અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)}} | {{Right|(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
== કાવ્યસંગીત: == | == કાવ્યસંગીત: == |
Revision as of 17:21, 8 July 2021
મંગલ મન્દિર ખોલો
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો,
દયામય!
મંગલ મન્દિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)
કાવ્યસંગીત:
નરસિંહરાવ દિવેટિયા • મંગલ મન્દિર ખોલો • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