હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/હું નીરવનો પટ અહીં એ મને ઉથાપશે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
એ હવાની લહેરખી હું પરણનું ઝૂલવું | એ હવાની લહેરખી હું પરણનું ઝૂલવું | ||
આવશે ને પાસથી હળવે એ વિદા થશે. | આવશે ને પાસથી હળવે એ વિદા થશે. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગા લગાલગા ગાલગા લગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:40, 7 July 2024
હું નીરવનો પટ અહીં એ મને ઉથાપશે
એ તો વહેણ ઢાળનાં સાથ ખળખળાવશે.
એ પવનની આંગળી હું લખાણ રેત પર
લખશે મન મુજબ મને મન મુજબ મિટાવશે.
ધૂપછાંવ સમ અલપ એ મને સ્મરે ઝલપ
હમણાં યાદ કરશે એ હમણાં એ વિસારશે.
ગોરી પાની રાખશે ત્યાં લગી હું નીકમાં
પાળ તોડી એ મને અબઘડી પ્રસારશે.
એ હવાની લહેરખી હું પરણનું ઝૂલવું
આવશે ને પાસથી હળવે એ વિદા થશે.
છંદવિધાન
ગાલગા લગાલગા ગાલગા લગાલગા