અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સુંદરમ્‌નું સર્જનવિશ્વ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(alignments, કડીઓ બોલ્ડ કરી)
Line 15: Line 15:
ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે :
ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું, {{gap}}
{{Block center|<poem>'''‘જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,''' {{gap}}
{{gap}}કોઈનું ના ચાલે કાંઈ,  
{{gap}}'''કોઈનું ના ચાલે કાંઈ,'''
કોયો ભગત કહે અક્કલ પરતાપે  
'''કોયો ભગત કહે અક્કલ પરતાપે'''
{{gap}}વાવ્યું તે ઊગે ભાઈ.’
{{gap}}'''વાવ્યું તે ઊગે ભાઈ.’'''
(પૃ. ૬ કોયા ભગતની વાણી)</poem>}}
<small>{{right|(પૃ. ૬ કોયા ભગતની વાણી)}}</small></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માણસની જાત સાથેની લડાઈ, ગરીબી, પીડા, દુઃખમાંથી, જન્મતી વેદનાને અહીં રજૂ કરી છે. એવી જ રીતે ગરીબોનાં ગીતોમાં ‘વેરણ મીંદડી’માં કાચબા- કાચબીના ભજનનો ઢાળ પ્રયોજીને કવિ ઉંદર અને મીંદડીનીનાં પ્રતીક દ્વારા આદમ અને પીંજારણના ઘરની પરિસ્થિતિનું નિરૂપણ કરે છે.

{{Block center|<poem>‘હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું {{gap}}
{{Block center|'''<poem>‘હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું {{gap}}
{{gap}}વાસણ ન રહ્યું કંઈ,  
{{gap}}વાસણ ન રહ્યું કંઈ,  
કાલ શું મેલવું રાંધવા વાસણ  
કાલ શું મેલવું રાંધવા વાસણ  
{{gap}}ચિત્તમાં ચિંતા થઈ.’
{{gap}}ચિત્તમાં ચિંતા થઈ.’
{{right|(પૃ. ૨૯, ‘કડવીવાણી')}}</poem>}}
<small>{{right|(પૃ. ૨૯, ‘કડવીવાણી')}}</small></poem>'''}}
‘મારવાડીનું ગીત’માં મારવાડા અને મારવાડણ વચ્ચેનો સંવાદ સુંદર કાવ્યાત્મક રૂપ ધારણ કરે છે. તેમાં ગરીબીની અસહ્ય પીડાનું વર્ણન છે : ‘મારવાડ દેશથી આવ્યાં / ભૂખ્યાં તે પેટ સાવ લાવ્યાં / અંદાવાદ શહેરમાં આવ્યાં / છોરાં તે સાત સતિ લાવ્યા.'

{{right|(પૃ. ૪૮, 'કડવી વાણી.') }}<br>
<small>{{right|(પૃ. ૪૮, 'કડવી વાણી.') }}</small><br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપરાંત 'ડોશીની પાડી', સીતાજીનો પોપટ’, ‘ત્રણ પાડોશી’, ‘ટીટોડી અને સાગર', 'કમાવા રોટલો દે ને’ એ જાણીતી કવિતા છે. સુંદરમ્ કહે છે તેમ 'કોયો ભગત એટલે કચકચિયો માણસ.’ મૂળ જે વાત એમને કહેલી છે તે કોયા ભગત પાસે કહેવરાવીને સુંદરમે આ યુગનું ચિત્ર આલેખ્યું છે.

રણજિતરામ સુવર્ણચંદ્રકથી જે સંગ્રહને નવાજવામાં આવ્યો તે 'કાવ્યમંગલા’ પણ કવિનો શરૂઆતનો વિશિષ્ટ સંગ્રહ છે. ઈ.સ. ૨૦૦૨માં પુનર્મુદ્રણની સાથે અગિયારમી વખત છપાય છે. ખૂબ લાંબી પ્રસ્તાવનામાં કવિએ એમના જીવન અને સંગ્રહ પ્રકાશનની વિગતે વાત કરી છે અને અંતે ટિપ્પણ, કવિની જીવનવહી અને સર્જનની વિગત તથા કાવ્યોના સમયાનુક્રમ આપ્યાં છે. કુલ ૫૪ કાવ્યોમાં ‘બુદ્ધનાં ચક્ષુ', 'છેલ્લી આશા’, ‘ત્રિમૂર્તિ’, 'સાફલ્યટાણું', ‘માનવી માનવ’, ‘બાનો ફોટોગ્રાફ્સ’, ‘પતંગિયું અને ગરુડ’ જેવી ઉત્તમ રચના ઉપરાંત ‘ગરીબોનાં ગીતો’ સંગ્રહની પણ કેટલીક કવિતાઓ આ સંગ્રહમાં મળે છે. ખાસ કરીને સૉનેટ, ગીત અને છાંદસ કવિતાઓ દ્વારા સુંદરમ્ની કાવ્યપ્રતિભાનો ખ્યાલ મેળવી શકીએ છીએ. ‘ગાંધી’ જેવું ઉત્તમ સૉનેટની પંક્તિઓમાંથી નીતરતું નર્યું લાવણ્ય શિખરિણી છંદની માવજતથી વ્યક્ત કરે છે.

{{Block center|<poem>‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,  
{{Block center|'''<poem>‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,  
લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી,  
લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી,  
પ્રભુ સાક્ષીધારી હૃદયભવને, શાંત મનડે  
પ્રભુ સાક્ષીધારી હૃદયભવને, શાંત મનડે  
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.’ (કાવ્યમંગલા)</poem>}}
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.’ (કાવ્યમંગલા)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કે પછી 'માનવી માનવ’ મિશ્રોપજાતિ છંદનું દીર્ઘ કાવ્યમાં -
કે પછી 'માનવી માનવ’ મિશ્રોપજાતિ છંદનું દીર્ઘ કાવ્યમાં -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી  
{{Block center|'''<poem>પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી  
હું માનવી માનવ થાઉં તો ઘણું (કાવ્યમંગલા)</poem>}}
હું માનવી માનવ થાઉં તો ઘણું (કાવ્યમંગલા)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘માનવી માનવ થાઉં તો ઘણું' જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય'માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે :
‘માનવી માનવ થાઉં તો ઘણું' જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય'માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'આજ આકાશના મણણ્ડપે મેઘનાં  
{{Block center|'''<poem>'આજ આકાશના મણણ્ડપે મેઘનાં  
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.'</poem>}}
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચણ્ડ-પડછન્દ'નો લય ‘મણણ્ડપ'માં તે વધારે ઘેરાય-ઘૂંટાય છે. કવિના શરૂઆતના આ બન્ને સંગ્રહોની કવિતાની તાજગી આજ સુધી અવિરત જોવા મળે છે. કોઈ પણ કાવ્યને આપણે અલગ કે અધૂરું કે બાજુ પર કાઢી ના શકીએ એવી કુનેહથી કાવ્ય ઘડતર થયું છે. કાવ્યરસિકો, કાવ્યભાવકો અને કાવ્ય અભ્યાસુઓ દ્વારા પોંખાયેલ સુંદરમની કવિતાનો પ્રવાહ પછીથી વેગવાન બને છે.

'રંગરંગ વાદળિયાં' બાળકાવ્યનો સંગ્રહ છે. તેમાંની ‘હું રે બનું, બેન-‘ અને ‘હું રે બનું, ભાઈ-’કાવ્યની પંક્તિમાં નાનપણથી જ ગાંધીની જે રીતે લોકપ્રિયતા ઊભી કરવામાં કેટલું યોગદાન આપે છે.

{{Block center|<poem>‘હું રે બનું, બેન, બાપુનો રેંટિયો,  
{{Block center|'''<poem>‘હું રે બનું, બેન, બાપુનો રેંટિયો,  
બાપુની પીંજણ તું થા રે બેન,  
બાપુની પીંજણ તું થા રે બેન,  
{{gap}}તું મારી બહેન ને હું તારો ભાઈ.’</poem>}}
{{gap}}તું મારી બહેન ને હું તારો ભાઈ.’</poem>'''}}
અને ભાઈના કાવ્યમાં જુઓ :
અને ભાઈના કાવ્યમાં જુઓ :
{{Block center|<poem>હું રે બનું ભાઈ ‘બાપુ'ની તકલી,  
{{Block center|'''<poem>હું રે બનું ભાઈ ‘બાપુ'ની તકલી,  
‘બાપુ'નો ફાળકો તું થા રે ભાઈ,  
‘બાપુ'નો ફાળકો તું થા રે ભાઈ,  
{{gap}}તું મારો ભાઈને હું તારી બેન.</poem>}}
{{gap}}તું મારો ભાઈને હું તારી બેન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ એવા સમયની કવિતા છે જ્યારે ગાંધીના સત્યાગ્રહે પૂરા દેશમાં આંધી જગાવી છે અને રેંટિયો, પીંજણ, તકલી, ફાળકો આ સ્વદેશી ભાવના જગાવવા અને ખાદીનો પ્રચાર-પ્રસાર કરવા માટે તથા બાળકાવ્યોમાં જે રીતે આ ગીતો ગવાતાં હશે ત્યારે બાળમાનસની પણ રાષ્ટ્રભાવનાની દ્વારા ઝંકૃત કરી આપે છે. આવા જ પ્રકારના અને બાળઘડતરમાં ઉપયોગી એવાં કાવ્યો સુંદરમ્ પાસેથી મળે છે. આ પછી એમણે ‘ચક ચક ચકલા’, 'આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો’ આપ્યાં છે.  

'વસુધા' સંગ્રહમાંની ‘એક સવારે’ જેવું સુંદર કાવ્ય સુંદરમની આભાને પ્રગટ કરે છે :
'વસુધા' સંગ્રહમાંની ‘એક સવારે’ જેવું સુંદર કાવ્ય સુંદરમની આભાને પ્રગટ કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એક સવારે આવી  
{{Block center|'''<poem>એક સવારે આવી  
મુજને કોણ ગયું ઝબકાવી?  
મુજને કોણ ગયું ઝબકાવી?  
આ 'કોણ' શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી ‘</poem>}}
આ 'કોણ' શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી ‘</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે.
જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
{{Block center|'''<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
મારી વીણાની વાણી જગાડી તું જા.</poem>}}
મારી વીણાની વાણી જગાડી તું જા.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
-માં કવિની શ્રદ્ધાનો જુદો જ રણકો અનુભવવા મળે છે. મનના માલિકને યાદ કરીને કયા વિશ્વે હંકારી જવાની વાત કવિ કરી આપે છે. ‘વિરાટની પગલી, ‘ગઠરિયાં' કે પછી ‘કોણ?’ જેવી રચના સાંગોપાંગ સોંસરવી ઊતરી જાય છે.

{{Block center|<poem>‘પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?  
{{Block center|'''<poem>‘પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?  
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખિરત શ્વાસ?</poem>}}
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખિરત શ્વાસ?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રશ્નાર્થમાં કવિની ભાવના ઈશ્વર ભક્તની વાટ જોતા હોય એવા ઉલ્લાસથી રજૂ કરે છે. સૂરભિત, પુલકિત, મુખરિત. ઝંખનઝાળ, ઝાકળમોતીમાળ જેવી પદાવલિ અને કલ્પનોની અંદર હારમાળા ઊભી કરી આપે છે. ‘તને મેં’ જેવી દોઢ જ પંક્તિની કવિતાનો ગહનાર્થ શિખરિણી છંદમાં મઢી આપે છે.

{{Block center|<poem>‘તને મેં ઝંખી છે –  
{{Block center|'''<poem>‘તને મેં ઝંખી છે –  
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’</poem>}}
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા'ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે.
'ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા'ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે.
Line 86: Line 86:
'વરદા' કાવ્યસંગ્રહમાં ‘પુષ્પ થૈ આવીશ', ‘કર્યો પ્રણય?', 'કિસ સે પ્યાસ' જેવી વિશિષ્ટ રચના મળે છે. તો ‘મુદિતા'નું ‘પ્રભુ, દેજો’માં –
'વરદા' કાવ્યસંગ્રહમાં ‘પુષ્પ થૈ આવીશ', ‘કર્યો પ્રણય?', 'કિસ સે પ્યાસ' જેવી વિશિષ્ટ રચના મળે છે. તો ‘મુદિતા'નું ‘પ્રભુ, દેજો’માં –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,  
{{Block center|'''<poem>પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,  
{{gap}}મારી અજવાળી રાતડીને ચાંદ,  
{{gap}}મારી અજવાળી રાતડીને ચાંદ,  
{{gap}}કે ઊજળા દિનોને દેજો ભાણજી,</poem>}}
{{gap}}કે ઊજળા દિનોને દેજો ભાણજી,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આગળ ક્ષેરને ફૂલડા, વગડાને ઝાડ, ધરતીને આભ, ચણને ચણનાર, પાણીડાને તીર, સમંદરને લોઢ, આંગણાને એનાં બાબુડા, ગોંદરાને તળાવ, ગાવડીને દૂધ, મનડાને માનવી, દિલડાને દિલ અને આતમાને એનો રામ' આવી પ્રભુ પાસેની કવિની આરતી કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે. ‘ઉત્કંઠા’ સંગ્રહમાં મન ધફૂલી’, રામ પ્યારી, ‘ગુર્જરી ભૂ' જેવી અને ચીનાગતા'માં પુસ્તકો આપે છે. 'લોકલીલા'માં ‘ભવાઈ' કાવ્યમાં ભવાઈનો બંધ રજૂ કર્યો છે. ઈશ' નામના સંગ્રહમાં ‘પાંદડીની પ્રીત' ગીત જુઓ :

{{Block center|<poem>તારી વસંતની વાંસલડી  
{{Block center|'''<poem>તારી વસંતની વાંસલડી  
{{gap}}ને મારી નાની કોયલના ટહુકાર,  
{{gap}}ને મારી નાની કોયલના ટહુકાર,  
{{gap|4em}}હો મારા વાલમા,  
{{gap|4em}}હો મારા વાલમા,  
{{gap|4em}}હો મારા વાલમા.</poem>}}
{{gap|4em}}હો મારા વાલમા.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવી જ અન્ય કવિતામાં ‘હરિનાં હાર’, ‘ઝાંઝર અલકમલકથી જાણીતી રચના બની છે. ‘પલ્લવિતા’માં કવિ જીવનના મંગલનું ગાન કરે છે તો ‘મહાનદ’માં 'કોણ અધન્ય?’ 'રે. ગાંધી બાપો’ જેવું કાવ્ય અને ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત ‘પ્રભુપદ’માં વળી પાછું શરૂઆતનું અનુસંધાન અને અંતિમ સુધી પહોંચતા કવિ 'અગમનિગમા' સંગ્રહ, ‘પ્રિયાંકા’, ‘નિત્યશ્લોક’ અને ‘નયા પૈસા'માં કવિની કવિતાનું વિશ્વ વધુ નિરાળું બની રહે છે.

