હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું  
જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું  
એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ
એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ
'''છંદવિધાન'''
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 08:15, 7 July 2024

એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ
એ નિખાર મેઘધનુનો પણ એ હવાના રંગની ભાત પણ

હું ય આગિયાની ઝબક વિશે હું ય ઓસબુંદમાં ઝગમગું
ઢળે એની આંખમાં રાત પણ લસે એની આંખે પ્રભાત પણ

એ તો ભરતીઓટમાં હલચલે અને સ્થિર મોતીની છીપમાં
એ ઝળાંઝળાં છે લહર લહર એ ચમક દમક છે અજાત પણ

વળી પથ્થરોમાં એ ઝાંખરે વળી પળ કૂંપળમાં એ વાયરે
એ બીડેલી આંખમાં મૌન છે એ ઊઘડતા હોઠમાં વાત પણ

જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું
એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ

છંદવિધાન
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા