હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
અશેકશે ભલે નીરવ હલે ચલે કે નહીં  
અશેકશે ભલે નીરવ હલે ચલે કે નહીં  
શબદ જે સાચવી રાખ્યો છે તે એ બોલ્યો છે
શબદ જે સાચવી રાખ્યો છે તે એ બોલ્યો છે
'''છંદવિધાન'''
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 09:10, 7 July 2024



બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે
જવાનો હોય નહીં ક્યાંય એમ ઊભો છે

એ ધ્યાન રાખે કે શ્વાસો ન ખાય ગડથોલાં
ખબર છે એને કે આગળ હવામાં ખાડો છે

એ જેમતેમ કરી કાપે છે કપિલ દિવસો
નજરમાં શ્વેત બરોબર હજી ય આખ્ખો છે

પડેલાં પાનમાં એ છો થતો રહે આપીત
ફૂટી નીકળતી કૂંપળમાં ધરાર લીલો છે

અશેકશે ભલે નીરવ હલે ચલે કે નહીં
શબદ જે સાચવી રાખ્યો છે તે એ બોલ્યો છે

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા