ગુજરાતી અંગત નિબંધો/પરોઢ, નગર અને હું⁠: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૩
પરોઢ, નગર અને હું -- ચન્દ્રકાન્ત શેઠ  |}}
{{Heading|૧૩
પરોઢ, નગર અને હું -- ચન્દ્રકાન્ત શેઠ  |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/07/PRIYANKA_PARODH_NAGAR.mp3

ગુજરાતી અંગત નિબંધો • પરોઢ, નગર અને હું – ચન્દ્રકાન્ત શેઠ • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી

{{Poem2Open}}
{{Poem2Open}}
એક વહેલી સવારે આંખ ખૂલી ગઈ. ભૂરા ઉજાશમાં આ ચિરપરિચિત નગર કોઈ ગાંધર્વનગર જેવું લાગતું હતું. જે રસ્તા પર ચાલતાં મેં થાક ને કંટાળો જ અનુભવ્યો હતો એ રસ્તા પર પગલી માંડવાનું મને મન થયું. આ જ વખતે મને મારા વતનના ગામડાનો ધૂળિયો રસ્તો યાદ આવી ગયો. વહેલી સવારે ઊઠી હું ને મારા મિત્રો જ્યારે નિશાળે જવા નીકળતા ત્યારે પવને વાળેલા રસ્તાની મખમલિયા ધૂળમાં કાગડાઓની લીલાગતિએ રચેલી લયબદ્ધ ભાત જોવા મળતી અને અમે પણ અમારાં પગલાંની અવનવી ભાત રચવાની કાક-રમત માંડી બેસતા. પણ આ તો ડામરનો રસ્તો હતો. મને થયું, આ રસ્તા પરથી ડામર કાઢી નાખીએ તો કેમ? ધૂળ ને ઘાસ વિના પગનાં તળિયાંને અડવુંઅડવું લાગતું નથી?
એક વહેલી સવારે આંખ ખૂલી ગઈ. ભૂરા ઉજાશમાં આ ચિરપરિચિત નગર કોઈ ગાંધર્વનગર જેવું લાગતું હતું. જે રસ્તા પર ચાલતાં મેં થાક ને કંટાળો જ અનુભવ્યો હતો એ રસ્તા પર પગલી માંડવાનું મને મન થયું. આ જ વખતે મને મારા વતનના ગામડાનો ધૂળિયો રસ્તો યાદ આવી ગયો. વહેલી સવારે ઊઠી હું ને મારા મિત્રો જ્યારે નિશાળે જવા નીકળતા ત્યારે પવને વાળેલા રસ્તાની મખમલિયા ધૂળમાં કાગડાઓની લીલાગતિએ રચેલી લયબદ્ધ ભાત જોવા મળતી અને અમે પણ અમારાં પગલાંની અવનવી ભાત રચવાની કાક-રમત માંડી બેસતા. પણ આ તો ડામરનો રસ્તો હતો. મને થયું, આ રસ્તા પરથી ડામર કાઢી નાખીએ તો કેમ? ધૂળ ને ઘાસ વિના પગનાં તળિયાંને અડવુંઅડવું લાગતું નથી?
Line 13: Line 28:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = દાદા⁠
|previous = દાદા
|next = એકલું લાગે છે
|next = એકલું લાગે છે

Latest revision as of 20:35, 7 September 2024

૧૩
પરોઢ, નગર અને હું -- ચન્દ્રકાન્ત શેઠ

ગુજરાતી અંગત નિબંધો • પરોઢ, નગર અને હું – ચન્દ્રકાન્ત શેઠ • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી

એક વહેલી સવારે આંખ ખૂલી ગઈ. ભૂરા ઉજાશમાં આ ચિરપરિચિત નગર કોઈ ગાંધર્વનગર જેવું લાગતું હતું. જે રસ્તા પર ચાલતાં મેં થાક ને કંટાળો જ અનુભવ્યો હતો એ રસ્તા પર પગલી માંડવાનું મને મન થયું. આ જ વખતે મને મારા વતનના ગામડાનો ધૂળિયો રસ્તો યાદ આવી ગયો. વહેલી સવારે ઊઠી હું ને મારા મિત્રો જ્યારે નિશાળે જવા નીકળતા ત્યારે પવને વાળેલા રસ્તાની મખમલિયા ધૂળમાં કાગડાઓની લીલાગતિએ રચેલી લયબદ્ધ ભાત જોવા મળતી અને અમે પણ અમારાં પગલાંની અવનવી ભાત રચવાની કાક-રમત માંડી બેસતા. પણ આ તો ડામરનો રસ્તો હતો. મને થયું, આ રસ્તા પરથી ડામર કાઢી નાખીએ તો કેમ? ધૂળ ને ઘાસ વિના પગનાં તળિયાંને અડવુંઅડવું લાગતું નથી? મારી પાસે સાઇકલ છે ને આવા લીલા કાચ જેવા રસ્તા પર સાઇકલ પર નીકળવું એ પણ લહાવો છે... મને ડામરનો રસ્તો બનાવવાનું જેને સૂઝ્યું તેને ધન્યવાદ આપવાનું મન થયું. આમ છતાં રોજ સાઇકલ ફેરવવાનોય કંટાળો હોયછે. આ ભળભાંખળામાં ખુલ્લા પગે જ નીકળવું જોઈએ. મેં હળવેથી ઘરનું બારણું ઉઘાડ્યું, હાથમાં લાકડી લીધી ને રસ્તા પર નીકળી પડ્યો... બસ! આવું ભળભાંખળું પાંચછ કલાક સુધી રહે તો કેવું! ઘડિયાળોના કાંટા થંભી જાય, સૂરજ ક્ષિતિજની દીવાલની પેલી બાજુ સરકસના સિંહની જેમ આંટા મારતો જ રહે, તારાઓના ડિમલાઇટમાં સરોવરના હળવા તરંગો કાંઠે બંધાયેલી હોડી સાથે મીઠી ગુજગોષ્ઠિ કરતા રહે, પેલા ખંડેરની તૂટેલી દીવાલમાં કબૂતરો આંખ મીંચી એક પગે ઊભાં રહી નિદ્રાની મીઠાશ મૂંગાંમૂંગાં ગળામાં ઘૂંટ્યા કરે, પારિજાતની મીઠી મહેકમાં નશાબાજની જેમ લહેરખી પડી રહે અને બારીના પડદા આડે કોઈ પુરુષના બાહુપાશમાં પૂનમનો ચાંદો છૂટા કેશપાશ આડે નિદ્રામાં હસતો રહે, કાળુડી કૂતરીની સોડમાં રૂના પોલ જેવાં સફેદ ગલૂડિયાં ટચૂકડી આંખો મીંચી સર્જનની માધુરીથી વાતાવરણના નમ્ર ચહેરા પર સ્તન્યની શ્વેત સ્મિતરેખા લહેરાવ્યા કરે અને ક્યાંક તંબૂરના તાર પર ભક્તનું હૃદય રણકતું-ઝણકતું પરમાત્માની નિગૂઢ પ્રસાદીને શાંત યમુનાજલમાં સરતા કોઈ દીપના ઉજાશ જેમ પરોઢના ઊઘડતા અવકાશમાં પ્રસરાવી રહે – ને એ બધાંનો આસ્વાદ માણતું મારું હૃદય ઘૃતદીપના ઉજાશમાં પમરતું બધે વ્યાપી રહે... પણ મિલની વ્હિસલ વાગે છે! સાચે જ આ રમણીય અનુભવ છે? સ્વપ્નોની શરાબી પ્યાલીમાં આ વ્હિસલના અવાજથી જે તરડ પડે છે એ પણ રમણીય છે. મારરા ગામડાના રસ્તે વહેલી સવારે ખેતરની રેલમછેલ થતી શાંત લીલાશમાં પ્રવાહી કાચના જેવી જલધાર છોડતો કોઈ પમ્પ ભખ્‌ ભખ્‌ અવાજ કરતો ચાલે છે ત્યારે એ કોઈ જુદો જ રોમાંચ જન્માવે છે. એમાં કોલુનો અવાજ ભળતાં શેરડીની મીઠાશ પણ ઊભરાતી લહાય છે. અને એનું સ્મરણ કરતાં કરતાં ગુફાથી બહુમાળી મકાનો વચ્ચેનો મેળ પ્રગટ કરતો કોઈ સેતુ કોઈ સુભગ રાગના વિવિધ સ્વરોની સંવાદિતા ઉપસાવતો અંતશ્ચક્ષુ આગળ ઝૂલ્યા કરે છે. અમારા નગર વચ્ચે થઈને જ નદી પસાર થાય છે, નદીમાં આદિમતા વહેતી લાગે છે ને કાંઠા પરનાં ઊંચાં મકાનોમાંથી આધુનિકતાનો ઉઘાડ થતો લાગે છે. બેયનો મેળ ભળભાંખળે