ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધૂમકેતુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(લાઈન બ્રેક ઉમેર્યા)

(2 intermediate revisions by the same user not shown)
Line 135: Line 135:
{{right|મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨}}

{{right|મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨}}

{{right|Email : tathapi2005@yahoo.com}}

{{right|Email : tathapi2005@yahoo.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''ધૂમકેતુનું તણખામંડળ રજું'''
'''ધૂમકેતુનું તણખામંડળ રજું'''
Line 143: Line 145:
અર્પણ : કાવ્યપંક્તિ :
અર્પણ : કાવ્યપંક્તિ :
{{Block center|<poem>ક્ષણ એક આવીને ગઈ; ફરી એ કદી નજરે નહિ;
{{Block center|<poem>ક્ષણ એક આવીને ગઈ; ફરી એ કદી નજરે નહિ;
સાથે જીવનભર તો ય જે છાયાની પેઠ પળી રહી.</poem>}}
સાથે જીવનભર તો ય જે છાયાની પેઠ પળી રહી.

રસઅંગુલિના સ્પર્શથી,
રસઅંગુલિના સ્પર્શથી,
Line 229: Line 231:
{{right|Email : tathapi2005@yahoo.com}}

{{right|Email : tathapi2005@yahoo.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''‘તણખા’ મંડળ ૩જું'''
'''‘તણખા’ મંડળ ૩જું'''
Line 283: Line 286:
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}

{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}

{{right|Email : solankiarati9@gmail.com}}

{{right|Email : solankiarati9@gmail.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''‘તણખા’ મંડળ ચોથું'''
'''‘તણખા’ મંડળ ચોથું'''
Line 339: Line 344:
{{right|Email : solankiarati9@gmail.com}}

{{right|Email : solankiarati9@gmail.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ : અવશેષ, પ્રદીપ, મલ્લિકા, ત્રિભેટો, આકાશદીપ'''
'''ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ : અવશેષ, પ્રદીપ, મલ્લિકા, ત્રિભેટો, આકાશદીપ'''
Line 385: Line 391:
{{right|શ્રી જાનકી વલ્લભ આટ્‌ર્સ કૉલેજ, મુવાલ}}

{{right|શ્રી જાનકી વલ્લભ આટ્‌ર્સ કૉલેજ, મુવાલ}}

{{right|મો. ૮૨૦૦૧ ૧૨૪૧૯}}

{{right|મો. ૮૨૦૦૧ ૧૨૪૧૯}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''ધૂમકેતુ (‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’)'''
'''ધૂમકેતુ (‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’)'''
Line 449: Line 457:
{{right|મો. ૮૮૬૬૩ ૮૩૪૩૩}}

{{right|મો. ૮૮૬૬૩ ૮૩૪૩૩}}

{{right|Email : raghavbharvad૯૩@gmail.com}}

{{right|Email : raghavbharvad૯૩@gmail.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ વિશે :'''
'''ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ વિશે :'''
Line 462: Line 472:
'''૧) કોણ નાનો કોણ મોટો'''
'''૧) કોણ નાનો કોણ મોટો'''
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Dhoomketu-ni Varta-o 7 - Book Cover.png|200px|left]]
ઝમકુડી. એણે મોટો કરેલો એક દીકરો એટલે ઠાકરડો. એ કોણ હતો? ક્યાંથી આવ્યો? કોઈને કશી ખબર નહોતી. આ ઝમકુડી ડોશીએ એને મોટો કરેલો. ઠાકરડાને પણ ઊંડે ઊંડે ખબર હતી કે આ મારી સગી મા નથી. પરંતુ સગી મા ન રાખે આ ઝમકુડી એને એવી રીતે રાખેલો કે જાણે રાજાનો કુંવર હોય એવી રીતે મોટો કરેલો. ગામમાં ક્યાંય રમતના વાવડ હોય શરત મરાતી હોય ત્યાં જઈને ઊભો રહે અને આ ઠાકરડાના નસીબે એવા કે દાવ લે તો દાવ જીતે અને હરાજીમાં ઊભો રહે તો બે-પાંચ રૂપિયા જીતીને જ આવે. બટાકા સિવાય બીજું કશું ખાતો નહીં. ક્યાંક શરતું જીતતો, ક્યાંક દાવ જીતતો પણ પૈસા રહેતા નહીં. એક વખત ડોશી માંદા પડ્યાં અને ગુસ્સામાં ઠાકરડાને કીધું કે ‘તારા કરતાં તો કચરો જન્મ્યો હોત તો કોક દિવસ કામ આવત.’ ઠાકરડો તો આ સાંભળીને ભાગ્યો, પાછો આવ્યો ત્યારે આંખ લાલ હતી, હાંફતો હતો, હાથમાં દવાની શીશી હતી. થોડીવારમાં પોલીસ આવી, ઠાકરડાને લઈ ગઈ. ત્યારે ડોસીએ પૂછ્યું, તો ખબર પડી કે કોઈ દીકરીને મારીને એના ઘરેણા લઈને દવા લીધી છે. ઠાકરડો જેલમાં ગયો, ઘણા સમય પછી વાર્તાનાયક એ બાજુ નીકળ્યા, ડોશીના ઘર બાજુ ગયા, કોઈ જુવાન એ દરવાજો ખખડાવી રહ્યો હતો, અંદરથી રાખમીબાઈ એટલે કે જે દીકરીને ઠાકરડાએ મારી નાખી એની મા, એણે બૂમાબૂમ કરી એટલે ફરી પાછો ઠાકરડો જેલમાં ગયો. થોડા સમય પછી વાર્તાનાયક રખમીબાઈના ઘરે ગયા, ત્યારે જોયું કે એની સેવા ઠાકરડો કરતો હતો. ત્યારે વાર્તાનાયકને થયું કે, ખરેખર ન્યાયાસન પાસે શેતાનને જેટલું હસવાનું મળે છે તેટલું બીજે ક્યાંય મળતું નહીં હોય.
ઝમકુડી. એણે મોટો કરેલો એક દીકરો એટલે ઠાકરડો. એ કોણ હતો? ક્યાંથી આવ્યો? કોઈને કશી ખબર નહોતી. આ ઝમકુડી ડોશીએ એને મોટો કરેલો. ઠાકરડાને પણ ઊંડે ઊંડે ખબર હતી કે આ મારી સગી મા નથી. પરંતુ સગી મા ન રાખે આ ઝમકુડી એને એવી રીતે રાખેલો કે જાણે રાજાનો કુંવર હોય એવી રીતે મોટો કરેલો. ગામમાં ક્યાંય રમતના વાવડ હોય શરત મરાતી હોય ત્યાં જઈને ઊભો રહે અને આ ઠાકરડાના નસીબે એવા કે દાવ લે તો દાવ જીતે અને હરાજીમાં ઊભો રહે તો બે-પાંચ રૂપિયા જીતીને જ આવે. બટાકા સિવાય બીજું કશું ખાતો નહીં. ક્યાંક શરતું જીતતો, ક્યાંક દાવ જીતતો પણ પૈસા રહેતા નહીં. એક વખત ડોશી માંદા પડ્યાં અને ગુસ્સામાં ઠાકરડાને કીધું કે ‘તારા કરતાં તો કચરો જન્મ્યો હોત તો કોક દિવસ કામ આવત.’ ઠાકરડો તો આ સાંભળીને ભાગ્યો, પાછો આવ્યો ત્યારે આંખ લાલ હતી, હાંફતો હતો, હાથમાં દવાની શીશી હતી. થોડીવારમાં પોલીસ આવી, ઠાકરડાને લઈ ગઈ. ત્યારે ડોસીએ પૂછ્યું, તો ખબર પડી કે કોઈ દીકરીને મારીને એના ઘરેણા લઈને દવા લીધી છે. ઠાકરડો જેલમાં ગયો, ઘણા સમય પછી વાર્તાનાયક એ બાજુ નીકળ્યા, ડોશીના ઘર બાજુ ગયા, કોઈ જુવાન એ દરવાજો ખખડાવી રહ્યો હતો, અંદરથી રાખમીબાઈ એટલે કે જે દીકરીને ઠાકરડાએ મારી નાખી એની મા, એણે બૂમાબૂમ કરી એટલે ફરી પાછો ઠાકરડો જેલમાં ગયો. થોડા સમય પછી વાર્તાનાયક રખમીબાઈના ઘરે ગયા, ત્યારે જોયું કે એની સેવા ઠાકરડો કરતો હતો. ત્યારે વાર્તાનાયકને થયું કે, ખરેખર ન્યાયાસન પાસે શેતાનને જેટલું હસવાનું મળે છે તેટલું બીજે ક્યાંય મળતું નહીં હોય.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 606: Line 617:
{{center|૦}}
{{center|૦}}
'''૩. ‘વસંતકુંજ’ વાર્તાસંગ્રહ વિશે :'''
'''૩. ‘વસંતકુંજ’ વાર્તાસંગ્રહ વિશે :'''
'''૧) પરાજય લાવજે'''
'''૧) પરાજય લાવજે'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 625: Line 637:
{{center|૦}}
{{center|૦}}
'''૪. ‘નિકુંજ’ વાર્તાસંગ્રહ વિશે :'''
'''૪. ‘નિકુંજ’ વાર્તાસંગ્રહ વિશે :'''
'''૧) રતન'''
'''૧) રતન'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 669: Line 682:
{{center|૦}}
{{center|૦}}
'''૫. ‘છેલ્લો ઝબકારો’ વાર્તાસંગ્રહ વિશે :'''
'''૫. ‘છેલ્લો ઝબકારો’ વાર્તાસંગ્રહ વિશે :'''
'''૧) શૂન્યતાની લીલા'''
'''૧) શૂન્યતાની લીલા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 677: Line 691:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૩) માતૃત્વ જાગ્યું'''
'''૩) માતૃત્વ જાગ્યું'''
'''એક પુરુષની અંદર જ્યારે માતૃભાવ જાગે ત્યારે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કુદરત કરી આપે એવી વાર્તા. એક પૈસાદાર લાગણીવાળો માણસ એટલે જગમોહન અને વાર્તાનો નાયક એટલે કેશવચંદ્ર. કેશવચંદ્ર પોતાનું ગુજરાત ચલાવવા માટે છૂટક છૂટક ટ્યૂશન કરતો, પરંતુ પુસ્તકપ્રેમી અને એક નાની સરખી અંધારી કોટડીનો માલિક અને પુસ્તકપ્રેમી હોવાને લીધે કોઈની ટીકા, નિંદા, ધૃણા કે ખુશામત કરતો નહીં, પોતાનાં પુસ્તકોને જ પોતાનું વિશ્વ ગણતો. પુસ્તક પાસેથી એટલું શીખેલો કે, જે જીવન છે એ જીવન નથી, અને જે જીવન નથી એ જ જીવન છે અને ભવિષ્યમાં પણ આ દુનિયામાં જીવવું હોય તો વર્તમાન બરાબર જીવી લેવો એ જ બાદશાહીનો માર્ગ છે.
{{Poem2Open}}
જગમોહનના ઘરે જઈને તેની રૂપ અને પૈસાદારથી અહંકારી પત્નીનો ભેટો થાય છે, અને ત્યાં વાર્તાનો પ્રાણ કહી શકાય એવો જગદીશ નામનું પાત્ર ઉમેરાય છે. જગદીશ હજુ માંડ પાંચ વર્ષનો, પરંતુ કોઈ ગહન અવસ્થામાં ખોવાયેલું બાળક. વાર્તાકાર બહુ સરસ રીતે આગળની વાર્તાનો મર્મ સમજાવતાં જણાવે છે કે, સાવકી મા સાથે રહેતો દીકરો પોતાની પેટે જણેલી માની રાહમાં પોતાનું વર્તમાન પણ જીવી નથી શકતો. અને જ્યારે કેશવચંદ્રની અંદર એ માતૃત્વનો ભાવસ્રાવ થાય પછી કેવી રીતે પરિસ્થિતિ પલટાય છે અને જગદીશને મા અને મા સમો શિક્ષક મળે છે-ની આખીય પરિસ્થિતિ પ્રકૃતિ કેવી રીતે નિર્માણ કરે છે એનું બહુ ભાવાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે.'''
એક પુરુષની અંદર જ્યારે માતૃભાવ જાગે ત્યારે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કુદરત કરી આપે એવી વાર્તા. એક પૈસાદાર લાગણીવાળો માણસ એટલે જગમોહન અને વાર્તાનો નાયક એટલે કેશવચંદ્ર. કેશવચંદ્ર પોતાનું ગુજરાત ચલાવવા માટે છૂટક છૂટક ટ્યૂશન કરતો, પરંતુ પુસ્તકપ્રેમી અને એક નાની સરખી અંધારી કોટડીનો માલિક અને પુસ્તકપ્રેમી હોવાને લીધે કોઈની ટીકા, નિંદા, ધૃણા કે ખુશામત કરતો નહીં, પોતાનાં પુસ્તકોને જ પોતાનું વિશ્વ ગણતો. પુસ્તક પાસેથી એટલું શીખેલો કે, જે જીવન છે એ જીવન નથી, અને જે જીવન નથી એ જ જીવન છે અને ભવિષ્યમાં પણ આ દુનિયામાં જીવવું હોય તો વર્તમાન બરાબર જીવી લેવો એ જ બાદશાહીનો માર્ગ છે.
જગમોહનના ઘરે જઈને તેની રૂપ અને પૈસાદારથી અહંકારી પત્નીનો ભેટો થાય છે, અને ત્યાં વાર્તાનો પ્રાણ કહી શકાય એવો જગદીશ નામનું પાત્ર ઉમેરાય છે. જગદીશ હજુ માંડ પાંચ વર્ષનો, પરંતુ કોઈ ગહન અવસ્થામાં ખોવાયેલું બાળક. વાર્તાકાર બહુ સરસ રીતે આગળની વાર્તાનો મર્મ સમજાવતાં જણાવે છે કે, સાવકી મા સાથે રહેતો દીકરો પોતાની પેટે જણેલી માની રાહમાં પોતાનું વર્તમાન પણ જીવી નથી શકતો. અને જ્યારે કેશવચંદ્રની અંદર એ માતૃત્વનો ભાવસ્રાવ થાય પછી કેવી રીતે પરિસ્થિતિ પલટાય છે અને જગદીશને મા અને મા સમો શિક્ષક મળે છે-ની આખીય પરિસ્થિતિ પ્રકૃતિ કેવી રીતે નિર્માણ કરે છે એનું બહુ ભાવાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે.
{{Poem2Close}}
'''૪) મળેલું અને મેળવેલું'''
'''૪) મળેલું અને મેળવેલું'''
{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 04:58, 14 December 2024

ધૂમકેતુની વાર્તાકળા

જયેશ ભોગાયતા

Dhoomketu.png

પૂરું નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ‘ધૂમકેતુ’
જન્મતારીખ : ૧૨-૧૨-૧૮૯૨
મૃત્યુતારીખ : ૧૧-૦૩-૧૯૬૫

‘તણખા’ મંડળ ૧લું – ‘તણખા’ મંડળ બીજુંને આધારે

ધૂમકેતુએ ‘તણખા’ મંડળ ૧લુંમાં આપેલી માહિતી મુજબ ૧૯૨૩થી ૧૯૨૫ દરમિયાન ૧૯ વાર્તાઓ પ્રગટ થઈ હતી. ‘સાહિત્ય’, ‘ગુજરાત’, ‘રંગભૂમિ’, ‘નવચેતન’ અને ‘યુગધર્મ’ – એમ પાંચ સામયિકોમાં પ્રગટ થઈ હતી. પરંતુ ‘વીસમી સદી’માં વાર્તા પ્રગટ થઈ નથી. ‘તણખા’ મંડળ ૧લું (પ્ર. આ. ૧૯૨૬) કુલ ૧૯ વાર્તાઓ. પૃષ્ઠ સંખ્યા ૧૮૩. અર્પણ માતૃચરણે. અર્પણમાં James Rhodes નું અવતરણ. ધૂમકેતુ અંગ્રેજી અને સંસ્કૃત વિષયના સ્નાતક હતા. James Rhodes એંગલો-આયરીશ કવિ (૧૮૪૧-૧૯૨૩). માના પ્રેમનો પડછાયો. જે કાયમી રૂપરેખામાં જડાયેલો છે. આનંદ, ખુશ્બૂ, જીવન, મૃત્યુ, પીડાની અનુભૂતિ. પ્રસ્તાવના : ‘એક ભૂલ’ સિવાયની વાર્તાઓ મૌલિક છે. ‘એક ભૂલ’ પર ઝોલાની છાપ પડી છે. પ્રસ્તાવનાના પહેલા ફકરામાં બે વિદેશી લેખકોના સંદર્ભ આપે છે. એમિલ ઝોલા એમર્સન. એમર્સનનું કહેવું છે કે સર્જક હંમેશાં તેના પુરોગામીઓનો ઋણી હોય છે. એ ઋણી સર્જક જ પોતાનું ઉત્તમ અને મૌલિક સર્જન કરી શકે છે. પ્રસ્તાવનામાંથી ટૂંકી વાર્તા વિશે ઉપયોગી માહિતી છે તેને સારરૂપે અહીં મૂકી છે : ટૂંકી વાર્તાની માતૃભૂમિ અમેરિકા છે. ટૂંકી વાર્તા એ સજેસ્ટિવ આર્ટ – ધ્વનિપ્રધાન કલા છે. નવલકથાનું નાનું સ્વરૂપ તે ટૂંકી વાર્તા નથી, ટૂંકી વાર્તાની કલા તદ્દન સ્વતંત્ર જ છે. ટૂંકી વાર્તા માત્ર ‘રંજનાર્થ’ જ ન હોય તો જ તે સર્વોત્કૃષ્ટ ગણાય એ વિચારણા બરાબર નથી. ધૂમકેતુએ ‘તણખા’ મંડળ ૧લુંમાં પ્ર. આ. અને બી. આ. ટૂંકી વાર્તાની જે સ્વરૂપ વિચારણા કરી છે તેમાં પ્રયોજેલી પારિભાષિક સંજ્ઞાઓ મુખ્યત્વે ટૂંકી વાર્તા એ ધ્વનિપ્રધાન, વ્યંજનાપ્રધાન, સાહિત્યસ્વરૂપ છે તે વિચાર રજૂ કરે છે. લેખનમાં કુશળતા, સંયમ, ઢબછબ, રીતભાત, સ્વચ્છતા, લાઘવ, પ્રેરણા જેવાં વિવિધ તત્ત્વોથી વાર્તાનું સફળ સર્જન થાય છે, કલા નિષ્પન્ન થાય છે, ને તેમાંથી જન્મે છે જીવન વિશેનું ગૂઢ જ્ઞાન. ધૂમકેતુને કલા અને જીવનનું ગૂઢ જ્ઞાન બંને અપેક્ષિત હતાં. કરુણ અંતને ટૂંકી વાર્તાની કલા સાથે અગત્યનો સંબંધ નથી. ટૂંકી વાર્તામાં શબ્દમર્યાદા, વાચક એક જ બેઠકમાં વાંચી લે તેવાં ધોરણો સ્વરૂપ સાથે સુસંગત નથી. દરેક સાચી કલાકૃતિને પોતપોતાના નિયમો હોય છે. સર્જન અને જીવન નિયમ કરતાં વાતાવરણ પર જ વધારે આધાર રાખે છે, એ સત્ય ટૂંકી વાર્તાની કલામાં પણ સર્વસામાન્ય છે. અહીં ‘વાતાવરણ’ સંજ્ઞા દ્વારા શું અભિપ્રેત હશે તે સમજવું મુશ્કેલ છે. ‘વાતાવરણ’ એટલે જીવનસંદર્ભ? માનવીય પરિસ્થિતિ? જીવનની નિર્બંધ ગતિ? સ્વાભાવિકતા? એવા અર્થોથી એમનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરી શકીએ. ટૂંકી વાર્તાની સર્જનપ્રક્રિયા, ભાવકની મનોદશા અને ભાવકની સજ્જતા વિશે ખૂબ જ મહત્ત્વની વિચારણા કરી છે. ધૂમકેતુની અતિપ્રસિદ્ધ વ્યાખ્યા ‘જે વીજળીના ચમકારાની પેઠે...’ ટૂંકી વાર્તાની સર્જનપ્રક્રિયા અને વાર્તાની ખરી ઓળખ દર્શાવે છે. ટૂંકી વાર્તા એ વિસ્તારની કલા નથી. લાઘવની કલા છે. ટૂંકી વાર્તા તેની ધ્વનિપ્રધાનતાને કારણે વાચકની લાગણીઓને ઉત્તેજિત કરે છે, વાચકની લાગણીઓ અને કલ્પનાને જગાડવી એ જ એનું પ્રયોજન છે. વાચકના હૃદયમાં જાગેલી લાગણીઓ અને કલ્પના તે જ વાર્તાનો ધ્વનિ. ટૂંકી વાર્તાકાર ભાવકના હૃદયમાં તણખો મૂકે છે. એ તણખાથી પ્રજ્વલિત ભાવકચેતનાને અર્થનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. ટૂંકી વાર્તાનો વાચક વાર્તાનો પ્રભાવ ઝીલી શકે તેવો સંવેદનશીલ અને બૌદ્ધિક હોવો જરૂરી છે. પરંતુ આવેશયુક્ત પ્રતિભાવ એ વિવેચન નથી. વ્યક્તિના ગમા-અણગમા એ વિશ્લેષણમૂલક વિવેચન નથી. ધૂમકેતુએ ‘તણખા’ મંડળ ૧લુંની બીજી આવૃત્તિમાં વાર્તાલેખન માટે પ્રજા જીવનના ગહન અનુભવને અગત્યનો ગણ્યો છે. લોકજીવનનો પરિચય કરવાથી ઘણું બધું નવું જાણવાનું મળે છે. આ સૃષ્ટિ એટલી રમણીય છે અને એમાં પ્રજાજીવનમાં સુખદુઃખનાં, શ્રદ્ધાનાં, અજ્ઞાનનાં, ભોળપણનાં કુરિવાજોનાં જુદાં જુદાં મૂળ તત્ત્વો એવાં તો સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમાંથી જે નવી દૃષ્ટિ મળે તે નવા સર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. ‘ટૂંકી વાર્તાઓનો સુંદરમાં સુંદર ફાલ ઊતરે ત્યારે પ્રજાજીવન પલટો લે છે એમ સમજવું....’ ટૂંકી વાર્તાનું નાનું સરખું કલેવર, કદના પ્રમાણમાં વધારેમાં વધારે પ્રાણતત્ત્વ સાચવી શકે છે. ‘તણખા’ની કેટલીક ટૂંકી વાર્તાના સ્થળ-કાળનો પરિચય આપ્યો છે. પરંતુ ધૂમકેતુ માને છે કે બધાં ભૌંગોલિક ખોખાંમાં પ્રાણતત્ત્વ તો માત્ર કલ્પના અને અનુભવ. ‘તણખા’ની ત્રીજી આવૃત્તિ (૧૯૬૩)માં નાની નોંધ છે : સમયના વહેણમાં એ ટકી શકે છે – એનાં ભાષાંતર ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી, સિંધી, તામિલમાં. ‘તણખા’ની ચૌદમી આવૃત્તિમાં નોંધ (૧૯૭૧ મરણોત્તર પ્રકાશન) દક્ષિણકુમાર જોશી નોંધે છે કે વિદ્વાન વિવેચકોએ અને વાર્તા રસિકોએ તેને ઉચ્ચ સ્થાને પ્રતિષ્ઠિત કર્યા છે.

