ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/ખેમી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ‘અલ્યા, એમ ને એમ કેટલી દીવાસળીઓ બગાડવી છે? એક બાકસ બે દી તો પોં...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ખેમી | રા. વિ. પાઠક}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/24/PALAK_KHEMI.mp3
}}
<br>
ખેમી • રા. વિ. પાઠક • ઑડિયો પઠન: પલક જાની
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અલ્યા, એમ ને એમ કેટલી દીવાસળીઓ બગાડવી છે? એક બાકસ બે દી તો પોંચાડ્ય.’ ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક પાંચ દીવાસળીઓ સળગાવી એટલે ખેમીએ કહ્યું.
‘અલ્યા, એમ ને એમ કેટલી દીવાસળીઓ બગાડવી છે? એક બાકસ બે દી તો પોંચાડ્ય.’ ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક પાંચ દીવાસળીઓ સળગાવી એટલે ખેમીએ કહ્યું.
Line 83: Line 100:
‘મૂછ હોય તો લીંબુ રાખે ના! એટલે આ તો પૂંછડે લીંબુ રાખે છે.’
‘મૂછ હોય તો લીંબુ રાખે ના! એટલે આ તો પૂંછડે લીંબુ રાખે છે.’

મંગી ખડખડાટ હસી. પરસોતમના ગોરા, ટૂંકા કપાળવાળા, લાંબા મોઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહીં જેવી દેખાતી.
મંગી ખડખડાટ હસી. પરસોત્તમના ગોરા, ટૂંકા કપાળવાળા, લાંબા મોઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહીં જેવી દેખાતી.

બન્ને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એટલામાં પરસોતમ નીકળ્યો. તેણે માથે વાળવાળી ટોપી પહેરી હતી, નીચે દેખાતા ખમીસ ઉપર કાળો હાફકોટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળી સોટી હતી તે જોડા ઉપર મારતો મારતો તે ચાલતો હતો. તેણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ નહોતું, તેને કોઈએ પ્રત્યક્ષ રીતે કહ્યું નહોતું, છતાં કાવ્યવિવરણના કોઈ ગૂઢ નિયમથી તે સમજી ગયો હતો કે, ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું. ‘મનોમન સાક્ષી છે’ એ સૂત્ર જીવનના કોઈ પણ ક્ષેત્ર કરતાં ચડામણીમાં સૌથી વધારે સાચું ઠરે છે. તેણે બૂમ પાડી: ‘એ હરામખોરો! કામ કરો કામ, રાગડા કેમ તાણો છો?’

Line 107: Line 124:
‘શું તું શાહુકાર અને સરકાર ચોર? સરકારી નિયમ પ્રમાણે થશે. પહેલાં અંગૂઠો આપ પછી પગાર મળશે.’
‘શું તું શાહુકાર અને સરકાર ચોર? સરકારી નિયમ પ્રમાણે થશે. પહેલાં અંગૂઠો આપ પછી પગાર મળશે.’

‘ત્યારે લ્યો આ અંગૂઠો.’ કહી અંગૂઠો પરસોતમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરસોતમે એ જોયું ખરું પણ તેને આ ચિડાવાનો સમય નહોતો. બંનેના પગારમાંથી અડધો અડધો રૂપિયો કાપી બાકીના સાડા નવ રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઈ લીધા. ખેમીએ કહ્યું: ‘મને પૂરા પૈસા આપો તો લઈશ નહીં તો નહીં લઉં.’
‘ત્યારે લ્યો આ અંગૂઠો.’ કહી અંગૂઠો પરસોત્તમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરસોત્તમે એ જોયું ખરું પણ તેને આ ચિડાવાનો સમય નહોતો. બંનેના પગારમાંથી અડધો અડધો રૂપિયો કાપી બાકીના સાડા નવ રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઈ લીધા. ખેમીએ કહ્યું: ‘મને પૂરા પૈસા આપો તો લઈશ નહીં તો નહીં લઉં.’

‘ન લે તો ભલે પડ્યા ભોંય પર, હું તો જાઉં છું.’ તે ચાલવા જતો હતો ત્યાં ખેમીએ લાંબો સાવરણો સામે ભીંતે અડાડી તેનો રસ્તો રોક્યો: ‘એમ તે કેમ જવાશે?’
‘ન લે તો ભલે પડ્યા ભોંય પર, હું તો જાઉં છું.’ તે ચાલવા જતો હતો ત્યાં ખેમીએ લાંબો સાવરણો સામે ભીંતે અડાડી તેનો રસ્તો રોક્યો: ‘એમ તે કેમ જવાશે?’

