પ્રવાલદ્વીપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by 3 users not shown)
Line 2: Line 2:


{{BookCover
{{BookCover
|cover_image = File:Chandolay-Title.jpg
|title = પ્રવાલદ્વીપ
|title = પ્રવાલદ્વીપ
|author = નિરંજન ભગત
|author = નિરંજન ભગત
}}
}}


{{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>|
{{Box
{{Poem2Open}}
|title = પ્રારંભિક
<center><big>{{color|blue|સુશીલ અને મડિયાને }}</big></center>
|content =  
{{Poem2Close}}
* [[પ્રવાલદ્વીપ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[પ્રવાલદ્વીપ/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[પ્રવાલદ્વીપ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[પ્રવાલદ્વીપ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
}}
<br>


== મુંબઈનગરી ==
{{Box
 
|title = અનુક્રમ
<poem>
|content =
ચલ મન મુંબઈનગરી,
* [[પ્રવાલદ્વીપ/મુંબઈનગરી|1 મુંબઈનગરી]]
જોવા પુચ્છ વિનાની મગરી!
* [[પ્રવાલદ્વીપ/આધુનિક અરણ્ય|2 આધુનિક અરણ્ય]]
 
* [[પ્રવાલદ્વીપ/મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)|3 મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)]]
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
* [[પ્રવાલદ્વીપ/ઝૂમાં (સિંહને જોઈને)|4 ઝૂમાં (સિંહને જોઈને)]]
વગર પિછાને મિત્રો જેવાં;
* [[પ્રવાલદ્વીપ/ઍક્વેરિયમમાં|5 ઍક્વેરિયમમાં]]
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
* [[પ્રવાલદ્વીપ/ઍરોડ્રોમ પર|6 ઍરોડ્રોમ પર]]
આ તીરથની જાત્રા છે ના અઘરી!
* [[પ્રવાલદ્વીપ/કાફેમાં|7 કાફેમાં]]
 
* [[પ્રવાલદ્વીપ/ફૉકલૅન્ડ રોડ|8 ફૉકલૅન્ડ રોડ]]
સિમેન્ટ, ક્રૉંક્રીટ, કાચ, શિલા,
* [[પ્રવાલદ્વીપ/ફ્લોરા ફાઉન્ટન|9 ફ્લોરા ફાઉન્ટન]]
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
* [[પ્રવાલદ્વીપ/ફાઉન્ટનના બસસ્ટૉપ પર|10 ફાઉન્ટનના બસસ્ટૉપ પર]]
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
* [[પ્રવાલદ્વીપ/ચર્ચગેટથી લોકલમાં|11 ચર્ચગેટથી લોકલમાં]]
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
* [[પ્રવાલદ્વીપ/હૉર્ન્બી રોડ|12 હૉર્ન્બી રોડ]]
 
* [[પ્રવાલદ્વીપ/કોલાબા પર સૂર્યાસ્ત|13 કોલાબા પર સૂર્યાસ્ત]]
રસ્તે રસ્તે ઊગે ઘાસ
* [[પ્રવાલદ્વીપ/ઍપોલો પર ચન્દ્રોદય|14 ઍપોલો પર ચન્દ્રોદય]]
કે પરવાળાં બાંધે વાસ
* [[પ્રવાલદ્વીપ/પાત્રો|15 પાત્રો]]
તે પ્હેલાં જોવાની આશ
* [[પ્રવાલદ્વીપ/ગાયત્રી|16 ગાયત્રી]]
હોય તને તો કાળ રહ્યો છે કગરી!
}}
</poem>
<br>
 
{{HeaderNav2
== આધુનિક અરણ્ય ==
|previous =
 
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
<poem>
}}
અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
(અને નભ થકીય ઇન્દ્રધનુ લોહનું હ્યાં લચ્યું!)
વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;
નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;
ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;
પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;
સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિ:શ્વાસ? કે
કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે
વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં-ફળ્યાં?
અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો
પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો?
</poem>
 
== મ્યૂઝિયમમાં (સિંહને જોઈને) ==
 
<poem>
તને હું જોઉં છું,
અને નહીં, અહીં નહીં,
જણાય કે ઊભો છું હું વનોમહીં.
 
