ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ખુલાસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 18: Line 18:
We will do our own thing. અમે તો અમારી ચીજ કરવાના. આ કાવતરું ઘડ્યું છે મેં, મારી પત્નીએ, અને એક જિદ્દી નાના સૂરજમુખીએ.
We will do our own thing. અમે તો અમારી ચીજ કરવાના. આ કાવતરું ઘડ્યું છે મેં, મારી પત્નીએ, અને એક જિદ્દી નાના સૂરજમુખીએ.
</poem>

</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/dc/Udayan_Thakkar_kulaso.mp3

ખુલાસો • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 22:55, 3 May 2024

ખુલાસો

હું કવિતા લખી શકું છું. એનું કારણ એ કે મારી પત્ની સ્વેટર ગૂંથે છે અને બીજું કારણ કે મારી બાલ્કનીમાં એક આખાબોલું સૂરજમુખી છે.

જરા ફોડ પાડીને સમજાવું. હવે થયું એવું કે સવારે હું બાલ્કનીમાં દાતણ કરતો હતો. એવામાં કુંડામાંથી એક સૂરજમુખી ઉઘડવા લાગ્યું. પહેલાં તો એ સૂનમૂન બેસી રહ્યું. પછી સૂરજ જોઈને હેરત પામ્યું. રોમાંચ થતો હોય એમ એણે નેત્રો ઢાળ્યાં. વળી પાછું તીરછી, શરમાળ આંખે સૂરજને જોવા લાગ્યું. એની આ બધી ચેષ્ટાઓ અટકાવીને હું બોલ્યો, ‘બહેન, હવે બસ કર. આ ઘરડો સૂર્ય દસ કોટિ વર્ષથી આમ જ ઊગે છે અને આથમે છે. લાખો સૂરજમુખી એને રોજેરોજ જુએ છે. માટે પ્લીઝ, પ્રેમઘેલી ન થા. આમ વ્યાકુળ થવું, તાક્યા કરવું, આ બધું હાસ્યાસ્પદ છે.’ સૂરજમુખી મને ઠપકાભર્યા અવાજથી કહેવા લાગ્યું. ‘વડીલ, મને નાદાન વયની જાણીને મારો નાજાયિઝ ફાયદો ન ઉઠાવો. સૂરજ તો આજે જ, મારી આંખ સામે જ, જન્મ્યો છે.’ આટલું કહીને એણે સૂરજ સામે મરમીલું હસી લીધું.

બાજુમાં બેઠેલી પત્નીએ, સૂરજમુખી સાથેનો મારો વાર્તાલાપ સાંભળ્યો નહીં. આજકાલ એ ખૂબ વ્યસ્ત રહે છે. હું બોલ્યો, ‘હજી તો સૂરજ ઊગ્યો ન ઊગ્યો, ને તારી ગૂંથવાની ડ્યુટી ચાલુ થઈ ગઈ.... કેટલો ઢસરડો કરે છે તું! દરરોજ છ-છ કલાક ગૂંથીને તારાં આંગળાં અંગૂઠાં જેવાં થઈ જશે! અને હે ભગવાન, આનો કોઈ અર્થ ખરો? જોઈએ તેટલાં ખુબસૂરત ઊની સ્વેટરો બજારમાં મળે છે. કિફાયત ભાવ અને ગૅરંટી મળે તે નફામાં.’ તેણે આંગળીઓ સ્થિર કરી અને હળવેથી પોતાની ચમકદાર આંખો ઊંચી કરી. સ્વેટર બતાવતાં બોલી, ‘જો તો... આ કેટલું સુંવાળું અને વહાલું લાગે છે. અને હા, થોડું ઊન વધ્યુંં પણ છે. હવે હું પગમોજાં પણ ગૂંથી શકીશ – ટચૂકડાં, ટચૂકડાં.’

દશ કોટિ કવિતાઓ ઊગી ચૂકી છે અને આથમી ચૂકી છે. કહેવા જેવી સર્વ વસ્તુઓ કહેવાઈ ચૂકી છે. પણ એ મારા વડે કહેવાઈ નથી.

સુંદરમાં સુંદર કવિતાઓ બજારમાં ઉપલબ્ધ છે, પણ એને મેં ગૂંથી નથી.

હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે. મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું. માટે હજી એક વધારે કવિતા, સામાન્ય અને બિનજરૂરી કવિતા, લખાશે.

We will do our own thing. અમે તો અમારી ચીજ કરવાના. આ કાવતરું ઘડ્યું છે મેં, મારી પત્નીએ, અને એક જિદ્દી નાના સૂરજમુખીએ.

ખુલાસો • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