ગાતાં ઝરણાં/દિશાઓ ફરી ગઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:23, 13 February 2024


દિશાઓ ફરી ગઈ!


તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગને જ્યોતિ ઠરી ગઈ.

મારા દિવસ ને રાત તો દૃષ્ટિ છે આ૫ની,
મુજ ૫ર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો, તે દિશાઓ ફરી ગઈ!

હે કોટી ધન્યવાદ વહાલી ઓ જિંદગી!
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

૧૦-૪-૧૯૪૮