‘તણખા’ મંડળ ૧લુંની વાર્તાઓ અને ધૂમકેતુની વાર્તાકળા

Tankha-1 by Dhoomketu - Book Cover.png

ધૂમકેતુના પુરોગામી વાર્તાકારો : ‘તણખા’ મંડળ ૧લુંની પ્રથમ આવૃત્તિ ૧૯૨૬માં પ્રગટ થઈ હતી. તેમાં ૧૯ વાર્તાઓ છે. તેમાંથી મોટાભાગની વાર્તાઓ શિષ્ટ સામયિકોમાં પ્રગટ થઈ હતી. ધૂમકેતુના પુરોગામી વાર્તાકારોમાં રમણભાઈ નીલકંઠ, કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, મ્લયાનિલ અને બટુભાઈ ઉમરવાડિયા મુખ્ય છે. આ વાર્તાકારોની ભૂગોળ શહેરીજીવન છે, શહેરનાં પાત્રો છે. તેમાં સુધારાવાદી વલણ છે, કુરિવાજો અને કુરૂઢિઓથી પીડાતાં સ્ત્રી પાત્રોની દુર્દશા વર્ણવી છે. વાર્તાસર્જન દ્વારા બોધ, ઉપદેશ ને મનોરંજન આપવાનો મુખ્ય હેતુ. એ વાર્તાઓમાં મોટાભાગની વાર્તાઓ વાચાળ અને મેદસ્વી હતી. કેટલીક વાર્તાઓ માનવહૃદયની લાગણીઓ રજૂ કરતી હતી. ધૂમકેતુની વાર્તાઓની બે મુખ્ય લાક્ષણિકતાઓ હતી જેનાથી એ પુરોગામીથી જુદા પડે છે. ધૂમકેતુની વાર્તાવિભાવનાને ઘડનારાં પરિબળોમાં મુખ્ય પરિબળ હતું વિદેશી વાર્તાઓનો અભ્યાસ, વિદેશી વાર્તાવિવેચકોના સિદ્ધાંતોનો પરિચય. અમેરિકન, ફ્રેંચ, રશિયન અને બ્રિટિશ સર્જકોના સંદર્ભો પ્રસ્તાવનામાં વારંવાર આવે છે. તેને કારણે વાર્તાની કલાત્મકતાના મૂળાધારોનો પરિચય થયો. વાર્તાસ્વરૂપની ગંભીરતાનો પરિચય થયો. એમની બીજી લાક્ષણિકતા લોકજીવનનો-પ્રજાજીવનનો ગાઢ અનુભવ. એ લોકજીવન કે પ્રેમજીવનમાં પાત્રો પ્રત્યે ઊંડી માનવીય સંવેદના અને સમભાવ. પ્રજાના હૃદયના ભાવોને પામવાની ઊંડી સૂઝ. ધૂમકેતુએ બદલાતા સમયમાં પરિવર્તનોને સર્જકદૃષ્ટિથી અનુભવ્યાં. ગામડું અને શહેર બંનેના વાસ્તવને પારખ્યું. સરકારી અમલદારશાહી, યંત્રસંસ્કૃતિ, અને શહેરી જીવનનો મોહ તથા ભાવનાત્મક રીતે પાત્રોનું નિરાધારપણું એ બધાં વાસ્તવને અનુભવીને વાર્તાસર્જન વડે નવું વાસ્તવ નિર્માણ કર્યું. આ વાર્તાઓ સામાજિક સુધારાઓ અને બોધ, ઉપદેશ કે મનોરંજન માટે નહોતી. એ વાર્તાઓ માનવહૃદયની ભાવનાઓ, લાગણીઓ, સ્વપ્નો અને અપેક્ષાઓનું જગત રજૂ કરે છે. સંવેદનબધિર સમાજમાં રહેતાં પાત્રોની એકલતા, હતાશા, નિરાશાને રજૂ કરે છે. એક નવા માનવસમાજની કલ્પના રજૂ કરે છે જ્યાં સંપત્તિ, સત્તા કે વર્ગભેદને બદલે માનવીય ભાવનાઓ જીવનનું ચાલકબળ બને. નૂતન માનવજીવનનું ભાવનામય ને કલ્પનાશીલ વિશ્વ સમાજનાં દબાયેલાં, કચડાયેલાં, લાગણીવંચિત પાત્રોના હૃદયના ધબકારને સાંભળ્યો. એ ધબકારમાં પડઘાતા કરુણને સર્જકહૃદયથી સાંભળ્યો અને ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં એક નવી પાત્રસૃષ્ટિ સર્જી અને માનવીય મૂલ્યોનું ગૌરવ કર્યું. એમની વાર્તાઓ દ્વારા પ્રજાજીવનમાં સાવ અજાણ્યાં છતાં સંવેદનશીલ પાત્રોની ઓળખ મળી. એ પાત્રસૃષ્ટિનું સર્જન ભાવનાઓ, કલ્પનાશક્તિ અને કથન-વર્ણનની નૂતન શૈલી વડે કર્યું. લોકબોલીનો સહજ રીતે વિનિયોગ કર્યો. ધૂમકેતુની વાર્તાઓની રચનાકળાનો પ્રત્યક્ષ પરિચય આપવા માટે પ્રત્યેક વાર્તાની મીતાક્ષરી નોંધ કરું છું. (૧) પોસ્ટ ઑફિસ (પ્રથમ પ્રકાશન : એપ્રિલ, ૧૯૨૪ ‘સાહિત્ય’ સામયિકમાં. વાર્તાનો આરંભ વર્ણનથી કર્યો છે. પાછલી રાત્રિનું ભૂરું આકાશ, નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટા, એ પ્રાકૃતિક વાતાવરણની સામે જૂનો-ફાટેલો ઝભ્ભો પહેરેલો વૃદ્ધ ડોસો. શિયાળાની ઠંડી. જૂની ડાંગના ટેકાથી આગળ વધતો. વાર્તાનો આરંભ ભાવકના મનમાં વિસ્મય જગાડે છે, સંવેદના જગાડે છે. ફરી પોસ્ટ ઑફિસ અને સડકનું વર્ણન. જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર – પોસ્ટ ઑફિસ. ને પોસ્ટ ઑફિસ સુધી આવી જતાં શરૂ થાય છે અંદરની લાગણીશૂન્ય સૃષ્ટિ. એ વૃદ્ધ ડોસો તે અલી કોચમેન. છેલ્લાં પાંચ વર્ષથી દીકરી મરિયમનો કાગળ લેવા ધક્કા ખાય છે પરંતુ નથી આવતો કાગળ કે નથી મળતી હૈયાધારણ. વાર્તાકારે અહીં અલીના શિકારીજીવનનો સંદર્ભ યોજ્યો છે. શિકારીજીવનમાં એમની ક્રૂરતા અને નિર્દયતા સૂચવાઈ છે. એ જ અલીને વૃદ્ધાવસ્થામાં દીકરીના વિયોગની અનુભૂતિ. એનું હૃદયપરિવર્તન. અલીને સ્નેહ અને વિરહનું મૂલ્ય સમજાયું. સ્નેહની સૃષ્ટિનો અનુભવ થયો. વિરહનાં આંસુની પીડા અનુભવી. અંતે થાકીહારીને કારકુનને પાંચગીની આપી, મરિયમનો કાગળ આવે તો કબર પર મૂકવા માટે. વાર્તામાં બીજું હૃદયપરિવર્તન નિરૂપ્યું છે પોસ્ટમાસ્ટરનું. એ પણ અલીની જેમ દીકરીના પત્રની રાહ જોતા હતા. ને ‘કોચમેન અલી ડોસા’ સાંભળીને એને આંચકો લાગે છે ને ક્ષણે ભાવકને પણ. પોસ્ટમાસ્તરનો કઠોર સ્વભાવ પીગળી ગયો સ્નેહથી. વિરહની પીડા અનુભવી. વાર્તામાં હૃદયસ્પર્શી ક્ષણ છે પોસ્ટમાસ્ટરનો નિર્ણય કે તે પોતે જ અલીને કવર આપશે. વાર્તાના આરંભે કારકુનો ને પોસ્ટમાસ્ટરને માટે ટપાલોની વહેંચણી એક યાંત્રિક ટેવવશ ક્રિયા હતી પણ તેમાં ધડકતું હૃદય હોય તેવી પોસ્ટમાસ્તરની અનુભૂતિ જીવનને જોવાની સાચી દૃષ્ટિ આપે છે. ધૂમકેતુ એ જીવનદૃષ્ટિનો મહિમા કરવા માટે વાર્તાના ધ્વનિતત્ત્વની પરવાહ કર્યા વિના સમગ્ર વાર્તાનો અર્થધ્વનિ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવે છે. ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય’ (પૃ. ૯). વાર્તાસ્વરૂપની વિભાવના પ્રમાણે આ વિધાનથી –વાર્તાકારના સીધા પ્રવેશથી – વાર્તાની વ્યંજના મુખર બની ગઈ. વાર્તા જાણે કે ઉપર દર્શાવેલ જીવનની ફિલસૂફી રજૂ કરવા માટેનું સાધન બની ગઈ. ધૂમકેતુએ પોતે રજૂ કરેલી પોતાની વાર્તાવિભાવનાનો પોતાના હાથે ભંગ કર્યો છે. પરંતુ ધૂમકેતુનું લક્ષ્ય ધ્યાનમાં રાખીએ તો વાર્તાની કલાત્મકતા ભોગે પણ આ શુભમંગલકારી સૂત્ર બહુ ખટકે નહીં. વાર્તાના અંતે ‘કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો’ આ વાક્યને વાર્તાના આરંભના વાક્ય સાથે વાંચીએ. વાર્તાના આરંભે ઠંડા પવનના સુસવાટા, શિયાળાની ઠંડી હતી. જ્યારે વાર્તાને અંતે કોલસાની સગડીમાંથી આવતા મધુર તાપની હૂંફ છે. આરંભ કરતાં અંતની બદલાયેલી પરિસ્થિતિનું સર્જન કર્યું માનવતાવાદી દૃષ્ટિએ. આમ કરુણાંત છતાં વાર્તા સુખાંત છે. (૨) ભૈયા દાદા (પ્રથમ પ્રકાશન : સપ્ટેમ્બર, ૧૯૨૪) ‘ગુજરાત’ સામયિકમાં ધૂમકેતુની વાર્તાઓ થકી કારકુન, અધિકારી, ઉપલા અમલદારોની નિષ્ઠુરતા અને સત્તારૂઆબ સામે વ્યંગ્યભર્યો હળવો આક્રોશ રજૂ થયો છે. એક તરફ છે માનવહૃદયની ભાવનાઓની કુમાશ અને મખમલીપણું ને બીજી તરફ છે કડકાઈભરી તોછડી ભાષા અને ઉદ્ધત વર્તન કરતા અધિકારીઓ. આ બે વચ્ચેનો સંઘર્ષ, તનાવ માનવીય લાગણીઓની કસોટી કરે છે. શિરસ્તેદાર વિનાયકરાવ અને બદ્રીનાથ – ભૈયાદાદા – વચ્ચે આત્મીય સંબંધ. વાર્તાકારે ભૈયાની વાડીનું સૌંદર્ય વર્ણવ્યું છે : ‘ગલગોટા, કરેણ, કેળ ને પપૈયાં વાવ્યાં હતા.’ ને ચોથું પાત્ર છે છોકરી પાનીનું. આ ચારેય વચ્ચેના, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના આત્મીય સંબંધનું મૂલ્ય સુપરિટેન્ડન્ટ સમજી શકતો નથી. કારણ કે તે સત્તામાં ભાન ભૂલી ગયો છે ને નાની અમથી ભૂલને કારણે ભૈયાદાદાને નોકરીમાંથી છૂટા કરવાનો હુકમ આપે છે. ભૈયાદાદા દુઃખી, સંતાન વગરનો હતો. એનો આધાર હતાં વિનાયકરાવ પાની અને ફૂલછોડની વાડી! બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં, ટિલાળી બકરી – આ ભર્યું ભર્યું જગત ઉજ્જડ કરી નાખે છે સત્તા. પોતાની મનપસંદ જગ્યા છોડવાના આઘાતથી ભૈયાદાદાનું કરુણ મૃત્યુ. વાર્તાકથક ભૈયાદાદાના કરુણાંત મૃત્યુથી લાગણીવિવશ બની જાય છે ને ધૂમકેતુ ટૂંકી વાર્તાને સજેસ્ટિવ આર્ટ કહે છે – ધ્વનિપ્રધાન કલા – તે કલાનું સત્ય અવગણીને વાર્તામાં સીધો પ્રવેશ કરીને વાર્તાનો અર્થ સ્પષ્ટ કરે છે. ‘વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા-વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? ‘આ યંત્રવાદ’માં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે’ (પૃ. ૧૮) માનવતાવાદનો નાશ કરતા યંત્રવાદ સામેનો વાર્તાકથકનો ખુલ્લો વિરોધ આખી વાર્તાના સૌંદર્યને સિદ્ધ કરનાર ઘટકોની કાર્યસાધકતાને મંદ પાડી દે છે. ‘પોસ્ટ ઑફિસ’ વાર્તાના અંતનું અહીં પુનરાવર્તન છે. વાર્તાસ્વરૂપની કલાત્મકતાને જાણનાર સર્જક પોતે જ વાર્તાને વાચાળ અને પ્રચારક બનાવી દે ત્યારે વિભાવના અને સર્જન વચ્ચેના અંતરને સૂચવી દે છે. આ પ્રકારનો સૂત્રાત્મક સંદેશ વાર્તાની નિરૂપણશક્તિનું મૂલ્ય ઘટાડી દે છે. (૩) હૃદય દર્શન (પ્રથમ પ્રકાશન : ૧૯૨૩, ‘રંગભૂમિ સામયિકમાં) પન્નાલાલ દીવાન છે. દીકરી લક્ષ્મી. પસંદગી માટે સામે બે પુરુષ છે. કનૈયાલાલ મૂર્ખ ને ઉડાઉ છે. મોહક ચહેરો. જ્યારે લલિતમોહન ગંભીર, નિર્મળસ્વભાવ, સુંદર આત્મા, અંતે લક્ષ્મી-લલિતમોહનનાં લગ્ન થયાં. આ ઘટના પછી વાર્તામાં એક પછી એક આકસ્મિક ઘટનાઓ ઘટે છે. લલિતમોહનનું કાશ્મીર જવું, ટ્રેન અકસ્માતમાં મૃત્યુ, લક્ષ્મી-કનૈયાલાલ વચ્ચે જૂનો સંબંધ ફરી જીવતો થયો. અકસ્માતમાં ઘવાયેલા લલિતમોહનનું પાછા આવવું, પણ તે બેડોળ અપંગ, લક્ષ્મી લલિતમોહનને વિનંતી કરે છે કે તમે અપ્રગટ જ રહો. મૃત્યુ પામ્યા છો એવા સ્વરૂપે. લલિતમોહન લક્ષ્મીની વિનંતી સ્વીકારી લક્ષ્મીને સુખી કરવા અપ્રગટ રહેવાનું નક્કી કરે છે. ને વાર્તાને અંતે વાર્તાકથક વાર્તાનો અર્થ સમજાવી દે છે. પરંતુ આવું વાચાળ સ્પષ્ટીકરણ લલિતમોહનના અદૃશ્ય રહેવાના નિર્ણયથી સૂચવાતા હૃદયના ઉદાત્તભાવને ગૌણ બનાવી દે છે. ‘જીવનની દરેક સ્થિતિમાં કાંઈક ખરું સૌંદર્ય છુપાઈ રહે છે. જીવનની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે.’ (પૃ. ૨૬) ‘સ્નેહ દોષને પી જાય છે, દોષ ના પિવાય તો સ્નેહ ન થાય’ (પૃ. ૨૭) વાર્તાકાર જ્યારે કોઈ સમક્ષ નિરૂપણશક્તિના વિનિયોગથી વાર્તાના અર્થને સંગોપે છે ત્યારે ભાવક પોતાની ભાવયિત્રી પ્રતિભાના બળથી અર્થને પામે છે. એ અર્થપ્રાપ્તિની ક્ષણે વિશુદ્ધ આનંદ અનુભવે છે. જ્યારે ધૂમકેતુનો વાર્તાકથક ભાવકની દયા ખાતો બધું સરળ કરી નાખે છે પરંતુ એ સરલીકરણ વાર્તા સ્વરૂપની મર્યાદા છે. ધૂમકેતુનો ભાવાવેશ પર કાબૂ નથી. આજથી પૂરાં સો વર્ષ પહેલાંની વાર્તાઓનું સો વર્ષ દરમિયાન એક વિકસેલી વાર્તાસ્વરૂપની વિચારણાની ભૂમિકાએથી વાચન કરીએ તો તે એ સમયની વાર્તાઓ કલાત્મકતાના માપદંડોથી ઊણી ઊતરે છે. પરંતુ જો ધૂમકેતુના સમયસંદર્ભને ધ્યાનમાં રાખીને વાર્તાઓનું વાચન કરીએ તો વાર્તાનિરૂપણની કુશળતાને સમાંતરે અર્થબોધ સ્પષ્ટ કરવાની સર્જકવૃત્તિ તનાવ નથી રચતી પરંતુ ભાવકને જીવનનાં રહસ્યો બતાવવાની અપેક્ષા જ વ્યક્ત થાય છે. પરંતુ ધૂમકેતુની અન્ય વાર્તાઓ ‘અરીસો’, ‘અનાદિ અનંત’, ‘રજપૂતાણી’, ‘સ્ત્રીહૃદય’ અને ‘એક ટૂંકી મુસાફરી’માં વાર્તાકથકનો હસ્તક્ષેપ નથી. આ વાર્તાઓ વ્યંજનાપ્રધાન છે. ધૂમકેતુની વાર્તાસ્વરૂપની વિભાવનાનાં પ્રમાણ છે. આ વાર્તાઓ ઝાઝી લપછપ કર્યા વિના સોંસરવી ભાવક હૃદયમાં પેસી જાય છે ને અર્થના તણખાને જુએ છે. અનુભવે છે. ઝબકારમાં સમગ્રનું બૃહદ્‌ દર્શન કરે છે. (૬) બીલીપત્ર – બીલીપત્રમાં જેમ ત્રણ પત્ર હોય છે તેમ અહીં ત્રણ વાર્તાઓ છે. આ ત્રણેય વાર્તાઓ અપ્રગટ હતી જે સંગ્રહમાં પહેલી વાર પ્રગટ થઈ છે. (૧) જુમો ભિસ્તી. ચુનીલાલ મડિયાની ‘કમાઉ દીકરો’ અને જયંત ખત્રીની ‘હીરો ખૂંટ’ વાર્તાની યાદ અપાવે છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમસંબંધ. સમર્પણ અને ત્યાગની ભાવના. તેની સામે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સ્વાર્થી સંબંધ. દયા અને માનવતા વગરનો સંબંધ. ધૂમકેતુએ પ્રાણીનો મનુષ્ય તરફનો ઉદાત્ત પ્રેમભાવ નિરૂપ્યો છે. વાર્તાનો આરંભ સૂચક વર્ણનથી. ઝૂંપડાં જેવાં ત્રણ મકાનો, જૂની ખખડધજ આમલી, ગટરની દુર્ગંધ, ધૂળના ગોટા, પતરાંનાં, પાટિયાંનાં ને ગૂણિયાંનાં અનેકરંગી થીગડાં મારેલી ખડકી, ફાટેલતૂટેલ ગોદડી પર જુમો ભિસ્તી ને તેનો પાડો નામ વેણુ. વેણુ નામ જ વાત્સલ્યભાવ સૂચવે છે. બંને વચ્ચે લાગણીભર્યો સંબંધ. વાર્તામાં અકસ્માત ઘટે છે. મોજ-મસ્તીમાં દોડતા વેણુનો પગ ટ્રેનના પાટામાં આવી ગયો. કોઈએ મદદ ન કરી. અંતે જુમાએ વેણુ સાથે મરવાનું નક્કી કર્યું પણ વેણુએ તેને માથું મારીને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુના કરુણ અંતનું હૃદયસ્પર્શી ચિત્ર. “ધગધગતા લોહીથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું.... લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા વેણુનું કાંઈપણ નામોનિશાન ન રહ્યું. જુમો વેણુને ક્યારેય ભૂલ્યો નહીં. વેણુની સમાધિ. (૨) ભીખુ – ‘ભીખુ’ શહેરી પરિવેશની વાર્તા છે. અમદાવાદ શહેરનો પરિવેશ. હું વાર્તાકથક છે. શહેરની સાંજનું વર્ણન. મિલના ધુમાડા, વીજળીની રોશની, વાહનોની ભીડથી બજાર ભરચક. વાર્તાકથક હું ગરીબો પ્રત્યે અનુકંપાશીલ છે. પોતાના વિલાસ માટે પૈસા વાપરવાને બદલે ત્રણ પૈસા અશક્ત ગરીબ બાઈને આપી દીધા. એક તરફ મોજશોખ માટે પૈસા ઉડાવતા યુવાનો છે તો બીજી તરફ પોતાના ભાંડુ માટે ખાવાનું શોધતો હતો. સમાજવાદી દૃષ્ટિકોણથી વાસ્તવદર્શન રજૂ કરતી વાર્તા ખાસ પ્રભાવક નથી. ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદ દર્શાવે છે. ગરીબો પ્રત્યે અનુકંપા બતાવવાનો સંદેશ આપતી વાર્તા. વાર્તાની વિષયસામગ્રી પર સમકાલીન માનવતાવાદી અને વર્ગભેદ વગરના આદર્શ સમાજરચનાનો પ્રભાવ છે. (૩) અરીસો. આ સંગ્રહની ઉત્તમ વાર્તા. તેની નિરૂપણરીતિને કારણે આસ્વાદ્ય. વાર્તા આદિ મધ્ય અને અંતની સહજ પરિવર્તનશીલ પ્રક્રિયાને કારણે આસ્વાદ્ય છે. અસલી તુર્કી લોહીની માતાનો જુવાન. સુંદર ચહેરો. સતત અરીસામાં જોયા કરતો. પોતાના પ્રતિબિંબને ચાહતો જુવાન. વાર્તામાં બદલાવ. આયેશા પાડોશી સ્ત્રીનો પ્રવેશ. આયેશાએ સ્મિત આપ્યું. જુવાનની આત્મસંમોહનની વૃત્તિ વધુ તેજ થઈ. આયેશાની પ્રતીક્ષા કરતો. પણ તે આવી નહિ. વાર્તાનો અંત –-અરીસામાં પોતાનો ચહેરો જોયો. બેડોળ અને નિર્લજ્જ લાગ્યો. મોહભંગની અવસ્થા. ‘અરીસાને જમીન પર ફેંકી દીધો. અરીસાના હજાર કકડા થઈ ગયા.’ ‘હું મારું સ્વરૂપ પાછું મેળવીશ જ’ એમ અત્યંત દૃઢતાથી બોલીને તેણે ખંડનું કમાડ જોરથી વાસી દીધું (પૃ. ૪૦). દૈહિક સૌંદર્યની વિરૂપતાથી મુક્ત બનીને આત્માના સાચા સૌંદર્યને પામવાની ઝંખના આત્મસંમોહનની નિર્ભ્રાન્તિ તરફની ગતિનું સૂચન. અરીસાને તોડી નાખવાની ઘટના ભ્રામક પ્રતિબિંબોથી છૂટવાની વાત છે. અહીં વાર્તાકારે લેખન વડે જ અર્થનિષ્પન્ન કર્યો છે.

‘તણખા’ મંડળ ૧લુંની વાર્તાઓ જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ધૂમકેતુની જીવનભાવના વધુ ગહન બનતી જાય છે. સાહિત્ય જીવનની સમીક્ષા છે એ સાહિત્યભાવના પણ વ્યક્ત થતી જાય છે. જીવનમાં શ્રદ્ધા રાખવી એ બોધ રજૂ કરવાની ભાવના તેજ બનતી જાય છે. ‘અખંડ જ્યોત’ વાર્તા તેનું ઉદાહરણ છે. વાર્તાનો વિષય સ્ત્રીહૃદયમાં પ્રગટતી અખંડ પ્રેમની જ્યોતનો મહિમા છે. ખાસ્સો લાંબો કથાપટ છે. તેમાં ભારતીય જીવનશૈલીનો મહિમા છે. સ્મૃતિકથા છે. આજે પોતે એકલો છે. મા નથી. બે ભાંડુ નથી. ગામના જીવંત ધર્માસન જેવા શાસ્ત્રીજીની દીકરી સાવિત્રી સાથે વાર્તાકથકની સગાઈ થઈ. વિવાહ થયો. શાસ્ત્રીજી જાત્રાએ ચાલ્યા ગયા. માનું મરણ. તેના આઘાતમાં પરીક્ષા ન આપી શક્યો. સાવિત્રીના જીવનમાં શૂન્યતા, સાવિત્રીનું મૃત્યુ. રહી માત્ર યાદો. પંદર વર્ષ વહી ગયાં. ગિરનાર પ્રદેશમાં નિવાસ ને રાત્રિ પહેલાંની રહસ્યભરી પળોની વિશેષ અનુભૂતિ. ગિરનારનાં લીલાં ઝાડવાં વધારે ને વધારે ઝાંખાં થતાં હતાં... જ્યારે ઝાંખી ઝાંખી પૃથ્વીમાં ભૂરા રંગનો ધુમ્મસ જેવો આછો અંધાર પછેડો ચારે તરફ વીંટાઈ રહે છે. એક પાણી જેવી પારદર્શક પૃથ્વી જેવી ઘન મૂર્તિનાં દર્શન. સાવિત્રીની મૂર્તિનાં દર્શન. આકાશ જેવી સ્પષ્ટ. અગ્નિ જેવી તેજસ્વી! એક પળમાં સાવિત્રી તરફથી સુગંધી પવન આવતો લાગ્યો. સાવિત્રીના શબ્દો સંભળાય છે : ‘વહાલા પ્રિયતમ! હું તારી રાહ જોઉં છું. ને ત્યાં ગામમાં તપાસ કરજે.’ વાર્તાનો અંત : બીજું લગ્ન કરવાનો પત્ર મળે છે. સાવિત્રીના હૃદયમાં પ્રકાશતી પ્રેમની અખંડ જ્યોતની અનુભૂતિ. અહીં વાસ્તવ અને પારભૌતિક વાસ્તવ વચ્ચેનો અનુબંધ ભાવનાત્મક શૈલી વડે રજૂ થયો છે. ધૂમકેતુની વાર્તાઓનું ભાવનાશીલ વાતાવરણ વાચકના ચિત્તમાં એક નવું વાતાવરણ સર્જી દે છે, વાચકની મનઃસ્થિતિનું સંક્રમણ કરે છે. ભાવના મનની નવી ભાવદશા નવા જીવનદર્શનનો સંકેત છે. (૮) કલ્પનાની મૂર્તિઓ : બંસીવાદકનું ધૂનીપણું. જમનાનાં કાળાં ભમ્મર જેવાં પાણી જોવામાં એટલો આનંદ પડતો કે છત્રીસ છત્રીસ કલાક તે પાણીમાં જ બેઠો રહેતો. ધૂની પાત્રોનો સંગીતપ્રેમ રજૂ કરતી ઘટનાપ્રધાન વાર્તા જેમાં વેગ છે ભાવનાઓનો. તણાવ છે લાગણીઓનો. બંસીવાદક સાથે સંગીતના સૂરો રેલાવનારી ગાનારી સ્ત્રીનું અચાનક મૃત્યુ. આઘાત લાગ્યો. દીકરાનું મરણ. દિલ્હી છોડી દીધું. પૌત્રી સિતારા સાથે આગ્રામાં. પૌત્રી ચિત્રકાર બની. આ બે કલાપ્રેમીની સાથે નવું પાત્ર ઉમેરાય છે વિધુશેખર. તાજનું સૌંદર્ય પી પીને એ ચિતારો બન્યો. વિધુશેખરે સિતારાને જોઈ. સિતારા અને વિધુશેખર વચ્ચેના મિલનની મધુર ક્ષણોનું વર્ણન કલાકારની ચેતનાનો આવિષ્કાર છે. વિધુશેખરે ખૂબ પ્રયત્ન કર્યા પણ જલસુંદરી સર્જી ના શક્યો. ક્યાંક એની કલાસાધના અધૂરી હતી. કલ્પનાનાં અનેક સ્વરૂપો છે. પરંતુ કલા સાંગોપાંગ વરે છે માત્ર એના આજીવન સાધકને. વાર્તાકારે કલાકાર કૃતિ ન સર્જી શક્યો તેની પીડાનું કાવ્યાત્મક નિરૂપણ કર્યું છે. કલ્પનાની શોધમાં વિધુશેખરની જમનાનાં પાણીમાં ડૂબી જવાની તમન્ના. અંતે બંને જમનામાં ડૂબી ગયા! કલાકાર પોતાની કલ્પનાની મૂર્તિઓને નથી સર્જી શકતો ત્યારે એની હતાશા એને આત્મનાશ તરફ દોરી જાય છે. ધૂમકેતુએ સર્જનપ્રક્રિયામાં કલ્પનાશક્તિને આકાર આપનાર કૌશલ્ય વચ્ચેના અંતરાલનું સત્ય રજૂ કર્યું છે. (૯) ગોવિંદનું ખેતર (પ્રથમ પ્રકાશન : ૧૯૨૩, ‘સાહિત્ય’ સામયિકમાં) ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ અને ‘ભૈયાદાદા’ વાર્તા જેટલી લોકપ્રિય છે તેટલી જ લોકપ્રિય ‘ગોવિંદનું ખેતર’ વાર્તા છે. યંત્રયુગની વિનાશકતાને વાર્તાકાર ઓળખી શક્યા છે. પ્રકૃતિનું સૌંદર્ય અને માનવચેતના વચ્ચે વિચ્છેદ કરનાર પરિબળ યંત્રો છે, શહેરીજીવનનો મોહ છે. વાર્તાનો આરંભ ગોવિંદના ખેતર આસપાસ પ્રાકૃતિક સૌંદર્યના વર્ણનથી થાય છે. ને સૂચક રીતે વાર્તાના અંતે આ જ ખેતરના સૌંદર્યનું વર્ણન છે. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ. ધીરધારનો ધંધો. ગામના હિતેચ્છુ. ગોવિંદને શહેરમાં ભણવા મોકલ્યો. ‘શાંતિદાસ’ વાર્તાનો ભિખારીદાસ પણ શહેરમાં ભણવા જાય છે. ‘મુકુન્દરાય’ વાર્તાનો મુકુંદ શહેરમાં જાય છે. આ બધાં પાત્રો શહેરની સભ્યતાના પ્રભાવમાં આવી જાય છે ને પોતાની ગ્રામીણ સંસ્કૃતિ અને પરંપરાને છોડી દે છે. શહેરની નકારાત્મક શક્તિ. આધુનિક સાહિત્યમાં શહેરને નર્ક ને ભયાવહ બતાવ્યું છે. બૉદલેરે પેરિસ શહેરમાંથી દેશવટો પામતી પ્રકૃતિની વેદનાને વર્ણવી છે. વાર્તા ઘટનાપ્રધાન છે. ગોવિંદ પરણે છે. રઘુનાથ મહારાજ દેવ થયા. ગોવિંદને ગામડું ખૂંચવા લાગ્યું. ગ્રામજીવનની ખોડખાંપણને જોવા લાગ્યો. અંતે પત્ની ભગીરથ સાથે ગામ છોડી દીધું. વાર્તાકારે ગામથી વિચ્છેદ થવાની ઘટનાને સરસ રીતે નિરૂપી છે. ‘ગ્રામજીવનની ખોડખાંપણને સમારી એમાંથી દરેક પળે તંદુરસ્તીનો રસ ખેંચવાને બદલે શહેરના ઉપરના ભપકામાં અંજાઈ જવાથી ગોવિંદને દરેક પળે એ ગામડું ખૂંચવા લાગ્યું.’ (પૃ. ૬૬) ભાગીરથીને સવારની તાજી સુગંધ, છાશ, મીઠું ગોરસ ને ઇન્દ્રને દુર્લભ દૂધને બદલે શહેરના ચાના કપનું ઘેલું લાગ્યું. ગોવિંદે બધું છોડી દીધું ભગરી ભેંસ, કલ્યાણી ગાય, વાછરડાં ને ઘોડી, ગલાના છોડ ને અજમાનાં પાનનાં કૂંડાં. ગોવિંદે શહેરમાં રેલવેની ઑફિસમાં નોકરી લીધી. નરક જેવી પોળમાં ઘર. ગટરની દુર્ગંધ, ભાત, દાળ, રોટલી ને ગંધાતું શાક. પાંચ વર્ષ વીતી ગયાં. ગોવિંદને ક્ષય થયો. ફરી ગામડે આવ્યો. પણ મૃત્યુ પામ્યો. વાર્તાકાર નરહરના શબ્દોમાં યાંત્રિક સંસ્કૃતિની વિનાશકતા વર્ણવે છે. પ્રજાને ગુલામ અને હતવીર્ય કરતી યંત્રસંસ્કૃતિને ધિક્કારે છે. વાર્તાકારનો સીધો પ્રક્ષેપ વાર્તાને વાચાળ બનાવી દે છે. વાર્તાને અંતે ભાગીરથીના શબ્દો દ્વારા વાર્તાકાર મુખર બનીને યંત્રસંસ્કૃતિનો વિરોધ કરે છે ને ગ્રામીણજીવનની તરફેણ કરે છે. ભાગીરથીના શબ્દો : ‘આ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી, ખોઈ, યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે? શું ગામડાં ભિખારી થશે ને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું ધ્યેય છે?’ (પૃ. ૭૨) આ આખી વાર્તા ધૂમકેતુએ રજૂ કરેલી ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણાનો છેદ ઉડાવે છે. આટલી મુખરતા અને ગામડું અને શહેરની કાળી-સફેદ બાજુનો સપાટી પરનો ભેદ રજૂ કરવાનો ભાવાવેશ વાર્તાને વણસાડે છે. (૧૦) તારણહાર (પ્રથમ પ્રકાશન : એપ્રિલ, ૨૦૨૩ ‘નવચેતન’ સામયિક) વાર્તા લોકકથાના ઢાંચાની છે. પાત્રો, પરિવેશ અને કથનશૈલી લોકકથાનાં છે. રણજિતરામ મહેતા પછી ૧૯૨૦ના વર્ષમાં લોકસાહિત્ય અને લોકકથા કેન્દ્રમાં આવ્યાં. ઝવેરચંદ્ર મેઘાણી, ગોકુળદાસ રાયચુરા અને ધૂમકેતુ સૌરાષ્ટ્રનું લોકજીવન, લોકકથાની પરંપરાનો વાર્તાલેખનમાં વિનિયોગ કરે છે. ધૂમકેતુ પાસે કથારસની માંડણી કરવાની સરસ આવડત છે. કુતૂહલ, આશંકા, અધીરાઈ જગાડે તેવી વાર્તાકથનની રીત. લોકકથાનું પુનર્કથન પ્રકારની વાર્તા પ્રેમની દૃષ્ટિનો મહિમા કરે છે. પ્રકૃતિ, મનુષ્ય અને પ્રાણી- પંખી વચ્ચેનો પ્રેમ જમીન અને ધન માટેની લાલચુ વૃત્તિથી મુક્તિ અપાવે છે. હિંસા, વેર, લૂંટફાટ જેવાં હિંસકકૃત્યોથી જીવનમાં સાચો આનંદ મળતો નથી. ઉચ્ચ જીવનમૂલ્યોને વરેલી ઉદાત્ત પ્રજાનું ગૌરવ કરે છે. વાર્તાનાં બે મુખ્ય પાત્રો સામંત અને દીનદરવેશની જીવનભાવના હિંસકવૃત્તિમુક્ત પવિત્ર જીવનનું નિર્માણ કરવાનો સંદેશ આપે છે. સામંત બહારવટું ખેડવા નીકળેલા સગા દીકરાને નાગમતીની ફરિયાદે ગોળીથી વીંધી નાખે છે. વાર્તાના આરંભે સામંતને પ્રશ્ન હતો કે જમીન પાછી મળશે કે નહીં તેના ઉત્તર રૂપે દીકરાનું બલિદાન જમીન પાછી અપાવશે કે એ ઉકેલ દીનદરવેશે બતાવેલો તે વાર્તાને અંતે સાચો પડે છે. જે જમીન માટે રઝળપાટ કર્યો, દીકરાનું બલિદાન આપ્યું તે જમીન માટે હવે કોઈ મોહ ન હતો. સામંતની એકાંગી દૃષ્ટિથી મુક્તિ ને નવી દૃષ્ટિ મળી તે પ્રેમની દૃષ્ટિ. ‘પ્રેમની સૃષ્ટિમાં જે શક્તિ છે તે શક્તિ બીજે ક્યાં છે?’ (પૃ. ૮૨) (૧૧) જન્મભૂમિનો ત્યાગ (પ્રથમ પ્રકાશન : માર્ચ ૧૯૨૫, ‘યુગધર્મ’ સામયિકમાં) આ વાર્તા ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’ના કુળની છે. વાઘજી મોચી પંદર વર્ષથી એક જ જગ્યાએ મોચીનું કામ કરતો. એ જગ્યા સુંદર હતી. ઘાટી છાયાવાળું પીપરનું ઝાડ, પત્ની નંદુ, પુત્ર માવજી ત્રણેની આનંદી જિંદગી, સાદગીનો વૈભવ હતો. માટલામાં છલોછલ મીઠું પાણી છલકાતું. વાર્તાના આરંભે એક સુખી આનંદી કુટુંબની ભાવિમાં પ્રગતિ કરવાની સ્વપ્નસૃષ્ટિ છે પરંતુ વાર્તાના અંતે એ સ્વપ્નસૃષ્ટિનો કરુણ અંત છે. વાર્તાકારે વાઘજી મોચીના કરુણ અને લાચાર જીવનને અનુકંપાશીલ સૂરમાં નિરૂપ્યું છે. વાઘજી બેસતો તે સરિયામ રસ્તો હતો. વાઘજીની દુકાન ખસેડી લેવાનો અમલદારનો હુકમ. ફોજદાર સાહેબ વાઘજીની આજીજી સાંભળતા જ નથી. દુકાન ગઈ. વાઘજીની પીપરનાં પાન ખખડ્યાં. માટલીએ રજા લીધી. બેરોજગાર નંદુ બીમાર. ઘરમાં ભૂખમરો. છેલ્લું વાસણ વેચાઈ ગયું. ભીખ માંગવા નીકળ્યા. એ વખતે ગોળમટોળ ભટજી ‘સુભદ્રાહરણ’ વાંચતા હતા ને પાસે સીધાના થાળ પડેલા હતા. સવાર પડી. બજાર શાંત. મજૂરના સાવરણા માત્ર ફરતા હતા. વાઘજી પ્યારથી પીપરને ભેટ્યો. જનમભોમકા જેવી હવે કળજુગથી ભરાઈ ગઈ છે. પીપર ઠૂંઠૂંં થઈ ગયું. એક વીજળીનો થાંભલો ને તે ઠૂંઠૂં બે જડ દોસ્તારો રહ્યા. ક્યારેક રાત્રે લપાતો છુપાતો વાઘજી આવે છે અને ઠૂંઠાને ભેટી છાનોમાનો ચાલ્યો જાય છે. ધૂમકેતુએ સહાનુભૂતિપૂર્વક વાઘજી મોચીની કરુણ અને કંગાળ જિંદગીને નિરૂપીને અમલદારશાહીની ક્રૂરતાને રજૂ કરી છે. (૧૨) એક ભૂલ (પ્રથમ પ્રકાશન : સપ્ટેમ્બર ૧૯૨૩, ‘ગુજરાત’ સામયિકમાં) આ વાર્તા ઘટનાપ્રધાન વાર્તા છે. પ્યારેમોહન, બંસી અને એક કૂતરું – આ ત્રણ પાત્રોની ભાવનાસભર જિંદગીમાં એક પછી એક વિચ્છેદની ઘટનાઓ ઘટે છે જેમ તેનું નિરૂપણ. જોકે વાર્તામાં સતત ઘટતી આકસ્મિક ઘટનાઓની વાચકના મન પર અસર પડતી નથી. (૧૩) મદભર નેનાં (પ્રથમ પ્રકાશન : જાન્યુ ૧૯૨૩, ‘નવચેતન’ સામયિકમાં) વાર્તાનાં બે મુખ્ય પાત્રો આનંદમોહન અને દુલારી. આનંદમોહન ઉદાર સ્વભાવનો. દુલારી ગુમાની. બંને પાત્ર વચ્ચે જેમ જેમ નિકટતા વધતી જાય છે તેમ તેમ આનંદમોહનની ઉદારતાના પ્રભાવે દુલારીનું ગુમાન ઓગળતું જાય છે. દુલારીના ગુમાનનું ક્રમશઃ પીગળવું ઉદારતાનો પ્રભાવ સૂચવે છે. વાર્તાના અંતનું દૃશ્ય : ‘દુલારીની શુભ્ર દંતપંક્તિઓમાં એના જરાક હેલે ચડેલા બુલાખનું પ્રતિબિંબ પડ્યું. અને કપોલ પરના તિલક સાથે આ કાળા મીનાનું બુલાખ સ્પર્ધામાં પડ્યું. આનંદમોહનના બાલ સાથે દુલારી રમી રહી.’ (પૃ. ૧૧૪) પ્રણયભાવની હળવી સુમધુર ક્ષણે થતું વાર્તાનું નિર્વહણ માનવીય મૂલ્યનું તેજ બતાવે છે. (૧૪) પૃથ્વી અને સ્વર્ગ (પ્રથમ પ્રકાશન : ૧૯૨૫. ‘નવચેતન’ અને ‘રંગભૂમિ’ સામયિકમાં) સુપ્રસિદ્ધ વાર્તા. પ્રાચીન ઋષિકાલીન જીવનનો પરિવેશ. એક તરફ વેદ-ઉપનિષદનું તત્ત્વજ્ઞાન ચીંધી જીવનશૈલી ને બીજી તરફ હિમાલયની તળેટીની પ્રકૃતિનું સૌંદર્ય. અમૃતભર્યું જીવન સંતોષથી છલકાતું. બે સુખી કુટુંબ : ગૌતમ પત્ની સુનંદા. પુત્રી સુકેશી. શતપર્ણ – પત્ની વિશાખા. પુત્ર આરણ્યક. ધર્મપુત્ર સુમેરુ. ચારે તરફ સૌંદર્ય. ‘નીતિની લીટી ઘરની ચારે તરફ બરફના જેવી પ્રકાશ્યા કરતી.’ (પૃ. ૧૧૭) વિવાહને કોઈ જાણતું નહીં. માત્ર પ્રેમને પિછાનતા. વસ્તુઓના વિનિમયથી વ્યવહાર ચાલતો. નાણાંનો વ્યવહાર નહીં. મોટાઈ, દંભ, મંદિરો ન હતાં. કથા ન, રાજ ન. રાજા ન, કાયદો નહીં, યંત્ર ન હતાં, હતો માત્ર પ્રેમ. ઘરને બારણું ન હતું. હતું નર્યું સ્વર્ગ. પરંતુ આ સ્વર્ગમાં અનિષ્ટ પ્રવેશે છે સુમેરુની ઈર્ષ્યા રૂપે. જેમ નળરાજાના જીવનમાં કળિનો પ્રવેશ થયો હતો. સુમેરુની ઈર્ષ્યાથી વાતાવરણ ક્ષુબ્ધ થયું. ભય જન્મ્યો. સ્પર્ધાભાવ જન્મ્યો. આધિપત્યનો ભાવ જન્મ્યો. સૌંદર્યની ભાવનાનો ક્ષય થયો. સુમેરુએ સુવર્ણ ને રજત એકઠાં કર્યાં. સત્તા મેળવવાનો પ્રપંચ. સુકેશીને મેળવવા માટે સુમેરુએ પ્રેમની કિંમત સુવર્ણ અને રજતમાં આંકી. પરંતુ સુકેશી અને આરણ્યક ગામ છોડી જઈ રહ્યાં હતાં. વાર્તાને અંતે મોટા ફકરાઓમાં ધૂમકેતુએ બોધવચનો આપ્યાં છે. એમની શુદ્ધ પ્રેમભાવના પ્રત્યેનો અહોભાવ વાર્તાને વાચાળ બનાવે છે. અન્ય વાર્તાની જેમ વાર્તાકારનો મનપસંદ જીવનભાવના રજૂ કરવાનો ભાવાવેશ શેષ રહે છે. વાર્તા અદૃશ્ય થઈ જાય છે. ‘ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણમાં ઊના ઊના લોહીનું ખમીર જોઈએ.’ (પૃ. ૧૨૫) (૧૫) મશહૂર ગવૈયો (પ્રથમ પ્રકાશન ‘ગુજરાત’ સામયિકમાં) લાંબું કથાનક ધરાવતી વાર્તા સંગીતકલા માટે ગાઢ પ્રેમ ધરાવનાર ઇન્દ્રમણિની પ્રગાઢ ભાવના રજૂ કરે છે. ઇન્દ્રમણિની સારંગીના સૂરો આત્માના અનેક સંસ્કારોને જગાડે છે. વાર્તાનાં બે પાત્રો ઇન્દ્રમણિ અને જમીનદાર નીલમણિરત્નની દીકરી તારા છે. તારા મૂર્તિમાન સરસ્વતી, અત્યંત વિદ્વાન ને કલાપારખુ. ઇન્દ્રમણિ રત્નગિરિમાં સારંગી વગાડવા માટે આવેલો. તારા એને સાંભળે છે ને ઇન્દ્રમણિએ પૂછેલા પ્રતિભાવનો તારા જે જવાબ આપે છે તે સાંભળીને ઇન્દ્રમણિના જીવનમાં જબરો વળાંક આવે છે. તારા બોલી : ‘સાધારણ, એમાં હૃદયસ્પર્શી ભાવ છે, આત્માને જગાડવાની તાકાત નથી’ (પૃ. ૧૨૮). કર્ણાટકની સરસ્વતીએ તેના સંગીતને નાપસંદ કર્યું. ઇન્દ્રમણિએ સાધના શરૂ કરી. તે અભિમાની ગવૈયો મટી ગયો. સંગીત હવે પારકાના ચહેરા પરથી જન્મવાને બદલે તેની પોતાની અંદરથી પ્રસૂતિ જેટલી વેદના પામી જન્મતું હતું. સંગીતસાધના કરી ઇન્દ્રમણિ ફરી રત્નગિરિ આવ્યો. ઇન્દ્રમણિના સ્વરથી તારાનો આત્મસ્વર જાગ્યો. રડતી રહી. તારાનું નવું રૂપ. સ્નેહથી ભીંજાયેલું સ્ત્રીહૃદય. તારા સંગીત શીખવા લાગી. વિઘ્નોની પરવા કર્યા વિના બંને પરણ્યાં. તારાના મનમાં નંદલાલે ભેદ ઊભો કર્યો. સારંગીને વધુ ચાહે છે. સારંગી સંતાડી દીધી. સારંગીના વિરહમાં ઇન્દ્રમણિ મૃત્યુ પામ્યો. એક કલાકારની કલાચાહના અને ઊર્ધ્વીકરણની વાર્તા. સંગીતકલાનું મનુષ્યજીવનમાં જે મૂલ્ય છે તેને પ્રશિષ્ટ શૈલીમાં નિરૂપ્યું છે. ધૂમકેતુ વાર્તાના વિષયોને એમની ભાવનાદૃષ્ટિથી વિશાળ પરિણામ આપે છે. (૧૬) કેસરી વાઘા (પ્રથમ પ્રકાશન : ૧૯૨૩, ‘નવચેતન’) લોકકથાની વિષય સામગ્રીને નવો અર્થ આપ્યો છે. એભલવાળો જાણીતું પાત્ર છે લોકકથાનું. પરંતુ વાર્તાનું કેન્દ્ર છે કેસર. એભલવાળાએ કેસરના આખા પરિવારને મારી નાખ્યો. યુદ્ધમાં મરાયેલા એ ચાર બ્રાહ્મણ વાસના રૂપે છાયા સ્વરૂપે હતા. એમની અશરીરી વાસનાના મોક્ષની કથા છે. કથારસ આસ્વાદ્ય છે. સાહસ, બલિદાન, હિંમત ને માયાવી સૃષ્ટિનું વાસ્તવ. આખા પરિવારના મરણ પછી રત્નગઢનું ભેંકાર સરસ રીતે વર્ણવે છે : ‘મનુષ્યના વાસનાથી ખવાઈ ગયેલા શરીરની જેમ રત્નગઢના ચોરાની નજીકનાં ઘર બધાં ખવાઈ ગયાં છે, કેટલાક ભાંગી ગયાં છે ને કેટલાંક તજાયેલાં છે.’ (પૃ. ૧૪૫) (૧૭) આત્માનાં આંસુ (પ્રથમ પ્રકાશન : ૧૯૨૫ એપ્રિલ, ‘ગુજરાત’ સામયિકમાં) ઐતિહાસિક કથાવસ્તુને નવા દૃષ્ટિબિંદુથી નિરૂપીને સ્ત્રીહૃદયમાં ધબકતા વાત્સલ્યભાવને પ્રશિષ્ટ શૈલીથી રૂપ આપ્યું છે. વાર્તાનો આરંભ નાટકીય રીતે કર્યો છે ને વાચકના મનમાં કુતૂહલભાવ જગાડે છે ને ઉત્સુકતા વધારે છે, આતુર બનાવે છે. આમ્રપાલીનું અપહરણ થયું હતું ને આજે મળી આવી છે. સભા શાંત છે. સિંહનાયક આમ્રપાલીની શરતો સંભળાવે છે. ઘર સુરક્ષિત કિલ્લા જેવું : રજા વિના કોઈ ન આવી શકે. જનસમૂહને સંગીતથી આનંદ આપશે. કોણ આવે છે ને કોણ જાય છે તેની તપાસ ન કરવી. આમ્રપાલીના પાત્ર દ્વારા સ્ત્રીજીવનના સ્વતંત્ર મૌલિક અધિકારનો પ્રશ્ન ઊભો કર્યો છે. વૈશાલીનગરની સુરક્ષા અને કલ્યાણ માટે આમ્રપાલીના નિજી જીવનનું એમની લાગણીઓ, ભાવનાઓનું બલિદાન કેટલું યોગ્ય છે. આમ્રપાલીનાં મનોમંથનોને વાર્તાકાર તારસ્વરે રજૂ કરીને પ્રજા અને વ્યક્તિ એ બેમાંથી કોને પ્રાથમિકતા આપવી? શું ઉચિત છે? વાર્તાકારે વિષયસામગ્રીને અનુરૂપ શબ્દનો વિનિયોગ કર્યો છે. તત્સમ શબ્દ પદાવલિ અને ભવ્યતાનાં વર્ણનો જાણે કે એ વીતી ગયેલા સમયને પુનઃ સજીવન કરે છે. એ સમયમાં આમ્રપાલીનાં મનોમંથનો વાચકહૃદય પર ઊંડી અસર કરે છે. ભવનો, વાદ્યો, પ્રાસાદો અને આમ્રપાલીની સુંદરતા તાદૃશ થયાં છે. પાયાનો પ્રશ્ન છે આમ્રપાલીનો કે ‘પ્રજાઓના ઉદ્ધાર માટે સ્ત્રીનું અમૂલ્ય એવું સ્ત્રીત્વ જ ખપનું છે? બીજો કોઈ માર્ગ જ નથી?’ (પૃ. ૧૫૭) પરંતુ અંતે આમ્રપાલી પોતાનું યૌવન, યશ ને ગૃહસ્થાશ્રમ ત્રણે સમર્પિત કરે છે. વાર્તામાં રાજા બિંબિસારનું પાત્ર નવો વળાંક લાવે છે. બિંબિસાર આમ્રપાલીને મળવા આવે છે. આઠ દિવસ સહવાસ કરે છે. ને આમ્રપાલી કુમારને જન્મ આપે છે. એકાંતવાસમાં યૌવનનું સુખ માણ્યું ને માતા બની. કુમાર પાંચ વર્ષનો થયો ત્યારે તેને મગધ મોકલવાની તૈયારી. પુત્રવિયોગની ક્ષણે આમ્રપાલીના ઉદ્‌ગારોમાં રાજસત્તાની આચારસંહિતાની ક્રૂરતા વ્યક્ત થઈ છે. ‘વૈશાલી! ઓ વૈશાલી! તને મેં સ્ત્રીત્વ આપ્યું, માતૃત્વ આપ્યું, હવે શું જોઈએ છે? બોલ, શું આપું?’ આ ક્ષણે વાર્તાકાર સજીવારોપણ અલંકાર દ્વારા રાજસત્તા સ્ત્રીના મૂળભૂત અધિકારો કેવી રીતે છીનવે છે તેનો ધ્વનિ રજૂ કર્યો છે. ‘જંગલ બોલ્યું જાણે – તારો પ્રાણ’. (પૃ. ૧૬૬) ધૂમકેતુના નારીવાદમાં પ્રશ્નો છે. વિદ્રોહી નથી. સમર્પણભાવ સામે પ્રશ્નો છે પણ તેનાથી મુક્તિ નથી. એક ઐતિહાસિક સામગ્રીનું નવા કથનકેન્દ્રથી રૂપાંતર કર્યું છે તે ધૂમકેતુનો ઇતિહાસને જોવાનો માનવીય અભિગમ છે. સમર્પણ, બલિદાન પ્રજાહિત જેવા આદર્શો સ્ત્રીહૃદયની અંગત ભાવનાઓને કેવી કચડી નાખે છે તે દર્શન અહીં સૂચિત કર્યું છે. ગુજરાતી નારીવાદી ટૂંકી વાર્તાનાં સંપાદકોની નજરમાં આ વાર્તા નથી આવી. લીલાવતી મુનશીની વાર્તાઓ પણ નજરમાં નથી આવી તેમ સુરેશ હ. જોષીની વીરાંગના વાર્તા પણ ચૂકી ગયાં છે. (૧૮) હૃદયપલટો (પ્રથમ પ્રકાશન : ૧૯૨૫, જુલાઈ. ‘ગુજરાત’ સામયિકમાં) વાર્તાનો પરિવેશ છે હિમાલયની તળેટી. સીમલાનો વિસ્તાર. સીમલાનાં ફૂલો, વૃક્ષો, ગગનસ્પર્શી દેવદારુ, ડુંગરાઓ પર છવાયેલાં વાદળાં. ધૂમકેતુએ હિમાલયની પ્રકૃતિનું સૌંદર્ય વર્ણવીને માત્ર સ્થળનો પરિચય નથી આપ્યો પરંતુ વાર્તાનું જે સ્ત્રીપાત્ર કુંતી છે તેની ભાવસૃષ્ટિનાં ઉદ્દીપકો છે. એક મુક્તજીવન માણવાની મહેચ્છાના અવનવા રંગો છે. કુંતીનો પતિ તીલકુ છે. ખૂબ ગરીબ છે. કુંતી યુવાન બીરપાલને ચાહે છે ને એની સાથે સીમલા જવા માટે વ્યાકુળ છે. તીલકુ ઠંડી પ્રકૃતિનો. જ્યારે કુંતી ઉન્માદી. રગેરગમાં સીમલા. વિલાસી જીવન માણવાનાં સપનાઓ. દીકરો જન્મ્યો. દોલત. બીરપાલ સાથેના પ્રેમથી ઘર છોડીને ભાગી ગઈ. વાર્તાકારે દોલતની વેદનાને સૂચક રીતે નિરૂપી છે : માની પથારીમાં બકરાના વાળનો ખરબચડો ધાબળો પડ્યો છે અને મા ત્યાં હતી નહિ. વાર્તાનો પછીનો ભાગ દોલતની માની શોધ અને તેનો કરુણ અંત છે. દોલત માને શોધતો શોધતો વેશ્યાવાડામાં આવે છે. કુંતીની વિલાસની ભૂખ બીરપાલથી પણ સંતોષાય નહીં. પુરુષને કૂતરાની માફક નચાવવાની મજા લેવાનું ગમતું. દોલતને કુંતી મળે છે વેશ્યાવાડામાં. કુંતી પૂછે છે કોને શોધે છે? દોલત બોલ્યો ‘ઈજા ઈજા ઈજા! (માને). ઓળખી ગઈ. આંખમાંથી આંસુ. ‘જીવનનું બધું ઝેર એક ઘડીમાં ઓસરી ગયું’ (પૃ. ૧૮૦) ગીતના શબ્દો ‘ઓ મૌતારી તુમ સબન હૈ સુંદર’ દોલતનું માના ખોળામાં મરણ. કુંતીમાંથી પ્રગટી વાત્સલ્યની મૂર્તિ જે એનું ખરું રૂપ હતું. માની વાત્સલ્યભાવના સ્ત્રીના અસ્તિત્વનું પરમ સત્ય છે તેવો ભાવાર્થ છે. વાર્તાનો અંત કુંતીના નિર્બંધ પુત્રપ્રેમને સૂચવે છે : ‘જબરા કડાકા સાથે આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો.’ (પૃ. ૧૮૧) ધૂમકેતુની એમની પ્રક્ષેપ કરવાની, બોધ કે જીવનદર્શન આપવાની ટેવ અહીં પણ છે : ‘ઘણી વખત મોજશોખ નબળાઈનું નહીં પણ થાકનું પરિણામ હોય છે’ (પૃ. ૧૭૬). પરંતુ આ પ્રકારનાં સૂત્રો વાર્તાનું જે કથનકેન્દ્ર છે તેને અસ્થિર કરે છે. (૧૯) સોનેરી પંખી (અપ્રગટ). ગૌતમ બુદ્ધના જીવનકાળનો સંદર્ભ. સોહન નામના પારધીના જીવનમાં આવતાં પરિવર્તનોની વાર્તા, વૈરાગ્ય, પ્રેમ, મોહ, એકલતા અને પુનઃ મૂળ જીવન જીવવાની મનીષા એમ વિવિધ ભાવપરિવર્તનો સહજ રીતે નિરૂપવાનાં પ્રયત્નો. પણ વાર્તા ખાસ ભાવનાત્મક અસર ઊભી કરી શકી નથી. ‘તણખા’ મંડળ ૧લુંની પ્રથમ આવૃત્તિ ૧૯૨૬માં પ્રગટ થઈ. રામનારાયણ પાઠકે તે સંગ્રહની તટસ્થ સમીક્ષા કરી હતી. વિ. સં. ૧૯૮૨માં સમીક્ષા કરી હતી. એટલે કે ‘તણખા’ પ્રગટ થયું એ જ વર્ષમાં એક ઉત્તમ સમીક્ષા કરી હતી. એ સમીક્ષા માટે તારવેલાં કેટલાંક મહત્ત્વનાં નિરીક્ષણોને અહીં મૂક્યાં છે : – ધૂમકેતુની વાર્તાઓમાં આવો મંદગતિનો દોષ નથી. – ધૂમકેતુનાં વર્ણનો આકર્ષક અને ઉચિત – શબ્દભંડોળ વિપુલ છે અને તેનો પ્રયોગ ઉચિત છે. – ગરીબ વર્ગો તરફનો પ્રેમ અને પક્ષપાત. – લાગણી જ જીવનના અનુભવનું રહસ્ય છે એની કલાનું મુખ્ય ધ્યેય જણાય છે. – કેટલીક વાર્તાઓમાં લાગણીનો અતિરેક. લાગણીઘેલાં લાગણીપોચાં Sentimental પાત્રો. – વાર્તામાં મુખ્ય હેતુ આપણા હલકા ગણાતા વર્ગનું ઉત્તમ માનસ પ્રગટ કરવું એ છે. બીજી કેટલીક વાર્તામાં સમાજમાં કંઈક ગૂઢ રહી કામ કરતાં આપણાં વિચારબળો, આપણાં સામાજિક બળો સ્પષ્ટ બતાવવાં તે છે. – કેટલીક વાર્તામાં સરતચૂક છે વિગતોનો પ્રશ્ન છે. પાત્રોના વર્તનમાં જોવા મળતા આંતરવિરોધો પ્રતીતિકરતાના પ્રશ્નો સર્જે છે. – કલાભાવના અને લગ્નપ્રેમ એ બે વિરોધી ભાવનાઓ છે. – તેમની વાર્તા નિર્દોષ વિનોદને અર્થે દરેક ઘરમાં રાખવા જેવી છે અને સાહિત્ય તરફ આદર ધરાવતો આપણો વાચકવર્ગ તેને સત્કારશે. રામનારાયણ પાઠકે ‘જન્મભૂમિનો ત્યાગ’, ‘આત્માનાં આંસુ’ અને ‘પૃથ્વી અને સ્વર્ગ’ની સમીક્ષા કરી છે તે વાર્તાવિવેચનનાં ઓજારો બને છે. કલ્પના અને ઇતિહાસ કે હકીકતો વચ્ચેનું અસંતુલન વાર્તાને કૃત્રિમ બનાવે છે. તેમ છતાં ઘણીવાર વાર્તાકારની મનપસંદ જીવનભાવનાથી પ્રેરિત કલ્પનાવ્યાપાર આસ્વાદ્ય તો બને છે ત્યાં ઇતિહાસનું જ્ઞાન ક્યારેક નિર્ણાયક નથી બનતું.

સંદર્ભગ્રંથ : રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ ખંડ – ૬, પૃ. ૩૮૭થી ૩૯૫, બીજી આવૃત્તિ ૨૦૧૮. જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi2005@yahoo.com

ધૂમકેતુનું તણખામંડળ રજું

જયેશ ભોગાયતા

ધૂમકેતુનું તણખા મંડળ રજું. પ્ર. આ. ૧૯૨૮, પૃષ્ઠસંખ્યા ૧૪+ ૧૮૬. કુલ ૨૩ વાર્તાઓ. અર્પણ : કાવ્યપંક્તિ :

ક્ષણ એક આવીને ગઈ; ફરી એ કદી નજરે નહિ;
સાથે જીવનભર તો ય જે છાયાની પેઠ પળી રહી.

રસઅંગુલિના સ્પર્શથી,
જે જીવનજ્યોત જગવતી,
એ અનામી સુંદરીને આ કથા ચરણે ધરી.

તણખા મંડળ ૧લુંની જેમ આ બીજું મંડળમાં વાર્તાસ્વરૂપની સઘન વિચારણા રજૂ કરતી પ્રસ્તાવના છે. ધૂમકેતુ ટૂંકી વાર્તાને એક ઉત્તમ કલાનો દરજ્જો આપવા માટે સતત તેની કલાત્મકતા સિદ્ધ કરતાં ઘટકોની ચર્ચા કરે છે. ટૂંકીવાર્તા એ માત્ર મોજમજા કે આનંદ માટે નથી. સાહિત્ય એટલે માત્ર કલ્પના, વ્યાપાર કે આળસનું પરિણામ નથી. પરંતુ જીવનને જે સ્વરૂપ આપવા માટે આત્મા અવાજ કરે છે, તે સ્વરૂપને બરાબર સમજવાનો પ્રયત્ન છે. તે સ્વરૂપ સિદ્વ કરવાની માનસિક પ્રક્રિયા છે. નાના અંકુરમાં આખું વૃક્ષ સમાયું છે. પરમાણુમાં અપરિમિત શક્તિ સમાઈ છે તેવી રીતે નાના સરખા શબ્દમાં આખી દુનિયાના વ્યવહારને ચોક્કસ ધોરણ પર રચવાનું બળ છે.

Tankha-2 by Dhoomketu - Book Cover.png

હિંદી કલાનો આત્મા symbol – પ્રતીક ગણાય છે. દરેક કલાનું હાર્દ આટલું જ છે કે વ્યક્ત થવું અને છતાં અવ્યક્ત રહેવું. ધૂમકેતુ ઉત્તમ વાર્તા તેને ગણે છે જેમાં બધું વ્યક્ત હોય છે પરંતુ કંઈક એક અવ્યક્ત છે જેને વાચકે પામવાનું છે. ટૂંકીવાર્તામાં નવો મનુષ્ય બનાવવાની તાકાત છે. ...પોતે જે સમાજમાં રહે છે તે સમાજને અસ્પર્શ્ય ગણીને કોઈ પણ સાહિત્યકાર ઉત્તમ સર્જન આપી શકે જ નહિ. ટૂંકી વાર્તાને જીવનના પ્રશ્નો સાથે અતિનિકટનો સંબંધ છે. સર્વોત્તમ ટૂંકી વાર્તા તો વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી – ત્રણેના સુંદર મેળમાંથી જ જન્મે. ધૂમકેતુની ‘જન્મભૂમિનો ત્યાગ’ વાર્તા ચેખવની shoe-maker પરથી છે. મોપાંસાની ‘વન નાઈટ’ વાર્તા વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલીના સમન્વયમાંથી જન્મી છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં એક સર્વોત્તમ કૃતિ આપવાનું સ્મરણ ક્યારે સિદ્ધ થશે એ તો કહેવું મુશ્કેલ છે. અને કદાચ છેક છેલ્લી પળે બાલ્ઝાકનો પેલો પ્રખ્યાત ચિતારો પોતાનો શૂન્ય કૅન્વાસ તરફ બોલે છે. તેમ ‘Nothing! Nothing after ten years of work.’ વાર્તાને સર્જવી એ કેટલો મોટો પડકાર છે તે ધૂમકેતુ જાણે છે. ટૂંકી વાર્તા સહેલાઈથી સિદ્ધ થતું સ્વરૂપ નથી. ધૂમકેતુને શેર-શાયરી, અંગ્રેજી બોધ વાક્યો મૂકવાની ટેવ હતી. ગઝલના શેરમાં એમની પ્રણયની રંગદર્શી ભાવના પ્રગટ થઈ છે. પુરુષના જીવનમાં સ્ત્રીની પ્રેરણા મહત્ત્વની છે. સ્ત્રીમાં આધ્યાત્મિક શક્તિ છે. જીવનમાં વિચાર કરતાં પ્રેમનું મૂલ્ય વધારે છે. સંગ્રહની ૨૩ વાર્તામાંથી ૧૫ વાર્તા અપ્રગટ છે ને ૮ વાર્તા પ્રગટ છે પણ તેના પ્રકાશનનો નિર્દેશ નથી કર્યો.

૧. સરયૂ નદીને કિનારે :

વાર્તાનો આરંભ વર્ણનથી થયો છે. આછી ચાંદની, કલ્પના જાગે એવી રાત્રિ. વકીલ હર્ષદરાય. પત્ની વિજયા ગૌરી ને પાંચ-છ વરસનો પુત્ર પ્રસન્નવદન. એક બુઠી પેન્સિલથી ચોપડીનાં પાનાં પર કાંઈક લખી રહ્યો હતો. હર્ષદવન બોલ્યા એક સરસ વાત કહું. વાત શરૂ કરી ત્યાં કોઈ મળવા આવ્યું. જો સરયૂ નદીને કિનારે... પણ કોઈ મળવા આવ્યું. ને વાર્તા અધૂરી રહી વાર્તાના અંત સુધી વાર્તા અધૂરી જ રહી. કોઈ ને કોઈ અડચણો આવતી રહી. મા-બાપ પાસે બાળકનું ઘડતર કરવાનો સમય નથી. મા-બાપ ઘરેલું વાતોમાં વ્યસ્ત છે. પરંતુ બાળકની જિજ્ઞાસાને સંતોષતાં નથી. વાર્તાના અંત સુધી સરયૂ નદીના કિનારેથી વાર્તા આગળ વધતી નથી. વાર્તામાં વાર્તાકથકનું વિચારસૂત્ર વાર્તાનો અર્થ સ્પષ્ટ કરી દે છે. ‘મોટી મોટી વાતો પૂરી થયા પછી જ માણસ પોતાની સૌથી મોંઘી સમૃદ્ધિ સંતાન તરફ દૃષ્ટિપાત કરવા નવરો થાય છે. (પૃ. ૩) વાર્તાને અંતે ફરી પિતા હર્ષવદન સરયૂ નદીને કિનારેવાળી વાર્તા શરૂ કરે છે પણ ફરી અડચણો ને વિક્ષેપો. હર્ષવદન નાતની મિટિંગમાં જતા રહે છે ને મા વિજયાગૌરીને સ્ત્રીસમાજમાં ભાષણ આપવા જવાનું છે. પુત્ર પ્રસન્નવદન સજળ નેત્રે જોઈ રહ્યો. વાર્તા અંતે દંભી વાત્સલ્યભાવના પર કટાક્ષ કરવા માટે જાણીતા લોકગીતની બે પંક્તિ મૂકી છે :

‘તમે મારા દેવના દીધેલ છો!
તમે મારું નગદ નાણું છો!

