સાહિત્યિક સંરસન — ૩/કોશા રાવલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 10: Line 10:
{{Poem2Open}}
{{Poem2Open}}
તરલે આંખો ખોલી. કશું સમજાયું નહીં, એ ક્યાં છે? તીણો તડકો આંખોને આંજી દેતો હતો. ઉપર ખુલ્લું આકાશ દેખાતું હતું. દરિયાના મોજાંનો અવાજ આવતો હતો. એણે ઊઠવાનો પ્રયત્ન કર્યો. જોયું તો અત્યારે એ દરિયાકિનારાની રેતી વચ્ચે હતી. માનવરહિત પટ પર દૂર સુધી ફેલાયેલાં નારિયેળીનાં ઘટાદાર ઝુંડ જોયાં. પછી પાછળ જોયું અને ચોંકી ગઈ. ત્યાં અડાબીડ જંગલ ફેલાયેલું હતું.

"કોઈ છે? કોઈ છે? મદદ કરો... હેલો... હેલો કોઈ છે?... હેલ્પ મીઇઇઇઇઇ...પ્લીઝ"  

સામેની ઝાડીઓમાં અવાજ ઓગળી જતો હોય એવું લાગ્યું. ''મદદ કરો... હેલ્પ...પ્લીઝ!" પોકારો પાડતાં પાડતાં એનો શ્વાસ ભરાઈ ગયો. સાવ નાની -નિઃસહાય બાળકીની જેમ એ ભક-ભક રડતાં બૂમો પડતી રહી.

Line 84: Line 84:

પહેલીવાર એને લાગ્યું કે એ જે જિંદગી જીવતી હતી એમાં કશી તકલીફ તો ન હતી. પાણી માગ્યે દૂધ મળી જતું હતું, પણ તો ય કંઇક ખૂટતું હતું. એ ખૂટતું શું છે એ એને ક્યારેય સમજાતું નહોતું. એનાથી બચવા એ અવનવા કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. રસ ન પડે તેમાં પણ પોતાને અવ્વલ સાબિત કરવા મથતી રહેતી હતી.” ++ તરૂ બેબી, એકાએક દસ દિવસ ટુર પર જવાનું થયું છે. સોરી. ટેક કેર, આ વખતે  ક્રૂઝમાં તું તારી ફ્રેન્ડ્સ જોડે જ  જઈ  આવ હં, નેક્સટ ટાઇમ... બસ પ્રોમિસ.”  

પાછું આ વખતે પણ. કેટલાં વર્ષોથી મને આવાં ખોટાં પ્રોમિસ આપે છે?"

"બેબી જવું પડશે. એ કહે, કમાઉં છું કોના માટે? "

"પણ ક્યારેક કમાવાની સાથે મારી સાથે જીવ તો ખરો!''  

Line 175: Line 175:
આશ્ચર્યની વાત એ છે કે નિયો ગુજરાતી જાણે છે, અને આવું શણગારેલું ગુજરાતી બોલી શકે છે - ‘નથી'ની યાદી સામે ‘છે'-ની કોઈ યાદી બનાવી છે કે નહિ? : લ્યો કરો વાત ! આ દરિયો છે, આકાશ છે, માથે ઉપરવાળાનું છત્ર છે. વગેરે.  

છેલ્લે, તરલ કહે છે એમ, પ્રકૃતિએ એને ખરા અર્થમાં અંદરથી સુન્દર બનાવેલી, પણ પરિસ્થતિ સાનુકૂળ થતાં, જવાનું થાય છે. પતિ અનુજ તરફ તરલ જવા જતાં ગડથોલિ યું ખાઈ જાય છે અને ગભરાઇને નિયોનો હાથ ઝાલી લે છે. એ અન્તિમ ક્ષણથી ટૂંકીવાર્તામાં ચોટ નહીં પણ એક કલાસંગત સમાપન સિદ્ધ થયું છે.  

આખો દિવસ તરલ અકળાતી રહી. ચામડી ચચરાતી હતી. પરસેવો રેબઝેબ કરી દેતો હતો. સુકાયેલાં આંસુની સફેદ છારી ગાલ પાર બાઝી ગઈ હતી. શર્ટની મેલી બાંય એ વારેવારે મોં પર લૂછ્યા કરતી હતી. એકવાર તો એણે લાહ્ય બળતા સૂરજ તરફ બરાડો પાડીને કહ્યું, "ખમૈયા કરો દેવ. સનસ્ક્રીન લોશન, ગોગલ્સ, એ.સી. વિના હું ગરમીમાં મરી જઇશ. નથી સહન થતું, ઉફ્ફ" બોલતાં બોલતાં એ પોતાની પર જ હસી પડી, સાથોસાથ પાંપણ બહાર એક આંસુ પણ સરી પડ્યું.
 
{{Poem2Close}}
{{Poem2Close}}