ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/કાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} હરિયો રોજ નદીએ નહાવા જતો, અને પાછો આવતો ત્યારે રસ્તામાં જેલ આ...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કાન | મધુ રાય}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/db/BRIJESH_KAAN_revised.mp3
}}
<br>
કાન • મધુ રાય • ઑડિયો પઠન: બ્રિજેશ પંચાલ   
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
હરિયો રોજ નદીએ નહાવા જતો, અને પાછો આવતો ત્યારે રસ્તામાં જેલ આવતી અને બારીઓમાં કેદીઓને જોયા કરતો. નદીનું નામ હતું ઘી નદી. હરિયાના ગામમાં બે નદીઓ હતી: ઘી નદી અને તેલ નદી.
હરિયો રોજ નદીએ નહાવા જતો, અને પાછો આવતો ત્યારે રસ્તામાં જેલ આવતી અને બારીઓમાં કેદીઓને જોયા કરતો. નદીનું નામ હતું ઘી નદી. હરિયાના ગામમાં બે નદીઓ હતી: ઘી નદી અને તેલ નદી.
Line 30: Line 47:
હરિયાએ તાણ કરી પણ પૈસા ન લીધા તે ન જ લીધા. બગીચામાં ફરતો હતો તો બેત્રણ જણા હસીને ઊભા રહ્યા. હરિયો હવે તો કાનવાળી વાત સમજી ગયો હતો, એટલે એણે બેય જણ પાસે કાન વિશે ખૂબ વાતો કરી. હરિયાને થયું, ના, ના ક્યો ન ક્યો પણ કાનેય ગધેડીનો છે રૂપાળો, આપણો બાકી.

પણ હરિયાને રહી રહીને થાતું’તું કે આમ તો કેમ રહેવાય. નિશાળ ન મળે, નદી ન મળે, કેટલા દી રહેવાય. પણ સાહેબે કહ્યું, ‘હરિભાઈ, હવે તમને ખંભોરિયે નહીં ગમે.’ પણ હરિયો તો કહે કે મને ખંભારિયે જાવા દિયો તો જ હા, નકર ના.
પણ હરિયાને રહી રહીને થાતું’તું કે આમ તો કેમ રહેવાય. નિશાળ ન મળે, નદી ન મળે, કેટલા દી રહેવાય. પણ સાહેબે કહ્યું, ‘હરિભાઈ, હવે તમને ખંભારિયે નહીં ગમે.’ પણ હરિયો તો કહે કે મને ખંભારિયે જાવા દિયો તો જ હા, નકર ના.

ખંભારિયામાં હરિયાના ભાઈબંધ બધા ભણીને પાસ થઈ ગયા ને હરિયાને થયું કે આ ગધેડીનું ભણવાનું તો રહી ગયું. પણ પછી થયું, આ કાન આવો મજાનો છે, પછી ભણીનેય શું ઓટલા વારવાના છે. એને ભાઈબંધ રસ્તામાં મળી જતા પણ બધાંય કાંઈક આઘા થઈ ગયા લાગતા. કાને તે કરી છે ને કાંઈ, હરિયાને વારે વારે થઈ આવતું.

તે બસ, પછી તો હરિયાને ખંભારિયામાં મજાન પડી તે પાછો જામનગર આવ્યો. અને ત્યાંથી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા એમ કરતાં કરતાં મુંબઈ પહોંચી ગયો. મુંબઈમાં પણ ગામેગામની જેમ એના કાનના વખાણ સંભળાતા. હરિયો લિફ્ટ પાસે ઊભો રહેતો તો લોકો જગ્યા કરી આપતા, સિનેમા જોવા જતો તો ટિકિટ લઈ દેતા. ખાવા જતો તો ભાણું ખવરાવી દેતા, અને દરિયાકિનારે બેસતો તો, પાછળથી અવાજ સંભળાતા: ‘પેલા વાદળી ખમીસવાળા છે ને એ જ હરિશ્ચંદ્ર!’ ‘હા, જુઓને અહીં ક્યાંથી એમનો કાન બરાબર દેખાય છે. છે ને? જોયું ને? તો વળી કોઈ આવીને વાત કરતું, ઘરે બોલાવતું, અને કાનનાં વખાણ કરતું.
તે બસ, પછી તો હરિયાને ખંભારિયામાં મજા ન પડી તે પાછો જામનગર આવ્યો. અને ત્યાંથી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા એમ કરતાં કરતાં મુંબઈ પહોંચી ગયો. મુંબઈમાં પણ ગામેગામની જેમ એના કાનના વખાણ સંભળાતા. હરિયો લિફ્ટ પાસે ઊભો રહેતો તો લોકો જગ્યા કરી આપતા, સિનેમા જોવા જતો તો ટિકિટ લઈ દેતા. ખાવા જતો તો ભાણું ખવરાવી દેતા, અને દરિયાકિનારે બેસતો તો, પાછળથી અવાજ સંભળાતા: ‘પેલા વાદળી ખમીસવાળા છે ને એ જ હરિશ્ચંદ્ર!’ ‘હા, જુઓને અહીં ક્યાંથી એમનો કાન બરાબર દેખાય છે. છે ને? જોયું ને? તો વળી કોઈ આવીને વાત કરતું, ઘરે બોલાવતું, અને કાનનાં વખાણ કરતું.

અેક દિવસ હરિયો રેતીમાં બેઠો હતો, અને પલાંઠી વાળીને રેતીમાં પોતાનું નામ લખતો હતો, ત્યારે કૉલેજની બેત્રણ છોકરીઓનો પડછાયો પાછળથી દેખાતો. એમાંથી એક જણીએ ઘણીબધી ચોપડિયુંનો થોકડો ઉપાડ્યો હતો. હરિયાને થયું, દાફતર લેતી હોય તો શો વાંધો?
એક દિવસ હરિયો રેતીમાં બેઠો હતો, અને પલાંઠી વાળીને રેતીમાં પોતાનું નામ લખતો હતો, ત્યારે કૉલેજની બેત્રણ છોકરીઓનો પડછાયો પાછળથી દેખાતો. એમાંથી એક જણીએ ઘણીબધી ચોપડિયુંનો થોકડો ઉપાડ્યો હતો. હરિયાને થયું, દફતર લેતી હોય તો શો વાંધો?

છોકરીઓએ બીતાં બીતાં અને હસતાં હસતાં હરિયાને પૂછ્યું: ‘આપનું નામ હરિશ્ચંદ્ર… ખરું ને?’
છોકરીઓએ બીતાં બીતાં અને હસતાં હસતાં હરિયાને પૂછ્યું: ‘આપનું નામ હરિશ્ચંદ્ર… ખરું ને?’
Line 62: Line 79:
*
*

હરિયો કાનમાં માને છે, એ વાત કહ્યા પછી હવે હરિયાની ચિંતા થાય છે કે એણે જીવનની તમામ બાબતો કાન અંગે છોડી દીધી છે. હરિયો એટલે કાન, અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય એવો તાલ દુનિયા ગોઠવી રહી છે અને કનભાગી હરિયો એ વાત માનતો થઈ ગયો છે: હરિયો એટલે કાન અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય અને એમાં ને એમાં હરિયો વીંટળાઈ રહ્યો છે. ચિંતા થાય એટલે એવી ચિંતા થાય છે કે કાલ સવારે હરિયાને માલૂમ પડે કે દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે અને દુનિયાના બધા જણ પાસે નાનીમોટી ઘણીબધી ચીજો પડી છે ટકવા, ટકાવવા માટેની, જ્યારે હરિયા પાસે છે માત્ર એક કાન. અને એક જ નંગ કાન, પહેલાં જેવો હતો એવો ને એવો જ કાન, ત્યાં અટકી પડેલો કાન, અને જીવતો બંધ થઈ ગયેલો કાન. અને કાન વિનાનો હરિયો છે શૂન્ય. એટલે હરિયાનો અર્થ થાય જીવતો અટકી પડેલો કાન, જ્યારે દુનિયા એટલે પૂરપાટ દોડતી, વધતી જીવતી દુનિયા.
હરિયો કાનમાં માને છે, એ વાત કહ્યા પછી હવે હરિયાની ચિંતા થાય છે કે એણે જીવનની તમામ બાબતો કાન અંગે છોડી દીધી છે. હરિયો એટલે કાન, અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય એવો તાલ દુનિયા ગોઠવી રહી છે અને કમભાગી હરિયો એ વાત માનતો થઈ ગયો છે: હરિયો એટલે કાન અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય અને એમાં ને એમાં હરિયો વીંટળાઈ રહ્યો છે. ચિંતા થાય એટલે એવી ચિંતા થાય છે કે કાલ સવારે હરિયાને માલૂમ પડે કે દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે અને દુનિયાના બધા જણ પાસે નાનીમોટી ઘણીબધી ચીજો પડી છે ટકવા, ટકાવવા માટેની, જ્યારે હરિયા પાસે છે માત્ર એક કાન. અને એક જ નંગ કાન, પહેલાં જેવો હતો એવો ને એવો જ કાન, ત્યાં અટકી પડેલો કાન, અને જીવતો બંધ થઈ ગયેલો કાન. અને કાન વિનાનો હરિયો છે શૂન્ય. એટલે હરિયાનો અર્થ થાય જીવતો અટકી પડેલો કાન, જ્યારે દુનિયા એટલે પૂરપાટ દોડતી, વધતી જીવતી દુનિયા.

હરિયો કોઈ દિવસ ઊઠીને જાણશે કે આખો તાલ આવો થયો છે, ત્યારે કેટલો જીવ બાળશે, આજથી પાંચ, સાત, દસ કે બાર વર્ષ પછી?
હરિયો કોઈ દિવસ ઊઠીને જાણશે કે આખો તાલ આવો થયો છે, ત્યારે કેટલો જીવ બાળશે, આજથી પાંચ, સાત, દસ કે બાર વર્ષ પછી?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/ધારો કે –|ધારો કે –]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/ઊંટ|ઊંટ]]
}}

Latest revision as of 18:55, 3 April 2024

કાન

મધુ રાય

કાન • મધુ રાય • ઑડિયો પઠન: બ્રિજેશ પંચાલ

હરિયો રોજ નદીએ નહાવા જતો, અને પાછો આવતો ત્યારે રસ્તામાં જેલ આવતી અને બારીઓમાં કેદીઓને જોયા કરતો. નદીનું નામ હતું ઘી નદી. હરિયાના ગામમાં બે નદીઓ હતી: ઘી નદી અને તેલ નદી.

એક દિવસ નહાઈને હરિયો ઘરે આવતો હતો ત્યારે રંગમહેલ નિશાળ આગળ એક જણાએ એને ઊભો રાખ્યો: ‘અલ્યા ત્રંબકનો છોકરો ને?’ હરિયાએ હા પાડી: ‘હા કાકા.’ કાકાએ એને માથે હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા. હરિયાનો કાન લાલ થઈ આવ્યો. કાકાએ કહ્યું: ‘તારો કાન બહુ મજાનો છે, બેટા!’

હરિયાને હસવું આવ્યું, કાન મજાનો છે એ તો કાંઈ કહેવાની વાત છે? હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો.

હરિયો શિરાવા બેઠો હતો, અને કોઈએ બારણું ઠોક્યું. હરિયાની માએ એને એક પતાસું આપ્યું હતું. એને બટકું ભર્યું ત્યાં તો ઓસરીમાં બે જણ આવેલા દીઠા. બેય જણ હરિયાની માને મળ્યા, અને હસી હસીને વાત કરવા માંડ્યા, હરિભાઈ હરિભાઈ કહીને એની પાસે બેસી ગયા, ‘ચાલો તમને દાક્તરસાહેબ બોલાવે છે. તમારો કાન કેવો સરસ છે!’ હરિયો બાંડિયું પહેરીને દાક્તર પાસે ગયો. દાક્તર તો નામના દાક્તર હતા, અને મોટે ભાગે ગામના લોકોના સલાહકાર માનતા. દાક્તરે હરિયાને પાસે બેસાડ્યો, ‘તમારા કાન વિશે કાંઈ બોલો ને?’ હરિયાને થયું કે આ કાનનું શું છે? એણે કહ્યું: ‘મને કાનમાં તો કંઈ વાંધો નથી.’ બધા હસી પડ્યા. હરિયાને થયું, એમાં હસવાનું શું છે. હરિયાએ જોયું તો કાન તો બરાબર હતો. હરિયો પણ હસી પડ્યો. ‘તમને કાનની પ્રેરણા કઈ રીતે મળી?’ દાક્તર-સાહેબે આડીઅવળી વાતો કરો, ‘અહીં આવતા રહેજો, હરિભાઈ.’ અને હરિયાને થયું કે, આ થયું છે શું? ‘હરિભાઈ’ વળી શું? અને હરિભાઈ ગિરનારા કરીને એક કાકા બીજા ગામમાં હતા, એટલે હરિયાને ‘હરિભાઈ’ નામ બહુ ગમ્યું પણ નહીં. એણે કહ્યું : ‘મને હરિભાઈ કેમ કહો છો?’ તો બધા ફરીથી દાંત કાઢવા લાગ્યા. કોઈએ ભાવથી કહ્યું : ‘હરિભાઈનું આખું નામ તો હરિશ્ચંદ્ર ત્રંબકલાલ છે.’ કોઈએ વળી હરિયાનો કાન દેખાય એવી રીતે એના ફોટા પણ પાડ્યા, અને છાપામાં પણ હરિયાના કાનનાં વખાણવાળા ફોટા પણ છપાયા. હરિયાએ અરીસામાં જોયું. આ વળી કાનનું શું છે?

રંગમોલ નિશાળમાં એક નવો છોકરો ભણવા આવ્યો હતો અને એના બાપુજી નિશાળમાં આવીને ગંજીફરાક મફત ઇનામમાં વહેંચતા હતા. હેડમાસ્તરે હરિયાને બોલાવીને બેસાડ્યો, હરિયો ભારમાં મોઢું રાખીને બેઠો. હરિયાની ઓળખાણ કરાવી. ગંજીફરાક હરિયાના હાથે વહેંચાય એવું નક્કી થયું. હરિયાને થયું, આય વળી નવું!

નિશાળની બહાર, ખારી-મમરાવાળા બેસતા, અને હરિયાને વાપરવા માટે રોજ બે પૈસા મળતા. હરિયો કોક વાર બે દિવસનો ભેગો એક આનો વાપરતો અને બીજે દિવસે હડી કાઢીને ઘેર જઈને ખાઈ લેતો. હરિયાને બપોરે બહુ ભૂખ લાગતી. એક દિવસ એક આનાના મમરા લીધા તે બહુ તીખા લાગ્યા. એણે મમરાવાળાને કહ્યું: ‘ધનજીભાઈ, મમરા બહુ તીખા છે.’ ધનજીભાઈએ કહ્યું : ‘અટાણ સુધી તો કોઈની રાડ નથી આવી. તારી આ પહેલી રાડ છે.’ પણ ત્યાં ધનજીભાઈએ એનો કાન જોઈ લીધો અને ભાવથી બીજા એક આનાના મોળા મમરા મફત કરી આપ્યા, હરિયાએ તીખા પાછા દઈ દીધા. ભારી કામ થઈ ગયું ગધેડીનું… હરિયો રાજી થઈ ગયો.

મલક આખું હરિયાના કાનની વાત કરતું. અને હરિયાને ખબર પડતી નહીં કે બધાને છે એવો કાન મને છે. એમાં બધા આટલું બધું મોણ કેમ નાખે છે? બધા ઘરે આવીને માની પાસે પોતાનાં છોકરાંવની રાવ ખાતા અને હરિયાનાં વખાણ કરતાં; હરિયાના નહિ, હરિયાના કાનના.

હરિયાના મામા હરિયાને જામનગર તેડી ગયા. મામી બાજરીમાં ધનેડાં ચડી ગયાં હતાં તે વીણતાં હતાં. હરિયાને જોઈને ઊભાં થઈ તેને ભેટી પડ્યાં, ‘આવ મારા દીકરા, આવ. જોઉં વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો!’

કોઈ મોટા સાહેબને મળવા જવાનું હતું. જામનગરમાં. તે મામા હરિયાને નવડાવીને લઈ ગયા. સાહેબે હરિયાનો કાન જોયો, એણે ખૂબ વખાણ કર્યાં. આપણા ગામમાં એવો સરસ કાન છે, કેટલું સરસ કહેવાય. હરિયાને થયું, ઠીક ભાય, સરસ કહેવાય.

સાહેબે હરિયાને એમને ઘેર જ રાખી લીધો. સાહેબ હરિયાના કાનને રોજ સુગંધી પાણીથી ધોવડાવતા. વાળંદ પાસે મેલ કઢાવતા, કાનની પાસે મોવાળા પથરાવીને શણગાર કરાવતા. અને એમ ને એમ હરિયાને બેસાડી રાખતા. પછી બેત્રણ દિવસ પછી કાનમાં અત્તરનાં પૂમડાં મુકાવા માંડ્યાં, અને પછી સોનીને બોલાવી એમાં વીંધ કરાવી સાચા સોનામાં સાચા પોખરાજ જડાવીને પહેરાવવાનું શરૂ કર્યું. તે રોજ નવાનવા હીરા પહેરાવતા. એક દિવસ હરિયાને થયું કે હવે અહીંયાં નથી રહેવું. એણે સાહેબને વાત કરી. સાહેબે એને કહ્યું: ‘જ્યાં ફાવે ત્યાં ફરો, એમાં શું!’ અને હરિયો ફાવે ત્યાં ફરવા લાગ્યો. ભાડાની સાઇકલ લેવા ગયો તો સાઇકલવાળાએ એને મફત ફેરવવા દીધી.