૨. દેવદૂત

વાર્તાનો સમયસંદર્ભ છપ્પનનો દુકાળ. રબારી દંપતીના શુદ્ધ પવિત્ર આત્માનો મહિમા રજૂ કરતી વાર્તા ભાવનાપ્રધાન છે. દંપતીનું વર્ણન રવિશંકર રાવળની ચિત્રશૈલી જેવું છે. પુરુષપણાની મૂર્તિ ગોવો રબારી અને રૂપથી ભરેલું શરીર જુવાન પૂનાંનું. પૂનાં ચાની હોટેલે દૂધ દેવા જતી. ત્યાં એક યુવાનની નજરમાં પૂનાં વસી ગઈ. છેલછબીલો જુવાન પૂનાંને આકર્ષવાનો પ્રયત્ન કરતો. પૂનાં અને જુવાનને નજીક લાવવા માટે ગાયોને ડબે પુરવાની ઘટના જોડી છે. વગર પૈસે ગાયો છોડાવી. બંને નજીક આવતાં ગયાં. ફરી ગાયો ડબે પુરાઈ. ફરી છોડાવી. જુવાન અને પૂનાં વચ્ચેનો પડદો ખસતો ગયો. સ્પર્શ, ચુંબન. ત્યાં અચાનક ગાય માંદી પડી. જાંબલી ગાય વિના જીવન અંધકારમય. પૂનાંનો અપરાધભાવ. મારે પાપે ગાય મરવા પડી. પૂનાંના પશ્ચાત્તાપની અસરે ગાય મરી નહીં, જીવતી રહી. વાર્તાકારે દંપતીની ઉદાત્ત ભાવનાને, પરસ્પરના ગાઢ વિશ્વાસને અંતે રજૂ કર્યાં છે. પૂનાંએ તો પોતાનું મોત માગ્યું પણ ‘આંસુ વડે શુદ્ધ બનેલા જિગરથી બન્ને એકબીજાના હાથમાં ઝિલાઈને ઓશરી તરફ વળ્યાં.’ (પૃ. ૧૮) ધૂમકેતુએ લોકજીવનનું ઊંડું રહસ્ય રજૂ કર્યું. પ્રેમ, પશ્ચાત્તાપ, ઉદારતા અને ગાઢ પ્રેમ દંપતીના જીવનને મજબૂત બનાવે છે.

૩. ફિલસૂફીનો ભ્રમ :

ધૂમકેતુની આ વાર્તા પુસ્તકિયા જ્ઞાનથી ફિલસૂફ બની જતી વ્યક્તિ જીવનની વાસ્તવિકતાથી દૂર ભાગે છે તે ખરો ફિલસૂફ નથી. વાર્તાકારે યુરોપિયન ફિલસૂફના નામ અને વિચારો ટાંક્યા છે. સંભવ છે ધૂમકેતુને આ ફિલસૂફમાં રસ હોય એમના ગ્રંથોનું વાચન કર્યું હોય. અથવા પોતાની મનપસંદ જીવનભાવનાના પક્ષ માટે ફિલસૂફનો સંદર્ભ ખપમાં લીધો હોય. પ્રો. નંદનકુમાર ખૂબ જ્ઞાની હતા. શોપરહારે, નિત્શે, હર્બટ સ્પેન્સર, હૅગલ, કૅન્ટ, શંકર, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, કાર્લાઈલનો અગમ્યવાદ આ બધાનું જ્ઞાન ધરાવતા હતા. નંદનકુમારની શિષ્યા ઉષા. વાર્તાકારે કૅન્ટનું એક સૂત્ર ટાંક્યું છે જેમાં ઇન્દ્રિયો અને માનવ આત્મા વચ્ચેના સંબંધનું ચિંતન છે. બંને પરસ્પરાશ્રિત છે. નંદનપ્રસાદ ઇંગ્લૅન્ડ ગયા. ભાડૂઆત શાંતિલાલ સાદો, દુઃખી, વિધુર. દીકરો માધવલાલ તેના પર ઉષાને મા જેવો પ્રેમ. માધવલાલને શીતળા નીકળ્યાં. ઉષાને ચેપ લાગ્યો. શરીર બેડોળ બની ગયું. કુરૂપ પણ આત્મા વાત્સલ્ય ભાવથી સુંદર. નંદનપ્રસાદ ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા. ઉષા એમને મળવા જાય છે. પણ એમનો વિરૂપ ચહેરો જોઈને તેની ઉષ્મા ઓસરી ગઈ. સ્નેહલગ્નનું જે વચન આપ્યું હતું તે પાળવા તૈયાર ન થયા ને સ્વાર્થવૃત્તિને ફિલસૂફીનાં અવતરણોથી ઢાંકી દીધી. ધૂમકેતુએ વાર્તામાં એક તરફ ફિલસૂફોનો સંદર્ભ આપ્યો છે. અવતરણો ટાંક્યાં છે. પાત્રની તાત્ત્વિક સૂઝ અને જીવનભાવનાને સૂચવી છે તો બીજી તરફ ઉષાના પાત્રની માનવતાવાદી દૃષ્ટિને મૂકી છે. એમાંથી નંદનકુમારની કોરી સૂક્કી ફિલસૂફીનો દંભ સૂચવ્યો છે.

૪. સ્વપ્નસુંદરી :

વાર્તાનો પરિવેશ વિંધ્યાચળની પર્વતમાળા છે – ભેડાઘાટ. નર્મદા નદીનાં અવનવાં રૂપો છે. મધ્યયુગનો સમયસંદર્ભ. ચાર મુખ્ય પાત્રો છે જોગી પ્રિયનાથ, શિષ્ય ભૃગુઘાટ, માલધારી શંકર અને રૂપરૂપનો અંબાર જુવાન વહુ સોનાં. એક તરફ તપ-સાધના જીવનના મર્મની શોધની ઝંખના છે તો બીજી તરફ સેવા અને શારીરિક સૌંદર્યનું મોહિની રૂપ ધૂમકેતુ તપસાધના અને સ્ત્રીદેહનું આકર્ષણ એ બે વચ્ચેના દ્વન્દ્વનું કથાઘટક યોજ્યું છે. શંકરની પત્ની સોનાં જ્યારે દૂધનો લોટો હાથમાં લઈને આવી ત્યારે તેને જોતાં જ પ્રિયનાથને વર્ષો પહેલાં ઓરિસ્સાના ભુવનેશ્વરના મંદિરના વિશાળ મેદાનમાં નિહાળેલી કનકમૂર્તિ સમાન સ્ત્રીનું સ્મરણ તાજું થયું. પ્રિયનાથના સાધક જીવનમાં સોનાંની સૌંદર્યમૂર્તિ તેને ક્ષુબ્ધ કરે છે. મોહના માર્ગે લઈ જાય છે ને તેઓ પોતાના હૃદયમાં પડેલી સોનાંની સૌંદર્ય મૂર્તિને સજીવ રાખવા ઇચ્છે છે ને વાર્તા પ્રિયનાથની સોનાં માટે અદમ્ય ઝંખનાને મૂર્ત કરે છે. પ્રિયનાથની ચિત્તવૃત્તિની દશાનું સરસ નિરૂપણ છે. સોનાંનો પતિ શંક૨ પ્રિયનાથના હૃદયની ભાવના ક્યાંથી સમજી શકે? વાર્તાને અંતે પ્રિયનાથે એ સ્થાન છોડી દીધુંઃ પોતાના હૃદયમાં કોતરાયેલી પવિત્ર મૂર્તિને સંસાર દૃષ્ટિએ ક્લુષિત કરવા ઇચ્છતા નહોતા. ઉદાત્ત પ્રણયભાવની ઉચ્ચ ભાવનાનો સૂર.

૫. આંસુની મૂર્તિ :

એક ઘટનાપ્રધાન વાર્તા છે. એક પછી એક ઘટતી ઘટનાઓને સૂત્રે બાંધનાર તત્ત્વ છે, માનવહૃદયની લાગણીઓ. વીતી ગયેલા સમયમાં ઘટેલી ઘટનાની વાત વાર્તાકારે વિગતે માંડી છે. જૂના સમયની વાત છે, વર્ષો પહેલાંની વાત છે કે બાળપણની વાત છે કે આઠ-દશ વર્ષો પહેલાંની વાત છે એવો સમય નિર્દેશ કરીને વાર્તાની માંડણી કરવાની પદ્ધતિ પ્રાચીન કથા-વાર્તાની છે. જૂનાગઢનું રસિકસ્થળ પંચહાટડી. રાઘવજી ભટ્ટની વીશી. વાર્તાનાં બે પાત્રો રસિકલાલ ગાંધી અને રાઘવજી ભટ્ટના ભાઈની પત્ની ગુલાબભાભી છે. રસિકલાલ ખાવાના શોખીન. ગુલાબભાભીનો પતિ આફ્રિકામાં મરી ગયો. એ મરણના સમાચારનો પત્ર રસિકલાલ ફાડે છે એ ભારેખમ ક્ષણનું નિરૂપણ ગુલાબભાભીની વ્યગ્ર મનોદશા સૂચવે છે : ‘કવરની ઉપલી કોર ફાડી. એ જરા જેટલો અવાજ જાણે ભયંકર વેદના ભરી ચીસ હોય તેમ ગુલાબભાભી વ્યગ્ર બની ગઈ.’ આ ઘટનાના પ્રભાવે વાર્તાકાર એક નીતિવચન ટાંકે છે. જે જરૂર નથી. ‘ધણી મરતાં હિંદુ સ્ત્રીનાં બધાં સુખ અદૃશ્ય થઈ જાય છે’. રસિકલાલ ગુલાબભાભીને રાજી રાખવાના પ્રયત્નો કરતો. એ નિર્દોષ હતા છતાં રાઘવજીની વહુ બંનેને શંકાની નજરે જોતી. ગુલાબભાભીએ રસિકને વીશી છોડવાનું કહ્યું. ગુલાબભાભીએ ઘર છોડી દીધું. જીવનમાં ભયંકર અંધકાર ફરી વળ્યો. વાર્તાનો પરિવેશ. મુંબઈનું ભાયખલા. રસિકલાલ ભાયખલાની પોસ્ટઑફિસની બહાર જરૂરિયાતવાળા લોકોને પત્રો લખી આપવાનું કામ કરતો હતો. એક દિવસ ગુલાબભાભી ત્યાં આવે છે. બંને એકબીજાને ઓળખે છે. રસિકલાલ ગુલાબભાભીને પોતાને ઘેર લઈ જાય છે. એકબીજાનો સહારો બની જીવવાનું નક્કી કરે છે. માનવીય સંબંધોમાં લાગણી, નિઃસ્વાર્થ પ્રેમ અને ઊંડી ભાવનાનું બળ ખૂબ જ મૂલ્યવાન છે. મનુષ્યને પરસ્પર જોડનારું તત્ત્વ છે પરસ્પર માટેનો નિઃસ્વાર્થ પ્રેમ. ધૂમકેતુ જીવનનાં રહસ્યોનું ઉદ્‌ઘાટન વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ વડે કરે છે.

૬. રજપૂતાણી :

ધૂમકેતુએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે ‘રજપૂતાણી’માં લોકકથાનાં બીજ છે.’ (પૃ. ૫) ધૂમકેતુએ ઇતિહાસ, પુરાણ, લોકકથા અને લોકસાહિત્યનાં બીજમાંથી વાર્તા ઘડી છે. સર્જી છે ને તે ખ્યાત વસ્તુસામગ્રીને એમની કલ્પના શકિત અને જીવનભાવનાનાં કેન્દ્રથી નવો અર્થ આપ્યો છે. ‘રજપૂતાણી’ વાર્તા વાતાવરણપ્રધાન વાર્તા છે. સુંદર વર્ણનો અને અમાનુષી તત્ત્વોની ઉપસ્થિતિ વડે એક વાતાવરણ નિર્માણ કર્યું છે. આ વાતાવરણ સ્વયં આનંદદાયક છે. રૂપેણ નદીના પૂરમાં એક ગરાસિયો ઘોડી સાથે ધરામાં ડૂબી ગયો. એ મળવા નીકળ્યો હતો પોતાની રજપૂતાણીને પણ એ ઓરતા અધૂરા રહ્યા. તેથી એ પ્રદેશમાં અભાગી આત્મા સ્વરૂપે ભટકતો રહ્યો તેના ડરથી રૂપેણ નદીનો સુંદર માર્ગ ઉજ્જડ બની ગયો. એક દિવસ એક ચારણ એની ઘોડી સાથે નીકળી આવ્યો. લોકોએ ના પાડી તો પણ ચારણ નીકળી ગયો. આખી સીમની નિઃશબ્દતાનું રસસભર વર્ણન અદ્‌ભુતરસ સર્જે છે. વડલાની નીચે સભા. પણ કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહિ. ગરાસિયાને વાસનામાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું ચારણે. રજપૂતાણીને મળ્યો પણ રજપૂતાણીએ પોતાના પ્રજાના રક્ષાધર્મને મુખ્ય ગણ્યો. ગરાસિયાએ રસ્તો ઉજ્જડ કર્યો છે. ડર પેદા કર્યો છે માટે તેનો અંત લાવવાનો નિર્ણય કર્યો. ગરાસિયાને મળવાનો ઉત્સાહ નથી પણ રજપૂતના ધર્મનું પાલન કરવાની તાલાવેલી છે. રજપૂતાણીએ ગરાસિયાને મારવા તલવાર વીંઝી પણ ગયારિયો તો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. રજપૂતાણી દોડી. ‘રજપૂતાણી’ વસ્ત્ર પાણીમાં ખેંચાતું ગયું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો. અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણીએ નીચું જોયું ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિહ્‌ળવતાથી પી રહ્યું છે. ઘટ્‌ક... ઘટ્‌ક... ઘટ્‌ક ઘૂંટડા લે છે. રજપૂત! આ શું? બસ હવે તૃપ્તિ-અતિતૃપ્તિ થઈ ગઈ. રજપૂતાણીનું મન રજપૂતની વેદનાથી પીગળી ગયું. વેરભાવ ઓગળી ગયો. તે રજપૂતની પાછળ જવા લાગી. એ પાણીમાં તણાઈ ગઈ ને ચારણને અંતે જવાબ આપ્યો :

‘મારે તો આ દુઃખી ગરાસિયાનું ઘર ફરીને વસાવવું છે.’ (પૃ. ૬૨)

તલવારથી મારવા દોડેલી રજપૂતાણીનું મન કામાગ્નિથી પીડાતા ગરાસિયાની મુક્તિ માટે સ્વયં ડૂબી મરે છે. પ્રેમનું આકર્ષણ કેવો કાવ્યાત્મક વિપર્યાસ! વાચકના ચિત્તમાં ગરાસિયો રજપૂતાણીના ઘાઘરામાંથી વહેતા પાણીને પીતો જાય છે એ કામતૃપ્તિનું દૃશ્ય ઊંડો પ્રભાવ પાડે છે. જાણે કે રજપૂતાણીના સમગ્ર દેહમાંથી સરતી સ્પર્શસુખની ધારાઓ ચમત્કાર સર્જ્યો. મનુષ્યમાં જ નિવાસ કરતી અમાનુષી છાયાઓનું પીગળવું એક વિસ્મયભરી સૃષ્ટિ સર્જે છે. ‘સોનેરી રજ’ વાર્તા દેવુ કોળણના પાત્રનો ઉદાત્તભાવ રજૂ કરે છે. ‘આશાનું બિંદુ’ વાર્તા સ્ત્રીની કુટુંબભાવનાને રજૂ કરે છે. સ્ત્રીની અદ્‌ભુત શક્તિ જ પુરુષને પરાધીન થતો બચાવી શકશે. ‘એક ટૂંકી મુસાફરી’ વાર્તાનું ગ્રામીણ છતાં વિલક્ષણ પણ કાળુ સાથેની ઊંટ સવારી હળવી શૈલીમાં નિરૂપી છે. કાળુની ચરિત્રગત લાક્ષણિકતાઓ અને એમની પ્રેમવાર્તાને વાર્તાકથકે હળવાશથી નિરૂપી છે. કાળુના જીવનની કરુણતાને હાસ્યના વિરોધે તીવ્ર બની છે. જુવાન કાળી અને કાળુ, કાળીના બાપને કારણે પરણી ના શક્યાં પણ વિધિની વક્રતા કેવી કે તેને ધરમની બેન માની વેદનાને દબાવી દીધી. ઊંટની મુસાફરી દરમ્યાન કાદવમાં સતત ઊંટના પગનું લપસવું અને પડતાં પડતાં બચી જવું બિલકુલ એવું જ જીવન કાળુનું. સતત લપસતો રહ્યો જીવનમાં ને સ્થિર થતો સ્વબળથી. મનુષ્યની ભીતરની વેદનાનો અંધકાર વાર્તાની હળવી શૈલીને ઢાંકી દે છે ને વાચક પામે છે મનુષ્યની લાચાર દશા. ‘ત્રિશંકુ’ વાર્તા ધૂમકેતુએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે તે મુજબ આ વાર્તા ચૅહોફ (ચૅખવ) ઉપરથી છે. વાર્તા લંબાણને કારણે પ્રભાવક નથી. શેઠનો ગામડાનાં લોકો પ્રત્યેનો પૂર્વગ્રહ અને ગામડાનાં લોકોનો શેઠ પ્રત્યેનો પૂર્વગ્રહ. આને કારણે ત્રિશંકુ જેવી સ્થિતિમાં ગામની પ્રજાનું કલ્યાણ થતું નથી. આ જ પરંપરાની અન્ય વાર્તાઓ ‘જીવનનું પ્રભાત’, ‘મૃત્યુ પછી મળેલ દંપતી,’ ‘સ્વતંત્રતાની દેવી’, ‘સાચું દૃશ્ય’, ‘દોસ્તી’; ‘ખંડેરની પૂજા’ અને ‘બલિદાન, આપઘાત ને ખૂન’ ખાસ પ્રભાવક નથી. વિષયવસ્તુને લંબાવતા રહીને ભાવનાઓને વહાવી છે. તેમાં ‘ખાસદાર’ની શંકા નવા વિષયને રજૂ કરે છે. ‘ખાસદાર’ કૂતરું મનુષ્યજીવનના અટપટા વ્યવહારનું સાક્ષી બને છે. મંજુલાલ નામનો ‘ન્યાયકોર્ટનો હેડ ક્લાર્ક નવી વહુ લાવે છે ને તે વધુ રસિક બને છે. ત્રણ-ચાર મહિને નવો રેશમી કોટ ને બાંડિયું બદલે છે. માનવસ્વભાવની આ વિચિત્રતા ‘ખાસદાર’ સમજી શકતું નથી. થોડા દિવસ બાદ મંજુલાલ પદ્માને છોડીને ફરી નવી વહુ લાવે છે ને રસિકા સાથે રોમાન્સ કરે છે. મોજમાં આવીને જૂનો કોટ મથુર પટાવાળાને આપી દે છે. જૂના કોટ ને બદલવાની જેમ વારંવાર જૂનીને છોડીને નવી વહુ લાવવાની વિશ્વાસઘાતી મનોવૃત્તિને ‘ખાસદાર’ સમજી શકતો નથી. મનુષ્યસ્વભાવને પ્રાણીસમાજ સમજી શકે નહીં તે સંકુલ છે, વિચિત્ર છે. વિશ્વાસઘાતી છે. કટાક્ષ દ્વારા માનવસ્વભાવની સંકુચિતતા રજૂ કરે છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘રતિનો શાપ’ પુરાણ આધારિત વિષયસામગ્રીને નવો અર્થ આપીને દેવતાઓ પોતાના સ્વાર્થ માટે બ્રહ્મા પાસે કેવાં કામો કરાવે છે તેનું પૈરાણિક શૈલીમાં નિરૂપણ કરે છે. કામદેવનો ભોગ લેવાની વ્યૂહરચનાથી વ્યથિત રતિની વેદનાનું ક્યાંક અસરકારક, ક્યાંક વાચાળ ને શબ્દાળુ નિરૂપણ. ધૂમકેતુની વાર્તાઓ લોકજીવન કે પ્રભુજીવનના અનુભવોમાંથી પ્રાપ્ત જીવનનાં રહસ્યોને અપૂર્વ કલ્પનાશક્તિ, કથનાત્મકતા, વર્ણનો અને વાતાવરણને રજૂ કરે છે. તેમાં ભાવનામયતા, ઊર્મિશીલતા, લાગણીશીલતા, સમભાવ ને સહાનુભૂતિ વૈભવ છે. વાચકના ચિત્તમાં જીવનના નવા અનુભવો સર્જે છે. તેમની લાગણીઓને પોષે છે. માનવીય દૃષ્ટિને ઉદાર બનાવે છે. સમભાવી બનાવે છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi2005@yahoo.com

‘તણખા’ મંડળ ૩જું

આરતી સોલંકી

નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મતારીખ : ૧૨ ડિસેમ્બર ૧૮૮૨
મૃત્યુ : ૧૧ માર્ચ ૧૮૯૬૫
જન્મસ્થળ : વીરપુર
વતન : વીરપુર
અભ્યાસ : બી.એ.
વ્યવસાય : સાહિત્યસર્જક

સાહિત્યસર્જન : ૨૪ વાર્તાસંગ્રહો, ૭ સામાજિક નવલકથાઓ અને ૨૭ ઐતિહાસિક નવલકથાઓ, આ ઉપરાંત નિબંધ, આત્મકથા અને સાહિત્યિક વિવેચન જેવા સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. વાર્તાકારનો યુગસંદર્ભ : ધૂમકેતુ એ ગાંધીયુગના સમર્થ વાર્તાકાર છે. ધૂમકેતુના આગમન સાથે આપણી વાર્તાકલામાં કલાત્મકતાનો નિખાર જોવા મળે છે. ટૂંકીવાર્તા વિશેની ધૂમકેતુની સમજ : ધૂમકેતુ ટૂંકીવાર્તાની વ્યાખ્યા આપતા જણાવે છે કે, “વીજળીના ચમકારા પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતા કરતા સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગૂલીનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી, વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકીવાર્તા.”

ધૂમકેતુની વાર્તાકળા :

મલયાનિલની ‘ગોવલણી’ને આપણે ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકીવાર્તા તરીકે ભલે ગણતાં હોઈએ પણ ટૂંકીવાર્તાનો સાચો પાયો નાખનાર તો ધૂમકેતુ જ રહ્યા છે. ટૂંકીવાર્તાનો મજબૂત પાયો નાખનાર ધૂમકેતુએ એ પાયા અનેક ઓરડાવાળી ભાતીગળ ઇમારત પણ રચી આપી છે. ધૂમકેતુની વાર્તાઓમાં વર્તમાન અને વાસ્તવ બન્ને ઝીલાય છે. ભવિષ્યની ટૂંકીવાર્તાની મનભાવન એંધાણીઓ પણ ધૂમકેતુની વાર્તાઓમાં વર્તાય છે. ધૂમકેતુની વાર્તાઓમાં વિષયક્ષેત્રનો વિસ્તાર જોવા મળે છે. તેઓએ અનેક જુદા જુદા વિષય પર વાર્તાઓ લખી છે. આ સંગ્રહમાં કુલ ૨૧ વાર્તાઓ છે. ધૂમકેતુએ જુદા જુદા પરિવેશની કુલ ૨૧ વાર્તાઓ આ સંગ્રહમાં આપી છે. દરેક વાર્તાઓ વાચકના મનમાં એક જુદી છાપ મૂકીને જાય છે. ધૂમકેતુ એ ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારોમાંથી એક છે. તેમની આ સંગ્રહમાં અપાયેલી તમામ વાર્તાઓની આપણે અહીં સમીક્ષા કરીએ. ‘કૈલાસ’ એ ચરિત્રપ્રધાન વાર્તા છે. અહીં લેખકે ખૂબ જ ઝીણવટથી કૈલાસ પંડિતનું ચરિત્ર આલખ્યું છે. માણસ પોતાના પર ઓચિંતી આવી પડેલી મુશ્કેલીથી કેવી રીતે ભાગી છૂટે છે તેની વાત આ વાર્તામાં છે. આ ઉપરાંત કૈલાસ પંડિતના બે જુદાજુદા વ્યક્તિત્વો આપણી સમક્ષ ખૂલે છે. વાર્તાના અંતે લેખક એક રહસ્ય મૂકીને વાચકને વિચારતા કરી મૂકે છે.

Tankha-3+4 by Dhoomketu - Book Cover.png

‘લખમી’ વાર્તા પણ કૈલાસ વાર્તાની જેમ ચરિત્રપ્રધાન વાર્તા છે. લખમી સાથેના પૂંજાના સંબંધો અહીં ભૂતકાળની કથા મારફત ખુલતા જાય છે. કાનો અને તેનો સસરો પૂંજો અમદાવાદના માણેકચોકમાં જઈને જ ખરીદી કરવાની ઇચ્છા ધરાવે છે. ત્યાં રસ્તામાં જોયેલા સ્થળો મારફત પૂંજાની યાદો તાજી થાય છે અને એ સંભારણાઓમાંથી લખમીનું ચરિત્ર વાચક સમક્ષ ખડું થાય છે. લક્ષ્મીના મૃત્યુ પછી વાર્તાના અંતે પૂંજાને બીજા લગ્નની ઇચ્છા જાગે છે પણ તેની દીકરી કડવીએ કહેલી વાતથી તે બીજા લગ્નનું માંડી વાળે છે. ‘અનાદિ અનંત’ વાર્તામાં હેરકટીંગ સલૂન ચલાવતો જાદવજી કેન્દ્રસ્થાને છે. તેની ઇચ્છા પોતાના ગામમાં નાત જમાડવાની અને લોકો પોતાની વાહ વાહ કરે એવી છે. તે ઇચ્છાની વાત પોતાના સાથીદાર રાઘવને કરે છે અને બંને જણ મળીને કેવી રીતે નાત જમાડવી, કેટલો ખર્ચ થાય વગેરે વાતો કરી રહ્યા છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે. રાઘવજીની પત્ની પોતાના પિયરમાં જ રહે છે. જાદવજીના ઘણા પ્રયત્નો છતાં તે પોતાના સાસરીયામાં આવતી નથી. વાર્તાના અંતે જાદવજીને જેલની સજા પૂરી થઈ હોય છે અને તે પોતાના સાથી રાઘવને શોધતો શોધતો ફરી રહ્યો છે ત્યારે ક્યાંકથી તેને જાણવા મળે છે કે, રાઘવ તો જાદવજીની જ પત્નીને લઈને નાસી ગયો. આ વાતથી જાદવજીના મનમાં ઊંડો આઘાત લાગે છે ને વાર્તાના અંતે જાદવજી પણ આ શોકના લીધે મૃત્યુ પામે છે. ‘પ્રતાપમહેલ’ વાર્તામાં શાહુકારોનું સામાન્ય પ્રજા પર થતું શોષણ કેન્દ્રસ્થાને છે. રામ પટેલની જમીન પર પ્રતાપરાય મજુમદાર પોતાનો પ્રતાપમહેલ ચણાવે છે પણ તે મહેલમાં રહેવા પામતો નથી. વાર્તાના અંતે આ પ્રતાપમહેલ જાણે કે માત્ર ભૂતબંગલો બનીને જ રહી જાય છે અને વાર્તાનો કરુણ અંત આવે છે. અહીંયા આલેખાયેલા મોટાભાગના પાત્રો એક પછી એક મૃત્યુ પામે છે. વાર્તાના અંતે લેખકે જે રીતે પ્રતાપમહેલનું વર્ણન કર્યું છે તે એક પ્રકારનો હોરર પરિવેશ રચી આપે છે. ૨૬ માર્ચ, ૧૯૭૬ના દિવસથી આરંભાયેલી ‘સર્વનાશ’ વાર્તા ૧૬ માર્ચ ૧૯૨૦ સુધીના લાંબા સમયખંડને આવરી લે છે. સુમરાફળીમાં રહેનારો હર્ષવદન નામનો વ્યક્તિ આફ્રિકા જવા માટે નીકળે છે ત્યારે આખા સુમરાફળીના લોકો સજળ નેત્રે એને વળાવવા આવે છે. પરંતુ જ્યારે તે પાછો આવે છે ત્યારે તેના પાડોશીઓનો આવો સ્નેહ તેને જોવા મળતો નથી. વેરની જ્વાળા માણસને કઈ હદ સુધી લઈ જઈ શકે તેની વાત લેખક આ વાર્તામાં કરે છે. અહીં વાર્તાનું શીર્ષક સર્વનાશ પણ ઉચિત ઠરે છે. એક વ્યક્તિના લીધે આખી ફળી નાશ પામે છે. ‘એક દુર્દીન’ વાર્તા વાચકને જુદા પરિવેશમાં લઈ જાય છે. આ વાર્તામાં કથકને સવારમાં બાંડિયા કૂતરા ઉપર ગુસ્સો આવે છે અને તે કૂતરાને મારવા જતા લાકડી બીજાને વાગે છે અને અહીંથી કથકના દિવસની ઊંધી શરૂઆત થાય છે. પછી તો કથક સાથે બધી જ આખા દિવસ દરમિયાન આડીઅવળી ઘટનાઓ જ ઘટે છે. તેથી તેમને મનમાં કંઈક શંકા જાગે છે કે આ બધું જ તે કૂતરાના લીધે જ થયું છે. એક રીતે આ ઘટનાપ્રધાન વાર્તા છે. એક પછી એક ઘટના ઘટે જાય છે અને વાર્તા આગળ વધતી રહે છે. ‘મૂક વાણી’ એ નર્યા વાત્સલ્યપ્રેમની વાર્તા છે. આ વાર્તામાં સુંદર નામની સ્ત્રી પોતાના બે વર્ષના દીકરા ગોવિંદાને મોટો કરીને પરણાવે છે. પરંતુ ગોવિંદાની વહુ થોડી મુહફટ છે એટલે સુંદર સાથે રહેવું તેને પસંદ નથી. તેથી તે સુંદરને મહેણાટોણા મારે છે. પોતાના દીકરાને અને પોતાની યુવાનીને સાચવવા માટે થઈને જ સુંદરે બીજા લગ્ન કર્યા નહોતા ને યુવાનીમાં કોઈ અકસ્માતમાં તેનું નામ કપાઈ ગયું છે એવી વાત વહેતી કરેલી. પરંતુ ખરેખર તો આ કામ સુંદરે પોતાના દીકરાને અને પોતાની આબરૂને સાચવવા માટે જાતે જ કર્યું હતું. ગોવિંદાની વહુ સુંદર સાથે ગેરવર્તન કરે તે ગોવિંદાને પસંદ નથી તેથી તે માનો પક્ષ લે છે. પરંતુ પોતાના લીધે પોતાનો દીકરો ને વહુ હેરાન થાય એ વાત સુંદરને પસંદ નથી. એટલે એક ચબરખી મૂકીને રાતમાં જ ક્યાંક જતી રહે છે અને વાર્તાનો અંત આવે છે. વાચકને પણ મનમાં પ્રશ્ન થાય કે સુંદર હવે ક્યાં ગઈ હશે? લેખકે અહીંથી વાચકના મનમાં નવી વાર્તા શરૂ કરાવી છે. ‘શાંત તેજ’ વાર્તા ગરીબીમાં પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારની વાર્તા છે. આ વાર્તાની શરૂઆતમાં જ આ પરિવાર ટ્રેનમાં ગીતો ગાતો ગાતો પોતાના વતનમાં જઈ રહ્યો છે. રામલો અને તેની વહુ આ વાર્તાના મુખ્ય પાત્રો છે. રામલાની વહુને સૌ કોઈ અક્કલ વગરની, રોઝ જેવી... એવું કહીને મહેણાંઓ મારે છે. પરંતુ લેખકે અહીં વ્યંગ કર્યો છે કે જે લોકો આવા વેણ ઉચ્ચારે છે ખરેખર તેનામાં અક્કલ છે? રામલાને એકાંતમાં મળીને તેની વહુ બધી વાત કરે છે ત્યારે રામલો કહે છે કે હવે હું તારી સાથે છું. પણ દૃશ્ય બદલાતા રામલાનું વર્તન પણ પહેલા જેવું હતું એવું ને તેવું જ રહે છે. આ વાર્તામાં રામલાની વહુની ઈમાનદારી, પોતાના પતિને જ વફાદાર થઈને રહેવાની વૃત્તિ કેન્દ્રસ્થાને છે. ‘એક શબ્દચિત્ર’ વાર્તામાં લેખકે દારુણ ગરીબીનું વર્ણન કર્યું છે. નારણજીએ જીવનભર કર ભર્યા અને વાર્તાના અંતે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે પણ તેનું મૃત શરીર તેના કર ભરવા માટે જ ખપમાં આવ્યું. જીવનની ગરીબાઈમાં તેમની પાસે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હતી તે પણ કરપેટે સિપાઈઓ આવીને લઈ ગયા હતા. એક શબ્દચિત્ર મારફત લેખકે અહીં નારણજીના પરિવારની ગરીબીનું દાહક ચિત્ર વાચક સમક્ષ ખડુ કર્યું છે. ‘કેસરી દળનો’ નાયક શૂરવીરતા અને બલિદાનની વાર્તા છે. પોતાના દેશની રક્ષા કાજે કેસરિયા કરનારા યુવાનોને વગર વાંકે જેલમાં ગોંધી દેવામાં આવે છે અને મેજિસ્ટ્રેટ જેવા માણસો તેને વગર વાંકે સજા ફરમાવે છે. જો તેઓ એવું ન કરે તો તેમની નોકરી ખોઈ બેસે એવું પણ બને. આ વાર્તામાં ‘અજવાળું આવવા દો’ એ શબ્દ વિચિત્ર રીતે વારંવાર આવે છે. અહીં લેખકે કયાં અજવાળાની વાત કરે છે તે પ્રશ્ન વાચકને સતત થાય છે. આ શબ્દ મારફત લેખકે વ્યંગ પ્રગટ કર્યો છે. ‘પરશુરામ’ વાર્તા એ નાટકના સ્વરૂપમાં લખાયેલી કથા છે. અહીં લેખકે રેણુકા, સુવર્ણા જેવા બે સ્ત્રીપાત્રો અને જમદગ્નિ, પરશુરામ અને તેના ભાઈઓ જેવા પુરુષપાત્રો આલેખીને કથાને એક યોગ્ય ચિતાર આપ્યો છે. મનનો દોષ એ શારીરિક દોષ કરતા પણ મોટો છે એ આ કથાનો મુખ્ય સૂર છે. ‘સ્ત્રીહૃદય’ એક રીતે જોઈએ તો માતૃહૃદયની વાર્તા છે. આ વાર્તાની નાયિકા મિયાણી પોતાના પ્રથમ પતિથી થયેલ પુત્ર દ્વારા જ બીજીવાર વિધવા બને છે તેમ છતાં તે તેના પુત્રને શોધવા માટે ગીરમાં નીકળી પડે છે. તેને જ્યારે તેના પુત્રનો ભેટો થાય છે ત્યારે તે પુત્રને માફ કરી દે છે અને તેને કરેલા ગુનાનો આરોપ પોતાના પર લઈ લે છે. તે પોતાના પુત્રને બચાવી લેવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે ત્યારે વાચકને પણ તેના માતૃત્વ ઉપર પ્રેમ ઉપજે છે. અહીં એક પત્નીના પ્રેમ કરતા એક માતાનો પ્રેમ ઊંચો છે એ દર્શાવવાનો લેખકે પ્રયાસ કર્યો છે. એક સ્ત્રીના હૃદયમાં જાગેલ વાત્સલ્ય અને માતૃત્વની આ વાર્તા છે. ‘અદૃશ્ય સત્તા’ વાર્તાનો હમીર ભરવાડ ફૂલફટાક થઈને ફરવા માંગે છે પરંતુ પત્નીથી ડરે છે. પોતાની પત્નીની આજ્ઞા માનીને પુનઃ પોતાના પારંપરિક વ્યવસાયમાં લીન થઈ જાય છે. હમીરનું પાત્ર પત્નીની અદૃશ્ય સત્તાથી ડરતા પુરુષનું પાત્ર છે. જે સ્વતંત્ર રીતે જીવવા તો ઇચ્છે છે પણ પત્નીના જોહુકમીપણાને લીધે જીવી શકતો નથી. ‘નં. ૩૭૪૫’ વાર્તા એક જુદા સંદર્ભની અને છતાં કેસરીદળનો નાયક વાર્તાને મળતી આવતી વાર્તા છે. સ્વતંત્રતા આંદોલનના પાર્શ્વભૂમાં રચાયેલી આ બંને વાર્તાઓ છે. કેદીને અપાયેલો નંબર એ અહીં તેમની ઓળખ બની જાય છે. વાર્તાના અંતે અન્ય કોઈ કેદીને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે ત્યારે કેદી નં ૩૭૪૫ પણ એક તરફ માથું ઢાળીને રડી રહ્યો છે. આ આંસુ શેના હતા? કાના માટેના કે કોઈ ને ફાંસી દેવાય તેના? એવો વ્યંગ્યાત્મક પ્રશ્ન મૂકીને લેખકે વાર્તા પૂર્ણ કરી છે. પરંતુ વાર્તા પૂરી થાય ત્યાંથી જ નવી વાર્તા વાચકના મનમાં શરૂ થઈ જાય છે. ‘આદર્શ’ વાર્તામાં આદર્શતાનો વધારે પડતો જ આગ્રહ રાખનાર પાત્ર પરિમલપ્રકાશ છે. પરિમલપ્રકાશ તેમનું તખલ્લુસ હતું. આ તખલ્લુસથી જ તેઓ કવિતાઓ રચતા. તેમના વધારે પડતા આદર્શવાદના લીધે લગ્નની ઉંમરે ઘણા સારા માંગા આવવા છતાં તે ક્યાંય હા પાડતા નથી અને વાર્તાના અંત સુધી એકાકી જીવન જ જીવે છે. વાર્તાના અંતે તેનું એકલવાયાપણું તેને કઠે છે. પરંતુ હવે તેમની પાસે કોઈ રસ્તો રહેતો નથી. વધારે પડતો આદર્શ ક્યારેક માણસનું જીવન વ્યર્થ બનાવી દે છે એવો સંકેત લેખક અહીં આ વાર્તામાં કરે છે. ‘માછીમારનું ગીત’ વાર્તા એક રીતે જોઈએ તો માત્ર અહેવાલપરક વાર્તા હોય એવી લાગે છે. કેમકે શરૂઆતથી લઈ વાર્તાના મધ્યાંતર સુધી લેખક માત્ર અહેવાલ જ રજૂ કરતા હોય એ રીતે કથા માંડે છે. વૃદ્ધ માછીમારને પોતાની પત્ની પાસેથી મળેલું ગીત, એ ગીતમાં રહેલો પ્રેમ, ઉદાસી, વ્યથા, ઉલ્લાસ એ બધું આ વાર્તાના પોતને ઘડે છે. પણ ધૂમકેતુ હજી આ ગીતનો પ્રતીકાત્મક ઉપયોગ કરીને વધુ સારી વાર્તા વાચકને આપી શક્યા હોત. ‘પહેલેથી છેલ્લે સુધી’ વાર્તામા લેખકે ખુશાલના પાત્રને એક ઘાટ આપવાનો પ્રયાસ કર્યો છે. વાર્તાની શરૂઆતમાં ખુશાલ લાંબી ૪૯ દિવસની તાવની બીમારીમાંથી બચીને આવે છે ત્યારે તેનું શરીર સાવ લેવાઈ ગયેલું છે એ વાતે તેને સતત બધાના મેણાઓ સાંભળવા પડે છે. સમય જતા તેનું જીવન એકાકી બનતું જાય છે. પરંતુ તે પોતાના માટે જ વિચારે છે અને એલ.એલ.બી.નો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરે છે, લગ્ન કરે છે અને પોતાની પત્નીનું મૃત્યુ થતાં પોતાના પુત્રના સગપણની ઉતાવળ રાખે છે. જ્યાં પુત્રનું સગપણ નક્કી કરે છે ત્યાં કન્યા થોડીક મોટી હોવાથી પુત્રના બદલે પોતાનું જ ગોઠવી નાખે છે. વાર્તાના અંતે તેનો દીકરો વિનોદ કાયદાભંગની સજા માટે જેલમાં જાય છે ત્યારે પણ તેને તેના પ્રત્યે કોઈ લાગણી જન્મતી નથી. આ વાર્તામાં પહેલેથી છેલ્લે સુધી વ્યક્તિના જીવનમાં કયાં અને કેવા વળાંકો આવે છે, એની તેના જીવન ઉપર કેવી અસર પડે છે એની વાત લેખક કરે છે. ‘સત્યનું દર્શન’ વાર્તા આપણને ચુનીલાલ મડિયાની કમાણી વાર્તાની યાદ અપાવી જાય છે. તે વાર્તાનો નાયક પણ ટપ્પો ચલાવતા ચલાવતા ધના ભગતની જેમ ભજનો લલકારે છે. ધના ભગતની પોતાના ઘોડા પ્રત્યેની લાગણી અને પોતાની સાથે થયેલો વિશ્વાસઘાત વાચકને એક નવી દુનિયામાં લઈ જાય છે અને વાર્તાના અંતે ઝમકુડી ભગત સાથે આવીને પાછી રહે છે અને તેનો દીકરો ભગતના ઘોડાને સંભાળી લે છે એ વાતથી ભગતની સાથે સાથે વાચક પણ શાંતિ અનુભવે છે. ‘ખૂની કોણ?’ વાર્તામાં કેશવો અને ધૂળી પોતાના દીકરાને હંમેશા માટે ગુમાવી બેસે છે. જ્યારે તે દવાખાને હોય છે ત્યારે ડૉક્ટર કહે છે કે તમે જ તમારા દીકરાને આમ લારીની નીચે કોથળામાં બાંધીને ફેરવી રાખ્યો અને છોકરો મરી ગયો. આ વાતની વાચકના મન ઉપર ઊંડી અસર પડે છે અને પોતાને જ પોતાના દીકરાનો ખૂની માની બેસે છે અને અપરાધભાવ અનુભવે છે. ‘નેપાળની રાણી’ વાર્તા વાચકને જુદા પરિવેશમાં લઈ જાય છે. દલબહાદુર અને ગોપી નામના બે પાત્રો અહીં પોતપોતાના પતિ-પત્નીને દગો આપે છે. પણ જ્યારે તેને એ વાતની જાણ થાય છે ત્યારે તે સભાન બની જાય છે. દલબહાદુર પોતાની પત્નીને મૂકીને ગોપી સાથે નાસી જવાનું વિચારે છે. પરંતુ નાટકઘરમાં સીતાવનવાસ નામનું નાટક જુએ છે ત્યારે તેને પોતાની પત્ની પાર્વતી સાંભરી આવે છે અને તેને દગો આપવા બદલ તે પોતાની જાતને કોસે છે. આ બાજુ તેમના માટે પોતાના પતિને પણ હંમેશા માટે છોડીને આવી ગયેલી ગોપીને તે પોતાની બેન થાય એવું કહી દે છે. અને વાર્તાના અંતે ગોપીને પણ પોતાનો પતિ સાંભરે છે પરંતુ હવે એ મૃત્યુ પામ્યો છે એટલે ગોપી તેમના સાસુના ગામ જતી રહે અને વાર્તા પૂર્ણ થાય છે. અહીં સર્જકે અવળે માર્ગે ચડતા પાત્રોને સવળા માર્ગે આણીને વાર્તાને સરસ રીતે આલેખી છે. ‘સ્વાર્પણ’ વાર્તાનો કથક તેનું મુખ્ય પાત્ર એવો કેશવો જ છે. કેશવો બાળપણથી તોતડો અને કદરૂપો છે એટલે એના બીજા ભાંડુઓ અને તેના પિતા તેની સાથે સરખું વર્તન કરતા નથી. કેશવાને જો કોઈ પ્રેમથી સાચવતું હોય તો તે માત્ર એની મા જ છે. પરંતુ વિધિની વક્રતા એવી સર્જાય છે કે કેશવાની મા મૃત્યુ પામે છે. તેના પિતા નવી મા લાવે છે તેને પણ કેશવા પ્રત્યે કોઈ લાગણી નથી. ધીમે ધીમે કેશવો એકાકી જીવન ગાળતો થઈ જાય છે. તેના ઘરના દરેક સદસ્યો તેનાથી દૂર થતાં જાય છે. અને કોઈ પણની ભૂલ હોય સજા માત્ર કેશવાને જ થાય છે. આ બધાથી કંટાળી ગયેલા કેશવાને એક દિવસ એવું લાગે છે કે તેની મા તેને બોલાવી રહી છે. કેશવો બધું જ મૂકીને દૂરને દૂર પોતાની મા પાસે જવા માટે પ્રયાણ કરે છે અને વાર્તા પૂરી થાય છે. આ વાર્તામાં માતૃવાત્સલ્યની વાત છે. બાળક કોઈ પણ ખોડ-ખાંપણવાળું હોય પરંતુ મા માટે તો એ વ્હાલસોયું જ હોય છે. તે ગમે એટલું કદરૂપું હોય પણ મા માટે તો દુનિયાનું સૌથી સુંદર બાળક છે એ વાતની પ્રતીતિ લેખક આ વાર્તામાં કરાવે છે. ડૉ. ઈશ્વરલાલ દવેએ ધૂમકેતુની વાર્તાઓને વિશિષ્ટ સંસ્કૃતિના ચૈતન્યની વાર્તાઓ ગણાવીને લખ્યું છે કે, “ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં વાર્તા નિમિત્તે એક વિશિષ્ટ સંસ્કૃતિનું ચૈતન્ય આવિષ્કાર પામ્યું છે. એમની ૫૦૦ વાર્તાઓમાં આ સંસ્કૃતિનો કોઈ ને કોઈ ઉન્મેષ પ્રગટ થાય છે. આ વાર્તાવિશ્વના કેન્દ્રમાં એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્રની મધ્યકાલીન સંસ્કૃતિમાં જે પ્રશસ્ય અંશો હતાં તે એના પાયામાં છે. તેના પર ધૂમકેતુની નિજી જીવનવિભાવનાનો પુટ અપાયો છે.” તો વળી રમણલાલ જોશી તેમની વાર્તાકળા વિશે લખે છે કે, ‘ધૂમકેતુ ટૂંકી વાર્તાના એક અગ્રણી વિધાયક હતા અને આ નવીન છોડને સાહિત્યક્ષેત્રમાં દૃઢમૂલ કરવામાં તેમણે ઐતિહાસિક ફાળો આપેલો છે.’

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
Email : solankiarati9@gmail.com

‘તણખા’ મંડળ ચોથું

આરતી સોલંકી

નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મતારીખ : ૧૨ ડિસેમ્બર ૧૮૮૨
મૃત્યુ : ૧૧ માર્ચ ૧૮૯૬૫
જન્મસ્થળ : વીરપુર
વતન : વીરપુર
અભ્યાસ : બી.એ.
વ્યવસાય : સાહિત્યસર્જક

સાહિત્યસર્જન : ૨૪ વાર્તાસંગ્રહો, ૭ સામાજિક નવલકથાઓ અને ૨૭ ઐતિહાસિક નવલકથાઓ, આ ઉપરાંત નિબંધ, આત્મકથા અને સાહિત્યિક વિવેચન જેવાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. વાર્તાકારનો યુગસંદર્ભ : ધૂમકેતુ એ ગાંધીયુગના સમર્થ વાર્તાકાર છે. ધૂમકેતુના આગમન સાથે આપણી વાર્તાકલામાં કલાત્મકતાનો નિખાર જોવા મળે છે. ટૂંકીવાર્તા વિશેની ધૂમકેતુની સમજ : ધૂમકેતુ ટૂંકીવાર્તાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે : ‘વીજળીના ચમકારા પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગૂલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી, વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકીવાર્તા.’

ધૂમકેતુની વાર્તાકળા :

‘તણખા મંડળ’ ભાગ ચારની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે કે કેટલીક વખત નવલિકાનું સૌંદર્યદર્શન એક જ વાક્યમાં થતું હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાંથી આ એક જ વાક્ય લેખક પોતે બોલીને વાર્તાના હાર્દને અનાવૃત્ત કરી દે છે. આ સંગ્રહમાં કુલ ૨૩ વાર્તાઓ છે. ધૂમકેતુ એ જુદા જુદા પરિવેશની કુલ ૨૩ વાર્તાઓ આ સંગ્રહમાં આપી છે. દરેક વાર્તાઓ વાચકના મનમાં એક જુદી છાપ મૂકીને જાય છે. ધૂમકેતુ એ ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારોમાંથી એક છે. ‘વાર્તા એકસોમી’ એ આ સંગ્રહની પ્રથમ વાર્તા છે. અહીં સર્જક શરૂઆતમાં જુદો પરિવેશ વાચક સામે આલેખી બે પાત્રની ઓળખ કરાવે છે. એ બંને પાત્રોની કથા ભૂતકાળ મારફત ખૂલતી જાય છે. કથા શરૂ થાય છે ત્યારે અંજલિ એક અકસ્માતમાં મૃત્યુ પામે છે એ વાતની જાણ મહેન્દ્રને થતાં તે એ દુઃખને જીરવી શકતો નથી. આગળની વાર્તામાં લેખકે અંજલિ અને મહેન્દ્રના સંબંધને એક ઘાટ આપી વાચક સમક્ષ ખોલવાનો પ્રયાસ કર્યો છે. ‘આનંદરાત્રિ’ વાર્તામાં નારી સંવેદના કેન્દ્રસ્થાને છે. વાર્તાની નાયિકા રાધા અત્યંત નિર્દોષ, નિર્બળ અને મુક્તભોગી છે. લગ્નની પ્રથમ રાત્રિથી જ પતિના પ્રેમને, મિલનના હર્ષને બદલે વિરહ અનુભવતી રાધા કરુણાનું કેન્દ્ર બની રહેતું નારીપાત્ર છે. વાર્તાનું શીર્ષક તો છે આનંદરાત્રિ પણ રાધાના જીવનમાં આવી આનંદરાત્રિ ક્યારે આવશે? તે વાચક સમક્ષ એક પ્રશ્ન બનીને રહી જાય છે.

Tankha-3+4 by Dhoomketu - Book Cover.png

‘સ્વપ્નભંગ’ વાર્તાનો નાયક નથુ મેઘજી વિલેજ પોસ્ટમેન છે. જે પોતાના નાતીલા મકનજીને એ આશાએ બારસો રૂપિયા વ્યાજે આપે છે કે મકનજી તેની પુત્રી રાધાને પોતાની સાથે પરણાવશે. એક સમય એવો આવે છે કે એની આશા ફળીભૂત થાય છે. પણ રાધા સાથે અણબનાવ થયા બાદ તે રિસાઈને પિયર જતી રહે છે અને પુનઃમિલન માટે નથુ પોતાની પોસ્ટમેન બનવાની ઇચ્છાનો ભોગ આપીને પોતાની પત્નીને પરત મેળવે છે. આ વાર્તામાં નથુનો સંઘર્ષ એક રીતે કેન્દ્રસ્થાને છે. ‘જીવનસંગીત’ વાર્તા વાચકને દરેક ક્ષણમાં જીવનને માણતા રહેવું જોઈએ તેવું શીખવાડે છે. માણસે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો તેનો સદ્‌ઉપયોગ કરીને જીવનમાં કંઈક કરવું જોઈએ. માત્ર બેસી રહેવાથી જીવનનો ઉદ્ધાર થતો નથી. આ વાર્તામાં પણ નાયકની બહેન શચી પોતાના ગામના વિકાસ માટે લોકોને જાગ્રત કરે છે ને એક દિવસ એવો આવે છે કે આ ગામમાં મંદવાડ કે ગંદકીનું નામોનિશાન રહેતું નથી. માણસ ધારે તો કંઈ પણ કરી શકે એનું પ્રમાણ આ વાર્તા આપણને આપે છે. ‘તેજોવધ’ વાર્તા વાચકને શરૂઆતમાં ‘મેનાગુર્જરી’ નાટકની યાદ અપાવે છે. વાર્તાની શરૂઆતમાં રૂપીને શેરડી ગામના પાદરથી સૈનિકો ઉઠાવી જાય છે. પોતાના દીકરા મેઘાને બચાવવા માટે રૂપી પોતે વટલાઈ જાય છે અને દીકરાને પોતાના ગામ શેરડી જવા માટે કહે છે. મેઘો જ્યારે પોતાના વતનમાં આવે છે ત્યારે ગામ લોકોની સાથે સાથે તેનો બાપ પણ તેને અપનાવવા માટે તૈયાર નથી તે પણ તેને વટલાઈ ગયેલી બાઈનો છોકરો કહીને કાઢી મૂકે છે. મેઘો ખૂબ પ્રયત્ન કરે છે છતાં કોઈ તેને આવકારતું નથી ત્યારે તે પોતાનું દેહ શુદ્ધ કરવા માટે કાશીવિશ્વનાથની યાત્રા આળોટતાં આળોટતાં કરવાનું કહે છે અને લોકો માની જાય છે. આ વાર્તામાં આમ જોઈએ તો અંધશ્રદ્ધા પણ કેન્દ્રસ્થાને છે. માણસાઈ એ જ સૌથી મોટો ધર્મ છે પરંતુ શેરડી ગામના લોકો તે વાત સમજવા તૈયાર નથી. સંસ્કૃતિ, પુરાણ, ઇતિહાસ અને મધ્યકાલીન સાહિત્યમાંથી તેમજ લોકકથાઓમાંથી વિષય લઈને વાર્તાઓ લખનાર ધૂમકેતુએ આવા વિષયો પર ‘વિનિપાત’ જેવી ઐતિહાસિક વિષય પર અદ્‌ભુત અને કાલજયી વાર્તા આપી છે. આ વાર્તામાં આવતું સ્કોટિશ અધિકારી જેમ્સ ફૉર્બ્સનું પાત્ર વાસ્તવિક પાત્ર છે તો સોમેશ્વર શાસ્ત્રીનું પાત્ર પણ એવું જ વાસ્તવિક છે. બંને પુરુષો પોત પોતાની સંસ્કૃતિના પ્રતિનિધિઓ છે. અને બંને પોતપોતાની રીતે મહાન શિલ્પકાર હિરાધરની અમૂલ્ય શિલ્પકૃતિઓનું જતન કરવા માટે પ્રયત્નશીલ છે. આ બંને પાત્રો ભારતીય સંસ્કૃતિ અને કલાની અમૂલ્ય ધરોહરને સાચવવા માટે જે પ્રયાસો કરે છે તેનાથી એમના માટે વાચકને વધુ માન ઉપજાવે છે. ‘પાનવહુ’ વાર્તા ચરિત્રપ્રધાન વાર્તા છે. આ વાર્તામાં લેખકે શરૂઆતથી લઈ અંત સુધીમાં પાનવહુની પોતાની જમીન પ્રત્યેની જે લાગણી હતી તેને વાચા આપવાની કોશિશ કરી છે. વિધવા થયેલી પાનવહુને જ્યારે તેનો જમીનમાં સાથે કામ કરનાર જાગલો બીજી વાર પોતાની સાથે પરણવાનું કહે છે ત્યારે તે કહે છે કે, હું તો મારી જમીન સાથે પરણી ચૂકી છું. વાર્તાના અંતે આ જમીનનો અડધો ભાગ સરકાર પોતાના પ્રોજેક્ટ માટે લઈ લે છે ત્યારે પાનવહુને ઊંડો આઘાત લાગે છે. તે પોતાની જમીન સાચવવા અથાગ પ્રયત્નો કરે છે પરંતુ ફાવતી નથી. વાર્તાની શરૂઆતથી લઈ અંત સુધી પાનવહુનો સંઘર્ષ જ કેન્દ્રસ્થાને છે. ‘પારકાં તેજ’ વાર્તામાં લેખકે એક પરિવારનો પોતાના દીકરાને ભણાવવા માટેનો સંઘર્ષ વ્યક્ત કર્યો છે. અનિલના બાપા મહેનત કરીને તેને ભણાવે છે અને જ્યારે અનિલની આછીપાતળી નોકરી નક્કી થાય છે ત્યારે બધા ખુશ થાય છે. પણ અનિલને એકવાર શહેરની હવા ખાઈ લીધા પછી આ કોઈ સાથે ફાવતું નથી. તે સતત બધા સાથે સખતાઈથી વર્તે છે. તેને નોકરી માટે જે જગ્યાએ જવાનું હતું તે જગ્યા માટેની યોજના પડતી મુકાય છે અને નિરાશ થઈને અનિલ પાછો પોતાના ઘરે આવે છે. સમગ્ર વાર્તામાં લેખકે એક પરિવારની આપવીતી વર્ણવી છે. ‘ત્રિલોચન’ વાર્તા ચરિત્રપ્રધાન વાર્તા છે. આ વાર્તામાં લેખકે રાવસાહેબનો એકનો એક દીકરો ત્રિલોચનનું ચરિત્ર આલખ્યું છે. રાવસાહેબ આઠ વર્ષ વિધુરની જિંદગી ગાળ્યા પછી કૃષ્ણા નામની સ્ત્રી સાથે પરણે છે. પરંતુ જ્યારે તેને ખબર પડે છે કૃષ્ણાને કોઈ પુત્ર છે જે અત્યારે અનાથ આશ્રમમાં છે ત્યારે તે કૃષ્ણાનો ત્યાગ કરે છે. આ સમયે ત્રિલોચન કૃષ્ણાના બાળકનો પિતા બનવા તૈયાર થાય છે અને કૃષ્ણાને અપનાવે છે. ત્રિલોચન તત્ત્વજ્ઞાનનો વિદ્યાર્થી હતો માટે દરેક વાતનો જવાબ તે તર્કથી જ શોધતો. કૃષ્ણા જ્યારે નિશાળમાં ભણતી ત્યારે કોઈના અત્યાચારનો ભોગ બનીને માતા બનેલી. આજે એનું માતૃપદ જાળવવા માટે અને શિક્ષણ તથા મા સરસ્વતીના મંદિર ઉપર લાગેલા ડાઘને મિટાવી દેવા માટે ત્રિલોચન કૃષ્ણાને અપનાવા તૈયાર થઈ જાય છે. ‘લગ્નજીવન’ વાર્તામાં લેખકે જોરાવર મઘી અને પ્રભાશંકર લલિતા એવા બે દંપતીના લગ્ન જીવનની વાત કરી છે. મઘીને દીકરો ન હોવાથી જોરાવર વજીને પરણે છે ત્યારે મઘી પોતાના પિયર આવી જાય છે. આ સમયે તેને જાણવા મળે છે કે પોતે મા બનવાની છે. સમય જતાં તે પુત્રને જન્મ આપે છે પરંતુ પોતાના પતિ પાસે પાછી જતી નથી. લલિતા અને મઘી બંને એક જ ગામની છે અને આ વાર્તામાં બંનેની સ્થિતિ એક જ સરખી છે. લલિતાને પણ સંતાનમાં માત્ર દીકરીઓ છે એટલે વાર્તાના અંતે પિયર મળવા આવેલી લલિતાને તાર આવે છે કે તેને સંતાનમાં માત્ર દીકરીઓ છે એટલે નાતે પેરવી માંડી છે. લલિતા અને મઘી બંનેની સમાન પરિસ્થિતિ છે પરંતુ મઘી પોતાનો રસ્તો પોતે નક્કી કરે છે, જ્યારે લલિતા મનમાં ને મનમાં પીડાય છે. કોઈ સ્ત્રી જો પુત્રને જન્મ ન આપે તો શું તે હવે બીજા કોઈ જ કામની નથી? એવો સળગતો પ્રશ્ન લેખક વાચક સમક્ષ મૂકે છે. ખરેખર લગ્નજીવનનું મહત્ત્વ શું? એ પણ આ વાર્તામાં પ્રશ્ન બની જાય છે. ‘નરભુ’ વાર્તામાં લેખકે નરભુના પરિવારની કરુણ પરિસ્થિતિ વર્ણવી છે. દારુણ ગરીબીમાં જીવતો તેનો પરિવાર પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સતત મથામણ કરે છે. પોતાના ગામથી દૂર કામ કરવા આવેલ નરભુને પોતાના દીકરાનો કાગળ આવે છે. અહીં લેખકે સંકલના એવી રીતે કરી છે કે એ કાગળ મારફત નરભુના પરિવારની ઓળખ વાચકને થાય છે. ‘માયા’ વાર્તાનો પરિવેશ ૧૮૫૭ના સમયે જે વિપ્લવ થયો હતો ત્યારનો છે. ઉદાસી અને માયાની પ્રણયકથાની આડમાં લેખક આપણને માયામાં રહેલી માણસાઈનાં દર્શન કરાવે છે. માયા પોતાની વાડીમાં ઘાયલ ફિરંગીની મદદ કરે છે અને તે પોતાના વતન સહીસલામત પહોંચી જાય તે માટેના પ્રયત્નો કરે છે. આખી વાર્તામાં માયાનું પાત્ર મહત્ત્વનું બની રહે છે. હિન્દુ, મુસ્લિમ કે ફિરંગીના ભેદ ભૂલીને સૌથી મોટો ધર્મ માનવધર્મ છે અહીં વાચકને માયાના પાત્ર મારફત સમજાય છે. ‘તોફાન’ વાર્તામાં ધનંજય નામના બાળકનું બાળપણ પોતાની માના માર ખાવામાં જ વીતે છે એની વાત છે. એની મા વારંવાર દરેક નાની નાની બાબતે ધનંજયને ટોકે છે અને માર મારે છે. એ વાતની ધનંજયના મન ઉપર ઊંડી અસર પડે છે. આથી એક સમય એવો આવે છે કે ધનંજય બધાથી દૂર રૂમમાં જ રહેતો થઈ જાય છે. ‘તોફાન’ શીર્ષક લાક્ષણિક અર્થ પ્રગટ કરે છે. બાળક બાળપણમાં નાનાં મોટાં તોફાન નહીં કરે તો ક્યારે કરશે? એવો પ્રશ્ન પણ વાચકના મનમાં થાય છે. ‘વીરાંગના’ વાર્તામાં હાડા કલ્યાણસિંહની પુત્રી સજ્જનકુંવરની વાત લેખક કરે છે. સજ્જનકુંવર કલ્યાણસિંહની એકની એક પુત્રી છે. એટલે કલ્યાણસિંહે તેનો ઉછેર પુત્રની જેમ કર્યો છે. સજ્જન પણ અસલ રાજપુતાણી છે. પિતાની સાથે જંગલમાં શિકાર કરવા પણ જાય છે. એક દિવસ વાઘના અણધાર્યા હુમલાથી પાસેના ગામનો રાઠોડ કુળનો રાજકુમાર સાગર તેને બચાવે છે. રાઠોડ અને હાડા વચ્ચે પેઢીઓથી વેર ચાલે છે તેથી કલ્યાણને પોતાની દીકરીને રાઠોડ બચાવે તેના કરતાં વાઘ ફાડી ખાય તે વધારે સારું હોત એવું લાગે છે. ધીમે ધીમે સજ્જન અને રાઠોડ વચ્ચે પ્રેમ થાય છે અને એક દિવસ જંગલમાંથી સાગર તેને ઉઠાવી જાય છે. આ વાતની જાણ થતાં કલ્યાણસિંહ રાઠોડના ગામ ઉપર કેસરિયા કરે છે અને અનેક રાજપૂતો મૃત્યુ પામે છે. ત્યારે સાગર એકલો પોતાની પત્નીને મળવા માટે રાત્રિના અંધારામાં પોતાના ઘેર જાય છે. સજ્જન હકીકત જાણે છે ત્યારે ક્ષત્રિયાણીની પેઠે એક રૂમમાં ચંદનના લાકડાં પ્રગટાવી સતી થઈ જાય છે. સજ્જનના પાત્રને જ અહીં લેખકે કેન્દ્રસ્થાને રાખ્યું છે. પોતાનો પતિ રણક્ષેત્રમાંથી ભાગીને આવે તે વાત સજ્જન જેવી રાજપુતાણી ખમી શકતી નથી અને વાર્તાના અંતે વીરાંગનાની જેમ સતી થાય છે. ગુજરાતી ભાષાની જાણીતી કહેવત ‘જેવું કરો તેવું ભરો’ એ ‘કબર પરના ફૂલ’ વાર્તામાં સાર્થક થતી હોય એવું લાગે છે. પતિને અત્યંત ત્રાસ આપતી ને હેરાન કરતી ભાગીરથી વાર્તાના અંતે પતિની જેમ જ બીમારીનો ભોગ બને છે અને તેમના પતિની કબર પર આવે છે ત્યારે તેના દીકરા મારફત જાણવા મળે છે કે તેનો પતિ તો તેને હજુ યાદ કરે છે અને દીકરા મંગળને પોતાની માને સાચવવા કહે છે. ત્યારે ભાગીરથીનું હૃદય ભરાઈ આવે છે અને પહેલીવાર તે રામચરણની કબર પર દિલથી રડી પડે છે. તેનાં કરેલાં કર્મોનું જ આ પરિણામ છે એ વાતની જાણ તેને વાર્તાના અંતે થાય છે. ‘ઇન્સ્પેક્ટરસાહેબ’ વાર્તામાં ઇન્સ્પેક્ટરસાહેબ એ કથકના મિત્ર છે. શરૂઆતમાં કથકને લાગે છે કે તેઓ ખૂબ સુખી છે. પરંતુ વાર્તાના અંતે જ્યારે આખી ઘટનાનો ઘટસ્ફોટ થાય છે ત્યારે કથક અવાક્‌ બની જાય છે. માણસ દેખીતી રીતે સમૃદ્ધ હોય તો તે સમૃદ્ધ જ છે એવું ન માની લેવું જોઈએ. દેખીતી સમૃદ્ધિની પાછળ આંસુનો ઊંડો સમુદ્ર પણ હોઈ શકે એ વાતની પ્રતીતિ આ વાર્તા કરાવે છે. ‘ઠંડી ક્રૂરતા’ એ પુરુષની પાશવી અને વિકૃત વૃત્તિને વ્યક્ત કરતી વાર્તા છે. આ વાર્તાનો નાયક ચંદુલાલ ત્રણ વખત પરણે છે અને છતાંય એકેય વાર ઠરીઠામ થઈ શકતો નથી. ત્રીજીવારની પત્નીથી એને દીકરો અવતરે છે. પણ જ્યારે તેને ખબર પડે છે કે રજની તો જાતની ચામઠી છે ત્યારે તે પોતાની આબરૂ બચાવવા માટે બહુ સિફતથી તેનું કાસળ કાઢી નાખે છે. સમગ્ર વાર્તામાં ચંદુલાલની બદલાતી વૃત્તિઓ કેન્દ્રસ્થાને છે. ‘ધોળીયો’ વાર્તા ચરિત્રપ્રધાન વાર્તા છે. અહીં ધોળીયો તે કથકનો પાળેલો કૂતરો છે. તે પોતાના માલિક માટે ખૂબ વફાદાર છે. પરંતુ એકવાર ધોળીયો હરણના બચ્ચાને મારીને પોતાના વાડામાં લાવે છે ત્યારે લોકોના મેણાઓ સાંભળીને ધોળીયાનો ધીમે ધીમે કથક ત્યાગ કરે છે. પછી ધોળીયો બહુ ત્યાં જતો પણ નથી અને એક દિવસ ધોળીયાના મૃત્યુના સમાચાર આવે છે. વાર્તાના અંતે લેખક કહે છે કે, જે રાજામહારાજાઓ હરણનો સતત શિકાર કરે છે તેને પ્રજા સલામ કરે છે અને ધોળીયાને તે દોષ માટે દેશવટો આપવામાં આવ્યો છે. એક રીતે લેખક અહીંયાં સંકેત આપે છે કે શ્રીમંત લોકો ગમે એટલા ગુનાઓ કરે પણ તે હંમેશા નિર્દોષ જ રહે છે. જ્યારે સામાન્ય પ્રજા કોઈ નાનકડો ગુનો કરે તો પણ તરત જ તેને સજા ફટકારવામાં આવે છે. ‘જ્યારે સામાન્યતા નાશ પામશે’ વાર્તામાં લેખકે રાજેન્દ્રના પાત્રને એક ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે. રાજેન્દ્ર પિતાની મિલકત ઉપર એશ કરવાના બદલે તે મિલકતના પૈસાથી તે એક વૃદ્ધાશ્રમ બનાવવા માગે છે. રાજેન્દ્ર અને તેની બહેન ઇન્દિરા બંને એ માર્ગે જવાનું પસંદ કરે છે. વાર્તાના મહત્ત્વના ત્રણ પાત્રો રાજેન્દ્ર, ઇન્દિરા અને ઉર્વશીના મનમાં લેખકે એક એક પ્રશ્ન મુક્યો છે જે તેના પાત્રમાનસને સમજવા માટે મહત્ત્વના બની રહે છે. ‘ત્રણ રેખાવિધાન’ વાર્તામાં લેખકે ત્રણ ચરિત્ર આલેખ્યાં છે. પ્રથમ ચરિત્ર છે તોતીનું. આ ડોશીમા બોલવામાં થોડાંક તોતડાતાં તેથી તેનું નામ ગામલોકોએ તોતી પાડેલું. તોતીમા સ્વભાવે ખૂબ જ પ્રેમાળ હતાં. તેમની પાસે જે કંઈ છે તે બધું જ બીજાને આપતાં તે ક્યારેય અચકાતાં નહિ. તો બીજું ચરિત્ર છે હરકુંવરનું. આ ડોશીનો સ્વભાવ તોતી ડોશી જેવો નથી. તેમને કોઈને કશું આપવું ગમતું નથી. અને ત્રીજું ચરિત્ર છે જગજીવન માસ્તરનું. જગજીવન માસ્તરનો પ્રેમાળ ચહેરો અને વાત્સલ્યભર્યું હૃદય વાચકના મનમાં તે પાત્ર પ્રત્યે માન ઉપજાવી જાય છે. ‘ભીખો’ વાર્તામાં લેખકે બોઘા ભગતે તેમના એકના એક દીકરાને ભણાવવા માટે જે મથામણ કરી જે સંઘર્ષનો સામનો કર્યો તે કેન્દ્રસ્થાને છે. બોઘા ભગત બીજા પાસેથી પૈસા વ્યાજે લઈને દીકરા ભીખાને ભણાવે છે. માત્ર એટલી જ આશાએ કે દીકરો ભણીગણીને સારી નોકરી કરશે એટલે બધું જ લેણું ચૂકવી દેશે. પરંતુ બોઘા ભગતની આશા વિરુદ્ધ બધું બને છે. ભીખો નોકરી તો મેળવે છે પરંતુ માતાપિતાની સંભાળ લેવાના બદલે કોઈ નર્સ સાથે લગ્ન કરીને માતા-પિતા પાસે પોતાનો ભાગ માગવા આવે છે. માતા-પિતા અથાગ પ્રયત્ન કરીને સંતાનોને ભણાવે છે. પોતે કાળી મજૂરી કરે છે અને સંતાનો જ નોકરી મેળવી લે ત્યારે માબાપની સેવા કરવાને બદલે તેને તરછોડીને જતા રહે છે એનું એક ઉદાહરણ આ વાર્તા બની રહે છે. ‘કવિતાનો પુનર્જન્મ’ વાર્તા એક રીતે અહેવાલપરક વાર્તા જ હોય એવું લાગે છે. પરંતુ બીજી રીતે વિચારીએ તો આ વાર્તા વિજ્ઞાનકલ્પના સ્તરે પહોંચતી વાર્તા છે. આપણે ત્યાં આવી વાર્તાઓ બહુ ઓછી લખાય છે તેમાં આ વાર્તાનું સ્થાન મહત્ત્વનું છે. ‘શાસ્ત્રીજી’ વાર્તા આ સંગ્રહની અંતિમ વાર્તા છે. અહીં લેખકે જે રીતે શાસ્ત્રીજીનું પાત્ર આલેખ્યું છે તે વાચકની પણ આંખ ભીની કરી દે એવું છે. કોઈ માણસ પોતાની અંદર કેટલું દબાવીને બેઠો છે તેની જાણ ક્યારેય તેના ચહેરા પરથી થતી નથી. સદા હસતા ચહેરા પાછળ પણ દુઃખના મહાસાગર છલકાતા હોય છે એ વાતની પ્રતીતિ શાસ્ત્રીજીનું પાત્ર કરાવે છે. શાસ્ત્રીજીના વર્ગનો સૌથી તોફાની છોકરો મોહનલાલ જ્યારે શાસ્ત્રીજીની સાચી સ્થિતિ જાણે છે ત્યારે પોતે શાસ્ત્રીજીની કરેલી મશ્કરી અંગે પારાવાર પસ્તાવો અનુભવે છે. આમ આ સંગ્રહમાં લેખકે ૨૩ અલગ અલગ પરિવેશની વાર્તાઓ આપી છે. ધૂમકેતુની વાર્તાઓનાં પાત્રો વિવિધતાવાળાં છે. કથાનક સંદર્ભે પણ ધૂમકેતુ ઘણા વિકસિત વાર્તાકાર છે. તેમની વાર્તાઓ વિશે સ્નેહરશ્મિએ જે કહ્યું છે તે જોઈએ : ‘ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક તરીકેનું બિરુદ જો કોઈ એક વ્યક્તિને અપાય તો તે ધૂમકેતુને જ મળે.’

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
Email : solankiarati9@gmail.com

ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ : અવશેષ, પ્રદીપ, મલ્લિકા, ત્રિભેટો, આકાશદીપ

પાર્થ બારોટ

‘અવશેષ’ (૧૯૩૨)

ધૂમકેતુનો સર્જનકાળ ગાંધીયુગનો હતો. આ યુગનું સાહિત્ય લોકાભિમુખ કે જીવનાભિમુખ બને છે ગાંધીવિચાર પ્રભાવે, પરંતુ ધૂમકેતુનો સમગ્ર વિચારપિંડ ગાંધીપ્રભાવિત છે એમ નહીં કહી શકાય. એમના સાહિત્યમાં દેખાતું દીનજનવાત્સલ્ય ગાંધીવિચારપ્રેરિત હોવાની સાથે પીડિત વર્ગ તરફની તેમની સહજ કરુણા અને સહાનુભૂતિપ્રેરિત પણ છે એવી પ્રતીતિ થાય છે. તેમના સાહિત્યમાં જીવનનાં કેટલાંક શાશ્વત મૂલ્યોની પ્રતિષ્ઠા થઈ છે. તેઓ માને છે કે, સાહિત્ય જીવનમાંથી ઘણું મેળવી શકે અને જીવનને ઘણું આપી શકે. જીવન અને સાહિત્ય પરસ્પર પોષક છે. સાહિત્ય અને જીવન એ જુદું ન પડી શકે એવું યુગ્મ છે. સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજવા માટે છે. પ્રજાના સંસ્કારઘડતર માટે તેઓ સાહિત્યને મહત્ત્વનું ગણે છે. ધૂમકેતુની આ ભાવનાપરાયણ, જીવનાભિમુખ દૃષ્ટિ અને રંગદર્શી વ્યક્તિત્વને કારણે તેમના વાર્તાસાહિત્યમાં વાસ્તવ પણ ઊર્મિલ થઈને પ્રગટ્યું છે. ધૂમકેતુના સાહિત્યમાં રંગદર્શિતા અને જીવનલક્ષિતા એકસાથે ઊતર્યાં છે.

Dhoomketu-ni Varta-o 3 - Book Cover.pngDhoomketu-ni Varta-o 4 - Book Cover.png

ઘૂમકેતુ પાસે વાર્તાકથનનો વિશિષ્ટ કસબ છે. વાર્તાના ઉપાડમાં, પ્રસંગકથનના ક્રમિક વિકસનમાં, પાત્રરેખાઓને ઉઠાવ આપી એમના હૃદયગતને પ્રગટ કરતી નિરૂપણરીતિમાં તેમજ વાર્તાના ચમત્કારક વળાંકભર્યા અંતમાં એમની કલાસૂઝનાં આપણને દર્શન થાય છે. આ વાર્તાસંગ્રહમાં દસ વાર્તા છે. જેમાં માનવજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શ કરવાનો વાર્તાકારે પ્રયાસ કર્યો છે. ‘અકસ્માત’ : વાર્તામાં કૌમાર્ય વયની ગુલાબનું મન ચંદ્રવદન માટે કેટલું સ્નેહસભર છે તેનું શબ્દચિત્ર ધૂમકેતુ ઊભું કરે છે. અકસ્માત થતાં ચંદ્રવદનને આંખે ઈજા થાય છે અને તે પથારીવશ થઈ જાય છે. સ્નેહવશ થયા વિના ચંદ્રવદન સમજુ માણસની જેમ તેના પિતાને કહે છે, ગુલાબને બીજે પરણાવવી એ સૌના હિતમાં છે. ગુલાબ ચંદ્રવદનથી દૂર થવા માગતી ન હતી અને વાર્તાના અંતે તે કહે છે કે અપંગ ચંદ્રવદનને ગુલાબના હાથની વધારે જરૂર છે, તેથી ગુલાબ દૂર નહીં જાય. ‘આપઘાત’ વાર્તામાં માનવ સ્વભાવની આંટીઘૂંટીનાં દર્શન થાય છે. આંતરશત્રુના કારણે માણસમાં રહેલી માણસાઈ મરી પરવારે છે. જગમોહન કમાવવા માટે મુંબઈ જાય છે અને લક્ષ્મીચંદ શેઠનો મુનીમ બની જાય છે. શેઠનો ખૂબ વિશ્વાસુ હોવાને લીધે તે શેઠાણીની સ્વછંદી જીવનશૈલીથી શેઠને ચેતવે છે. શેઠાણી નોકર દાદુની મદદથી જગમોહનને મારી નખાવે છે. બીજી તરફ સાસુના ત્રાસથી ત્રસ્ત થયેલા જગમોહનની પત્ની તેને શોધવા માટે મુંબઈ શેઠને ત્યાં જાય છે. દાદુ બળજબરી કરવા જાય છે ત્યારે પોતાનું શીલ બચાવવા તે બારીએથી પડતું મૂકે છે અને આ હત્યાને આપઘાત કહીને કેસ પતાવી દેવામાં આવે છે. વાર્તાનો અંત કરુણ છે. ‘દર્શનની પ્યાસ’ વાર્તામાં પ્રકૃતિની મનુષ્ય જીવન પર જે અસર થાય છે તેની વાત કહી છે કરી આધ્યાત્મિક સંવાદ સાથે અદમ્ય રહસ્ય છે. ‘છેલ્લું ચિત્ર’ અને ‘એક છબી’ વાર્તામાં ચિત્રકાર અને કળાપ્રેમી પ્રજાના સંવેદન જગતનો ચિતાર આપ્યો છે. ‘વૃદ્ધ માતાનાં નયન’ વાર્તામાં ભણેલો ગણેલો સુધીર સમાજના લોકોને તેજસ્વી વિચારથી તેમાં ચૈતન્ય ભરે છે ત્યારે સત્તાધીશોને તે આંખની કણાની જેમ ખૂંચે છે, માટે તેને કેદ કરી દે છે એક વર્ષ માટે. બીજી તરફ આ વાતથી અજાણ તેની અંધ વૃદ્ધ માતાની સેવા તારા કરે છે અને સુધીર વિશે કહે છે કે તે દવાખાનામાં સારવાર કરાવે છે. એક વર્ષ પછી જ્યારે સુધીર સરકારની કેદમાંથી છૂટે છે અને ઘરે આવે છે એ જ વખતે તારા સુધીરની હકીકત તેની માતાને જણાવે છે. આ આઘાત ન જીરવાતાં તેની માતા પ્રાણ છોડી દે છે અને તેનાં નયન સદાયને માટે તેના સુધીરની પ્રતીક્ષામાં જ રહી જાય છે. અત્યંત ભાવપૂર્ણ જગતનું આલેખન ધૂમકેતુ કરે છે. જીવનનાં સુખ દુઃખ, ડાહ્યા માણસો સાથે થતા કાવાદાવા, સત્તા સમૃદ્ધિમાં રહેલા દુર્ગુણો, સામંતશાહી સામે પ્રતિકાર, સશક્ત સ્ત્રીપાત્ર, હૃદય પરિવર્તન, વ્યક્તિજીવન, કુટુંબજીવન અને સમાજજીવનનો ચિતાર આપતી ‘રાધારાણી’ ‘દોસ્તી’, ‘માર્ગદર્શન’ અને ‘ભરતી અને ઓટ’ વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહની ‘એકવીસમી સદીનું પ્રભાતઃ બે દૃશ્યો’ નામની વાર્તા અન્ય વાર્તાઓ કરતાં ખૂબ અલગ પડે છે. વર્તમાનમાં ઊભા રહીને ભવિષ્ય કેવું હશે એની કલ્પના કરતી પ્રયોગશીલ વાર્તા છે. પ્રગતિના નામે જે અધોગતિ તરફ જતી લગ્નસંસ્થા અને કુટુંબસંસ્થામાં થયેલ મૂલ્યહ્રાસનું નિરૂપણ આ વાર્તામાં છે.

‘પ્રદીપ’ (૧૯૩૩)

ગુજરાતી ટૂંકી વાર્તાને એક અલગ ઓળખ સંપડાવનાર ધૂમકેતુ વાર્તા કહેવાની કળાના કસબી છે. વાર્તામાં તેમણે સર્વજ્ઞ કથન, સાક્ષી કથન અને પ્રથમ પુરુષ એકવચન જેવી શૈલીઓનો વિનિયોગ કર્યો છે અને એ પ્રકારે વાર્તાની નિરૂપણ પદ્ધતિ કથનરીતિમાં યથોચિત વૈવિધ્ય આણવાનો પણ પ્રયાસ કર્યો છે. ‘પ્રદીપ’ વાર્તાસંગ્રહમાં ધૂમકેતુ અલગ અલગ વિષયને લઈને વાર્તા રચે છે. આ વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તા છે. આ વાર્તાસંગ્રહની અનેક વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. એવી જ એક વાર્તા ‘કીર્તિનો મુગટ’માં દિલ્હીના ખ્યાતનામ ચિત્રકાર ચંદ્રમોહનની વાત છે. તે તેની પત્ની સુભદ્રા અને પુત્ર અનંગ સાથે દિલ્હીમાં રહે છે. ચંદ્રમોહનનું સૌથી ઉત્તમ ‘નિરાશાનાં આંસુ’ નામનું જે ચિત્ર હોય છે તેના પર ચિત્રપ્રેમી લજ્જાવતી વારી જાય છે. ધીમે ધીમે તેની સાથે નિકટતા વધતી જાય છે અને સુભદ્રા સાથે અંતર વધવા લાગે છે. સમય જતાં સુભદ્રાનું શરીર લેવાતું જાય અને તેનું મૃત્યુ થયા પછી લજ્જાવતી પણ ચંદ્રમોહનને છોડીને જતી રહે છે. ભીતરથી ખાલી પડેલો ચંદ્રમોહન એક ચિત્ર દોરે છે અને એ ચિત્ર તેની પત્ની સુભદ્રાનું હોય છે, પણ તેમાં જે અધૂરપ હોય છે તે એક દિવસ અર્ધરાત્રીએ જાગીને દીકરો અનંગ પૂરી કરે છે. જેને જોઈને ચંદ્રમોહન ખૂબ ખુશ થાય છે. આમ, માનવમન અને માનવ સબંધોની આંટીઘૂંટીનું વર્ણન આ વાર્તામાં છે. ‘ગૃહત્યાગ’ વાર્તા એ પત્ર રૂપે લખાયેલ વાર્તા છે. રવીન્દ્રનાથ ટાગોર ‘એક સ્ત્રીનો પત્ર’ નામની વાર્તામાં પત્રનો વિનિયોગ કરે છે. ટાગોરની વાર્તામાં જે ઊંડાણ જોવા મળે છે એવું ઊંડાણ ધૂમકેતુની આ વાર્તામાં નથી. સમકાલીન તત્ત્વ આ વાર્તામાં જોવા મળે છે. બાળપણમાં લગ્ન થતાં સ્ત્રીઓની કથળતી કરુણ સ્થિતિનો ચિતાર આ વાર્તામાં જોવા મળે છે. ‘અજાણ્યો મદદગાર’ અને ‘જીવનકલા’ વાર્તામાં ઉદારતા, દૃઢ નિશ્ચય સાથે જીવન જીવતાં પાત્રોની આસપાસના સમાજજીવનના તાણાવાણા આ વાર્તામાં વણી લીધા છે. ‘વેષધારી’ વાર્તામાં સ્વભાવે બે વિરુદ્ધ પ્રકૃતિના પ્રેમચંદ અને નંદલાલ બી.એ.નો અભ્યાસ કરતી વખતે એક સાથે ઓરડીમાં રહે છે. પ્રેમચંદ રખડપટ્ટી, અસંયમી, જલસાવાળો અને બિન્દાસ હોય છે. જ્યારે નંદલાલ વ્યવસ્થિત રીતે રહેવાનું પસંદ કરે છે, પણ તે તેની જીવનશૈલીથી ખુશ નથી. નિયંત્રણને કારણે તેનું જીવન ઉદાસીન બનતું જાય છે. નંદલાલના આંતરવેશ અને બાહ્યવેશ બંનેમાં ભારે દ્વંદ્વ ઊભું થાય છે. વાર્તાના અંતે નંદલાલ પોતાનું ઝભ્ભાવાળું સંયમી જીવન છોડી દે છે. ‘સ્કૂલ માસ્તર’, ‘કેદારનાથ ભૈયો’ અને ‘ડોસો ભરવાડ’ આ ત્રણેય વાર્તા પાત્રકેન્દ્રી છે. આ ત્રણેય વાર્તામાં કથાવસ્તુ સામાન્ય છે પણ કથા થકી એક પાત્રને ઉપસાવવા માટે અન્ય પાત્રો મદદનીશ બને છે. જીવનનાં જૂનાં ખંડેરોનો અંત ન આવતાં નવાં ખંડેરો કેવી રીતે બને છે. તેના સૂક્ષ્મ તાણાવાણા ગૂંથતી વાર્તા ‘નવાં ખંડેરો’ છે. વિવિધ અને બહુપાત્ર સૃષ્ટિ ધરાવતી વાર્તા છે સમાજમાં જે શક્તિશાળી વર્ચસ્વ ધરાવતો નથી તેવા નથુ વાળંદ પર ખૂનનો આરોપ લાગે છે. જ્યારે હકીકતમાં વાઘજીના દીકરાએ મગન મહારાજના દીકરાને મારી નાખ્યો હોય છે. વાર્તાના અંતે બે નવાં ખંડેર ઊભાં થાય છે. જેમાં એક વિરુભા વાઘજીના દીકરાને બચાવવા માટે પૈસાની વ્યવસ્થા કરવા પોતાનું ખોરડું વેચી દે છે. બીજું મગન મહારાજ વકીલને ફી આપવા માટે પોતાનું ઘર વેચી દે છે.

‘મલ્લિકા’ (૧૯૩૭)

ધૂમકેતુએ જીવન, સમાજ, માનવવ્યવહાર, તત્કાલીન દેશસ્થિતિના સંદર્ભમાં ઊભા થતા પ્રશ્નો આદિ વિશે ગંભીરતાથી અને પ્રામાણિકતાથી ચિંતન કરીને પોતાનાં મંતવ્યો તેમની કૃતિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રજૂ કર્યાં છે. એક સર્જકમાં અપેક્ષિત સંવેદનશીલતા અને કલ્પનાશીલતા ધૂમકેતુમાં હતી, પરંતુ એમનામાં રહેલો ચિંતક ક્યારેક સર્જક ધૂમકેતુને પૃષ્ઠભૂમિ પર ખસેડી અગ્રભૂમિએ આવી જતો જોવાય છે. આથી એમના સમગ્ર સાહિત્યમાં જીવનલક્ષિતા કે માનવલક્ષિતા જ કેન્દ્રમાં રહેલી છે. આ વાર્તાસંગ્રહમાં કુલ તેર વાર્તાઓ છે. આ સંગ્રહની પહેલી જ વાર્તા ‘મલ્લિકા’. જેમાં વાર્તામાં નાયક એક વાર્તા લખે છે જેમાં એની વાર્તાની નાયિકા મલ્લિકા હોય છે અને વાર્તાનાયકે જોયેલી એક મલ્લિકા. આ બંનેને સમાંતરે વાર્તામાં મૂકે છે. મલ્લિકાનો પતિ અભિલાષ પરદેશથી પાછો આવતો હોય છે જેનો સંદેશો મલ્લિકાને મળતાં તે શૃંગાર સજીને તેના પ્રિયતમને મળવા માટે સ્ટેશન પર જાય છે. રેલગાડી આવતાં એક દુઃખદ સમાચાર મળે છે કે મલ્લિકાના પતિને હૃદયનો હુમલો આવતાં આગળના સ્ટેશન પર તેનું મૃત્યુ થાય છે અને તેની લાશ આવે છે. પતિના અવસાનનો આ ઊંડો ઘા મલ્લિકા જીરવી શકતી નથી, તે અસ્થિર મગજની થઈ જાય છે. વર્ષો થયાં પછી આજે પણ મલ્લિકા રોજ સાંજે સ્ટેશન પર શૃંગાર સજીને પોતાના પતિ અભિલાષની રાહ જુએ છે. અત્યંત સંવેદનાસભર વાર્તા છે. બીજી એક વાર્તા ‘સ્ત્રીત્વ’માં પિતૃસત્તા ધરાવતા સમાજમાં હંમેશા મક્કમ મનની સ્ત્રી પુરુષોને આંખની કણીની જેમ ખૂંચે છે. અનિલ અનાથ થતાં શેઠ મનમોહન અને તેનો ભત્રીજો હર્ષવર્ધન અનાથ આશ્રમમાં મૂકી દેવાની વાત કરે છે. તરલા બીજાં લગ્ન કરવાની જગ્યાએ અનિલની મા બનીને જીવન જીવવાનું પસંદ કરે છે. તેના આ નિર્ણયથી બંને પુરુષો નાખુશ થાય છે. છતાં પોતે સ્ત્રીત્વ જાળવી રાખીને મા બનીને જીવવાનું પસંદ કરે છે. સ્ત્રી શક્તિ છે તો સ્ત્રી સંવેદન પણ છે. આ બંને વાતનું ચિત્રણ આ વાર્તામાં કરેલ છે. ‘કુલવધૂઓ’ વાર્તામાં બે અલગ સામાજિક મોભો ધરાવતી સ્ત્રીઓની વાત છે. પતિના મૃત્યુ પછી યમુના અને વસંતબેન બંનેની સ્થિતિ કફોડી બનતી જાય છે. સામાજિક હેરાનગતિની સાથે માનસિક દ્વન્દ્વના લીધે વસંતબેન અગ્નિસ્નાન કરે છે અને સાથે સાથે તેઓ યમુનાને પણ પકડી લે છે. આમ બંને કુલવધૂઓ જીવન કરતાં મૃત્યુનો રસ્તો અનિચ્છાએ પસંદ કરે છે. અહીંયાં કુટુંબસંસ્થા, લગ્નસંસ્થા અને સમાજમાં થતી પતિ વિનાની સ્ત્રીની અવહેલનાનું નિરૂપણ છે. ‘કિશોરી’ વાર્તામાં સ્વતંત્રતા આંદોલનનું નિરૂપણ છે તેની સાથે જ કૌટુંબિક, સામાજિક વિખવાદ અને સંવાદની વાર્તા છે. હરદયાલને જેલ થાય છે અને એ જેલમાં કિશોરીને મળે છે અને તેને પ્રેમ થઈ જાય છે. તે કિશોરીને ભોગવે છે અને તે ગર્ભવતી બને છે. બીજી તરફ હરદયાળનું સગપણ ઉર્મિલા સાથે હોય છે અને આ તરફ કિશોરી ગર્ભવતી હોય છે. કિશોરીના લગ્ન થયાં ન હતાં અને આમ કુંવારી મા બને તો તેને સમાજમાં પણ જીવવું મુશ્કેલ બની જાય છે. હરદયાલની પત્ની ઉર્મિલાને જ્યારે આ બધી જ વાતની ખબર પડે છે ત્યારે તે હરદયાળની માનવીય સહજ ભૂલ સમજીને માફ કરે છે અને સ્વીકારે છે. આમ આદર્શ ચરિત્રનું નિરૂપણ ઉર્મિલા જેવા પાત્રમાં દેખાય છે. સાહિત્ય અને ઇતિહાસનો જૂનો સંબંધ છે. આ બંને એકબીજાના પૂરક છે. ઐતિહાસિક કથા પરથી લીધેલી વાર્તાઓમાંની એક વાર્તા એટલે ‘વાણીના દેવતા’. કાન્હડદેપ્રબંધ લખવા માટે કવિરાજ પદ્મનાભને અખેરાજજી બોલાવે છે. આ કૃતિની રચના પદ્મનાભ સંભળાવે છે ત્યારે રાજકુંવરી કહે છે કે તમને જે પ્રસંગ ગમે તે વિશે મને અંતે જણાવજો. થોડા દિવસો જતાં પ્રબંધ કથા પૂરી થઈ ત્યારે કવિ પદ્મનાભ નાની રાજકુમારીને બોલાવીને પૂછે છે કે કયો પ્રસંગ તમને ખૂબ ગમ્યો? બધાને એમ હતું કે હીરાદેવીનો પ્રસંગ દરેકે દરેક રાજપૂતાણીના દિલમાં બેસી ગયો હતો, તેથી રાજકુમારી પણ એ જ જવાબ આપશે. પણ રાજકુમારી કહે છે કે મને સૌથી વધારે ઝાલોર ગઢનો દરવાન સોલ્હા જે દરવાજો છોડતો નથી અને અણનમ રહીને એકલા હાથે સેંકડોની સામે લડતાં મરે છે પણ સ્થાન છોડતો નથી એ વાત મને બહુ જ ગમી ગઈ! આ સાંભળી કવિ પદ્મનાભ પોતાની પાસે બોલાવે છે અને એના માથા પર હાથ મૂકીને જાણે કે વાણીના દેવતાએ તેમની પાસે બોલાવ્યું હોય તેમ કહે છે, દીકરી! તને ગમ્યો એ જ પ્રસંગ અમને પણ ગમ્યો છે તું જગતમાં એક અણનમ રજપૂતાણીનું બિરુદ સાચવજે બેટા! તે રાજકુમારી એટલે વીર શ્રેષ્ઠ ચિત્તોડના મહારાણા પ્રતાપની માતા. માતૃ-પિતૃ દેવો ભવ એ આપણી સંસ્કૃતિ ઓળખાણ છે. નાના બાળકના મન પર બચપણના સંસ્કાર કેવા અસર કરે છે. જેનો એક સૂક્ષ્મ તંતુ આ ‘વાઘોજી’ વાર્તામાં જોવા મળે છે. મા દીકરાની અત્યંત સંવેદનસભર આ વાર્તા છે. નાનપણમાં વાઘોજીએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની વાર્તા સાંભળી હોય છે કે રાજા પોતાની જાતને વેચી દે છે. જીવનની કટોકટીમાં એક સમય એવો આવે છે કે વાઘોજીની મા બીમાર હોય છે અને સારવાર ન મળે તો માને ગુમાવી બેસે. ત્યારે વાઘોજી પોતાની જાતને વેશ્યાને ત્યાં વેચી દે છે અને પૈસા મોકલે છે અને માના પ્રાણ બચાવે છે. તો ‘જીવનપંથ’ વાર્તામાં આદર્શ અને વાયવી દાંપત્યજીવનનું નિરૂપણ છે.

