ | ||
બનીને આ અયોધ્યામાં જીવવાવારો ન આવે. | બનીને આ અયોધ્યામાં જીવવાવારો ન આવે. | ||
બસ એ જ લક્ષ્ય એક. | બસ એ જ લક્ષ્ય એક. | ||
કાલરાત્રિ: કુમાર તે કૌસલ્યાનો | કાલરાત્રિ: કુમાર તે કૌસલ્યાનો | ||
યૌવરાજ્ય પામે તેમાં… | યૌવરાજ્ય પામે તેમાં… | ||
મંથરા: પામે કેવો, મંથરા હું | મંથરા: પામે કેવો, મંથરા હું | ||
બેઠી છું ત્યાં સુધી? જશે, ભટકશે, અરણ્યોમાં | બેઠી છું ત્યાં સુધી? જશે, ભટકશે, અરણ્યોમાં | ||
ભિક્ષુક કે જતિ સમો. | ભિક્ષુક કે જતિ સમો. | ||
કાલરાત્રિ: કદાચને કો પ્રવીર | કાલરાત્રિ: કદાચને કો પ્રવીર | ||
સમો. વિશ્વામિત્ર સાથે વનોમાં — તપોવનોમાં | સમો. વિશ્વામિત્ર સાથે વનોમાં — તપોવનોમાં | ||
| Line 129: | Line 160: | ||
અરણ્યમાં જશે ફરી તો રાક્ષસકુલો કૈંક | અરણ્યમાં જશે ફરી તો રાક્ષસકુલો કૈંક | ||
સંહારશે. કીર્તિ એની ગાજશે દિગ્દિગંતમાં. | સંહારશે. કીર્તિ એની ગાજશે દિગ્દિગંતમાં. | ||
મંથરા: તેથી શું ન મોકલવો દેશવટે એને મારે? | મંથરા: તેથી શું ન મોકલવો દેશવટે એને મારે? | ||
વિશ્વામિત્રે માગ્યો રામ, વૃદ્ધ રાજા બોલ્યો ત્યારે | વિશ્વામિત્રે માગ્યો રામ, વૃદ્ધ રાજા બોલ્યો ત્યારે | ||
| Line 134: | Line 166: | ||
ત્યારથી એ થઈ પડ્યો છે અકારો છેક મને. | ત્યારથી એ થઈ પડ્યો છે અકારો છેક મને. | ||
જોઈએ મારે તો બસ પગ એનો ટળે એ જ. | જોઈએ મારે તો બસ પગ એનો ટળે એ જ. | ||
કાલરાત્રિ: દુરિત આચરનારે શુભ તે દુરિતમાંથી | કાલરાત્રિ: દુરિત આચરનારે શુભ તે દુરિતમાંથી | ||
પ્રસવે તો નભાવી લેવું પડે જ. બોલ, હં, તું | પ્રસવે તો નભાવી લેવું પડે જ. બોલ, હં, તું | ||
દેશવટે મોકલીશ? | દેશવટે મોકલીશ? | ||
મંથરા: હા. | મંથરા: હા. | ||
કાલરાત્રિ: હા હા હા — હસવાનો | કાલરાત્રિ: હા હા હા — હસવાનો | ||
આવ્યો આજે હવે મારે સમય, ભૂતલ પરે | આવ્યો આજે હવે મારે સમય, ભૂતલ પરે | ||
| Line 144: | Line 179: | ||
કંઠે મારે ઠલવાશે. ડાકિની-શાકિની બની | કંઠે મારે ઠલવાશે. ડાકિની-શાકિની બની | ||
નાચીશ બીભત્સ નૃત્ય, વરવી આકૃતિ મારી | નાચીશ બીભત્સ નૃત્ય, વરવી આકૃતિ મારી | ||
તણો સુવિરૂપતર ભાગ બની સોહી ર્હેશે | તણો સુવિરૂપતર ભાગ બની સોહી ર્હેશે | ||
વિશ્વ આખું ખૂંધ કો વિરાટ સમું … | વિશ્વ આખું ખૂંધ કો વિરાટ સમું … | ||
મંથરા: અપહાસ | મંથરા: અપહાસ | ||
રહેવા દે તારા. મારે, આજની જો રાત્રિ થાય | રહેવા દે તારા. મારે, આજની જો રાત્રિ થાય | ||
કાલરાત્રિ, આજ માટે પર્યાપ્ત છે એટલું જ. | કાલરાત્રિ, આજ માટે પર્યાપ્ત છે એટલું જ. | ||
કાલરાત્રિ: અગ્નિરસ ઊછળતો ધરિત્રીપેટાળમાંથી, | કાલરાત્રિ: અગ્નિરસ ઊછળતો ધરિત્રીપેટાળમાંથી, | ||
વિકટ કાટકા કરી ત્રુટંત કૈં અદ્રિશૃંગો | વિકટ કાટકા કરી ત્રુટંત કૈં અદ્રિશૃંગો | ||
| Line 154: | Line 192: | ||
જગતને જાણે આખા ખાઉં ખાઉં કરતો ત્યાં. … | જગતને જાણે આખા ખાઉં ખાઉં કરતો ત્યાં. … | ||
જ્વાલામુખીનું ઢાંકણ ખોલવામાં મજા તને. | જ્વાલામુખીનું ઢાંકણ ખોલવામાં મજા તને. | ||
મંથરા: અત્યારે તો તે અબૂજ માનિની કૈકેયી તણા | મંથરા: અત્યારે તો તે અબૂજ માનિની કૈકેયી તણા | ||
રોષકોષ ઉપરનું ઢાંકણ ખસેડી દેવું | રોષકોષ ઉપરનું ઢાંકણ ખસેડી દેવું | ||
| Line 160: | Line 199: | ||
ચમકાવ, જા, જગાડ ભરતની જનેતાને | ચમકાવ, જા, જગાડ ભરતની જનેતાને | ||
ધસી ધૃષ્ટ અંત:કક્ષે. | ધસી ધૃષ્ટ અંત:કક્ષે. | ||
કાલરાત્રિ: ક—ક—ક—કૈકેયી—ઈ—ઈ… | કાલરાત્રિ: ક—ક—ક—કૈકેયી—ઈ—ઈ… | ||
કૈકેયી (પ્રવેશીને): કોણ છે રે? … મંથરા તું? | કૈકેયી (પ્રવેશીને): કોણ છે રે? … મંથરા તું? | ||
કારમી દૈ ચીસ કોણે | કારમી દૈ ચીસ કોણે | ||
બોલાવી મને?… નથી શે બોલતી કુબ્જા તું બની | બોલાવી મને?… નથી શે બોલતી કુબ્જા તું બની | ||
બોબડીયે?… શું જુએ છે, મંથરા, ગવાક્ષે ઊભી? | બોબડીયે?… શું જુએ છે, મંથરા, ગવાક્ષે ઊભી? | ||
મંથરા:કાલરાત્રિ… | મંથરા:કાલરાત્રિ… | ||
કૈકેયી: શું બોલી તું? | કૈકેયી: શું બોલી તું? | ||