ખૂબ પ્રભાવક લાગે છે! આ નદી મને પર્વત સુધી, પર્વતની ગુફાઓ સુધી અને અગાધ સમુદ્રના ઊંડાણ સુધી ઘસડી જાય છે. મારાં વસ્ત્રો સરી જાય છે. મારી સંસ્કૃતિની સભાનતા ગળી જાય છે. મારેલા હરણને તાપણીમાં શેકતાં આદિમનુષ્યોની વચ્ચે હું મને અનુભવું છું. કોણ મારીગુફા છોડાવી? કોણે મને વસ્ત્રો પહેરાવ્યાં? કોણે આ સંસ્થાઓની ભુલભુલામણીમાં મને નાખ્યો? ને મેં પૂછેલા પ્રશ્નો પડઘારૂપે મને પાછા મળે છે! આ બધા પ્રશ્નો જો પૂછનાર હું છું તો પૂછવાના પણ મને જ છે. અધરાતે મધરાતે અકસ્માત્‌ અરીસામાં જોયેલા મારા ધૂસર પ્રતિબિંબની યાદ છતી થાય છે. હું મારા ચહેરા પરની દરેક કરચલી ઉકેલીને, મારા મગજની દરેક ગડ ઉકેલીને જોવા પ્રયત્ન કરું તો શું દેખાય? મારી નજર નદી કાંઠે ઊભેલાં તોતિંગ મકાનો તરફ વળે છે. મકાનોની બારીઓમાંથી ઝમતો રંગીન પ્રકાશ ભૂખરા અવકાશમાં જાણે માયાવી સોપાનમાલા રચી રહે છે! હું એક પછી એક સોપાન ચઢું છું. ચંદ્ર પર પગ મૂકું છું... મંગળ હવે નજીક છે... પિરામિડો શેતરંજનાં મહોરાં જેમ મારા ચરણ આગળ પડ્યા છે... ને ગર્વભેર નદી ઉપરના પુલ પર ઊભો રહી નદીના જલમાં વહી જતા આકાશને હું જાણે અભયદાન આપું છું... આમ છતાં નદીના જલમાં ડૂબવાનો મને ભય છે, મકાનો ને પુલો તૂટવાનો ભય છે, હું પાંદડાં પર સરકતી નાનકડી ઇયળથીયે ક્ષુદ્ર છું એની પ્રતીતિ અવારનવાર કરી ચૂક્યો છું ને છતાં ભળભાંખળામાં નગરની વચ્ચે વહી જતી નદીના પુલ પર ખડા રહેતાં મારો રોમાંચ ઓછો થતો નથી! ધીમેધીમે ક્ષિતિજનું પોપચું ઊંચકાય છે... કર્ણપટ પર અવાજની ચિત્રિવિચિત્ર આકૃતિઓ રચાતી જાય છે... ખુલ્લી હથેળી મુઠ્ઠીમાં વળતી જાય છે ને ચેતના ચાળણીમાંથી પાણી વહી જાય તેમ વહેવા માંડે છે... ચક્રોના અવાજમાં ગોળગોળ ઘૂમતા રસ્તાઓમાં માણસનાં ચરણો આરાની જેમ ઘૂમતાં લાગે છે... બારી ને બારણાંઓમાંથી ઇન્દ્રિયોના ઘોડાઓ ઠેકડાઓ મારતા બહાર પડી દોડાદોડ કરે છે... દૂધવાળાની ઘંટડી વગાડતું સવાર પડખામાં એની શિંગડીઓ ખોસી ઊંઘની ભેખડો તોડે છે, સ્વપ્નોની હાંડીઓ ફોડે છે, કીટલીઓ પૂરી ઊંઘી શકતી નથી અને એનો ઉજાગરો ચાની લાલાશમાં ઊકળે છે... કોઈ મારી ચાર બાજુ યંત્રોની ઘર્ઘર, ધુમાડો ને ઘમસાણ ભરી દે છે... સવાર આંબોળિયાની ચીર જેમ મોમાં પાણી લાગે છે... પણ એ સવાર ને મારી વચ્ચે માણસો-મકાનો-વહાનોની કાળી આગગાડી ધસી આવે છે... સવાર વીંખાઈ-પીંખાઈ જાય છે... હવે એ સવાર ક્યાંક કોઈ કવિના છૂટકતૂટક શબ્દોમાં, કોઈ સ્નેહી જનની આંખના આછા કટાક્ષમાં, ક્યાંક બાળકની રાતી નાની મુઠ્ઠીમાં, ક્યાંક સ્લેટમાં સફેદ પેનથી કરેલા આડાઅવળા લીટામાં, કોઈ પંખીના પગથિયા પર પડેલા પીંછામાં, કોઈ તુલસીક્યારાની લીલી છાયામાં, કોઈ શય્યામાં પડેલી ગુલાબની કોમળ પાંખડીમાં, કોઈ કિચૂડકિચૂડ અવાજમાં ને પંપના ભખ્‌ ભખ્‌ અવાજમાં પણ મને લાઘ્યું હતું... આજે વહેલી સવારે આંખ ઊઘડી ને મેં ટેબલલૅમ્પના ગોળ પ્રકાશમાં કાગળ પર સવાર ગોઠવી જોવાના રમણીય પ્રયત્નો આદર્યા...

[‘નંદ સામવેદી’, ૧૯૮૦]