કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ધોખો કોનો કરું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:06, 31 May 2024


૧૧. ધોખો કોનો કરું

ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું? એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા, ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

જુગતે ખોલ્યાં ને જતને જાળવ્યાં હો જી, એ જી એ મારાં બિડાતાં દશેન્દ્રિયોનાં દ્વાર રે મનવા, ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

મારો રે માનીને એને સાંચવ્યો હો જી, એ જી એ એક દિન ચાલ્યો જાશે ચેતના અંબાર રે મનવા, ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

સરજી ધકેલી દીધો સ્હેજમાં હો જી, એ જી એ મારો છુપાઈ ગયો સરજનહાર રે મનવા, ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

કોણ રે કોનું, કોઈને શી પડી હો જી? એ જી એ સહુને સહુની લાગી રે લગાતાર રે મનવા, ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

ડંખ રે ધોખાના દિલને લાગિયા હો જી, એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા, ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

(રામરસ, પૃ. ૩૫)