મંથરા: જોઉં છું હું કાલરાત્રિ… | મંથરા: જોઉં છું હું કાલરાત્રિ… | ||
કૈકેયી: કાલરાત્રિ કેવી! શાની? કોની? | કૈકેયી: કાલરાત્રિ કેવી! શાની? કોની? | ||
| Line 180: | Line 223: | ||
કેકયાધિપતિ અશ્વપતિ-સુત વાત્સલ્યથી. | કેકયાધિપતિ અશ્વપતિ-સુત વાત્સલ્યથી. | ||
મંથરા: અયોધ્યાની હૈયાલક્ષ્મી આનંદ આનંદ આજ | મંથરા: અયોધ્યાની હૈયાલક્ષ્મી આનંદ આનંદ આજ | ||
કેમ માની રહી, જો તો! | કેમ માની રહી, જો તો! | ||
કૈકેયી: સમજ કૈં પડે એવું | કૈકેયી: સમજ કૈં પડે એવું | ||
બોલ સમસ્યાવચન છોડી. મંથરા, સદાની | બોલ સમસ્યાવચન છોડી. મંથરા, સદાની | ||
| Line 186: | Line 231: | ||
મંથરા: રાણી, શીદ વાંકું પાડો, | મંથરા: રાણી, શીદ વાંકું પાડો, | ||
વાંકું જ્યાં છે ભાગ્ય તમ? … અયોધ્યા ઓ પૂરે સાક્ષી. | વાંકું જ્યાં છે ભાગ્ય તમ? … અયોધ્યા ઓ પૂરે સાક્ષી. | ||
કૈકેયી: વાંકું શું છે એમાં? અરે! અયોધ્યાની હૈયાલક્ષ્મી | કૈકેયી: વાંકું શું છે એમાં? અરે! અયોધ્યાની હૈયાલક્ષ્મી | ||
સાથે હસે હૃદય આ મારું… હસ અયોધ્યા, તું. | સાથે હસે હૃદય આ મારું… હસ અયોધ્યા, તું. | ||
છો રડે આ મંથરા, જો રડવું જ ઇષ્ટ એને. | છો રડે આ મંથરા, જો રડવું જ ઇષ્ટ એને. | ||
મંથરા: હસે તું દુર્ભાગ્યથી જો તારા, એકલી રડીશ | મંથરા: હસે તું દુર્ભાગ્યથી જો તારા, એકલી રડીશ | ||
હું. વિદાય ભરતને કરી રાજા દશરથે | હું. વિદાય ભરતને કરી રાજા દશરથે | ||
| Line 194: | Line 241: | ||
તાત્કાલિક કાલ પ્રાત:કાલે એથી અહીં એક | તાત્કાલિક કાલ પ્રાત:કાલે એથી અહીં એક | ||
મંથરા વિના અયોધ્યા આખીયમાં રડશે કો? | મંથરા વિના અયોધ્યા આખીયમાં રડશે કો? | ||
કૈકેયી: મૂર્ખી, શું તું અધમૂઈ, એ વાતે થઈ? તો લે આ | કૈકેયી: મૂર્ખી, શું તું અધમૂઈ, એ વાતે થઈ? તો લે આ | ||
ગળામાંનો નવસર હાર મારો વધાઈમાં | ગળામાંનો નવસર હાર મારો વધાઈમાં | ||
| Line 199: | Line 247: | ||
અરે રામ! હું તો જોઈ આંખના અંગારા તારા | અરે રામ! હું તો જોઈ આંખના અંગારા તારા | ||
છળી ઊઠી… હાશ, મારો રામ યુવરાજ થશે. | છળી ઊઠી… હાશ, મારો રામ યુવરાજ થશે. | ||
મંથરા: હસીશ હું, કેમ નહીં હસું, કહે કૈકેયી, આ | મંથરા: હસીશ હું, કેમ નહીં હસું, કહે કૈકેયી, આ | ||
ભોળપણ તારા પરે, જાણતી જે જગતને | ભોળપણ તારા પરે, જાણતી જે જગતને | ||
સ્નેહ-રત પોતા સમું, આજે અવસર નથી | સ્નેહ-રત પોતા સમું, આજે અવસર નથી | ||
તારે, કિંતુ કૌસલ્યાને છે ભૂષણો સુવર્ણનાં | તારે, કિંતુ કૌસલ્યાને છે ભૂષણો સુવર્ણનાં | ||
અર્પવાનો… | અર્પવાનો… | ||
કૈકેયી: નથી કેમ મારે, અરે વક્રમતિ! | કૈકેયી: નથી કેમ મારે, અરે વક્રમતિ! | ||
ધર્મજ્ઞ તે સત્યાચાર, વિનમ્ર, શુચિ, રુચિર | ધર્મજ્ઞ તે સત્યાચાર, વિનમ્ર, શુચિ, રુચિર | ||
| Line 209: | Line 260: | ||
એટલો જ. ભરત ને રામમાં ન ભેદ કશો | એટલો જ. ભરત ને રામમાં ન ભેદ કશો | ||
મારે મન. | મારે મન. | ||
મંથરા: એ જ તો છે મારે મન મહાશૂળ. | મંથરા: એ જ તો છે મારે મન મહાશૂળ. | ||
કૈકેયી: કેમ રે? | કૈકેયી: કેમ રે? | ||
મંથરા: ન પૂરતું છે — તારે મન ભેદ નથી. | મંથરા: ન પૂરતું છે — તારે મન ભેદ નથી. | ||
કૌસલ્યાને મન યદિ ભેદબુદ્ધિ. | કૌસલ્યાને મન યદિ ભેદબુદ્ધિ. | ||
કૈકેયી: હોય કદી, | કૈકેયી: હોય કદી, | ||
તોય રામ મારો તે તો રામ સદા રહેવાનો. | તોય રામ મારો તે તો રામ સદા રહેવાનો. | ||
મંથરા: રામ તેય શું કરે, જ્યાં રાજનીતિ નિજ ગતિ | મંથરા: રામ તેય શું કરે, જ્યાં રાજનીતિ નિજ ગતિ | ||
અનુસરે?… રામ હોય ગમે તે પરંતુ તેને | અનુસરે?… રામ હોય ગમે તે પરંતુ તેને | ||
| Line 220: | Line 275: | ||
રાજ્યારૂઢ નૃપતિથી ચાલવું બચીને સદા | રાજ્યારૂઢ નૃપતિથી ચાલવું બચીને સદા | ||
ભરતને લલાટે હા લખાયું જ. | ભરતને લલાટે હા લખાયું જ. | ||
કૈકેયી: રાજનીતિ | કૈકેયી: રાજનીતિ | ||
અયોધ્યાના રાજગૃહે દાસીઓએ ભાખવાની | અયોધ્યાના રાજગૃહે દાસીઓએ ભાખવાની | ||
આવી ગઈ વેળા? | આવી ગઈ વેળા? | ||