તને હું જોઉં છું,
અને પ્રચંડ ગર્જનો
સુણાય, થાય શાંતિનાં વિસર્જનો.
 
તને હું જોઉં છું,
અને અરણ્ય અંધકારથી ભર્યું
તહીં શું તેજ માત્ર બે જ નેત્રથી સર્યું.
 
તને હું જોઉં છું,
અને સ્વયં કરાલ મૃત્યુકાળ
રૂપ સિંહનું ધરી ભરી રહ્યો પ્રલંબ ફાળ.
 
તને હું જોઉં છું,
અને... નહીં, નહીં, હું જોઉં માત્ર તાહરી પ્રતિકૃતિ;
તને હું જોઉં છું ન, જોઉં માત્ર સ્વપ્નની જ વિકૃતિ.
</poem>
 
== ઝૂમાં (સિંહને જોઈને) ==
 
<poem>
એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
 
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
</poem>
 
== ઍક્વેરિયમમાં ==
 
<poem>
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?
 
અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.
 
નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.
 
વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.
 
મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.
 
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!
</poem>
 
== ઍરોડ્રોમ પર ==
 
<poem>
આ વિહંગ,
શું વિરાટ, તીક્ષ્ણ તેજ, સ્નિગ્ધ અંગ અંગ;
શી પ્રલંબ ફાળ!
પર્ણહીન વૃક્ષની અહીં વિશાળ ડાળ
તે પરે કરે વિરામ, તે ક્ષણેય પાંખ તો પ્રસારતું,
વિહાર વેગવંત દૂર ઓ... સુદૂર,
ઊડવું જ ઊડવું, ન ધૈર્ય ધારતું;
ન નીડમાં, નભે જ ગીત ગાય એકસૂર;
સ્હેલતું, સદાય સ્હેલતું,
પરંતુ શું સુભાગ્ય કે ઈંડું ન મેલતું!
</poem>
 
== કાફેમાં ==
 
<poem>
કાફેમહીં મંદ પ્રવેશતી, યથા
સમુદ્રનાં રુદ્ર તૂફાન સૌ સહી
કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી;
કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા.
</poem>
 
== ફૉકલૅન્ડ રોડ ==
 
<poem>
વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.
</poem>
 
== ફ્લોરા ફાઉન્ટન ==
 
<poem>
કાચકાંકરેટના અનન્ય કાનને,
સદાય શાંત, સ્વસ્થ, આશવંત આનને
ઊભી છ વિશ્વમાલણી, વસંતસ્વપ્ન નેત્રમાં અમૂલ;
બેઉ હાથમાં ધર્યાં છ શલ્યફૂલ;
ચારકોર લોહનાં પતંગિયાં ભમી રહ્યાં,
અચેત જે પરે અનેક જંતુડાં રમી રહ્યાં.
</poem>
 