Revision as of 02:29, 6 December 2024

૫૦. સુંદરમનું સર્જનવિશ્વ

સંજય મકવાણા

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં લુહાર જ્ઞાતિમાં ૨૨ માર્ચ, ૧૯૦૮ના રોજ જન્મ્યા. ગાંધીજીથી પ્રભાવિત ત્રિભુવનદાસને ગાંધીની આત્મકથામાં આવતા બાલાસુંદરમ્ નામના એક ગિરમીટિયાના નામ પરથી ‘સુંદરમ્’ તખલ્લુસ પસંદ કરે છે. જે ત્રિભુવનદાસ સાથે એકાકાર થઈ રહે છે. ગાંધીયુગના આ સમર્થ સર્જક સાહિત્યક્ષેત્રે અગ્રણી કવિ, વિવેચક, વાર્તાકાર, પ્રવાસલેખક, તત્ત્વચિંતક, પત્રકાર અને અનુવાદક તરીકે નામના મેળવે છે. સુંદરમનું પ્રાથમિક શિક્ષણ એકથી સાત ધોરણ સુધી મિયાંમાતરમ્માં થયું. નાનપણમાં જ મંગળાબહેન સાથે લગ્ન, પ્લેગથી પિતાનું અવસાન તેના બાળમાનસમાં અકબંધ છે. માધ્યમિક શિક્ષણ માટે આમોદની હાઈસ્કૂલમાં દાખલ થાય છે. તેમને લુહારી કામની પણ બરોબર ફાવટ છે. હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન તેમની વાચનભૂખ બરોબરની સંતોષાય છે. ઈ.સ.૧૯૧૪ના પહેલા વિશ્વયુદ્ધ અને મહાત્મા ગાંધીના અસહકારકની ચળવળ તેને સ્પર્શે છે. અસહકારના આંદોલનમાં સ્વદેશી, દેશપ્રેમ જેવા ઉમદા ગુણોને કારણે ઈ.સ.૧૯૨૦માં શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય ગિદવાણી, મહાદેવભાઈ દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરેથી આકર્ષાઈને વિદ્યાપીઠમાં દાખલ થાય છે. ૧૯૨૪થી ૧૯૨૯ના ચાર વર્ષ અભ્યાસ કરી ભાષા વિશારદ થાય છે. વિદ્યાપીઠના વાતાવરણમાંથી વિદ્વાનો અને ગ્રંથાલયનો ભરપૂર લાભ લે છે. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કને કારણે તેમનું લેખન ઘડાય છે. પ્રથમ વર્ષ હસ્તલિખિત ‘જટાધર’ સામયિક, બીજા વર્ષે ‘પંચતંત્ર’માં ગદ્યલેખનની શરૂઆત. ‘સાબરમતી’ દ્વૈમાસિકના તંત્રી તરીકે સેવા આપે છે. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ ઈ.સ.૧૯૨૮માં પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ગાંધીજીના હસ્તે ‘તારાગૌરી રૌપ્ય ચંદ્રક’ પણ મેળવે છે અને સાથેસાથે ગાંધીના આશીર્વાદ ‘ગુજરાતી ગદ્યની તમારા હાથે ઉત્તમ સેવા થાઓ.’ સ્વતંત્રતાની લડાઈમાં જોડાઈને કારાવાસ પણ ભોગવે છે. અભ્યાસ પૂરો કરી આર્યસમાજી ગુરુકુળમાં શિક્ષક તરીકે સોનગઢ ખાતે જોડાય છે. વિદ્યાપીઠ વસવાટ દરમિયાન જ ગ્રંથાલયમાંથી શ્રી અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’થી ખૂબ પ્રભાવિત થાય છે. સાહિત્યસર્જનમાં તેઓ પ્રથમ કાવ્ય ‘એકાંશ દે’ ઈ.સ.૧૯૨૬માં ‘મરીચિ’ ઉપનામથી લખે છે. ‘બારડોલીને’ કાવ્ય ‘સુંદરમ્’ ઉપનામથી પ્રકાશિત થાય છે. ઈ.સ.૧૯૩૦માં ઉમાશંકર સાથેની મૈત્રી સાહિત્યને વધુ બળવત્તર બનાવે છે. કાકાસાહેબ કાલેલકર, સ્વામીઆનંદ, આનંદશંકર ધ્રુવના સંસર્ગને કારણે સુંદરમની પીઠિકા વધુ મજબૂત બને છે. સાહિત્યકાર સુંદરમ્ના પૂર્વાર્ધના સાહિત્ય પર ગાંધીની પ્રબળ અસર અને એવી જ રીતે ઉત્તરાર્ધના સાહિત્ય પર શ્રી અરવિંદનો પ્રભાવ જોવા મળે છે. તેમના કાવ્યસંગ્રહોમાં ઈ.સ. ૧૯૩૩માં ‘કડવી વાણી અને ગરીબોનાં ગીતો અને ‘કાવ્યમંગલા’ આ બે કાવ્યસંગ્રહો તેમની કવિતાનું પ્રથમ સોપાન બની રહે છે. ‘કાવ્યમંગલા’ને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી નવાજવામાં આવે છે. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૯માં ‘વસુધા’ અને ૧૯૫૧માં ‘યાત્રા’ પ્રકાશિત થાય છે. યાત્રાને ‘નર્મદચંદ્રક’ મળે છે. ઈ.સ. ૧૯૩૮માં ‘રંગરંગ વાદળિયાં’ મળે છે. ટૂંકી વાર્તામાં ઈ.સ. ૧૯૩૮માં ‘હીરાકણી અને બીજી વાતો’, ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’, ૧૯૪૦માં ‘પિયાસી’, ૧૯૪૫માં ‘ઉન્નયન’, ૧૯૭૭માં ‘તારિણી અને તેમનું આત્મવૃત્તાંત’, ‘પાવકના પંથે’ ઈ.સ. ૧૯૭૮માં આપે છે. ૧૯૪૬માં ‘અર્વાચીન’ કવિતા, ૧૯૬૫માં ‘અવલકના’, ૧૯૭૮માં ‘સમર્ચના’, ૧૯૭૮માં ‘સાહિત્યચિંતન’ નામે વિવેચનસંગ્રહ મળે છે. ઈ.સ. ૧૯૭૭માં ‘વાસંતી પૂર્ણિમા’, નામે નાટક, ૧૯૪૧માં ‘દક્ષિણાયન’ નામે પ્રવાસકથા, ઉપરાંત ગોવિંદસ્વામીની કાવ્યરચનાનું સંપાદન, ‘ભગવજ્જુકીય’, ‘મુચ્છકટિક’, ‘અરવિંદ મહર્ષિ’, ‘અરવિંદના ચાર પત્રો, ‘માતાજીનાં નાટકો’, ‘સાવિત્રી’, ‘કાયાપલટ’, ‘પત્રાવલિ’, ‘સુંદર કથાઓ’, ‘જનતા અને જન’, ‘સ્વપ્ન અને છાયાઘડી’, ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’, ‘ઐસી હૈ જિંદગી’ના અનુવાદો આપ્યાં છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ નામે ઈ.સ. ૧૯૫૦માં જીવનચરિત્ર મળે છે. બાળસાહિત્યમાં ‘ચકચક ચકલાં’, ‘આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો’ અને ‘રંગરંગ વાદળિયાં’ પુસ્તકો છે. તેમનાં મરણોત્તર પ્રકાશનોમાં પણ વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, પલ્લવિતા, મહાનંદ, પ્રભુપદ, અગમ નિગમા, પ્રિયંકા, નિત્યશ્લોક, નયા પૈસા, ચક્રદૂત, લોકલીલા, દક્ષિણા-૧, દક્ષિણા-૨, મનની મર્મર, ધ્રુવયાત્રા, ધ્રુવચિત્ત, ધ્રુવપદે, શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ-૧, ૨, ૩ ઉપરાંત વાર્તા-સંપાદનો. અનેક પુરસ્કારોથી તેમનું સર્જન પુરસ્કૃત થયું છે. ‘વડલાની ડાળનો હીંચકો’ જેવી નોંધપાત્ર કૃતિના કવિ સુંદરમની કવિતા ગાંધીયુગના સમર્થકવિ તરીકે પ્રસ્થાપિત કરી આપે છે. ગાંધીપ્રભાવમાં દીન-દલિત, પીડિત પ્રત્યેની સહાનુભૂતિ, ઉપરાંત, પ્રણય, પ્રકૃતિ, પ્રભુભક્તિની સવિતા સુંદરમની જમા પાસુ છે. ‘સુંદરમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિને લક્ષમાં લેતાં એ વાત સ્પષ્ટ થશે કે તેમની કાવ્યસંચલનામાં લગભગ આરંભકાળથી જ તેમની આધ્યાત્મિક વૃત્તિ સક્રિય રહી છે. કાવ્યમંગલા-વસુધા-કડવી વાણીની કવિતામાં ઉપલક નજરે સારું એવું વિષયવૈવિધ જોવા મળશે. દલિત-પીડિતોની વ્યથાનું મર્માળું વર્ણન એમાં છે. રાષ્ટ્રમુક્તિનું ક્યાંક ગાન છે. પ્રકૃતિનું ચિત્રણ છે; વ્યક્તિવિશેષોનું મહિમાગાન છે અને સંસારની કોઈ નારીના સ્નેહનું સંવેદન પણ છે.’ (‘સુંદરમ્ એટલે સુંદરમ્’ પ્રમોદકુમાર પટેલ) સુંદરમનું કવિતામાં સૉનેટ અને ગીતરચનામાં વિશેષ પ્રદાન છે. ઉમાશંકર કહે તેમ ‘સુંદરમ્ થતાં થાય’ એવા કવિ છે. સુંદરમની કવિતાએ ગુજરાતના સંસ્કારજીવનને ઘડ્યું છે. સત્યની શોધ અને કળાની ઉપાસના આ બન્ને તત્ત્વો તેમની કવિતામાં જોવા મળે છે. ‘કાવ્યમંગલા’નું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ’નો ઉપાડ જુઓ. ‘ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં’ શિખરિણીની ઊંચાઈ, ‘નમણાં’ ને ‘પ્રભુતણાં’માં પાંદડીઓને ફેલાવવાનો સંકેત છે. ‘કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં કોયા ભગત એ અખાનો વંશજ છે. સુંદરમના આ પ્રથમ સંગ્રહમાં જ ગાંધીપ્રભાવ બળવત્તર બને છે. છેવાડાના માનવીની વેદનાને કવિતા દ્વારા વાચા ફૂટે છે. આમાંનાં એક-એક પદ ગાઈ શકાય તે રીતે આપ્યાં છે. જુદાજુદા રાગ અને ઢાળમાં મધ્યકાલીન ઢબની આ કવિતા ગાંધીયુગને ઉજાગર કરે છે. ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે :

‘જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,
કોઈનું ના ચાલે કાંઈ,
કોયો ભગત કહે અક્કલ પરતાપે
વાવ્યું તે ઊગે ભાઈ.’
(પૃ. ૬ કોયા ભગતની વાણી)

માણસની જાત સાથેની લડાઈ, ગરીબી, પીડા, દુઃખમાંથી, જન્મતી વેદનાને અહીં રજૂ કરી છે. એવી જ રીતે ગરીબોનાં ગીતોમાં ‘વેરણ મીંદડી’માં કાચબા- કાચબીના ભજનનો ઢાળ પ્રયોજીને કવિ ઉંદર અને મીંદડીનીનાં પ્રતીક દ્વારા આદમ અને પીંજારણના ઘરની પરિસ્થિતિનું નિરૂપણ કરે છે.

‘હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું
વાસણ ન રહ્યું કંઈ,
કાલ શું મેલવું રાંધવા વાસણ
ચિત્તમાં ચિંતા થઈ.’
(પૃ. ૨૯, ‘કડવીવાણી’)

‘મારવાડીનું ગીત’માં મારવાડા અને મારવાડણ વચ્ચેનો સંવાદ સુંદર કાવ્યાત્મક રૂપ ધારણ કરે છે. તેમાં ગરીબીની અસહ્ય પીડાનું વર્ણન છે : ‘મારવાડ દેશથી આવ્યાં / ભૂખ્યાં તે પેટ સાવ લાવ્યાં / અંદાવાદ શહેરમાં આવ્યાં / છોરાં તે સાત સતિ લાવ્યા.’ (પૃ. ૪૮, ‘કડવી વાણી.’)

ઉપરાંત ‘ડોશીની પાડી’, સીતાજીનો પોપટ’, ‘ત્રણ પાડોશી’, ‘ટીટોડી અને સાગર’, ‘કમાવા રોટલો દે ને’ એ જાણીતી કવિતા છે. સુંદરમ્ કહે છે તેમ ‘કોયો ભગત એટલે કચકચિયો માણસ.’ મૂળ જે વાત એમને કહેલી છે તે કોયા ભગત પાસે કહેવરાવીને સુંદરમે આ યુગનું ચિત્ર આલેખ્યું છે. રણજિતરામ સુવર્ણચંદ્રકથી જે સંગ્રહને નવાજવામાં આવ્યો તે ‘કાવ્યમંગલા’ પણ કવિનો શરૂઆતનો વિશિષ્ટ સંગ્રહ છે. ઈ.સ. ૨૦૦૨માં પુનર્મુદ્રણની સાથે અગિયારમી વખત છપાય છે. ખૂબ લાંબી પ્રસ્તાવનામાં કવિએ એમના જીવન અને સંગ્રહ પ્રકાશનની વિગતે વાત કરી છે અને અંતે ટિપ્પણ, કવિની જીવનવહી અને સર્જનની વિગત તથા કાવ્યોના સમયાનુક્રમ આપ્યાં છે. કુલ ૫૪ કાવ્યોમાં ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘છેલ્લી આશા’, ‘ત્રિમૂર્તિ’, ‘સાફલ્યટાણું’, ‘માનવી માનવ’, ‘બાનો ફોટોગ્રાફ્સ’, ‘પતંગિયું અને ગરુડ’ જેવી ઉત્તમ રચના ઉપરાંત ‘ગરીબોનાં ગીતો’ સંગ્રહની પણ કેટલીક કવિતાઓ આ સંગ્રહમાં મળે છે. ખાસ કરીને સૉનેટ, ગીત અને છાંદસ કવિતાઓ દ્વારા સુંદરમ્ની કાવ્યપ્રતિભાનો ખ્યાલ મેળવી શકીએ છીએ. ‘ગાંધી’ જેવું ઉત્તમ સૉનેટની પંક્તિઓમાંથી નીતરતું નર્યું લાવણ્ય શિખરિણી છંદની માવજતથી વ્યક્ત કરે છે.

‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષીધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.’ (કાવ્યમંગલા)

કે પછી ‘માનવી માનવ’ મિશ્રોપજાતિ છંદનું દીર્ઘ કાવ્યમાં -

પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું (કાવ્યમંગલા)

‘માનવી માનવ થાઉં તો ઘણું’ જેવી ઉક્તિ આજ સુધી માનવમનના ઊંડાણોને સમજવા સાર્થક થાય છે. ‘મેઘનૃત્ય’માં ઝૂલણાનો લય મેઘનું વર્ણન કરે છે :

‘આજ આકાશના મણણ્ડપે મેઘનાં
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે.’

‘ચણ્ડ-પડછન્દ’નો લય ‘મણણ્ડપ’માં તે વધારે ઘેરાય-ઘૂંટાય છે. કવિના શરૂઆતના આ બન્ને સંગ્રહોની કવિતાની તાજગી આજ સુધી અવિરત જોવા મળે છે. કોઈ પણ કાવ્યને આપણે અલગ કે અધૂરું કે બાજુ પર કાઢી ના શકીએ એવી કુનેહથી કાવ્ય ઘડતર થયું છે. કાવ્યરસિકો, કાવ્યભાવકો અને કાવ્ય અભ્યાસુઓ દ્વારા પોંખાયેલ સુંદરમની કવિતાનો પ્રવાહ પછીથી વેગવાન બને છે. ‘રંગરંગ વાદળિયાં’ બાળકાવ્યનો સંગ્રહ છે. તેમાંની ‘હું રે બનું, બેન-‘ અને ‘હું રે બનું, ભાઈ-’કાવ્યની પંક્તિમાં નાનપણથી જ ગાંધીની જે રીતે લોકપ્રિયતા ઊભી કરવામાં કેટલું યોગદાન આપે છે.

‘હું રે બનું, બેન, બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે બેન,
તું મારી બહેન ને હું તારો ભાઈ.’

અને ભાઈના કાવ્યમાં જુઓ :

હું રે બનું ભાઈ ‘બાપુ’ની તકલી,
‘બાપુ’નો ફાળકો તું થા રે ભાઈ,
તું મારો ભાઈને હું તારી બેન.

આ એવા સમયની કવિતા છે જ્યારે ગાંધીના સત્યાગ્રહે પૂરા દેશમાં આંધી જગાવી છે અને રેંટિયો, પીંજણ, તકલી, ફાળકો આ સ્વદેશી ભાવના જગાવવા અને ખાદીનો પ્રચાર-પ્રસાર કરવા માટે તથા બાળકાવ્યોમાં જે રીતે આ ગીતો ગવાતાં હશે ત્યારે બાળમાનસની પણ રાષ્ટ્રભાવનાની દ્વારા ઝંકૃત કરી આપે છે. આવા જ પ્રકારના અને બાળઘડતરમાં ઉપયોગી એવાં કાવ્યો સુંદરમ્ પાસેથી મળે છે. આ પછી એમણે ‘ચક ચક ચકલા’, ‘આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો’ આપ્યાં છે. ‘વસુધા’ સંગ્રહમાંની ‘એક સવારે’ જેવું સુંદર કાવ્ય સુંદરમની આભાને પ્રગટ કરે છે :

એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
આ ‘કોણ’ શ્રદ્ધાનું બળ પૂરું પાડે છે. કે પછી ‘

જીવન જ્યોત જગાવો’માં જીવનને ઉજાગર કરવાની વાત આધ્યાત્મનો સ્પર્શ પામે છે.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

-માં કવિની શ્રદ્ધાનો જુદો જ રણકો અનુભવવા મળે છે. મનના માલિકને યાદ કરીને કયા વિશ્વે હંકારી જવાની વાત કવિ કરી આપે છે. ‘વિરાટની પગલી, ‘ગઠરિયાં’ કે પછી ‘કોણ?’ જેવી રચના સાંગોપાંગ સોંસરવી ઊતરી જાય છે.

‘પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખિરત શ્વાસ?

આ પ્રશ્નાર્થમાં કવિની ભાવના ઈશ્વર ભક્તની વાટ જોતા હોય એવા ઉલ્લાસથી રજૂ કરે છે. સૂરભિત, પુલકિત, મુખરિત. ઝંખનઝાળ, ઝાકળમોતીમાળ જેવી પદાવલિ અને કલ્પનોની અંદર હારમાળા ઊભી કરી આપે છે. ‘તને મેં’ જેવી દોઢ જ પંક્તિની કવિતાનો ગહનાર્થ શિખરિણી છંદમાં મઢી આપે છે.

‘તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’

‘ઘણ ઉઠાવ’માં કવિની વ્યાવસાયિક સૂઝ, તો ‘ઈટાળા’ની શરૂઆત અનુષ્ટુપથી કરી આપે છે. ‘૧૩-૭ની લોકલ’માં વિષમતાની વાસ્તવિકતાનું નિરૂતાંપણ કર કવિ સુદીર્ઘ કાવ્ય આપે છે. સુંદરમનો ૧૯૫૧માં ‘યાત્રા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થાય છે. શ્રી અરવિંદના રંગે રંગાયેલા કવિની આ કવિતાઓમાં શ્રી અરવિંદ અને શ્રીમાતાજી પ્રત્યેની સદ્ભાવના પ્રગટ થાય છે. ‘તને વંદું’, ‘તને જોવી’ ‘શું અર્પું?’, ‘હે માતા!’. ‘અમોને તું દેખે’, ‘અમોને તું સ્પર્શે છે’, ‘એક રટના’, ‘શ્રી અરવિંદ’, વગેરે કાવ્યોમાં કવિનું અધ્યાત્મ પાસું ઊઘડે છે. ‘અમને રાખ સદા તવ ચરણે’ કહીને કવિનો પોંડેચેરીનો નિવાસ, ‘દક્ષિણા’નું સંપાદન અને એમાંથી સાંપડતી તૃષાનું પાન કરે છે. ‘એક કિલ્લાને તોડી પાડતો જોઈને’ના પાંચ સૉનેટ યુગ્મનો પૃથ્વી પ્રવાહી બને છે. ‘એક ગાંડા’, ‘અગ્નિવિરામ’, ‘પ્રવાસી પંથનો’, ‘જોયો તમિલ દેશ’, ‘આ ધ્રુવપદ’ જેવી સુદીર્ઘ કવિતામાં કાવ્યતત્ત્વની ઝલક મળે છે. તો ‘મેરે પિયા!’ જેવું મીરાભાવનું પદ જેવું કાવ્ય ઊર્મિનું દ્યોતક બની રહે છે. ‘વરદા’ કાવ્યસંગ્રહમાં ‘પુષ્પ થૈ આવીશ’, ‘કર્યો પ્રણય?’, ‘કિસ સે પ્યાસ’ જેવી વિશિષ્ટ રચના મળે છે. તો ‘મુદિતા’નું ‘પ્રભુ, દેજો’માં –

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,
મારી અજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણજી,

આગળ ક્ષેરને ફૂલડા, વગડાને ઝાડ, ધરતીને આભ, ચણને ચણનાર, પાણીડાને તીર, સમંદરને લોઢ, આંગણાને એનાં બાબુડા, ગોંદરાને તળાવ, ગાવડીને દૂધ, મનડાને માનવી, દિલડાને દિલ અને આતમાને એનો રામ’ આવી પ્રભુ પાસેની કવિની આરતી કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે. ‘ઉત્કંઠા’ સંગ્રહમાં મન ધફૂલી’, રામ પ્યારી, ‘ગુર્જરી ભૂ’ જેવી અને ચીનાગતા’માં પુસ્તકો આપે છે. ‘લોકલીલા’માં ‘ભવાઈ’ કાવ્યમાં ભવાઈનો બંધ રજૂ કર્યો છે. ઈશ’ નામના સંગ્રહમાં ‘પાંદડીની પ્રીત’ ગીત જુઓ :

તારી વસંતની વાંસલડી
ને મારી નાની કોયલના ટહુકાર,
હો મારા વાલમા,
હો મારા વાલમા.

એવી જ અન્ય કવિતામાં ‘હરિનાં હાર’, ‘ઝાંઝર અલકમલકથી જાણીતી રચના બની છે. ‘પલ્લવિતા’માં કવિ જીવનના મંગલનું ગાન કરે છે તો ‘મહાનદ’માં ‘કોણ અધન્ય?’ ‘રે. ગાંધી બાપો’ જેવું કાવ્ય અને ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત ‘પ્રભુપદ’માં વળી પાછું શરૂઆતનું અનુસંધાન અને અંતિમ સુધી પહોંચતા કવિ ‘અગમનિગમા’ સંગ્રહ, ‘પ્રિયાંકા’, ‘નિત્યશ્લોક’ અને ‘નયા પૈસા’માં કવિની કવિતાનું વિશ્વ વધુ નિરાળું બની રહે છે. સુંદરમની કવિતાનો રણકો સચ્ચાઈનો છે. તેમને કવિતા સિદ્ધ થયેલી છે. ગાંધી અને શ્રી અરવિંદની સમાન વિચારધારાએ ચાલતું સુંદરમનું લેખન જ્ઞાની અને ભક્ત, સમાજચિંતક તરીકેનું પ્રગટે છે. વાર્તાલેખન પણ સુંદરમનો ગમતો પ્રયાસ છે. તેમના પાંચ વાર્તાસંગ્રહોમાં ઉત્તમ વાર્તાઓ મળે છે. ઈ.સ. ૧૯૩૧માં ‘ત્રિશૂળ’ ઉપનામથી વાર્તાલેખનનો પ્રારંભ કરે છે. દ્વિરેફ અને ધૂમકેતુ પછી ટૂંકી વાર્તાક્ષેત્રે સુંદરમનું વિશેષ પ્રદાન ગણાવી શકાય. સુંદરમની વાર્તાઓમાં પણ કવિતાની જેમ યુગના સંસ્કારો ઝિલાય છે. તેમની પહેલી ‘લૂંટારા’ વાર્તાથી શરૂ કરી કુલ સત્તાવન જેટલી વાર્તાઓ મળે છે. ગ્રામચેતના અને નગરચેતના, પ્રગતિવાદ અને ગાંધીવાદની સીધી અસર તેમનાં પાત્રોનાં મન: સંચલનો પર પડે છે. તેમની ૬૧ પાનાની ‘હીરાકણી લાંબી વાર્તા છે. ‘ખોલકી’, ‘નાગરિકા’, ‘મીનપિયાસી’, ‘ગોપી’, ‘બે માનો દીકરો’, ‘માજા વેલાનું મૃત્યુ’ તેમની ઘણી જાણીતી થયેલી વાર્તા છે. આ ઉપરાંત સુંદરમે ઈ.સ. ૧૯૩૫ના નવેમ્બર, ડિસેમ્બર દરમિયાન કરેલા દક્ષિણ ભારતના પ્રવાસનો ગ્રંથ ‘દક્ષિણાયન’ પ્રવાસનિબંધ છે. પ્રવાસ દરમિયાનની નોંધો અને દક્ષિણ ભારતનો ઇતિહાસ - ભૂગોળ અને પ્રજાજીવને આ નિબંધને સર્જનાત્મક દેહ આપ્યો છે. સુંદરમે ‘ચિદંબરા’ નામે ઈ.સ. ૧૯૬૮માં ચિંતનાત્મક નિબંધ આપ્યો છે જે તેના આત્મકથા જેવું પુસ્તક છે. કેળવણી વિષયક લેખમાળાના પુસ્તકને ‘સા વિદ્યા’ નામે પ્રકાશિત કર્યું છે. ઈ.સ. ૧૯૭૮માં ‘સમર્ચના’ નામે ચરિત્રાત્મક વિવેચનાત્મક નિબંધોનું પ્રકાશન થાય છે. સુંદરમે ‘અર્વાચીન કવિતા, ‘અવલોકના’ અને ‘સાહિત્યચિંતન’ આ ત્રણ વિવેચનનાં પુસ્તકો આપ્યાં છે. ‘અર્વાચીન કવિતા’માં ઈ.સ. ૧૮૪૫થી ૧૯૪૫ સુધીનાં સો વર્ષની ગુજરાતી કવિતાનો અભ્યાસ કર્યો છે. તો ‘અવલોકના’ને ૧૯૬૯માં સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક મળેલું છે. ‘સાહિત્યચિંતન’માં સુંદરમનું લેખન અને સાહિત્ય વિશેના લેખો પ્રગટ થયા છે. સુંદરમ્ પાસેથી એક લઘુ નવલકથા ‘પાવકના પંથે’ મળે છે, આ કૃતિમાં સુંદરમનું સર્જનાત્મક ગદ્ય જોવા મળે છે. ડાયરી, ચિંતન, પત્ર, નિબંધ વગેરે ઘણાં લક્ષણો આ કૃતિમાં જોવા મળે છે. નાટક ક્ષેત્રે પણ સુંદરમનું પ્રદાન રહ્યું છે. તેમાં મૌલિક નાટક ‘વાસંતી પૂર્ણિમા’ ઈ.સ. ૧૯૭૭માં પ્રકાશિત થયું. ‘કાદવિયાં’ ઉત્કૃષ્ટ નાટ્યકલાનું ઉદાહરણરૂપ એકાંકી છે. ઉપરાંત નૃત્યનાટિકાઓ પણ મળે છે. ઉપરાંત ‘ભગવદ્ જજુકીયમ્’, ‘મૃચ્છકટિકમ્’ એ એમના અનુવાદો છે. ‘સાવિત્રી’નો અનુવાદ પણ સુંદરમે કર્યો છે. ઉપરાંત ‘માતાજીના નાટકો’, ‘અરવિંદ મહર્ષિ’, ‘અરવિંદના ચાર પત્રો’ અને ‘દક્ષિણા’નું એમનું કામ દાદ માગી લે તેવું છે. સુંદરમનું આવડું મોટું વ્યક્તિત્વ આટલા મોટા ગજાના સર્જક તરીકે સ્થાપી આપે છે. ગાંધીયુગના સમર્થ કવિ વિદ્યાપીઠ જેવી સંસ્થામાં થઈ શ્રી અરવિંદના સાન્નિધ્યમાં પોંડેચેરી સુધીની તેમની જીવનયાત્રા સાહિત્યયાત્રા બની રહે છે. મિયાંમાતરથી શરૂ થયેલી એમની યાત્રા સર્જક તરીકે વિશ્વને આંબે છે ત્યારે સુંદરમ્ તેના સર્જન સાથે ઓતપ્રોત થઈ જાય છે.

સંદર્ભગ્રંથ :
૧. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ગ્રેં. ૫ ગુજરાતી સાહિત્ય પરિષદ.
૨. સુંદરમ્ : સર્જક પ્રતિભા મફત ઓઝા.
૩. સુંદરમ્ : એક અધ્યયન : ડૉ. શિવાંગી પંડ્યા, ડૉ. દીપક પંડ્યા.
૪. ચૂંટેલી કવિતા : સુંદરમ્ : ચયન-ચંદ્રકાન્ત શેઠ.
૫. સુંદરમ્-સુધા - સં. સુરેશ દલાલ.
૬. કડવી વાણી - સુંદરમ્ - ૭૧ કાવ્યમંગલા - સુંદરમ્.

(‘અધીત : બેતાળીસ’)