હરિયાએ તાણ કરી પણ પૈસા ન લીધા તે ન જ લીધા. બગીચામાં ફરતો હતો તો બેત્રણ જણા હસીને ઊભા રહ્યા. હરિયો હવે તો કાનવાળી વાત સમજી ગયો હતો, એટલે એણે બેય જણ પાસે કાન વિશે ખૂબ વાતો કરી. હરિયાને થયું, ના, ના ક્યો ન ક્યો પણ કાનેય ગધેડીનો છે રૂપાળો, આપણો બાકી.

પણ હરિયાને રહી રહીને થાતું’તું કે આમ તો કેમ રહેવાય. નિશાળ ન મળે, નદી ન મળે, કેટલા દી રહેવાય. પણ સાહેબે કહ્યું, ‘હરિભાઈ, હવે તમને ખંભારિયે નહીં ગમે.’ પણ હરિયો તો કહે કે મને ખંભારિયે જાવા દિયો તો જ હા, નકર ના.

ખંભારિયામાં હરિયાના ભાઈબંધ બધા ભણીને પાસ થઈ ગયા ને હરિયાને થયું કે આ ગધેડીનું ભણવાનું તો રહી ગયું. પણ પછી થયું, આ કાન આવો મજાનો છે, પછી ભણીનેય શું ઓટલા વારવાના છે. એને ભાઈબંધ રસ્તામાં મળી જતા પણ બધાંય કાંઈક આઘા થઈ ગયા લાગતા. કાને તે કરી છે ને કાંઈ, હરિયાને વારે વારે થઈ આવતું.

તે બસ, પછી તો હરિયાને ખંભારિયામાં મજા ન પડી તે પાછો જામનગર આવ્યો. અને ત્યાંથી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા એમ કરતાં કરતાં મુંબઈ પહોંચી ગયો. મુંબઈમાં પણ ગામેગામની જેમ એના કાનના વખાણ સંભળાતા. હરિયો લિફ્ટ પાસે ઊભો રહેતો તો લોકો જગ્યા કરી આપતા, સિનેમા જોવા જતો તો ટિકિટ લઈ દેતા. ખાવા જતો તો ભાણું ખવરાવી દેતા, અને દરિયાકિનારે બેસતો તો, પાછળથી અવાજ સંભળાતા: ‘પેલા વાદળી ખમીસવાળા છે ને એ જ હરિશ્ચંદ્ર!’ ‘હા, જુઓને અહીં ક્યાંથી એમનો કાન બરાબર દેખાય છે. છે ને? જોયું ને? તો વળી કોઈ આવીને વાત કરતું, ઘરે બોલાવતું, અને કાનનાં વખાણ કરતું.

એક દિવસ હરિયો રેતીમાં બેઠો હતો, અને પલાંઠી વાળીને રેતીમાં પોતાનું નામ લખતો હતો, ત્યારે કૉલેજની બેત્રણ છોકરીઓનો પડછાયો પાછળથી દેખાતો. એમાંથી એક જણીએ ઘણીબધી ચોપડિયુંનો થોકડો ઉપાડ્યો હતો. હરિયાને થયું, દફતર લેતી હોય તો શો વાંધો?

છોકરીઓએ બીતાં બીતાં અને હસતાં હસતાં હરિયાને પૂછ્યું: ‘આપનું નામ હરિશ્ચંદ્ર… ખરું ને?’

બીજી છોકરી ખિલખિલ કરતી બોલી, ‘આપનો કાન જોઈને લાગ્યું તો ખરું, એટલે પાસે આવ્યાં અને રેતીમાં લખેલું જોયું એટલે કન્ફર્મ થઈ ગયું!’