== ફાઉન્ટનના બસસ્ટૉપ પર ==
 
<poem>
અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ,
એક તો લઈ જુઓ જરીક શ્વાસ!
અનન્ય કે અજાણ ડેન્ટિને ન’તી, હતી ન પારકી,
હતો પ્રવાસ એહનોય તે (સુભાગ્યવંત!) નારકી.
અહીં ન હૉસ્પિટલ, ન સ્લૉટર હાઉસ, ને વળી નથી સ્મશાન,
તે છતાં અહીં હવા છ ઉષ્ણ, મ્લાન.
ખીલતાં અહીં ન ફૂલ,
એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો
ભરાય, એકસાથ ફાલ જ્યાં સમગ્ર વર્ષનો;
છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ,
ફૂલથી નહીં, ન શીત-લૂ થકી,
પરંતુ સ્મૉલપૉક્સ, ટાઇફૉઇડ, ફ્લૂ થકી.
ઊગ્યાં છ એમ તો અહીંય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ,
વ્યર્થ? ને વિચિત્ર? ના, કદાચ એ જ એક આશ
કે હજી થયો ન સર્વનાશ;
કિન્તુ સર્વ સંગનો સુયોગ લાધતાં વિરૂપ, રુક્ષ,
શૂન્ય મ્હેફિલો સમાં, જહીં ન ગુંજતાં વસંતના સ્વરે
વિહંગવાદકો (અહીં કશું ન મુક્ત, સૌ વસે છ ચીડિયાઘરે);
સદાય નિ:સહાય ને લજાય કિંતુ ક્યાં લપાય?
એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય,
જો મળ્યા જ હોત, ક્યારનાં થયાં ન હોત ચાલતાં?
શિલાસિમેન્ટલોહકાચકાંકરેટ પાસ વામણાં, વિશેષ સાલતાં.
અહીં જનાવરો કરે ન આવજાવ એમ સ્પષ્ટ છે નિયમ,
અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ; ઝૂ રચ્યું, રચ્યું
:::::: છ મ્યૂઝિયમ.
છતાં અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ!
આ હવા નથી, અગણ્ય આ નિસાસ,
જે અહીં તહીં સદા ભમે, નભે ન નિર્ગમે,
ગ્રસે વિશાલ જાલ ટ્રામના અનેક તારની, કદીય ના શમે.
નિસાસ? હા, અસંખ્ય લોકના નિસાસ માત્ર,
સાથ તીવ્ર આર્તિના સ્વરો નહીં, ન ચીસ કે ન બૂમ,
જે બધું સુણ્યું હતું જ જ્યેષ્ઠ પાંડવે,
સુણાય એવું ના કશુંય આ અનન્ય તાંડવે;
અવાક વાહનો ય, મૌન હ્યાં વિરાટરૂપ; શીતશાંત સર્વ ગાત્ર
ગ્રીષ્મમાં ય, સ્વેદસિક્ત; અગ્નિ ના છતાંય ધૂમ!
કોણ આ અસંખ્ય લોક નિત્ય જાય હારબંધ?
પૂડલે પડ્યો શું પ્હાણ? મક્ષિકા સહસ્ર શું ઘૂમંત ક્રોધમાં?
’થવા અલોપ અગ્રણી થતાં સદાય એહની જ શોધમાં?
હશે શું સર્વ અંધ?
નેત્રમાં વિલાય તેજ?
એકમેકની પૂંઠે થતાં, જતાં ખભેખભા ઘસી;
છતાં ન કંપ, સ્પર્શથી ન સેતુ એક બે જ વેંત દૂર બે ઉરો રચે,
સમીપમાં જ તારઑફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઈલો વચે.
ભર્યો છ અંતરે અપાર ભેજ;
ધુમ્મસે છવાયલું, ન આંધી ના તૂફાન,
ચિત્તનું હજીય મંદ વાયુમાન.
સર્વ આ કઈ દિશા ભણી રહ્યાં ધસી?
સવેગ શી ગતિ!
તમિસ્રલોકની પ્રતિ?
હજી ન સૂર્ય અસ્તમાન, મંદ મંદ પશ્ચિમે શમે,
પ્રલંબ હોય છાંય સાંજને સમે,
છતાંય કોણ આ સદાય જેમની જ છાંય ના પડે?
ન સૂર્યનીય એમ તો કદીય સાંપડે!
પ્રકાશબિંબ, દર્પણે ન, પથ્થરે પડ્યું શમે, કદીય પાછું ના ફરે,
પસાર પારદર્શકે પડ્યું સળંગ આરપાર જૈ સરે.
હશે સ્વયં શું છાંય?
પ્રેત સર્વ, જેમને ન કાય?
કે પછી સદેહ કિંતુ નગ્નતા ન વસ્ત્રથી નિવારતાં,
હશે શું એટલે સદાય જે સુલભ્ય તે સ્વ-છાંય ધારતાં?
જણાય સર્વનો જુદો સ્વભાવ,
કોઈને મુખે ન ભાવ,
કોઈને ક્ષણેકમાં અનેક ભાત ભાતનો;
અભિન્ન કોઈને સદાય એક જાતનો;
અશબ્દ કિંતુ સર્વ, એકમેકમાં ન ભેદ,
વારિના પ્રવાહનો છરી થકી ન શક્ય છેદ;
સોગઠાં સમાન શેતરંજનાં, સમાન ચાલ,
હો ભલે જ કોઈ શ્વેત, કોઈ લાલ.
આભથી ધરા પરે શું અભ્ર હોય ઊતર્યું,
સ્વરૂપ ગોળ, લંબગોળ કૈં પ્રકારનું ક્ષણે ક્ષણે ધર્યું.
સમગ્ર આ સમૂહ શો સ્મશાનયાત્રિકો સમો સરે,
અવાજ માત્ર પાયનો, ગભીર મૌન સૌ મુખે ધરે;
રહસ્ય મૃત્યુનું ન હોય શું પિછાનતાં,
ન શોક, શબ્દ ના વિરોધનોય, મૃત્યુને પવિત્ર, દુર્નિવાર માનતાં;
પરંતુ લાશ તો નથી ખભે, છતાંય લાગતું વજન,
વિદેહ કો થયું નથી સગું, સ્વજન;
પરંતુ હા, સુહામણી, સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી
અતીતમાં વિલુપ્ત ‘આજ’ ગૈ સરી!
સ્વયં હજી જીવંત એ જ એક માત્ર સર્વને પ્રતીતિ,
કિંતુ જન્મ તો થયો ન વા થયોય હોય એ જ એક ભીતિ,
એટલે સદાય જન્મનું પ્રમાણપત્ર સાથ રાખતાં,
ન અન્ય કોઈ એમની કને મતા.
ન આમ તો કશુંય એકમેકમાં સમાન
તોય સર્વને ઉરે વિષાદવારુણી,
ન નીંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન;
જિંદગી અનંત શું કથા ન હોય કારુણી!
અધન્ય શું કદીક ક્યાંક આચર્યા અધર્મથી?
અહીં પ્રચંડ શોકપાવકે પડ્યાં અઘોર વાસના-કુકર્મથી?
સદાય યાતના દહે, સહે છ સર્વ દીન,
પાપત્રસ્ત, શાપગ્રસ્ત, સર્વ નામહીન.
કોઈનું ન નામ જાણતો,
પરંતુ એક વાત તો પ્રમાણતો  :
કદીક બેપતા જહાજના મુસાફરો તણી થશે પ્રસિદ્ધ નામ-આવલિ,
હશે જ એમનાંય એ વિશે – સમસ્ત દ્વીપ આ કદીક તો થશે
:::::: સમુદ્રમાં બલિ;
કદીક આ વિરાટ ગ્રંથ વિશ્વનો સમાપ્ત તો થશે,
જરૂર એમનાંય નામ ‘છાપભૂલ’માં હશે.
સમગ્ર આ સમૂહ સ્વપ્નમાં લહું સરી જતો?
શું એમનું વિચારતાં હું મારું નામ વિસ્મરી જતો!
અશક્ય હ્યાં સ્મૃતિ,
અહીં નરી જ વિકૃતિ,
મને જ હું અજાણ લાગતો,
ન ખ્યાલ ને રહું પુકારતો  : ‘નિરંજન ઓ!’
થતો ન અર્થ, માત્ર અક્ષરો, કંઈ સ્વરો કંઈક વ્યંજનો;
સવિસ્મય પ્રતીક્ષતો, રહું જવાબ માગતો,
ન સ્વપ્ન કે ન જાગૃતિ,
હવે રહી નહીં ધૃતિ;
સુણાય શબ્દ  : ‘છે ભરો!’,
જરીક વાર ર્હૈ સુણાય  : ‘દો કમી કરો!’;
અહીં થકીય બસ અનેક છૂટતી,
છતાંય ક્યૂ ન ખૂટતી;
મને હું મૂકતો પૂંઠે, અચેત અન્ય ફૂટપાથપે ઢળી જતો,
અસંખ્ય લોકના સમૂહની (ન ચિત્તની?) ભૂતાવળે ભળી જતો.
</poem>
 
== ચર્ચગેટથી લોકલમાં ==
 
<poem>
પ્લૅટફૉર્મ ચર્ચગેટ,
હોય શું ન કોઈ બેટ;
ચારકોર કાચકાંકરેટલોહનો સમુદ્ર,
મધ્યમાં અતીવ ક્ષુદ્ર
હોય શું ન કોઈ બેટ,
પ્લૅટફૉર્મ ચર્ચગેટ.
 
ના, તૂફાનનાં ન ચિહ્ન તો હતાં,
ન ટાઇમ્સમાંય વાયુવર્તમાન ને છતાં
અનેક જ્હાજકાફલા થયા અલોપ
(કુદરતે કર્યો ન કોપ);
આ વિશે ન શબ્દ એકબેય ઇવનિંગ ન્યૂઝમાં છપાય,
રેડિયોબુલેટિનેય નહીં અપાય.
ન બૂમ કે ન ચીસ,
હા, બધા મુસાફરો સજીવ, હ્યાં તણાય;
એકમાત્ર આપણો જ જીવ જાય જો બચી–
બધા જ ચિંતવી રહ્યા જણાય;
દૂર કોઈ લાઇફબોટ? એકમેકને દિયે છ ભીંસ,
ભીડ શી મચી!
 
Next Train અઢાર–સત્તરે,
ઘડી વિશે કલાક ને મિનિટ બેઉ કાંટ છે સ્થિર,
બધાં જ ચક્ષુ એમનાં સમાં, ઠરંત ત્યાં જ સત્વરે;
ઘડી બીજી વિશે ફરંત કાંટ, ને થયા અઢાર–પંદર,
બધાં જ ચર્ણ એમનાં સમાં, ચલંત તાલમાં;
અહીં શું ભેદ બેઉ કાળ (વર્તમાન ને અનંત)નો છતો થતો ન દૃષ્ટિ, ચાલમાં?
ઇન્ડિકેટરે લખ્યું છ  : Next Train  : વાંદરા–વિરાર;
Stopping At All Stations, થોભશે જ વારવાર;
કિંતુ આપણે ન થોભવું, ન શોચવું,
ઘરે જ જેમતેમ પ્હોંચવું;
વિરાર? વાંદરા?
શું પ્હોંચવું ઘરે જ પાધરા?
ઘરે? અરે, ઝગંત નેત્રમાંહી માત્ર ઝાંઝવાં  :
ઘરે નહીં, મરુસ્થલે,
જહીં અનેક નીંદડૂબ બાળના નિસાસના
ઘૂમંત ચંડવાત, નિત્ય દાઝવાં;
જહીં અનેક નારની અતૃપ્ત વાસના
સદાય તપ્ત વેળુ શી જલે.
 
અચિંતવી જ ટ્રેન પૂરવેગમાં ધસે,
વિલોલ લોલ ડોલતી, હિલોલતી,
કિલોલ બોલ બોલતી,
શું વેદની ઋચા ઉચારતી?
અરણ્યગાયકો સમી ધરંત ધ્યાનમંત્ર ઓમ્?
કે ભરંત ફાળ, દિગ્દિગંતમાં કરંત અટ્ટહાસ્ય, કાળ શી હસે?
સમુદ્ર એક કોર, એક કોર કબ્રભોમ,
બેઉનેય ડારતી
(સ્વયં નહીં જીવંત કે નહીં મૃત);
સમુદ્રના તરંગને ન એહનો લય દ્રુત;
ન કબ્રને છ એહની વિશાળતા, ગતિ;
મુસાફરો સમી જ મૃત્યુ-જિંદગી વચે પસાર થૈ જતી.
મુસાફરો, અસંખ્ય આ મુસાફરો,
શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો!
નટો સમાન વેશ શો કરે, ધરે મુખે સુરમ્ય મ્હોરું હાસ્યનું,
રસાર્દ્ર, ભાવઊર્મિરંગરાગપૂર્ણ, હોય શું ન એ જ
:::: અસ્લ રૂપ આસ્યનું!
જરીક નેત્ર નેત્રમાં ઢળે, જરી લળે,
જરી હળેમળે, જરીક વાતમાં વળે —
પરંતુ એક આંચકો, અને ક્ષણેકમાં જ ભ્રાંતિ નષ્ટ થાય;
સ્તબ્ધ મૂઢ સર્વને મુખે અપાર શૂન્યતા,
અગમ્ય ભાવિના ભયે ઉરે અકલ્પ્ય ન્યૂનતા,
બધું જ સ્પષ્ટ થાય;
નેત્ર ખૂલતાં...
 