‘ત્રિભેટો’ (૧૯૩૮)

ધૂમકેતુએ તેમના સાહિત્યમાં જીવનની વાસ્તવિકતા નિરૂપીને વાસ્તવિકતા કેવી હોવી જોઈએ તે દર્શાવ્યું, અને એમાં તેમનાં રંગદર્શી વૃત્તિવલણો ભળી ગયાં, ધૂમકેતુનો યુગ જીવનને સારું અને ખરાબ એવાં બે ખાતામાં વહેંચીને જોનારો હતો. કેમ કે તેમાં ‘કળા જીવનને માટે’નો અભિગમ હતો. ત્રિભેટો વાર્તાસંગ્રહમાં કુલ ચૌદ વાર્તાઓ છે. ‘રાજભાગ’ વાર્તામાં સત્ત્વશીલ માણસ જાદવજી સમાજમાં રહેલાં દૂષણોનો પ્રતિકાર કરે છે, જ્યારે વ્યવસ્થા તેને એમ કરતાં રોકે છે ત્યારે પોતે અંતર આત્માનો અવાજ સાંભળી પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દે છે. જાદવજીનો સ્વભાવ એવો મીઠો હોય છે કે ગામમાં કોઈપણ વાતનો કજિયો થયો હોય તો જાદવજી સમજાવતા અને લોકો એમની વાત માની પણ જતા. આ વાર્તામાં તત્કાલીન સમયની રંગપૂરણી દેખાય છે. અસમર્થ ખેડૂતો રાજભાગ આપતા નથી ત્યારે સત્તાધીશો ક્રૂર રીતે વસૂલાત કરે છે. વસૂલાત નહીં થાય તો છોકરીઓને સાસરે જતાં અટકાવી અને સાસરી પક્ષના માણસો પૈસા ભરે તો જ તેને મોકલવી અને સાસરીવાળા જો પૈસા ન ભરે તો છોકરીઓને બીજે બેસાડીને પૈસા વસૂલ કરવા. આમ સ્ત્રી જાણે કે કોમોડિટીનું સાધન હોય તેમ વર્તન કરતો સત્તાધીશ નજરે પડે છે. સમાજમાં સ્ત્રીને માત્ર ભોગનું સાધન ગણવામાં આવે છે આ કથાવસ્તુને લઈને ધૂમકેતુ ચાર વાર્તાઓ આપે છે. જેમાં ‘દેવદાસી’ વાર્તામાં દેવદાસીને ભોગનું સાધન ગણવામાં આવે છે અને તેની જાતને અન્ય સમક્ષ ધરવી એ ધર્મ કાર્ય છે એ વાત સમજાવવામાં મોટો હાથ તેના માતાપિતાનો છે. આમ, વિકૃત ધર્મસંસ્થા અને વિકૃત કુટુંબસંસ્થા અહીંયા જોવા મળે છે. તો ‘રૂપરાણી’ વાર્તામાં એક નર્તકી કે જે વૃદ્ધ થઈ ગઈ છે એને એનો ભૂતકાળ યાદ આવે છે કે જ્યારે તેનામાં યૌવન હતું ત્યારે તેના કલા રસિક અનેક લોકો હતા અને હવે દેહ શિથિલ થતાં તેનાથી ઓછી કલાજ્ઞ એવી નર્તકી કે જે રૂપની રાણી હતી તેનાથી વધુને વધુ લોકો આકર્ષિત થતા હતા. એક પદજ્ઞ સાધુ, નર્તકીને જીવનનું વાસ્તવ સમજાવે છે કે વૃદ્ધાવસ્થા એ તત્ત્વજ્ઞાનીઓને આનંદ આપે છે અને કલાકારોને શોક આપે છે. આયુષ્યના અવશેષે પહોંચેલ રૂપરાણી નર્તકીને સમજાય છે કે, તેની લોકપ્રિયતા જે હતી તે તેના દેહમાં હતી તેની કળામાં નહીં. આમ સફળતાના શિખરે પહોંચ્યા પછી જ્યારે અસ્ત થવા લાગે છે ત્યારે રૂપરાણીનાં મનોસંચલનનું ચિત્રાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે. તો ‘રજનીનાં આંસુ’ વાર્તા વેશ્યાજીવન પરની વાર્તા છે. એક સ્ત્રીનું મૃત્યુ થાય છે અને તેના મૃત્યુદીપ ઉપર નજર કરવાનો પણ સમય નથી કેમ કે સાંજ પડતાં જ ઘરાકી શરૂ થઈ જાય છે. એક વૃદ્ધાનું મૃત્યુ થાય છે અને એ દિવસે મેના ધંધો કરવાની ના પાડે છે. શરીરની સ્થૂળતા સમજાય છે પણ વાસ્તવ સ્વીકાર્યા વિના છૂટકો નથી, છતાં તમામ સ્ત્રીવૃંદ તે દિવસે વૃદ્ધાના મૃતદીપ પાસે બેસે છે અને આસું સારે છે. ‘રત્નપ્રભા’ નામની વાર્તામાં શેઠ મનમોહન અને રત્નપ્રભા વચ્ચે આડ સબંધને કારણે ઇન્દિરા નામની એક પુત્રી થઈ હતી. જેને રત્નપ્રભા ત્યાગી દે છે. જેની જાણ રત્નપ્રભા સિવાય કોઈને ન હતી. સમય જતાં એમ બને છે કે શેઠ મનમોહનની પત્ની સુરેખાનું મૃત્યુ થાય છે અને શેઠ ફરીવાર લગ્ન કરવા તૈયાર થાય છે એ વખતે જે કન્યાને પસંદ કરે છે તે ઇન્દિરા હોય છે. આ વાતની જાણ જ્યારે રત્નપ્રભાને થાય છે તો તેના પગ નીચેથી જમીન ખસી જાય છે. બીજી તરફ એમ બને છે કે રત્નપ્રભાનો દીકરો નવનિધ અને તેની ત્યક્તા દીકરી ઇન્દિરા એકબીજાને પ્રેમ કરતાં હોય છે અને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હોય છે, જે વાસ્તવમાં ભાઈબહેન હોય છે. આમ જીવનમાં કરેલ એક ભૂલને કારણે રત્નપ્રભા જીવનભર દ્વન્દ્વમાં રહે છે. અહીં વાર્તાકારે ભારોભાર લાગણીયુક્ત દ્વન્દ્વનું આલેખન કર્યું છે.

‘આકાશદીપ’ (૧૯૪૭)

ધૂમકેતુનો ‘આકાશદીપ’ વાર્તાસંગ્રહ ૧૯૪૭માં પ્રગટ થયો હતો, જેમાં કુલ ૧૪ વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહની વિશેષતા એ છે કે તેમાં માનવીની કરુણતા અને કરુણાને એમણે પ્રભાવકતાથી પ્રગટ કરી છે. માનવહૃદયનો ઉષ્માભર્યો ધબકાર એમાં સહજતાથી ઝિલાયો છે અને મનુષ્ય માટેના પ્રેમની ઉપાસના કરી એનો એમણે મહિમા કર્યો છે. સમાજનો ઉત્કર્ષ કરીને સમાજને મૂલ્યનિષ્ઠ બનાવવાની આકાંક્ષા ધૂમકેતુની વાર્તાઓમાં પ્રગટ થતી અનુભવાય છે. તેમની વાર્તામાં ઘટનાનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે અને ક્યાંક ક્યાંક તો ઘટનાના પ્રાધાન્યમાં બહુલતા પણ વર્તાય છે. કથાપ્રવાહ, સંવેદનશીલતા, ભાવનામયતા હૃદયને સ્પર્શી જાય છે તો કથાસંકલનની કેટલીક ખામીઓ પણ વાર્તાય છે. આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘શાપિત રાજલક્ષ્મી’ પ્રથમપુરુષ એકવચનમાં લખાયેલી વાર્તા છે. માણસનું મન હંમેશાં અભ્યાસનો વિષય રહ્યો છે. આ વાર્તામાં ગોવિંદરામ ધીમે ધીમે ‘વ્યક્તિ મટી બને છે વિશ્વમાનવી’ તેની કથા છે. આ વાર્તામાં કથાનકનું નામ નથી. આ કથાનકની મિત્રતા ગોવિંદરામ અને તેના પુત્ર સુબંધુ બંનેની સાથે હોય છે. એક વાર એવું બને છે, કથાનક ગોવિંદરામને તેના ઘરે એક ચંદનની ફ્રેમમાં ચિત્ર અને રત્ન બતાવી જણાવે છે કે “આ શાપિત રત્ન છે, એના લીધે અનેક લોકોનું મૃત્યુ થઈ ગયું છે.” જેની પાસે ગયું છે તેનો સર્વનાશ થઈ ગયો છે. કથાનકના પુત્રનું મૃત્યુ પણ આ શાપિત રત્નના લીધે જ થયું હતું. રત્ન હવે ગોવિંદરામ પાસે હતું. તેને આ શાપિત રત્નનાં ભયાનક સ્વપ્નો આવતાંની સાથે સાથે તેને સુબંધુની પણ ચિંતા થવા લાગી કે ભૂલથી પણ તેના હાથમાં આ શાપિત રત્ન ના આવે તો તેનું પણ કથાનકના પુત્રની જેમ... તે ગમે તે રીતે આમાંથી છૂટવા માગતો હોવાથી તે રત્ન ફેંકી દે છે અને બહારગામ જતો રહે છે. અઠવાડિયા પછી સુબંધુ બીમાર પડે છે. કેમકે ગોવિંદરામે ફેંકી દીધેલ શાપિત રત્ન તેનો પુત્ર સુબંધુએ ઉપાડી લીધો હતો. વાર્તાના અંતે ગોવિંદરામ કહે છે, “બીજાને આપીને પોતાના ઉપરથી ભાર ઉતારવાની આ વૃત્તિમાં શાપિત રત્ન કરતાં પણ મોટો શાપ છે. માટે હજારો માનવબંધુ વચ્ચે રત્નને ફરતો રાખવો એના કરતાં મારે જ પહેરી રાખવો જોઈએ. જેથી શાપ ઘસાઈ એક દિવસ એ રત્ન શુદ્ધ બની જશે.’ આમ કહીને રત્નને ગોવિંદરામ પોતાની ડોકમાં પહેરી લે છે. ‘અજાણ્યો માણસ’ વાર્તા પણ પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તા છે. નરી આંખે જે દેખાતું હોય તેને જ સત્ય માનવું કેટલું ભ્રામક છે!! નાયકને સામાન્ય માણસની જેમ જ શરૂઆતમાં કીર્તિમંદિર ભવ્ય અને દિવ્ય લાગતું હતું, પણ અજાણ્યા માણસ સાથે નાયકની ચર્ચા થતાં જ આ વૈભવને જોવાનો નવો દૃષ્ટિકોણ મળે છે. જેને સમાજવાદી દૃષ્ટિકોણ કહીએ છીએ. જેમાં પ્રછન્ન રીતે ધૂમકેતુ આપણને જોવા મળે છે જે આગળની વાર્તા ‘પુરુષ અને સ્ત્રી’ વાર્તામાં પણ જોવા મળે છે. નાયક આ અજાણ્યા માણસ સાથે ચર્ચા કરતાં તેને સમજાય છે, આ નજર સમક્ષ વૈભવની પાછળ, મહત્ત્વાકાંક્ષી વીરોના સોનેરી સિંહાસનના પાયાઓ તે સામાન્ય મનુષ્યની ખોપડી પર ઊભા છે. ધનવાન લોકો ગરીબોના શોષણ પર ટકેલા છે. આમ, સામાન્ય માણસથી અજાણ્યા માણસ સુધીની યાત્રા વાર્તાનાયકની છે. તો ‘પુરુષ અને સ્ત્રી’ (એક અનંત ચર્ચા) વાર્તામાં સદીઓ જૂની ચર્ચા છે કે ચઢિયાતું કોણ? પુરુષ કે સ્ત્રી? સાથેસાથે આધુનિક યુગમાં જે નવી વિચારધારાઓ જન્મી સમાજવાદ અને વ્યક્તિવાદ, તે વિશે ચાના ટેબલ પર બેઠા બેઠા ચર્ચા કરતા દેસાઈ મંજુલા, શિવલક્ષ્મી અને પાછળથી ચર્ચામાં જોડાતા પ્રોફેસર નવીનચંદ્ર. શ્રેષ્ઠ કોણ છે? તેની ચર્ચા લાંબા સમય સુધી ચાલી. સામસામેની દલીલમાં ક્યારેક સ્ત્રી ચઢિયાતી તો ક્યારેક પુરુષ ચઢિયાતો, ક્યારેક સમાજવાદ તો ક્યારેક વ્યક્તિવાદ. આ ચર્ચા દરમિયાન આ ઘરનો નોકર નરભોજી ચર્ચામાં કોઈપણ પ્રકારનો રસ લીધા વિના ઘરકામ કરે છે અને તેની પત્નીને કામમાં મદદ કરે છે. કેમ કે નરભોજી સ્ત્રી કે પુરુષ બંનેમાંથી એક પણ ન હતો. તે નોકર હતો. અહીંયાં બે વર્ગ વચ્ચે જોવા મળતો ભેદ છે. એક વર્ગ સમાજવાદની ચર્ચામાં અને બીજો વર્ગ કે જેને સમાજવાદ વિશે ખબર નથી, છતાં સમાજવાદી છે. આવા તાત્ત્વિક ભેદ સાથે આ વાર્તામાં ગૂઢ અર્થ પ્રગટ થાય છે. ‘વસ્ત્રત્યાગ’ નામની વાર્તામાં ગાંધીમૂલ્યોનું નિરૂપણ જોવા મળે છે. અસહકારના આંદોલનનું એલાન જ્યારે ગાંધીજી કરે છે ત્યારે વિદેશી ચીજવસ્તુઓ, વિદેશી ભણતર, વિદેશી વસ્ત્રો વગેરેનો બહિષ્કાર કરવાનું જણાવે છે. વાર્તામાં ભગવાન વણકર એ ખૂબ સારું વણાટકામ કરતો અને તેની પાસેથી રમાકાંત ઉપરાંત અનેક લોકો વસ્ત્રો લઈ જતા હતા, પણ તેનું મૃત્યુ થતાં તેનાં બંને સંતાન જગુ અને મોતી અનાથ થયાં. ધીમે ધીમે વિદેશી વસ્તુઓનું ઘેલું લાગતાં તેમની પાસેથી વસ્ત્ર ખરીદવાનાં બંધ થઈ ગયાં અને તેઓને કાળી મજૂરી કરવાના દિવસો આવી ગયા. દિવસે દિવસે પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી જતી. એક દિવસ રમાકાંત અને સીતાને જગુ અને મોતી મળે છે. વિદેશી વસ્ત્રોના કારણે ખરાબ થતી પરિસ્થિતિની વાત કરે છે. વાત સાંભળીને રમાકાંતનું હૃદય પરિવર્તન થાય છે અને નક્કી કરે છે કે હવેથી તે વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરશે અને સ્વદેશી વસ્ત્રો જ ધારણ કરે છે. ગાંધીયુગની આ વાર્તામાં ગાંધીમૂલ્યોનું નિરૂપણ જેમ કે, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ અને સામાજિક સમરસતાનું નિરૂપણ આ વાર્તામાં જોવા મળે છે. તો બદલાતા યુવાવર્ગની માનસિકતાની વાત કરતી વાર્તા ‘ચમેલી’. આ વાર્તામાં ચમેલી હંમેશાં ખૂબ જ ખુશ રહેતી. ગામડાની ચમેલી લગ્ન બાદ શહેરમાં આવી જાય છે. આ છ મહિનામાં ચમેલીને કોઈએ ગંભીર જોઈ ન હતી. આજે તે ગંભીર હતી અને એની પાછળનું કારણ તેનો દિયર દિલીપ હતો. દિલીપ મિજાજથી સ્વતંત્ર અને સ્વચ્છંદી હતો. તે લગ્નજીવનને એક પ્રકારે બોજ માનતો હતો અને અનેક સ્ત્રીઓ પ્રત્યે તેની ખરાબ નજર હતી, જેમાં ભાભી પ્રત્યે પણ હતી. અનેક છોકરીઓનાં લગ્ન માટે માંગાં આવતાં પણ તે તરત ના પાડી દેતો. ચમેલીનો પતિ પ્રો. બળવંત શાંતમૂર્તિ હતા. તે તેમના નાના ભાઈ દિલીપના આ મિજાજને આંખ આડા કાન કરે છે, પણ જ્યારે પાણી માથા પરથી જાય છે ત્યારે તે કહે છે કે, તું લગ્ન કરીને ઘરસંસારની જવાબદારી ઉપાડતા શીખ અથવા કોઈ ધ્યેય સાથે જીવન જીવતા શીખ. દિલીપ જવાબ આપે છે કે, મને આ લગ્નનું ‘બોધરેશન’ ગમતું નથી. આવી વાતો સાંભળીને બલવંત જે જવાબ આપે છે એ જવાબમાં ધૂમકેતુની વાણી પ્રગટ થતી જોવા મળે છે. બલવંત કહે છે, જેમ તને ‘બોધરેશન’ ગમતું નથી, તેમ મને તારું કોઈ પણ ધ્યેય વિનાનું સ્વતંત્ર જીવન ગમતું નથી. હું એને એક પ્રકારની કાયરતા ગણું છું! સ્વતંત્રતાને ધ્યેય સાથે સંબંધ છે, નહિતર એ કાયરતા છે. ધ્યેય વિનાની સ્વતંત્રતા એ મૃત્યુ સમાન છે.

પાર્થ બારોટ
બી.એ., એમ.એ., (ગોલ્ડ મેડાલિસ્ટ), NET, GSET
પ્રાધ્યાપક ગુજરાતી વિષય
શ્રી જાનકી વલ્લભ આટ્‌ર્સ કૉલેજ, મુવાલ
મો. ૮૨૦૦૧ ૧૨૪૧૯

ધૂમકેતુ (‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’)

રાઘવ ભરવાડ

ધૂમકેતુ ઉપનામે પ્રસિદ્ધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જક છે. એમની પાસેથી પ્રાપ્ત થતી વાર્તાઓ ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ છે. ગુજરાતી ટૂંકીવાર્તા ‘ગોવાલણી’થી કલાત્મક બને છે, પણ ધૂમકેતુ એ સ્વરૂપને નવાં રૂપરંગે આપણી સામે મૂકી આપે છે, સાથોસાથ ટૂંકીવાર્તાના સ્વરૂપમાં પણ નવું પરિમાણ સિદ્ધ કરે છે. ટૂંકીવાર્તાને સાહિત્યરૂપી બગીચાનું અનુપમ પુષ્પ કહેનાર ગાંધીયુગના આ સર્જક પાસેથી ૨૪ જેટલા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. એમાં ‘તણખામંડળ’ના ચાર ભાગમાંની વાર્તાઓએ તો એમને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી છે. સાથોસાથ ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનવેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭) અને ‘ચન્દ્રરેખા’ (૧૯૫૯) જેવા વાર્તાસંગ્રહો પણ ઘણા મહત્ત્વના છે. જોકે, ‘તણખામંડળ’ની વાર્તાઓમાં ધૂમકેતુની વાર્તાકળાનો જે સુખદ અનુભવ થાય છે, તેવો આ વાર્તાસંગ્રહોમાં ઓછો થાય છે. છતાં આ સંગ્રહોમાં ધૂમકેતુ કેવાં કેવાં નિતનવાં વિશ્વોમાં લઈ જાય છે એ જોઈએ. ‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’માં અનુક્રમે ૧૯, ૧૬, ૧૭ અને ૧૬ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. આ દરેક વાર્તાનું વિહંગાવલોકન કરીએ.

Dhoomketu-ni Varta-o 4.5 - Book Cover.png

‘વનકુંજ’ (૧૯૫૪) :

આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘ઝાંખી રેખા’ એક બાઈ, બાપજી અને કથક એમ ત્રણ પાત્રોની આસપાસ ઘટતી એક સામાન્ય ઘટનાને આલેખે છે. વાર્તામાં શિયાળાની ઠંડીમાં એક બાઈનું મૃત્યુ પામવું અને એક જડ માણસ જેની લોકો બાપજી માની સેવા કરતા એમનું ગાયબ થવાનો પ્રસંગ આલેખાયો છે, પણ એ આલેખનમાં કંઈ વિશેષ જણાતું નથી. પરંતુ બીજી વાર્તા ‘એક જીવનપ્રસંગ’ જરૂર ધ્યાન ખેંચે છે. ક્યારેક ક્યારેક એક આશ્વાસનરૂપે કહેલા બે શબ્દો સામેવાળાનું જીવન બનાવી દેતા હોય છે. કંઈક એવું આ વાર્તામાં બને છે. વછરાજ પેંડાવાળો એના પેંડાને કારણે આજુબાજુનાં ગામોમાં પ્રસિદ્ધ હતો પણ એના અવસાન પછી એની હાટડી બંધ પડી જાય છે. ત્યારે કથક વછરાજના ઘરની બે સ્ત્રીઓને કહે છે, ‘બેન! વછરાજભાઈ ભલે ગયા. પણ વછરાજભાઈની હાટડી બંધ થવી ન જોઈએ. એ તો નરસિંહ મહેતાની હૂંડી જેવી હાટડી હતી!’ આ સાંભળી બંને સ્ત્રીઓમાં નવું જોમ આવે છે ને ‘વછરાજ પેંડાવાળાની હાટડી’ પુનઃ રાબેતા મુજબ જીવંત બને છે. આ વાર્તામાં રજૂ થયેલ પ્રસંગ નાનકડો છે, પણ લેખકે એનું નિરૂપણ સચોટતાથી કર્યું છે. તો એવું જ કંઈક ‘અણનમ આત્મા’ વાર્તામાં પણ જોઈ શકાય છે. આ વાર્તામાં કાળના અનેક કારમા પ્રહારો છતાં અણનમ રહેલ ફલ્ગુડોશીની કથા છે. ફલ્ગુડોશીએ તેનો પતિ, ભાઈ અને ત્રણ દીકરા યુદ્ધમાં ખોયા છતાં તે નિત્ય આનંદમાં જ રહે છે. આ વાર્તા અત્યારના યુવાનોએ પણ વાંચવી જોઈએ. એકાદ પરીક્ષામાં નાપાસ થાય તો આપઘાત કરતા વિદ્યાર્થીઓએ ફલ્ગુડોશીના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. ‘એની સમજણ!’ વાર્તામાં બે વ્યક્તિઓની એકબીજા પ્રત્યેની સાચી ભાવના વ્યક્ત થઈ છે. સંબંધો તો ત્યારે તૂટે છે જ્યારે એમાં સ્વાર્થ રહેલો હોય. પણ એક મનુષ્ય જ્યારે સાચા મનથી અન્ય મનુષ્ય સાથે જોડાય છે, ત્યારે એ સંબંધ જીવનભર જોડાયેલો રહે છે. અહીં જમીનદાર અને સારંગી વગાડનાર અંધ વૃદ્ધ બંને એકમેક સાથે એવી જ રીતે જોડાઈ ગયા હતા. લેખકે આ બંને પાત્રો, જે લોહીના સંબંધથી જોડાયેલાં નથી છતાં એમનો સંબંધ અતૂટ છે એ સહજતાથી આલેખ્યું છે. ને એ સંબંધમાં જમીનદારના મૃત્યુ પછી પણ પૂર્ણવિરામ આવતું નથી. જમીનદારની ગેરહાજરીમાં પણ અંધ વૃદ્ધ વર્ષમાં એક વાર તેમને બંગલે આવી સારંગી વગાડે છે, એ પણ નિઃસ્વાર્થભાવે. એવી જ રીતે ‘માનવદીપ’ના વરજાંગમાં પણ પોતાના જ્ઞાતિભાઈઓ પ્રત્યેનો એવો સ્વાર્થરહિત પ્રેમ વ્યક્ત થયો છે. તે દરેકને વગર વ્યાજે પૈસા આપી મદદ કરતો. પણ તેના મૃત્યુ પછી તેણે ધીરેલ બારસો-પંદરસો રૂપિયામાંથી તેની પત્નીને માંડ ત્રણસો-સાડી ત્રણસો પાછા મળે છે એ જોઈ વાર્તાકથકનો માણસ પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પરંતુ એક દિવસ બાજુના ગામમાંથી ગરીબ જણાતો રાઘવ ખોટીલો સામેથી રૂપિયા આપવા આવે છે એ જોઈ કથકને શ્રદ્ધા થાય છે કે હજી પણ માણસાઈ મરી પરવારી નથી. લેખકે વાર્તામાં સાચી માનવભાવનાને સહજતાથી રજૂ કરી છે. તો એની સામે ‘દયા ડાકણને ખાય’ એ કહેવતને ‘અપરાધનું રહેઠાણ!’ વાર્તા ચરિતાર્થ કરી બતાવે છે. નાયક દ્વારા પોતાના ઘરે કામ કરનાર અમથાને એના બાપાની દવા માટે દયા કરી દશ રૂપિયા આપવામાં આવે છે. પણ અમથો અને એનો પરિવાર એ દશ રૂપિયા પાછા આપવાને બદલે ગામ છોડી જતાં રહે છે. ને એ રીતે આપણા સમાજમાં-મનુષ્યોના સ્વભાવમાં રહેલ વિરોધાભાસ લેખકે આ બે વાર્તાઓ દ્વારા સુપેરે આલેખ્યો છે. ગુરુ-શિષ્યની કથાને આલેખતી ‘પરમ શોભા’ પણ ધ્યાનાકર્ષક વાર્તા છે. ગુરુ તથા શિષ્યને મન પરમ શોભાનાં સ્થળ જુદાં જુદાં છે. બંનેની પરમ શોભાની વ્યાખ્યા નોખી છે. જોકે વાર્તાને અંતે શિષ્યને જ્ઞાન લાધે છે ને તે એક લાખ દીવાથી ઝગમગતા મોટા મહેલને નહીં, પણ ગામને છેવાડે ઝૂંપડીમાં રહેલ બાઈએ ભાવપૂર્વક કરેલ એક દીવાને પરમ શોભા તરીકે સ્વીકારે છે. કારણ કે અન્ય દીવાઓમાં કાં તો પૈસાની ખુમારી છે, કાં અભિમાન, અથવા તુચ્છ વિલાસ કે દેખાદેખી. જ્યારે આ દીપક ખરા અર્થમાં દીપક છે એમ કહી ગુરુ પોતાના શિષ્યને ખરા સૌંદર્યની પ્રતીતિ કરાવે છે. એવા જ એક વિરલ વ્યક્તિનો પરિચય લેખકે ‘એક અનુભવ’ વાર્તામાં કરાવ્યો છે. પ્રકૃતિપ્રેમી કથાનાયક એક ચાંદની રાતે સ્મશાનમાંથી પાછો ફરતો હોય છે ત્યારે આરસતકતી કોતરનાર એક વૃદ્ધ સાથે તેનો ભેટો થઈ જાય છે. સહદેવની જેમ એ વૃદ્ધ પણ કદાચ ભવિષ્યમાં બનનાર ઘટના જાણી જતો હોય છે ને એની કવિતા આરસતકતીમાં ટપકાવી દેતો હતો. પણ કથાનયક સાથે જ્યારે તેનો ભેટો થયો ત્યારે એ બહુ દુઃખી હતો, કારણ કે તેણે તકતી પર મૃત્યુકવિતા કોતરી હતી ને એના અનુમાન પ્રમાણે એનો દીકરો જ ભગવાનને શરણે જતો રહે છે. નાયક બીજે દિવસે સ્મશાનમાં જઈ વૃદ્ધના અનુમાનને હકીકતમાં જોઈ એ વૃદ્ધને શોધવાનો પ્રયત્ન કરે છે, પણ એ વિરલ વ્યક્તિનો પછી કોઈ પત્તો લાગતો નથી. લેખકનો આ અનુભવ ભલે કાલ્પનિક છે પણ એનું સહજતાથી થયેલું નિરૂપણ આપણું ધ્યાન જરૂર ખેંચે છે. ‘મીરાંણી’ બે સ્ત્રીઓનાં થયેલાં હૃદયપરિવર્તનને આલેખતી વાર્તા છે. વાર્તાનાયિકા મીરાંણી જબરી સ્ત્રી હતી, શંકાશીલ અને શબ્દે શબ્દે ઝેર પડે એવી. એના શંકાશીલ સ્વભાવને લીધે બે મીરનો ભોગ લેવાય છે. પણ જ્યારે એ એકલી પડે છે ત્યારે તેને એના મીરની યાદ આવે છે. એવામાં વરસાદી રાતે સામે રહેતી વિધવા કંકુ એના નવજાત બાળકને મીરાંણીના ઘરે મૂકી જાય છે. મીરાંણી હકીકતથી વાકેફ છે પણ તે કોઈને કંઈ કહેતી નથી. કારણ કે એ બાળક એના જીવનમાં નવો પ્રાણ પૂરે છે. જોકે તેની ઉંમર થતાં તેને બાળકની ચિંતા થાય છે ને તે કંકુને બાળક સાચવવા કહે છે. કંકુ પહેલાં તો બાળકને સ્વીકારતી નથી પણ બીજે દિવસે તે મીરાંણીને ત્યાં કામમાં મદદરૂપ થવાને બહાને રહે છે ને એમ એક ‘જનેતા’ ને બીજી ‘માતા’ બની રહે છે. મીરાંણી અને કંકુમાં આવેલા આ પરિવર્તનમાં જરાય કૃત્રિમતા જોવા મળતી નથી, ને એ પ્રકારે લેખકનો વાર્તાકાર તરીકે થયેલો વિજય પામી શકાય છે. દુનિયામાં દરેકને પછી એ મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, વનસ્પતિ હોય કે પહાડ સૌને હૈયું છે એ હકીકતને ઉજાગર કરતી વાર્તા એટલે ‘એને પણ હૈયું હતું!’ એક કૂતરીના કારણે બિલાડી ખાઈમાં પડે છે એટલે કૂતરી પોતાનાં ગલૂડિયાંની સાથે બિલાડીનાં બચ્ચાંને પણ ધાવવા દે છે. કંઈક એવું નાયકના કૂતરા અને દૂર રહેતા એક કાળિયા કૂતરા વચ્ચે પણ જોવા મળે છે. નાયકના ઘરે રહેતો કૂતરો (બહાદુર) તથા કાળિયો કૂતરો એકબીજા સામે હંમેશાં ઘૂરક્યા કરતા, પણ કાળિયા કૂતરાના મરવાથી બહાદુર રોયા કરે છે. જોકે આ બંને પ્રસંગમાં વ્યક્ત થતો ભાવ વધુ ગહનતાથી આલેખવામાં લેખક ચૂક્યા છે. ‘નાટકનો બાળક!’ વાર્તામાં લેખકે જમીનદાર સ્ત્રીના મહેલમાં રહેલી માત્ર યાંત્રિકતાનો પરિચય કરાવ્યો છે. સેક્રેટરી તરીકે કથાનાયક જે ઘરે નોકરી મેળવવા જાય છે ત્યાં માણસની કે એની ભાવનાની નહીં પણ હરપળે કહ્યું કરે એવા યંત્રની જરૂર હતી. અરે! એ ઘરના જ બાળકને નાટક કરવાની પરવાનગી નથી મળતી. કારણ કે એ બાળક નાટક ભજવતો નથી, નાટક જીવે છે. આ હકીકત જાણી જતાં નાયક બેરોજગાર હોવા છતાં નોકરી સ્વીકારતો નથી. જમીનદાર સ્ત્રીના પાત્ર દ્વારા લેખકે મનુષ્યમાં ઘર કરી ગયેલી યાંત્રિકતાને ઉઘાડી પાડી છે. તો એક ભાવનાશીલ વ્યક્તિને આઘાત લાગે ત્યારે એ કાળા પાણીની સજાને પણ હસતા મુખે સ્વીકારી લેતો હોય છે એ ‘આંદામાનનો કેદી’ વાર્તામાં જોઈ શકાય છે. વિહોજી વીસ વર્ષની આંદામાનની જેલ ભોગવીને ઉત્સાહભેર પોતાના ગામ પાછો આવે છે ત્યારે બધાં આટલે વર્ષે પણ એને ખૂની કહી બોલાવે છે. એટલું જ નહીં, કાકી દ્વારા તેના જ ઘરમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આથી વિહોજી રાત્રે જ પાછો આંદામાન જવા નીકળી પડે છે. કારણ કે ત્યાં માનવતા હતી, સ્વાર્થને ક્યાંય જગ્યા ન હતી. ‘એક ભૂલ - એક જીવન’માં કવિરાજ પન્નગ દ્વારા અજાણતાં થયેલ ભૂલ એમના જીવનમાં કેવી ઊથલપાથલ મચાવે છે એ જોવા મળે છે. જીવનમાં કેટલીક વાતો ન જાણીએ એ જ હિતાવહ હોય છે. પણ કવિરાજ પન્નગ તો હઠ કરીને એમણે પોતે કરેલ ભૂલ જાણી દુઃખી થઈ જાય છે. કવિની ભૂલ માત્ર એટલી જ હતી કે એમણે કાલ્પનિક રીતે તિલોત્તમા નામની સ્ત્રીને કવિતારૂપે પ્રેમપત્ર લખ્યો હતો, જે પત્ની પ્રમદાના હાથમાં આવી જાય છે અને એ આઘાતમાં તે મૃત્યુ પામે છે. મરતા પહેલાં પ્રમદા દીકરા છેલને પણ આ વાત જણાવી પિતા-પુત્ર વચ્ચેના સંબંધમાં ખટાશ ઊભી કરે છે. પછી છેલ પણ ઘર છોડીને જતો રહે છે ને આપણા કવિરાજ એકલા, નિરાધાર બની રહે છે. આ સિવાય પેન ચોરાઈ ગયા પછી એને પાછી મેળવવા બીજા પંદર રૂપિયાનું નુકસાન વેઠનાર નાયકની કથાને રજૂ કરતી ‘પાર્કર પેન!’, ધર્મશાળામાં થતી ચોરીને અટકાવવાની યુક્તિને રજૂ કરતી ‘ધર્મશાળામાં’, પ્રાકૃતિક સૌંદર્યની સાથે બે સુંદર સ્ત્રીને જોયેલાં દૃશ્યને આલેખતી ‘એક દૃશ્ય!’, સામાન્ય મનુષ્ય કરતાં નોખા વિચાર ધરાવનાર ને એ વિચારો માત્ર હવાઈ ન રહેતાં તેનું આચરણ કરનાર ‘અ લખ’ નામધારી યુવાનનો પરિચય કરાવતી ‘હવાનો આદમી’, ગેરસમજણોના મહાન સમુદ્રમાંથી અને મૂર્ખાઈભરેલી સ્પર્ધામાંથી ઊભી થતી દુઃખભરી વેદના/કરુણાને ઉજાગર કરતી ‘ત્રણ કુટુંબ : એક કરુણતા!’, હૃદયમાં સ્વજન સમાન થઈ બેઠેલ સૌંદર્ય સ્વજનના ઘા કરતાં પણ કેટલો વધારે કાતિલ ઘા મારી જાય છે ને મનુષ્ય શૂન્ય બની જાય છે એ હકીકતને વ્યક્ત કરતી ‘જીવનની શૂન્યતા’ આદિ વાર્તાઓમાં પણ લેખક સરળ, સહજ ભાષા દ્વારા આપણી સમક્ષ ખડા થયા છે. આ વાર્તાઓમાં મર્યાદાઓ ઘણી મળશે પણ એમાં માનવીય ભાવનાની, માનવતાની થયેલી અભિવ્યક્તિ જરૂર ધ્યાન ખેંચે છે.

