હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
હેમંત શું તું એની ગલીમાં ઊભો છે આમ | હેમંત શું તું એની ગલીમાં ઊભો છે આમ | ||
શું માની બેઠો કે અહીં દાટ્યો છે લાડવો | શું માની બેઠો કે અહીં દાટ્યો છે લાડવો | ||
'''છંદવિધાન''' | |||
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 09:14, 7 July 2024
ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો
ફૂટપાથ ભાંગી તૂટલી એની ગલીમાં જો
એની ગલીમાં એ ન હો ત્યારે તો જોઈ લે
મેલી થયેલી ભીંત ને ફાટેલાં પોસ્ટરો
આમે ય ક્યાં ટપકતું'તું એની ગલીમાં મધ
આ તો ઊગી ગયો છે વચોવચ્ચ લીમડો
એની ગલીમાં કોને મળ્યું શું કે કંઈ મળે
બોણી કર્યા વિના જ ગયો પાછો ફેરિયો
હેમંત શું તું એની ગલીમાં ઊભો છે આમ
શું માની બેઠો કે અહીં દાટ્યો છે લાડવો
છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા