હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Revision as of 15:22, 29 June 2024



ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો
ફૂટપાથ ભાંગી તૂટલી એની ગલીમાં જો

એની ગલીમાં એ ન હો ત્યારે તો જોઈ લે
મેલી થયેલી ભીંત ને ફાટેલાં પોસ્ટરો

આમે ય ક્યાં ટપકતું'તું એની ગલીમાં મધ
આ તો ઊગી ગયો છે વચોવચ્ચ લીમડો

એની ગલીમાં કોને મળ્યું શું કે કંઈ મળે
બોણી કર્યા વિના જ ગયો પાછો ફેરિયો

હેમંત શું તું એની ગલીમાં ઊભો છે આમ
શું માની બેઠો કે અહીં દાટ્યો છે લાડવો