હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:35, 29 June 2024



એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે
એ પણ જ્યારે આવે ત્યારે ઠુમ્મક ઠુમ્મક આવે *

મારી આંખે પણ થોડું નભ ઊઘડી ઊઘડી પડતું
જેવું નભ ઊઘડી પડતું કે એ પાંખો ફેલાવે

હું પણ એને સ્પર્શું શીતળ સ્મરણોમાં વૈશાખે
વાદળની છાયામાં એ પણ ગુપચુપ સરકી આવે

કૂણો તડકો એનો પણ હળવેથી ચૂંટી ખણતો
મારું પણ અંધારું એને છાનુંછપ મલકાવે

ઉપવન ઉપવન વેલવળાંકે એ સાથેનાં સાથે
મારા રણમાં પણ એ ઢૂવા જેવું ઊપસી આવે

* સૂચિત