હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચુપ કદી તો કદી મુખર લાગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:


'''છંદવિધાન'''
'''છંદવિધાન'''
ગાલગાગા લગાલગા લલગા/ગાગા
ગાલગાગા/લલગાગા લગાલગા ગાગા/લલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 07:37, 7 July 2024



ચુપ કદી તો કદી મુખર લાગે
એ સદા કર્ણપટ ઉપર લાગે.

એનાં ચંચળ વિલસતાં રૂપ અનુપ
ચિત્રમાં એના એ અવર લાગે.

એનું વાતાવરણ સમું હોવું
મારાં સહુ સ્થળ સદા સભર લાગે.

ભળવું પગરવમાં એના પગરવનું
લાગે સાથે ડગર ડગર લાગે.

આંખો ઊઘડે તો સામે એ દેખાય
બંધ આંખોમાં એનું ઘર લાગે.

છંદવિધાન
ગાલગાગા/લલગાગા લગાલગા ગાગા/લલગા