હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:02, 29 June 2024



મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે
ભરબપોરે સાત રંગોમાં સજાવી લઈ જશે.

અંધકારે આ અટકવું આ ભટકવું ડગ ડગર
ઝળહળીને ખુદ મને એ ઝગમગાવી લઈ જશે.

સ્થિરપણે એકીટશે એને સતત જોયા કરું
એ મને જોશે ને આંખો પટપટાવી લઈ જશે.

પાંખડી પર ઝીલી લેશે ઝીણી ઝાકળમાં મને
એ મને ઝરમરમાં પાંપણ પર ઉઠાવી લઈ જશે.

ફીણ થઈને એ છવાશે મારી માટી પર પ્રથમ
ને પછી મોજામાં આવીને વહાવી લઈ જશે.

શબ્દ પણ મારા બધા એના ને મારું મૌન પણ
લઈ જશે મારી ગઝલ પણ ગુનગુનાવી લઈ જશે.