એટલામાં બીજા જિલ્લાનાં ભંગી આવ્યાં. પરસોતમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહીં અને બીજાં ભંગી આગળ તે હલકો પડશે એટલે તેણે ટૂંકું કરવા કહ્યું: ‘લે, તારા પૈસા. પેલો અડધો પાછો લાવ.’
એટલામાં બીજા જિલ્લાનાં ભંગી આવ્યાં. પરસોત્તમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહીં અને બીજાં ભંગી આગળ તે હલકો પડશે એટલે તેણે ટૂંકું કરવા કહ્યું: ‘લે, તારા પૈસા. પેલો અડધો પાછો લાવ.’

‘પહેલાં રૂપિયો આપો એટલે આપું.’
‘પહેલાં રૂપિયો આપો એટલે આપું.’

પરસોતમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સાવરણો લઈ લીધો અને રૂપિયા નીચે નમી લેવા માંડ્યા. પરસોતમે ફરી નીચે પડેલો અડધો માગ્યો.
પરસોત્તમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સાવરણો લઈ લીધો અને રૂપિયા નીચે નમી લેવા માંડ્યા. પરસોતમે ફરી નીચે પડેલો અડધો માગ્યો.

‘ઊભા તો રહો. ખખડાવી તો જોવા દ્યો.’ બીજા સામું જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી.
‘ઊભા તો રહો. ખખડાવી તો જોવા દ્યો.’ બીજા સામું જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી.

પરસોતમે ફરી અડધો માગ્યો.
પરસોત્તમે ફરી અડધો માગ્યો.

‘મને તો નથી જડતો.’ કહી ખેમી ચાલવા લાગી. પરસોતમને નીચે નમી ધૂળમાંથી તે અડધો લેવો પડ્યો.
‘મને તો નથી જડતો.’ કહી ખેમી ચાલવા લાગી. પરસોત્તમને નીચે નમી ધૂળમાંથી તે અડધો લેવો પડ્યો.

આજે ભંગિયાને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાડ્યું અને બધાં ભંગી ગાવા લાગ્યાં:
આજે ભંગિયાને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાડ્યું અને બધાં ભંગી ગાવા લાગ્યાં:
Line 166: Line 183:
‘અરે, હજી તો પંચનો દંડ ભરવાનો છે તે તો મેં તને કહ્યું નથી.’ ઊંચીનીચી નાતોની અનંત શ્રેણીવાળા આપણા સમાજમાં દરેક નાતને પોતાનાથી નીચું કોઈક જોઈએ છે. અમદાવાદનાં ભંગી કાઠિયાવાડથી આવેલાં ભંગીને હલકાં ગણતાં. ધનિયાને પરણતી વખતે બન્ને પંચોને જમાડવાં પડેલાં. ખેમી જતી રહી એટલે કાઠિયાવાડી પંચ ભેગું થયું. તે પંચે અંદર અંદર મસલત ચલાવી. પછી અમદાવાદના પંચને વાત કરી. પછી અમદાવાદનું પંચ મળ્યું. એટલામાં ખેમી પાછી આવી. હવે દંડ કરવાનો તો રહ્યો નહીં, પણ આટલા દિવસ ખાધું તેના ખરચના પૈસા બન્ને પંચે ધનિયા માથે ચડાવ્યા. આપણા સમાજમાં નાતની રૂઢિઓ અને નાતના ઠરાવો કુદરતી બનાવો જેવા અનિવાર્ય અને અપ્રતિરોધ્ય ગણાય છે.

આ બધું સાંભળી ખેમી પણ હબકાઈ ગઈ, પણ તેણે તેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં ઓર જ હિંમત આવે છે.
આ બધું સાંભળી ખેમી પણ હેબકાઈ ગઈ, પણ તેણે તેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં ઓર જ હિંમત આવે છે.

પણ ધનિયાને સાન્ત્વન વળ્યું નહીં. હતાશ થઈ તે ખેમીના ખોળામાં ઊંઘી ગયો. અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. ત્રણ દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછાં દુઃખી સંસારમાં ડૂબ્યાં.
પણ ધનિયાને સાન્ત્વન વળ્યું નહીં. હતાશ થઈ તે ખેમીના ખોળામાં ઊંઘી ગયો. અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. ત્રણ દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછાં દુઃખી સંસારમાં ડૂબ્યાં.
Line 194: Line 211:
{{Right|વિ. સં. ૧૯૮૪ [દ્વિરેફની વાતો: ૧]}}
{{Right|વિ. સં. ૧૯૮૪ [દ્વિરેફની વાતો: ૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/મુકુન્દરાય|મુકુન્દરાય]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/સૌભાગ્યવતી!!|સૌભાગ્યવતી!!]]
}}

Navigation menu