હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Revision as of 09:43, 29 June 2024
વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે
એ તો જળમય છે સ્વયમ જે મને તરસ્યો રાખે.
ન લખે શબ્દ કે એ દોરે નહીં ચુપકીદી
કોરો રાખે મને હર હાલમાં કોરો રાખે.
ન મને વાળે કે વળવા દે એ રેખાઓમાં
રાખે પણ રંગમાં ક્યારેક તો આછો રાખે.
મારી આંખોમાં ઉદાસી બધી એણે આંજી
મારા સપનામાં મને જે સદા હસતો રાખે.
ન વીતી કે ન વીતે રાત શિયાળુ મારી
એની મુઠ્ઠીમાં એ હેમંતનો તડકો રાખે.