મંથરા: રાણી, રાજગૃહ છે ક્યાં, કહે? | મંથરા: રાણી, રાજગૃહ છે ક્યાં, કહે? | ||
હું ન ક્યાંય જોતી. જોઉં છું હું આ આંખોની સામે | હું ન ક્યાંય જોતી. જોઉં છું હું આ આંખોની સામે | ||
પ્રેષ્ય દાસી કૌસલ્યાની કિંકરી બનેલી તને, | પ્રેષ્ય દાસી કૌસલ્યાની કિંકરી બનેલી તને, | ||
અને રામનીય…. | અને રામનીય…. | ||
કૈકેયી: રામ રિપુનેયે વ્હાલ કરે | કૈકેયી: રામ રિપુનેયે વ્હાલ કરે | ||
સર્વપ્રિય, સત્યકામ, તે તો મને કૌસલ્યાથી | સર્વપ્રિય, સત્યકામ, તે તો મને કૌસલ્યાથી | ||
| Line 232: | Line 290: | ||
નૃપતિકુમાર જ્યેષ્ઠ યૌવરાજ્ય પામે તેને | નૃપતિકુમાર જ્યેષ્ઠ યૌવરાજ્ય પામે તેને | ||
વધાવતાં શીખ. | વધાવતાં શીખ. | ||
મંથરા: મારે શીખવાનું આવ્યું ખરે | મંથરા: મારે શીખવાનું આવ્યું ખરે | ||
તારી કનેથી ઘણુંક, રાણી, કહે અર્ચના તું | તારી કનેથી ઘણુંક, રાણી, કહે અર્ચના તું | ||
| Line 239: | Line 298: | ||
હુંય તે કૈં જાણું, રાજ્યે જ્યેષ્ઠ જ જે હોય તેને | હુંય તે કૈં જાણું, રાજ્યે જ્યેષ્ઠ જ જે હોય તેને | ||
યુવરાજ સ્થાપ્યો ઘટે. ભરતનું કિંતુ… | યુવરાજ સ્થાપ્યો ઘટે. ભરતનું કિંતુ… | ||
કૈકેયી: તારું | કૈકેયી: તારું | ||
કિંતુ ન ટળ્યું! તું બસ કિંતુ કિંતુ રટ્યાં કર, | કિંતુ ન ટળ્યું! તું બસ કિંતુ કિંતુ રટ્યાં કર, | ||
કિંતુડી! | કિંતુડી! | ||
મંથરા! છું કિંકરી તો કહે તારે ક્હેવું હોય | મંથરા! છું કિંકરી તો કહે તારે ક્હેવું હોય | ||
તે, પરંતુ… | તે, પરંતુ… | ||
કૈકેયી: પરંતુ?! | કૈકેયી: પરંતુ?! | ||
મંથરા: તું હસ, હસી લે તું આજ | મંથરા: તું હસ, હસી લે તું આજ | ||
છેલવેલ્લું. | છેલવેલ્લું. | ||
કૈકેયી: છેલવેલ્લું? | કૈકેયી: છેલવેલ્લું? | ||
મંથરા: કાલે પ્રાત:કાલે યુગ | મંથરા: કાલે પ્રાત:કાલે યુગ | ||
નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ | નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ | ||
ખોવાઈ જશો કહીંય… તારું મને લાગતું ના, | ખોવાઈ જશો કહીંય… તારું મને લાગતું ના, | ||
| Line 257: | Line 320: | ||
મોકલ્યા વિના રહેશે નહીં તારા ભરતને | મોકલ્યા વિના રહેશે નહીં તારા ભરતને | ||
દેશાન્તરે… અથવા તો લોકાન્તરે… | દેશાન્તરે… અથવા તો લોકાન્તરે… | ||
કૈકેયી: ભરતને? | કૈકેયી: ભરતને? | ||
મંથરા: ભરતને. | મંથરા: ભરતને. | ||
| Line 271: | Line 335: | ||
મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી | મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી | ||
અસહાય શક્તિહીન મને. રાખઢાંક્યો ફૂંકે | અસહાય શક્તિહીન મને. રાખઢાંક્યો ફૂંકે | ||
સ્ફુલિંગ જે તેની સામે વિશ્વગ્રાસિની જ્વાલા છું, | સ્ફુલિંગ જે તેની સામે વિશ્વગ્રાસિની જ્વાલા છું, | ||
પદસ્પર્શે છંછેડે જે તેને કાજ વિષ-ઓઘ | પદસ્પર્શે છંછેડે જે તેને કાજ વિષ-ઓઘ | ||
| Line 276: | Line 341: | ||
સિંહણ શું સહી લે કે, મંથરા, શિશુનો થતો | સિંહણ શું સહી લે કે, મંથરા, શિશુનો થતો | ||
અભિભવ?… અરે, અરે, મંથરા, આ અયોધ્યા કે? | અભિભવ?… અરે, અરે, મંથરા, આ અયોધ્યા કે? | ||
મંથરા: અયોધ્યા શું કરે એમાં જે મળ્યો તે સ્થાપે રાજા. | મંથરા: અયોધ્યા શું કરે એમાં જે મળ્યો તે સ્થાપે રાજા. | ||
આપણામાં જોઈએ કૈં હામ. | આપણામાં જોઈએ કૈં હામ. | ||
કૈકેયી: રામ વનવાસ | કૈકેયી: રામ વનવાસ | ||
જશે, ભરત થશે યુવરાજ. | જશે, ભરત થશે યુવરાજ. | ||
મંથરા: વાહ, મારી | મંથરા: વાહ, મારી | ||
રાણી, જાણતી હતી હું કે પાણીમાં બેસી જાય | રાણી, જાણતી હતી હું કે પાણીમાં બેસી જાય | ||
એમાંની નથી તું. કહે શી રીતે પાડીશ પાર? | એમાંની નથી તું. કહે શી રીતે પાડીશ પાર? | ||
કૈકેયી: શી રીતે પાડીશ પાર? તું કહે જો. | કૈકેયી: શી રીતે પાડીશ પાર? તું કહે જો. | ||
મંથરા: પૂછે છે તું | મંથરા: પૂછે છે તું | ||
મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો— | મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો— | ||
મારે મુખે સાંભળવું ગમે તો—હું કહું, મારી | મારે મુખે સાંભળવું ગમે તો—હું કહું, મારી | ||
લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન | લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન | ||
લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે | લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે | ||
લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની | લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની | ||
| Line 296: | Line 367: | ||
એક તો ભરત તણો અભિષેક, અને બીજો | એક તો ભરત તણો અભિષેક, અને બીજો | ||
માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે. | માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે. | ||
કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ | કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ | ||
માનતું ન્હોતું ને… | માનતું ન્હોતું ને… | ||
મંથરા: મારી ભોળી રાણી, અજાણી-શી | મંથરા: મારી ભોળી રાણી, અજાણી-શી | ||
પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા | પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા | ||
| Line 307: | Line 380: | ||
તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ, | તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ, | ||
સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા. | સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા. | ||
કૈકેયી: જોઈએ… | કૈકેયી: જોઈએ… | ||
મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં | મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં | ||
જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી | જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી | ||
| Line 317: | Line 392: | ||
ભરતને ભટકતો વન વન કરવો કે | ભરતને ભટકતો વન વન કરવો કે | ||
અભિષિક્ત કરવો તે. | અભિષિક્ત કરવો તે. | ||
કૈકેયી: પણ… | કૈકેયી: પણ… | ||
મંથરા: ‘પણ’ આ ક્ષણેયે? | મંથરા: ‘પણ’ આ ક્ષણેયે? | ||
કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી | કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી | ||
| Line 323: | Line 400: | ||
જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી | જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી | ||
રાજ્યે પાછો પ્રતિષ્ઠિત. | રાજ્યે પાછો પ્રતિષ્ઠિત. | ||
મંથરા: ગભરુ હે રાજમાતા! | મંથરા: ગભરુ હે રાજમાતા! | ||
ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી | ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી | ||
| Line 329: | Line 407: | ||
ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો | ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો | ||
દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે. | દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે. | ||
કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી: | કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી: | ||
‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી | ‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી | ||
શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું. | શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું. | ||
‘રાજમાતા!’ | ‘રાજમાતા!’ | ||
મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી | મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી | ||
કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું. | કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું. | ||
કૈકેયી: થાઉં તો ખરી. | કૈકેયી: થાઉં તો ખરી. | ||
મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું | મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું | ||
મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની | મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની | ||
| Line 344: | Line 426: | ||
નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને | નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને | ||
છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી. | છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી. | ||
કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય, | કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય, | ||
કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના | કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના | ||
નૃપતિના મનમાંની વાત હું શકત પામી. | નૃપતિના મનમાંની વાત હું શકત પામી. | ||
કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય, | કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય, | ||
તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત | તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત | ||
તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં | તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં | ||
| Line 356: | Line 440: | ||
પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે | પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે | ||
ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો. | ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો. | ||
લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું | લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું | ||
અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ. | અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ. | ||
| Line 363: | Line 448: | ||
ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું | ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું | ||
સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે. | સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે. | ||
મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો | મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો | ||
વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા | વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા | ||
| Line 372: | Line 458: | ||
તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે | તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે | ||
પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ. | પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ. | ||
કૈકેયી: કુબ્જે, | કૈકેયી: કુબ્જે, | ||
બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ | બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ | ||
મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા | મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા | ||
ભરતને કાજે હું. આ ચાલી. | ભરતને કાજે હું. આ ચાલી. | ||
મંથરા: જે નિ:શંક છે જ | મંથરા: જે નિ:શંક છે જ | ||
તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું | તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું | ||
વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની. | વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની. | ||
કૈકેયી: જાઉં છું…. | કૈકેયી: જાઉં છું…. | ||
તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે, | તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે, | ||
પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની | પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની | ||
દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી. | દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી. | ||
આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. … | આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. … | ||
ક્હેજે કે કૈકેયી મૃત્યુ… | ક્હેજે કે કૈકેયી મૃત્યુ… | ||
[જાય છે.] | [જાય છે.] | ||
મંથરા: પામી હું જે પામવાને | મંથરા: પામી હું જે પામવાને | ||
| Line 399: | Line 490: | ||
— તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત | — તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત | ||
અસંભવ કાલાન્તેયે. | અસંભવ કાલાન્તેયે. | ||
અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી? | અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી? | ||
મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે | મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે | ||
અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી | અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી | ||
ક્રોધાગારે કુ પિ તા. | ક્રોધાગારે કુ પિ તા. | ||
અવાજ (દૂરથી): શું? કુ પિ તા કૈકેયી પ્રિયા! | અવાજ (દૂરથી): શું? કુ પિ તા કૈકેયી પ્રિયા! | ||
મંથરા: કુપિતા રાજા કુપિતા…. | મંથરા: કુપિતા રાજા કુપિતા…. | ||
| Line 409: | Line 503: | ||
પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને | પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને | ||
અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે | અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે | ||
રામના દર્શનેયે જો પલળે — પલટે હૈયું | રામના દર્શનેયે જો પલળે — પલટે હૈયું | ||
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના. | કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના. | ||
{{Right| | {{Right|અમદાવાદ}} | ||
{{Right|૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | |||
રામલીલાના ખેલમાં રામાયણની મંથરા આધુનિક યુગની ફિલ્મોની વેમ્પની સમકક્ષ રહીને, પ્રેક્ષકોનું મનોરંજન કરતી હોય છે. કૌટુંબિક આંતરસંબંધો તથા રાજસત્તા વિશેની ખટપટો સાથે સંકળાયેલી હોઈને એ ખલનાયિકાની ભૂમિકા પણ અદા કરે છે. તો એનો ત્રિવક્ર દેહ પ્રેક્ષકો માટે સામાન્ય સ્તરનું કોમિક પણ પૂરું પાડી શકે છે. | |||
ધર્મવીર ભારતીના ‘અંધાયુગ'માં મહાભારતનો અશ્વત્થામા સદ્-અસદ્ અને ન્યાય-અન્યાયના આધુનિક માનવના બૌદ્ધિક દ્વંદ્વના પ્રતીકનો role ભજવતો હતો. | |||
મંથરા કે અશ્વત્થામા, રાવણ કે રામ — મિથિકલ ચરિત્રોની નિયતિ અંતહીન હોય છે ને દિશાહીન પણ. | |||
હાડમાંસ ને હૈયાની બનેલી વ્યક્તિ પહેલા ઇતિહાસમાં ને પછી ફિક્શનમાં પાત્ર રૂપે સમાવાય એ સાથે એની નિયતિનો આ અનંત ખેલ શરૂ થાય છે. અને, જ્યાં સુધી સ્મૃતિ છે ત્યાં સુધી એ ખેલ જારી રહે છે. અન્યથા — સદીઓ પૂર્વેના અયોધ્યાનાં રામ-સીતાને, ૨૦૧૦ના ઇન્ડિયાના કોઈ એક સ્થળની માલિકી અંગેના કોર્ટ-કેસ સાથે શું નિસ્બત હોય? | |||
અને માટે જ — fact is stranger than fiction. | |||
* | |||
આટલી ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં ઉમાશંકરના નાટ્યકાવ્યની મંથરા એક મિથ છે. એ નથી કેવળ fact કે નથી માત્ર fiction. | |||
‘પ્રાચીના'ના સંવાદ-કાવ્ય ‘કુબ્જા’ વિશેના પ્રાસ્તાવિકમાં, મથુરામાં કૃષ્ણના સંપર્કમાં આવતી કંસની ‘સુંદર મુખવાળી, ખૂંધી (કુબ્જા) દાસી’ ત્રિવક્રાની મિથને ઉમાશંકર આ રીતે decode કરે છે: | |||
“અત્યારની પરિભાષા પ્રમાણે બોલીએ તો કુબ્જા એ જેનો વિકાસ રૂંધાયો છે એવો (infantile) કુંઠિતચિત્ત જીવ છે, ‘શંૃખલિત આત્મા’ છે. (કૃષ્ણનાં) શૌર્ય અને પ્રેમનો અનુભવ થતાં તેનું સ્વત્વ ખીલવા પામે છે.” | |||
‘મંથરા: અભિનેય પદ્યનાટક’ એ શીર્ષક હેઠળના લેખમાં રઘુવીર ચૌધરી કવિની આ કેફિયતને અનુમોદન મળે એવું નિરીક્ષણ રજૂ કરે છે: | |||
‘અહીં ઉમાશંકરની સર્ગશક્તિ મંથરાને રૂપક કે પ્રતીકની એકપાર્શ્વીપણા (ફ્લેટનેસ)ની મર્યાદામાંથી ઉગારી લે છે અને એને પાત્રત્વ બક્ષે છે.’ | |||
મહાભારતના પાત્ર ઉપર આધારિત ‘કુબ્જા’ ૧૯૪૪માં લખાયું હતું. એ પછી વીસ વર્ષે (૧૯૬૪માં) ઉમાશંકર રામાયણની કુબ્જા, મંથરાની મિથ ઉપર કામ કરે છે. | |||
‘ત્રીજા અવાજ તરફ’ — એ મથાળાવાળી ‘પ્રાચીના'ની મુખ્ય પ્રસ્તાવના (૨૦-૦૯-૧૯૮૧, સમગ્ર કવિતા)માં, પોતાની કાવ્યસર્જનપ્રક્રિયાના સંદર્ભમાં એલિયટની કાવ્ય વિભાવનાની વાત સાંકળવા ઉપરાંત, ‘નાટ્યાત્મક હેતુ માટે’ અનુષ્ટુપને ‘સંસ્કૃત કવિઓએ પણ ખેડ્યો નથી', એમ કહી, ‘રતિમદન’ અને ‘કુબ્જા'માં એમણે અજમાવેલા અનુષ્ટુપની વાચકને યાદ અપાવે છે. | |||
‘કુબ્જા'થી ‘મંથરા’ વચ્ચેનાં વીસ વર્ષો દરમિયાન ‘ત્રીજા અવાજ તરફ'ની કવિની ગતિ ‘નાટ્યાત્મક કવિતાનું આ(૮૨૧૧)ાન’ ઝીલવા સુધી વિસ્તરી હોવાનું ગર્ભિત સૂચન ‘મહાપ્રસ્થાન'ની મુખ્ય પ્રસ્તાવના (૧૫-૧૧-૧૯૮૧, સમગ્ર કવિતા)ના મથાળામાં જ આપણને મળે છે. | |||
આ જ નોંધમાં ‘પ્રાચીના'થી ‘મહાપ્રસ્થાન’ સુધીની પોતાની સર્જનપ્રક્રિયાના સંદર્ભમાં કવિ ઉમેરે છે: | |||
‘સંસ્કૃત છંદોમાં બોલચાલની છટા વિકસાવવાના પ્રયાસ'માં ‘સામાન્ય કે ગદ્યાળુ સંદર્ભ આવે તો તે (છંદો) ભાગ્યે જ સહી શકે.’ પછી, કાન્તનો હવાલો આપી ઉમેરે છે. ’…કાન્ત જેવા કાન્તનાં કથનમૂલક કાવ્યોમાં એવા અંશો આવે છે — ઘણુંખરું એવા ભાગો માટે તે અનુષ્ટુપ યોજે છે.’ | |||
અને આમ, હવે ‘મંથરા'માં, ‘કુબ્જા'નો અનુષ્ટુપ છોડીને ઉમાશંકરે ‘પ્રવાહી કવિત (વનવેલી)નો આધાર લીધો છે, જેમાં ગદ્યાળુ અંશો સહેજે નિર્વાહ્ય થઈ શકે.’ | |||
સ્વયંસ્પષ્ટ છે કે આ આખી પ્રક્રિયા તે નાટ્યકવિતાનું આ(૮૨૧૧)ાન ઝીલવાના હેતુથી થઈ છે. | |||
ઉમાશંકરનો વિનમ્ર દાવો તો એમ છે, કે. ’…`મંથરા’ એકાંકી બનતું હોય એવું જણાયું છે.’ | |||
કદાચ કવિના એ દાવાના સમર્થનમાં અને ‘મંથરા'ની ભજવણીના અનુભવને આધારે, રઘુવીર ચૌધરી પણ એને ‘અભિનેય પદ્યનાટક’ કહેવા પ્રેરાય છે. | |||
મારા મતે ‘મંથરા'ને ‘અભિનેય નાટ્યકવિતા’ કહેવામાં એનું વધુ સચોટ મૂલ્યાંકન મળવાની સંભાવના છે. એકાંકી કે પદ્યનાટક તરીકે ઓળખાવવા માટે એને ઉમાશંકરનાં જ ઉત્તમ એકાંકીઓ સાથેની સ્વરૂપગત તુલનામાં ઉતારવાનું જોખમ લેવું પડે, જે અનાવશ્યક છે. | |||
એ જોખમને અંતે તો કદાચ કવિના ગદ્ય એકાંકીઓની તુલનામાં એકાંકી તરીકે ‘મંથરા'નો ક્રમ પાછળ રહે છે એમ કહેવાનું થાય, ને તો, નાટ્યકવિતા રૂપે ‘મંથરા'ની સિદ્ધિને અવગણવા જેવું બને. જ્યારે, હકીકત એ છે કે ‘મંથરા’ એકાંકી નથી. એ નાટ્યકવિતા જ છે. રાધર — એ નાટ્યકવિતા છે. | |||
* | |||
‘મંથરા કાંઈક એકાએક આવ્યું હતું… લીટીઓ ઉપર લીટીઓ આવે.’ કવિએ આ લીટીઓ ‘અંધારામાં જ.’ ‘પડખે બારીમાં એક ડાયરી પડી હતી તેમાં', પડ્યા પડ્યા, ‘અંધારામાં જ’ પેન્સિલથી ઉતારી લીધી હતી. | |||
આ રીતે ‘મંથરા'ની વાત માંડતા અગાઉ, મહાપ્રસ્થાનની પ્રસ્તાવનામાં, ઉમાશંકર નાટ્યકવિતાની પોતાની વિભાવના પણ સ્પષ્ટ કરે છે: | |||
’…કોઈ સંકુલ પણ એકાગ્ર સઘન અનુભૂતિને અનેક દૃશ્યોમાં, અનેક પરિસ્થિતિઓ દ્વારા, પાત્રના સંવેગોની પરસ્પરની અથડામણોમાંથી નીપજતા સંવાદી સમન્વય રૂપે — એક બૃહત્ કલાઆકાર રૂપે પ્રત્યક્ષ કરાવતા સુગ્રથિત પદ્યનાટક સુધી અનેક સ્વરૂપે નાટ્યકવિતા પ્રગટી શકે છે… નાટ્યકવિતા નાના કે મોટા પદ્યસંવાદકાવ્ય, પદ્યએકાંકી કે પૂર્ણ (ફૂલ-ફલેઝ્ડ) પદ્યનાટક રૂપે પ્રસ્તુત થઈ શકે… પ્રસંગકાવ્યો-ખંડકાવ્યો અને પદ્યસંવાદકાવ્યો-પદ્યએકાંકીઓ પોતાના અધિકારથી કલાઘટકો તરીકે ઊભાં રહી શકે છે. તેમને મહાકાવ્ય કે પદ્યનાટકની વિભાવનાના પ્રકાશમાં જ નહીં પણ કથનકવિતા કે નાટ્યકવિતાના તે તે આગવા રૂપ લેખે જોવાનાં રહે.” (સમગ્ર કવિતા, પૃ. ૫૮૦) | |||
* | |||
