હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
ન વીતી કે ન વીતે રાત શિયાળુ મારી | ન વીતી કે ન વીતે રાત શિયાળુ મારી | ||
એની મુઠ્ઠીમાં એ હેમંતનો તડકો રાખે. | એની મુઠ્ઠીમાં એ હેમંતનો તડકો રાખે. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:38, 7 July 2024
વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે
એ તો જળમય છે સ્વયમ જે મને તરસ્યો રાખે.
ન લખે શબ્દ કે એ દોરે નહીં ચુપકીદી
કોરો રાખે મને હર હાલમાં કોરો રાખે.
ન મને વાળે કે વળવા દે એ રેખાઓમાં
રાખે પણ રંગમાં ક્યારેક તો આછો રાખે.
મારી આંખોમાં ઉદાસી બધી એણે આંજી
મારા સપનામાં મને જે સદા હસતો રાખે.
ન વીતી કે ન વીતે રાત શિયાળુ મારી
એની મુઠ્ઠીમાં એ હેમંતનો તડકો રાખે.
છંદવિધાન
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા