પૂર્વાલાપ/૩૯. મિત્રને નિવેદન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 13:47, 3 December 2023


૩૯. મિત્રને નિવેદન


વદને બહુ નીર ભરાય, સખે!
તનુ ચેતન માત્ર હરાય, સખે!
જલને પડદે સઘળે નીરખું!
નીરખું નહિ નેહ જરાય, સખે!

કર વ્હાર, સકે!
કંઈ સાર, સખે!
હૃદયામૃત માર્દવધાર, સખે!

ભવમાં તવ એક સહાય, સખે!
નયનો દ્વયને જ ચહાય, સખે!
નવ ઐહિક આશ, હૃદા સહ જો!
હૃદયે થકી સિંધુ તરાય સખે!