ઉમાશંકરના આ નાટ્યકાવ્ય ‘મંથરા'નો આરંભ ડૂબતા સૂરજની સાક્ષીએ થાય છે. ને અંત કાલરાત્રિના ગાઢ, અતલ, અંધકારમાં. | |||
સૂર્યાસ્ત બાદ ચોમેર અંધકાર ફેલાવા લાગ્યો છે ત્યારે પ્રાસાદમાં ઉત્સવદીપ પ્રગટે છે. એ દીપમાંથી ‘હોળી મહા પેટાવીશ ત્યારે જ હું જંપવાની’ એવી પ્રતિજ્ઞા લેતી મંથરા ત્યારબાદ પોતાનાં જ બે પ્રતિરૂપોનો સામનો કરે છે. પહેલા ઋજુલાનો, ને પછી કાલરાત્રિનો. | |||
કાવ્યના ઉત્તરાર્ધમાં કૈકેયી-મંથરાનો સંવાદ છે. ને અંતે, ‘રાજાને કહેજે…કૂબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી’ એમ કહેતી, આભરણો ફેંકતી, કૈકેયી ક્રોધાગાર ભણી દોડી જાય છે. | |||
રાણીના દિલમાં હોળી પેટાવીને સંતૃપ્ત થયેલી કુબ્જા, ‘પામી હું જે પામવાને ઝંખી રહી’ એમ કહી, કૈકેયીને શોધતા આવેલા રાજાને પણ ક્રોધભવનની દિશા ચીંધી અમંગળનો ઓડકાર આ રીતે ખાય છે: | |||
‘જા, રાજા, જઈને ભેટ મૃત્યુને. કાલે અયોધ્યા વિધવા-શી કૈકેયી તે પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંહળાં…’ | |||
* | |||
આરંભમાં, પોતાનાં પ્રતિરૂપો જ્યારે મંથરાને અ-માનવીય ભાસે છે ત્યારે કાલરાત્રિ કહે છે: ‘માનવ કો નથી એવું જેમાં નવ વસી શકે દેવ વા દાનવ.’ કવિના આ નાટ્યાત્મક કીમિયામાં જ મંથરાને એમણે પાત્રત્વ બક્ષ્યું છે તેની ચાવી છે. | |||
પદ્યનાટક સુધી પહોંચવાનો ઉમાશંકરનો એલિયેટિયન કાવ્યઆદર્શ સર કરવા એ અહીં કેવો સબળ પ્રયાસ કરી શક્યા છે તેના પુરાવા પણ આ ચાવીથી આ નાટ્યકવિતાને ઉઘાડતાં સાંપડે છે. | |||
‘પાત્રના સંવેગોની પરસ્પરની અથડામણોમાંથી નીપજતા સંવાદી સમન્વય રૂપે’ કલાઆકારનું પ્રત્યક્ષીકરણ કરવાની જે વાત કવિએ કહી છે તેનું એક ઉદાહરણ, મંથરા જ્યારે પોતાને દુભવનાર તરીકે રામનું નામ આગળ ધરે છે ને તેથી ઋજુલા નવાઈ પામે છે ત્યાર પછીની પંક્તિઓમાં મળે છે: | |||
ઋજુલા : રામે? કદી કોઈનીય વિમાનના કરે રામ? | |||
મંથરા : નામ એક બોલીશ ના એ તું મારી સમક્ષ. | |||
ઋજુલા : શે અકારું એ નામ, જનહૈયાં તણા મહાપારાવારને હેલે ચડાવનારું ચંદ્ર સમું નામ રામચંદ્ર… | |||
મંથરા : એ જ તો પીડા છે. રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે એ જ મારે માટે મોટું કારણ છે અણગમા તણું. | |||
ઋજુલા : તુંયે કેવી રટી રહી નામ એ જ મીઠું! ભલે હો આશય ભિન્ન. જાણું ને હું, રટ્યા વિના ના તુંયે ર્હૈ શકે ઘડી. | |||
મંથરા : ભચડી દઉં એહ કરાલ દંષ્ટ્રા વચાળે… | |||
ઋજુલા : અરે રામ, સ્હેવાતું ના. રામ… રામ… | |||
મંથરા : દીપક આ હોલવાતો રહી ગયો. ક્યાં ગઈ? થઈ અલોપ?… | |||
‘પ્રાચીના'નાં સંવાદ-કાવ્યોનો અનુષ્ટુપ છોડીને વનવેલી પ્રયોજવાનું કારણ પણ અહીં આપોઆપ સ્પષ્ટ થાય છે. | |||
‘મંથરા'માં, આ ઉપરાંત પણ અનેક devicesની મદદથી કવિ નાટ્યાત્મકતા સાધી શક્યા છે. ઉત્સવદીપના પ્રગટવા — ફડફડવાથી સર્જાતા છાયા-પ્રકાશનાં પરિવર્તનો વડે પ્રત્યક્ષ થતાં પરિવેશ તેમજ પાત્રગત મનોવલયો નાટકને તીવ્ર, આવેગમય દૃશ્યાત્મકતા અર્પે છે. | |||
‘પ્રાચીના'ની કુબ્જાથી મહાપ્રસ્થાનની ‘મંથરા’ સુધીની કવિની વિકાસરેખાનો આલેખ સાચે જ રોમાંચક છે. | |||
ત્યાં કૃષ્ણના પ્રેમના અનુભવે કુબ્જાનું ‘સ્વત્વ’ ખીલવવાનો કાવ્યેતર આદર્શ નિરૂપવાનો લોભ એ જતો નહોતા કરી શક્યા. અહીં મંથરાના પાત્રને એના પોતાના બળે સજીવન કરી કવિ જાણે મંથરાને જ કાવ્યનું સમાપન કરતી જોઈ રહે છે: ‘રામના દર્શનેયે જો પલળે — પલટે હૈયું કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.’ | |||
જેમ એકાંકીઓમાં, તેમ અહીં ને અન્ય નાટ્યકાવ્યોમાં — જેમ વાર્તાઓમાં પણ — ઉમાશંકર સ્ત્રીપાત્રો ચીતરવામાં ‘પાત્રના સંવેગોની પરસ્પરની અથડામણ'નો પ્રભાવક નાટ્યાત્મક વિનિયોગ કરી શકે છે. તે એક વિરલ સિદ્ધિ છે. | |||
મંથરા એ અર્થમાં પણ ઉમાશંકરની સિદ્ધ રચનાઓમાં પહેલી હરોળમાં સ્થાન પામે તેવી કૃતિ છે. | |||
ઉમાશંકરની આ મંથરાનાં મૂળ જો રામાયણમાં છે તો એનું ફળ શેક્સપિયરની લેડી મેકબેથનું છે. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 42 | |||
|next = 44 | |||
}} | |||