હું જોઉં  : પ્લૅટફૉર્મ ગ્રાન્ટરોડ. ક્યાં સરી ગયો?
અહીં હું? ક્યાં જવું હતું? હું વિસ્મરી ગયો!
</poem>
 
== હૉર્ન્બી રોડ ==
 
<poem>
આસ્ફાલ્ટ રોડ,
સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.
 
ક્લૉક ટાવરે થયા (સુણાય) બાર રાતના,
સળંગ હારમાં વસે અનેક કિંતુ એક જાતનાં
નિયૉન ફાનસો,
પ્રલંબ ટ્રામના પટા પરે ઘસે
પ્રકાશકાનસો,
ન સૂર્યતેજમાં હસ્યા પટા હવે હસે,
બધો જ પંથ લોહહાસ્યથી રસે.
 
અહીં સવારસાંજ,
હોય કે ન હોય કામકાજ,
કેટકેટલાં મનુષ્ય – એકમેકથી અજાણ
ને છતાં ન કોઈ પ્રેત, સર્વમાં હજીય પ્રાણ –
 
કૈંક વૃદ્ધ
જે વિલીન ભૂતકાલ પર સદાય ક્રુદ્ધ,
લૉરેન્સમાં મળે ન એવું દૂરબીન
જોઈ જે વડે શકાય પાછલા બધા જ દિન?
 
અનેક નવજવાન
જેમનું ભવિષ્ય ઠોકરે ચડ્યું, જરી ન ભાન,
ને ન શાંગ્રિલા ન સૅન્ટ્રલે ભવિષ્યની છવિ
સુપ્રાપ્ય; એ. જી. આઈ., ગૅલપર, ચાર્ટરે જ પામવી;
 
અનેક ફાંકડા
બધા જ માર્ગ જેમને કદી ન સાંકડા,
છતાંય વ્હાઈટવેઝ કાચપાર કાષ્ઠસુંદરી અપૂર્વ આભરણ,
તહીં અવશ્ય ઠોકરાય ચક્ષુ ને ચરણ;
 
અનેક રાંકડા
કુટુંબખર્ચના રટે જમાઉધાર આંકડા,
સદાય વેસ્ટ એન્ડ વૉચ પાસ આવતાં જતાં
સમય મિલાવતા, રખે જ કાળ થાય બેપતા;
 
અનેક ટાઇપિસ્ટ ગર્લ્સ, કારકુન,
એકસૂર જિંદગી સહ્યે જતાં જ સૂનમૂન,
લંચને સમે ઇવાન્સ ફ્રેઝરે લિયે લટાર,
જોઈ લે નવીન સ્લૅક્સ, ટાઈઝ, બે ઘડી ઊભાં રહી ટટાર;
 
કૈં મજૂર
જે હજી જીવી રહ્યા કહી  : ‘હજૂર, જી હજૂર!’,
એમને હજી ન કોઈએ કહ્યું  : ‘તમે સ્વતંત્ર!’,
છો અખંડ ચાલતું જ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનું યંત્ર;
 
કોઈ નાર (સર્વથી જુદી પડે જરાક)
બ્યૂક, ફૉર્ડમાં જ શોધતી સળંગ રાતનું ઘરાક,
પારકિંગના લખ્યા છ સ્પષ્ટ વાર,
ફૂટપાથ માત્ર ફેરવાય તે ’નુસાર;
 
કોઈ (હું સમો, ન હું?) કવિ
અનેક પાછલી સ્મરે, ન પંક્તિ એક પામતો નવી;
પડ્યા છ જૉઇસ, પ્રુસ્ત તો ન્યૂ બુક કંપની વિશે,
પરંતુ જિંદગી ન જીવવી સદાય શક્ય પુસ્તકો મિષે.
 