બધી છોકરીઓ હસી પડી. હરિયાએ મનમાં કહ્યું કે ભારી. તમારું ‘કનફમ’ થઈ ગયું. પછી એણે કહ્યું, ‘હા જી, બોલો કાંઈ કામકાજ?’ છોકરીઓ એકબીજીને ધક્કા મારવા માંડી. એકે વળી કહ્યું, ‘બોલ ને શાર્દૂલા, શરમાય છે કેમ? પૂછો હરિશ્ચંદ્રસાહેબ.’

હરિયાએ કહ્યું: ‘શું પૂછું?’ મનમાં કહ્યું, આ શારદૂલાય વળી છોકરિયુંનાં નામ આવે છે? બધી ભાયડાંવનાં કપડાં પે’રીને ફરે છે, અને પાછી શરમાય છે.’ શારદૂલાએ હેં હેં હેં કરતાં કહ્યું, ‘એવું છે ને કે મારા એક પ્રોફેસર છે ને, તેમણે મને કહ્યું હતું કે, તમારો કાન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.’

હરિયાએ કહ્યું, ‘હા અ અ અ?’ ‘હું રોજ કાન શણગારું છું. કહેતી કેમ નથી કે કાન જોઈ આપો, આપનો અભિપ્રાય આપો, કાંઈ સૂચન આપો.’ અને બધી પાછી હવામાં ઝાડ હાલે એમ વાંકી વળી વળી હસવા લાગી. શાર્દૂલાએ કાન બતાવ્યો. હરિયાએ ભારમાં મોં રાખીને કહ્યું, ‘સારો છે કાન, સાચો છે! એમાં સિન્સિયારિટી છે.’ શાર્દૂલાએ કહ્યું, ‘હું છું ને તે તમારો ફોટો મારા લખવાના ટેબલની ઉપર રાખું છું.’

હરિયાએ મનમાં કહ્યું, કરો વાત! જોરથી કહ્યું, ‘કરો, મહેનત કરો, આ તો મોટી સાધના છે, જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો.’

ત્રણે છોકરિયું પોરસાતી પોરસાતી વહી ગઈ. આમ કહેતી: ‘તમારા કાનના અમે ચાહક છીએ. જ્યારે જ્યારે તમારા કાન વિશે કાંઈ આવે છે ત્યારે અમે રસપૂર્વક વાંચીએ છીએ.’

પછી તો હરિયો કાન મારફત જ ઓળખાવા લાગ્યો. એને દીઠે ઓળખનારા લોકો સિવાય એની ઓળખાણ થતી ત્યારે કહેવાતું: પેલા કાન વિશે તમે નથી સાંભળ્યું? એ જ આ ભાઈ, કાનવાળા પ્રખ્યાત કર્ણવિદ.

એટલે કર્ણવિદ જ્યારે જ્યારે શિયાળામાં કાનટોપી પહેરીને નીકળતા ત્યારે વળી ઠેબે દેવાતા. હરિયાને કાન તો અદ્ભુત મળ્યો હતો, પણ લોકો એક જ કાનની વાત કરતા. જાણે એને બીજો કાન જ ન હોય. હરિયાને બીજો કાન પણ હતો. અને બેય કાન મળીને હરિયાના બે કાન બનતા, હરિયાને હરિયો બનાવતા અને માણસની હારમાં મૂકતા.

કાનના વખાણનારા જાણે પહેલેથી કલ્પી લેતા કે, હરિયો માણસ નથી, માત્ર આપણા પ્રખ્યાત કર્ણવિદ છે. હરિયાને પહેલાં એનું હસવું આવતું, અને પછી બીક લાગવા માંડતી, એક જ કાન મારો? મારે બીજો કાન નહીં રાખવાનો? બીજા કાનની ગંધની વાત આવતાં જ લોકો બદલાઈ જતા. એમના મોઢામાં એક પાલી મગ ભરાઈ જતા. હરિયાને થતું કે એક કાનમાં એવું તે શું છે, અને એક કાન કોને ખબર સારો છે એટલે બીજા કાનનો ગુનો શો છે. અને દુનિયાનું વાજું એ રીતે ચાલતું હતું. અને હરિયાનું જીવન કાનના સહારે ગબડી રહ્યું હતું, અને આખરે હરિયો કાન ઉપર હસતો બંધ થયો હતો, કાનના જોરે જીવી શકાય કે કેમ એનો વિચાર કરતો હતો, અને પોતે ખુદ કાનના મહાત્મ્યમાં માનતો થઈ ગયો હતો. હરિયો હજી કાનમાં માને છે.