કાવ્યમંગલા/નથી સ્વપ્ને જાવું: Difference between revisions
Jump to navigation
Jump to search
(શિખરિણી)
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 11: | Line 11: | ||
ચલો સ્વપ્ને, ત્યાં હું પ્રણય છલકાતો તવ પદે | ચલો સ્વપ્ને, ત્યાં હું પ્રણય છલકાતો તવ પદે | ||
ધરી ઉર્મિચ્છંદે બહવું સુરગંગા હું નવલી, | ધરી ઉર્મિચ્છંદે બહવું સુરગંગા હું નવલી, | ||
ન આવે પૃથ્વીનાં કુટિલ | ન આવે પૃથ્વીનાં કુટિલ દૃગ ત્યાં ઢુંઢી પગલી, | ||
ચલો, સ્વપ્નવ્યોમે વિહરશું મહા પ્રેમળ મદે. | ચલો, સ્વપ્નવ્યોમે વિહરશું મહા પ્રેમળ મદે. | ||
જશું સ્વપ્ને ત્યારે ? નહિ, ક્ષણ જ ત્યાં માત્ર ઠરવું, | જશું સ્વપ્ને ત્યારે ? નહિ, ક્ષણ જ ત્યાં માત્ર ઠરવું, | ||
અરે, મારે તો આ સભર ભરવું જીવન રસે, | અરે, મારે તો આ સભર ભરવું જીવન રસે, ૧૦ | ||
નહિ સ્વપ્ને સિદ્ધિ, મધુરતમ ત્યાં વૃષ્ટિ વરસે | નહિ સ્વપ્ને સિદ્ધિ, મધુરતમ ત્યાં વૃષ્ટિ વરસે | ||
ભલે, અંતે તો હ્યાં વિવશ થઈને છે ઉતરવું. | ભલે, અંતે તો હ્યાં વિવશ થઈને છે ઉતરવું. | ||
નથી સ્વપ્ને જાવું; મુજ વણચહ્યાંને ચહીશ હું | નથી સ્વપ્ને જાવું; મુજ વણચહ્યાંને ચહીશ હું; | ||
તમો ચાહેલાંને મુજ કરીશ, ઝંપીશ તવ હું. | તમો ચાહેલાંને મુજ કરીશ, ઝંપીશ તવ હું. | ||
Latest revision as of 02:52, 25 November 2023
નથી સ્વપ્ને જાવું
ચલો સ્વપ્ને, વ્હાલી ! જટિલ જગ આ જાગૃત તજી,
જહીં મારાં ચાહ્યાં જન અલગ આઘાં, નવ ચહ્યાં,
પડ્યાં પાસે, મારાં ઉર દરદ જાયે નવ કહ્યાં,
વિધાતા ! શેં આવી કુટિલ જગજંજાળ સરજી?
ચલો સ્વપ્ને, ત્યાં હું પ્રણય છલકાતો તવ પદે
ધરી ઉર્મિચ્છંદે બહવું સુરગંગા હું નવલી,
ન આવે પૃથ્વીનાં કુટિલ દૃગ ત્યાં ઢુંઢી પગલી,
ચલો, સ્વપ્નવ્યોમે વિહરશું મહા પ્રેમળ મદે.
જશું સ્વપ્ને ત્યારે ? નહિ, ક્ષણ જ ત્યાં માત્ર ઠરવું,
અરે, મારે તો આ સભર ભરવું જીવન રસે, ૧૦
નહિ સ્વપ્ને સિદ્ધિ, મધુરતમ ત્યાં વૃષ્ટિ વરસે
ભલે, અંતે તો હ્યાં વિવશ થઈને છે ઉતરવું.
નથી સ્વપ્ને જાવું; મુજ વણચહ્યાંને ચહીશ હું;
તમો ચાહેલાંને મુજ કરીશ, ઝંપીશ તવ હું.
(૨૦ માર્ચ, ૧૯૩૩)