અહો, મનુષ્ય કેટકેટલાં – પદે પદે જણાય ચાલમાં સ્ખલન,
ન હોય સ્વપ્નમાં શું એમનું હલનચલન? –
સવારસાંજ આવતાં જતાં...
સવાલ સ્હેજ ચિત્તમાં રમે  :
‘અહો, બધાંય ક્યાં જતાં હશે જ આ સમે?’
તહીં જ પંથ, જેહ પાયનું ન ચિહ્ન એક ધારતો,
કહે  : ‘ધરા પરે જ ક્યાં હતાં?’
અનેક આલીશાન બેઉ કોર જે ઇમારતો
સમાધિભંગ સાધુ શી તરત્ તડૂકતી  : ‘ન’તાં, ન’તાં.’
ટણં ટણં પસાર થાય ટ્રામ આખરી, કશી ગતિ!
જરૂર ક્્હૈ શકાય ક્યાં જતી, કયા ડીપો પ્રતિ.
 
મનુષ્યનુંય તે રહસ્ય કૈંક તો હું જાણતો,
ન જોયું આંખથી પરંતુ અંતરે પ્રમાણતો
કે અસ્તમાન સૂર્ય (જેહનાં જ તો બધાં છ વરસો) હરી જતો  :
સમગ્ર એ સમૂહ સ્વપ્નલોકમાં સરી જતો,
સહસ્ર સૂર્યથી સદાય ભાસમાન
ભોંય જેહની છ આસમાન,
જ્યાં સદાય જાગૃતિ,
ન એક પાછલી સ્મૃતિ,
 
પ્રદેશ જે ન પારકો,
ન જ્યાં કશોય ભાર,
સ્વૈર જ્યાં વિહાર...
એમને પદે પદે ન આ પ્રકાશતા શું તારકો?
 
આસ્ફાલ્ટ રોડ,
સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.
</poem>
 
== કોલાબા પર સૂર્યાસ્ત ==
 
<poem>
કાફે રૉયલનાં હજીય ખખડે પ્યાલા રકાબી છરી
કાંટા કાનમહીં, હજીય રણકે મ્યૂઝિયમતણી ટ્રામના
ઘેરા ઘર્ઘર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના
આમંત્રે ફૂટપાથ પે અરવ ર્હૈ જે મંદ નારી સરી
એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની)
કેવી નાકમહીં હજીય ચચરે, ત્યારે વળી સંપથી
ઍપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયા કંપથી
ધ્રૂજે અંગ હજી, દૃગે રીગલની આંજી હજી રોશની;
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો,
જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો,
શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો,
રૂંધાતા શ્વસને, મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
આખાયે નભવિસ્તર્યા તિમિરનાં ર્હૌં દ્વારને ઠેલતો,
રે ત્યાં કોણ મને ‘હું’માં, મુજ જગે પાછો જ હડસેલતો?
</poem>
 
== ઍપોલો પર ચન્દ્રોદય ==
 
<poem>
ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો,
જોકે હ્યાં પથદીપ પાસ ભભકે ને ભીડ કૈં લોકની,
એથી મુક્ત, અલિપ્ત, ઊર્મિ ઉરમાં ના હર્ષ કે શોકની;
સામેની ક્ષિતિજે છૂપ્યા ખડક સૌ જાણે ન ધક્કેલતો
એવો પૂંઠળથી લહું પ્રગટતો ત્યાં ચન્દ્ર, કેવો લચે,
સર્જે શૂન્ય થકી શું સૃષ્ટિ નવલી; ને વાયુ ત્યાં ગેલતો,
કેવાં ચંચલ સૌ તરંગદલ; ને હ્યાં ચન્દ્ર જે રેલતો
તે આંદોલિત બિંબ પાય લગ શું સોપાનમાલા રચે,
જેને આશ્રય દૂર દૂર સરતો, ધીરે હું આરોહતો;
જોઉં પાછળ તાજ, તેજટપકું, ના નેત્રને આંજતો;
જાણે અંતિમ શ્વાસ મૃત્યુસમયે ત્યાં ગ્રીન્સનું જાઝ તો;
લાગે ચિત્રવિચિત્ર આજ લગ જે સૌની પરે મોહતો;
એનું વાસ્તવ સ્વપ્નલોક સરખું લાગે અને વિસ્મરું;
પાછો દેશવટા પછી નિજ ગૃહે, આ ચન્દ્રલોકે ફરું.
</poem>
 
 
==

Latest revision as of 00:37, 27 March 2024