‘વનવેણુ’ (૧૯૫૬)

‘વનવેણુ’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘અંધારકૂવો!’ એના કથકને કારણે જુદી પડે છે. ધૂમકેતુના આ ચારેય સંગ્રહમાં પહેલી વાર કથક તરીકે સ્ત્રી આવે છે. કથાનાયિકા બહુ જ સુંદર, ગુણવાન, અનન્ય પ્રતિભા ધરાવે છે. પરંતુ તેના આ ગુણો જ તેના ખરા દુશ્મન બને છે. તેને પોતાની સુંદરતાનો અહમ્‌ આવી જાય છે કે આજુબાજુ કોઈને ગણકારતી નથી. પરિણામે જીવનના અંતે તે એકલતા અનુભવે છે, પ્રેમભૂખી થઈ રહે છે પણ તેને કોઈ સથવારો મળતો નથી. ને તે પોતાના અંધકારમય જીવનમાં એકલી ટળવળે છે. જીવનમાં કશું જ શાશ્વત નથી, માટે અહમ્‌ ન કરવો એવો સંદેશ આ વાર્તા સાદી ભાષામાં રજૂ કરે છે. સંગ્રહની બીજી વાર્તા ‘ભ્રમ’ જગતમાં મનુષ્યો કેવા કેવા ભ્રમમાં જીવતા હોય છે તેને ઉજાગર કરે છે. ગણપતરાવને મતે શ્યામલાલ સાધુ સમાન સજ્જન પુરુષ છે. કારણ કે શ્યામલાલનો બાહ્ય વર્તાવ જ એવો હતો. પણ આ ગણપતરાવનો ભ્રમ હતો. ને એમનો એ ભ્રમ શ્યામલાલનો જ મોટો પુત્ર ચંદનલાલ તોડે છે. ચંદનલાલના મતે સજ્જન જેવા જણાતા શ્યામલાલે જ તેમના ઘરમાં ત્રણ-ત્રણ ખૂન કર્યાં છે અને ઘરનું ખેદાન-મેદાન કર્યું છે. એ પણ માત્ર એક શંકાને લીધે કે નાનકાની વહુને થયેલ બાળક અન્યનું છે. આમેય કહેવાય છે ને કે વહેમની કોઈ દવા નથી એ અહીં સાચું ઠરે છે. પહાડી પ્રદેશના કાવ્યમય સૌન્દર્યનો સાક્ષાત્કાર કરાવતી ‘જોહરી’ સ્ત્રીઓના થતા શોષણને તથા વેશ્યાઓના જીવનને આલેખતી વાર્તા છે. જોહરી અને રાધા બંને બહેનપણી છે. બંને યુવાન હતી ને બંનેની વૃદ્ધ માતાઓ એમને ધંધામાં મૂકી રૂપિયા કમાવાની આશા રાખે છે. પરંતુ આ બંને તેમની આશાઓ પર પાણી ફેરવી દે છે. વાર્તામાં પ્રણયત્રિકોણ પણ જોવા મળે છે. જોહરી અને રાધા બંને કંચનના પ્રેમમાં પડે છે. કંચન પહેલાં જોહરીને પ્રેમ કરતો હોય છે, પણ પછી તે ગરીબ જોહરીને બદલે ધનવાન રાધા તરફ આકર્ષાય છે. તેથી જોહરી દુઃખી થઈ સાધ્વી બને છે. સમય જતાં કંચન અને રાધા ગરીબ બને છે એટલે કંચન રાધાને ધંધો કરવા માટે મારે છે. પરિણામે રાધા ઘરનો ત્યાગ કરે છે. રઝળપાટ દરમિયાન જોહરી સાથે એનો મેળાપ થાય છે ને જોહરી બિમાર કંચનની દવા કરવા જાય છે ત્યારે ‘બેટા’ કહી બોલાવે છે. બધાને જોહરીમાં ‘માતૃભાવ’ દેખાય છે. ને ત્યારે રાધાને મનમાં થાય છે, ‘ક્યાં જોહરી અને ક્યાં પોતે?’ મનુષ્યે કરેલાં કર્મો આ ભવમાં જ ભોગવવાનાં છે એ વાત કેટલી સહજતાથી આ વાર્તામાં રજૂ થઈ છે. સ્ત્રીઓનું થતું શોષણ આલેખતી એવી જ બીજી એક વાર્તા એટલે ‘છેવટે સ્ત્રી તે સ્ત્રી’. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીએ વગર વાંકે ભોગવવું પડે છે. સવિતાને બાળક થતું નથી એટલે ડોશી તેના પુત્ર ભગવાનજીનાં બીજાં લગ્ન કરાવે છે. જોકે વાંક ભગવાનજીમાં જ હોવાથી બીજા લગ્ન પછી પણ એમને સંતાન થતું નથી. એવામાં બીજી સ્ત્રી બધું લઈને જતી રહે છે. આખરે પોતાની ભૂલ સમજાતાં ડોશી અને ભગવાનજી સવિતાને આજીજી કરી પાછી બોલાવે છે, પણ શરૂઆતે જે રમતિયાળ, આનંદી, હસમુખી, વિનોદલહરી હતી તે સવિતા હવે શૂન્ય બની જાય છે. એક સ્ત્રી દ્વારા જ અન્ય સ્ત્રીનું જીવન કેવું અંધકારમય બને છે એ આ વાર્તામાં જોઈ શકાય છે. જેમ સંતાનપ્રાપ્તિની ઘેલછામાં ડોશી સવિતાને જીવતેજીવ મારી નાખે છે એમ ‘સામાન્ય સમજણને અભાવે!’ વાર્તામાં સમાજના ડરે એક પિતા દ્વારા પોતાના પુત્રના જીવનને શૂન્યમય/અંધકારમય બનાવી દેવામાં આવે છે. ત્યાં એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન બને છે એમ અહીં પિતા જ પોતાના પુત્રનો દુશ્મન બને છે. જગજીવન દીકરા લંગરિયાને રંગૂનમાં ભણાવી-ગણાવી મોટો કરે છે. પણ લંગરિયો એક બર્મન છોકરીના પ્રેમમાં પડે છે. આથી સમાજમાં પોતાની આબરૂ નહીં રહે એ વિચારે જગજીવન તે બર્મન છોકરીને પાણીમાં ડુબાડી મારી નાખે છે. લંગરિયો આ સહન કરી શકતો નથી એટલે તે ગૃહત્યાગ કરે છે. હવે જગજીવનને પસ્તાવો થાય છે પણ ‘અબ પછતાને સે ક્યા ફાયદા જબ ચિડીયા ચૂભ ગઈ ખેત’ જેવી સ્થિતિ થાય છે. કંઈક એવું જ ‘એકસો ને આઠ જ્ઞાનદીપ’ વાર્તામાં પણ જોવા મળે છે. કાકા લક્ષ્મીદાસ અને કાકી ઇચ્છા મિલકતના લોભે ભત્રીજી લતાનાં લગ્ન થવા દેતા નથી. પરંતુ લોભીનું ધન ધૂતારાં ખાય એ પ્રમાણે એક બ્રાહ્મણે ઇચ્છાબેનના મનમાં શંકા કરાવી કે નિર્વંશિયું ધન તમારા ધનને પણ ખેંચી જશે. એટલે લક્ષ્મીદાસ તથા ઇચ્છાબેને એકસો ને આઠ બ્રાહ્મણોને બોલાવી પારાયણ બેસાડ્યા ને ખૂબ ખર્ચો કર્યો. પણ એ લાલચે જ એમણે લતાના જીવનનો અંત આણ્યો હતો. લોભ મનુષ્યને કેવા અંધ બનાવી દે છે એ હકીકત આ વાર્તામાં ખૂબ જ સહજતાથી આલેખાઈ છે. ‘અંધ બંસીધર’ નામની વાર્તામાં પણ લાલચને કારણે એક ભાઈ દ્વારા બીજા ભાઈને અંધકારની ગર્તામાં ધકેલી દેવામાં આવે છે. શુંભકર અને અશુંભકર નામે બે રાજકુમારો રત્નદ્વીપથી રત્નો લઈ પાછા વળે છે ત્યારે સમુદ્રમાં તોફાન આવે છે. શુંભકર નાના ભાઈને બચાવે છે, પણ રાજ્ય મેળવવાની લાલસાને કારણે અશુંભકર મોટા ભાઈને બાવળની શૂળ દ્વારા અંધ બનાવી, જંગલમાં એકલો મૂકી જતો રહે છે ને પોતે રાજા બને છે. પરંતુ કહેવાય છે ને ઉપરવાળાને ત્યાં દેર છે પણ અંધેર નથી. સમય જતાં બાજુના રાજ્યની રાજકુમારી સ્વયંવરમાં રાજા કે રાજકુંવરને બદલે વાંસળી વગાડનાર અંધને માળા પહેરાવે છે. હકીકતે તે શુંભકર હોય છે. પણ શુંભકર મોટું મન રાખી નાના ભાઈના પાપને બહાર પાડતો નથી ને પોતે સ્વરનું સૌંદર્ય પામવા દૃષ્ટિનું સૌંદર્ય ખોયું છે એવો ખુલાસો કરે છે. સર્જકે પાત્રોનાં નામમાં એના ગુણ વ્યક્ત કરી આપ્યા છે. શુંભકર પોતાના નામને સાર્થક કરે છે. જીવનમાં સાચા મનથી કરેલી મદદ ક્યારેય વ્યર્થ જતી નથી એ હકીકતને ઉજાગર કરતી વાર્તા એટલે ‘વાતો ગઈ, સુગંધ રહી ગઈ’. ચંદુલાલ અને કેશવલાલ બંને મિત્રો હતા. કેશવલાલ શેઠમાંથી ગરીબ બને છે ત્યારે ચંદુલાલના સોનાના કંદોરાની ચોરી કરે છે. ચંદુલાલ હકીકત જાણવા છતાં તેને ખરા હૃદયથી મદદ કરે છે. સમયનું ચક્ર ફરતાં કેશવલાલ સમૃદ્ધ બને છે ને ચંદુલાલના મૃત્યુ પછી એનાં સંતાનોની સ્થિતિ કફોડી બને છે. કેશવલાલ મિત્રનાં સંતાનોની મદદ કરવા માંગે છે પણ એમાં એનો અહમ્‌ જોવા મળે છે. એટલે એની પત્ની સમજાવે છે કે મદદ કરવી હોય તો સાચા દિલથી કરો. ને પછી તો કેશવલાલ પોતાની સંપત્તિમાંથી અડધો ભાગ ચંદુલાલનાં સંતાનોને આપે છે. ચંદુલાલે કરેલ સારાં કર્મનું ફળ તેમનાં સંતાનોને મળે છે એમ ‘બીજ અને ફળ’ વાર્તામાં નંદને કરેલ ખરાબ કર્મનું ફળ તેણે આ જ ભવમાં ભોગવવું પડે છે. વાર્તામાં પ્રણયત્રિકોણ પણ જોવા મળે છે. નંદન અને દિલખુશ બંને લલિતાને પ્રેમ કરે છે. પરંતુ નંદન ચતુરાઈપૂર્વક દિલખુશની ખરાબ વાતો ફેલાવી, લલિતાના મનમાં શંકા જગાવી પોતે લલિતા સાથે લગ્ન કરે છે. બંને સુખેથી જીવન વિતાવે છે. જ્યારે દિલખુશે લલિતાને પોતાના દિલના સિંહાસનની સામ્રાજ્ઞી બનાવી હતી. ને એ ન મળવાથી તે ભગવાનને વહાલો થઈ જાય છે. નંદને પોતાને ચતુરાઈપૂર્વક મેળવી હતી એ વાત લલિતા દિલખુશની બહેનના પત્ર દ્વારા જાણે છે એટલે આવા કહેવાતા હોંશિયાર સાથે તે જીવન વિતાવવા માંગતી નથી, ને ઘર છોડીને જતી રહે છે. તેથી નંદનને સમજાય છે કે જેવાં બીજ વાવીએ એવાં જ ફળ મળે. સાદી ને સરળ ભાષામાં આ સુંદર ઉપદેશ વાર્તામાં વણી લેખકે વાર્તાકાર તરીકેની પોતાની ખૂબી છતી કરી છે. મનુષ્ય ઈશ્વરની ઇચ્છા વિના સળીના બે કટકા પણ કરી શકતો નથી એ હકીકત ‘મનોનોધિનાં મોતી’ વાર્તામાં પ્રગટ થઈ છે. નરસિંહના ઠંડા, પ્રેમવિહોણા વ્યવહારથી કંટાળીને રતન તેનું ઘર છોડવા તૈયાર થાય છે. પણ જે દિવસે એ બીજા માણસ સાથે જતી રહેવાની હતી એ જ દિવસે નરસિંહનો અકસ્માત થાય છે. મગજ પર ઘા વાગવાથી નરસિંહની સ્મૃતિ જતી રહે છે અને તે નાના બાળક જેવું વર્તન કરે છે. આ ફેરફારથી રતનનું મન પણ બદલાય છે ને તે નરસિંહની સાથે જ રહે છે. ધાર્યું ધણીનું જ થાય એ લેખકે આ વાર્તામાં બતાવ્યું છે. એવું જ કંઈક ‘ભાવિના લેખ!’ વાર્તામાં પણ જોવા મળે છે. માત્ર ચોવીસ કલાકના સમયગાળાના પ્રસંગને આલેખતી આ કરુણ વાર્તા વાચકના મનમાં ખળભળાટ મચાવી જાય તેવી છે. શારદૂલ પોતાના સાળાના ત્રાસને લીધે પત્ની કુન્દન અને એના પેટમાં રહેલ છ માસના બાળકને મૂકી ઘરનો ત્યાગ કરે છે. એ વાતને પંદર વર્ષ થઈ જાય છે. એ દરમિયાન શારદૂલ ખેલ કરવામાં પાવરધો બની જાય છે. યોગાનુયોગે શારદૂલ તથા કુન્દન અને એનો દીકરો એક ધર્મશાળામાં મળી જાય છે. ત્યારે છેલ્લો ખેલ કરી પોતે ઘરે પાછો આવી જશે એમ શારદૂલ જણાવે છે. પણ ખેલ દરમિયાન એના જ સાથીઓ તેજોદ્વેષને લીધે શારદૂલ જે દોરડા પર પોતાનો કરતબ બતાવતો હતો એ દોરડું કાપી એને મારી નાખે છે ને વર્ષો પછી મળેલ યુગલ મળ્યાં ન મળ્યાં થઈ ગયાં. કેવી કરુણ ઘટના! સમાજમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાઓ અને સમાજનાં કેટલાંક ખોટાં રીત-રિવાજો પર પ્રકાશ પાડતી વાર્તા એટલે ‘આશો ગંજેરી’. આશો ગંજેરી અને રાણકી કોળણ એકબીજાને પ્રેમ કરે છે. પણ ગામવાળા તેમના આ પ્રેમને સ્વીકારતા નથી. એવામાં પ્લેગ ફાટી નીકળે છે ને દોષનો ટોપલો આ બંને પર આવે છે. પણ આશો ગામ આખાની ચોકી કરી આ વિકટ પરિસ્થિતિમાંથી ગામલોકોને ઉગારે છે. છતાં બંનેના પ્રેમની/વર્ણસંકરતાની વાતો થવા લાગે છે. એક દિવસ બંને ભગવાનને પ્યારાં થઈ ગયાં ને પોતાનું સર્વસ્વ ગામલોકોને સોંપતાં ગયાં. તેથી ગામલોકોને પસ્તાવો થાય છે ને એ બંનેના નામની દેરી બંધાવે છે. ઉપરાંત કમાણી અર્થે જન્મ થતાંની સાથે પોતાનાં બાળકોને અંધ બનાવી દેવાના ષડ્‌યંત્રને ખુલ્લી પાડતી ‘અંધારું!’, માસિક દ્વારા પોતે દુનિયાને કંઈક આપી રહ્યાના ભ્રમમાં જીવતા મનમોહન નામના યુવાનની જીવનકથાને રજૂ કરતી ‘સુખદ ભ્રમણા!’, ત્રણ મિત્રોની જુદી જુદી અનુભૂતિઓ આલેખતી ‘એક રાત, ત્રણ વાત’, કે ગરીબ માણસની વિજ્ઞાનના વિકાસે કરેલી વિપરીત સ્થિતિને આલેખતી ‘ગુલ લેને ગયે થે, દાગ લાયે!’ જેવી વાર્તાઓમાં પણ કંઈક અલગ વિષયવસ્તુ પ્રાપ્ત થાય છે, જે તત્કાલીન સમયમાં જોવા મળતી પરિસ્થિતિને ઉજાગર કરે છે.

‘મંગલદીપ’ (૧૯૫૭)

આ સંગ્રહની શરૂઆત ‘ડોલરકળી’ વાર્તાથી થાય છે. જેમાં એક એવા વ્યક્તિની વાત છે જેણે જીવનભર એકેય એવું કામ કર્યું ન હતું જેથી લોકો મૃત્યુ પછી એને સંભારે. ને એ વ્યક્તિ એટલે અનંતચંદ્ર. પણ અનંતચંદ્રને ત્યાં કામ કરનાર નંદલાલ દ્વારા પોતાના માલિકની અંતિમ સમયની બહાદુરીની પ્રશંસા કરવામાં આવે છે. લક્ષ્મણ નામના યુવાને બોમ્બ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું ને એમાં પોલીસ અનંતચંદ્રની ધરપકડ કરી એને બહુ મારે છે પણ લક્ષ્મણને બચાવવા અનંતચંદ્ર એનું નામ લેતો નથી. વળી પોતાની રખાતની દીકરી ડોલરકળી આગળ તે ખરા અર્થમાં મનુષ્ય થઈ જતો. ને ત્યાં ‘સૌન્દર્ય કલાધર્મ પ્રેરે છે’ એ વાત સાર્થક થતી જણાય છે. તો આ બાજુ ડોલરકળી પણ પિતાના વચનને ખાતર હાથ વિનાના, પગે લંગડા, એક આંખ વિનાના લક્ષ્મણને પોતાનું જીવન સમર્પી દે છે. ‘પટાવાળો અને સાહેબ’ એ દેશની વાસ્તવિક સ્થિતિને ઉજાગર કરતી વાર્તા છે. ભીખાજી પટાવાળો ગરીબ વિદ્યાર્થી ઓછા પૈસામાં સારો ખોરાક મેળવી શકે એ ઉદ્દેશ્યથી વીશી ચલાવતો હતો. પણ એ વિદ્યાર્થીઓમાં અમીર, સિનેમાનો શોખીન ને થોડો મિજાજી એવો ચત્રભુજ પણ આવતો. તે ભીખાજીની મોટી દીકરી સુનંદાની મશ્કરી કરે છે એટલે ભીખાજી તેને, ‘ભાઈસા’બ! તમારા નાટકસિનેમાના ઢંગ તમારી પાસે જ રહેવા દ્યો’ એમ કહી ઠપકો આપે છે. ચત્રભુજને આ ખટકે છે એટલે તે વિદ્યાર્થીઓમાં બળવો કરાવી ભીખાજીની વીશી બંધ કરાવે છે. વર્ષો પછી ચત્રભુજ મોટો અધિકારી બની જાય છે, પણ ભીખાજીની વિધવા પત્ની એ જ વીશી ચલાવતી હોય છે. અર્થાત્‌ અમીર વધુ ને વધુ અમીર બને છે ને ગરીબ વધુ ગરીબ બનતા જાય છે એ હકીકત પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. એમાં ધૂમકેતુની દૂરંદેશીનો પણ પરિચય મળી રહે છે. જે થાળીમાં ખાધું હોય એમાં ન થૂંકાય એવી સમજ ધરાવતી રાધાની કથા એટલે ‘અંધારું અને અજવાળું!’ વાર્તા. અનાથ રાધા નાયકના ઘરે આશરો લે છે. ને બધાં કામ કરી ઘરને સ્વચ્છ રાખે છે. પણ એક દિવસ તે ઘર છોડીને જતી રહે છે. નાયકને પાછળથી એક ચિઠ્ઠી દ્વારા જાણવા મળે છે, કે ‘જેણે આશરો આપ્યો એ ઘરમાં પોતે ક્લેશનું કારણ ન બને’ એટલે તેણે ઘર છોડ્યું હતું. હકીકતે નાયકના ભાણેજ દ્વારા રાધા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. રાધા અનાથની સાથે ગરીબ હોવા છતાં આ પ્રસંગનો લાભ ઉઠાવતી નથી પણ આશ્રયદાતાની આબરૂ સાચવે છે. ‘સાચો જોગી થયો’ વાર્તામાં ચંદ્રસિંહ દરબારની સામાન્ય માણસમાંથી ખૂની, ખૂનીમાંથી ભભૂતગર બાવા બનવાની, બાવામાંથી પાછા સામાન્ય મનુષ્ય અને એ દરમિયાન પોતાના કારણે અનાથ બનેલ બાળકના પાલક પિતા બનવાની સફર આલેખાયી છે. વાર્તાનો સમયગાળો ઘણો વિસ્તૃત છે પણ લેખકે કથાવસ્તુનો દોર ક્યાંય ઢીલો પડવા નથી દીધો. પોતાને કારણે એક નિર્દોષનું જીવન બગડ્યું છે એનો ડંખ ચંદ્રસિંહને હંમેશાં સતાવ્યા કરે છે. એટલે વાર્તાને અંતે તે પોતે કરેલ પાપનો સ્વીકાર કરી ખરા અર્થમાં જોગી બને છે. સમાજ દ્વારા થતું સ્ત્રીનું શોષણ એ વિષય પર ધૂમકેતુએ અગાઉ પણ વાર્તાઓ લખી છે પણ એમને જાણે સંતોષ ન થતો હોય એમ એ જ વિષયને જરા જુદી રીતે ‘એક યાદગાર દિવસ’ રજૂ કરે છે. વાર્તામાં એકસાથે બે કમલાની વાત ગૂંથી લેવામાં આવી છે. એક કમલાને પૈસા ખાતર વેચી દેવામાં આવે છે ને એની ઇચ્છા ન હોવા છતાં એને ભોગવવાના પ્રયત્નો થાય છે. તો બીજી કમલા ખુશી ખુશી પોતાના પતિ સાથે રહી ઘરને સ્વચ્છ રાખે છે. પણ પહેલી કમલાને યાદ કરી, આપણા સમાજે તથા સમાજવ્યવસ્થાએ આવી કેટલી કમલાઓનાં જીવન બગાડ્યાં હશે એમ વિચારી નાયક દુઃખી થાય છે. વાર્તાનું વસ્તુ, એનું આલેખન ધ્યાન ખેંચે છે પણ વાર્તાનું શીર્ષક યોગ્ય જણાતું નથી. ‘એક યાદગાર દિવસ’ને બદલે ખાલી ‘કમલા’ કે ‘એક ભયાનક દિવસ’ રાખી શકાય. માણસ કેવી રીતે પોતાના મનની વાત નદીની રેતમાં કેટલાક લીટા દ્વારા વ્યક્ત કરે છે એ ‘રેતીમાં લીટા!’ વાર્તામાં જોવા મળે છે. નાયક સાબરમતીને કિનારે ફરવા જાય છે ત્યાં એક માણસે રેતીમાં કરેલ લીટા જુએ છે. એમાં એ માણસનું મન, ઘરની સ્થિતિ જણાઈ આવે છે. પણ નાયક પોતાની જિજ્ઞાસાને સંતોષવા બીજે દિવસે એ જ જગ્યાએ જઈ લીટા કરનાર માણસને હકીકત પૂછે છે. એ માણસ જણાવે છે, કે દારૂની લતે દીકરાને ખોયો ને ઘરવાળી પણ ગાંડી થઈ ગઈ છે એનું ચિત્રાંકન તેણે આ રેતીમાં કર્યું છે. વાત નાની અમથી છે પણ એમાં રહેલ ગૂઢાર્થ ઘણું કહી જાય છે, એ દ્વારા નશો ન કરવાનો સંદેશ પણ લેખક આપે છે. તો ‘જૂઈને માંડવે’ વાર્તામાં તેઓ ભૂત-પ્રેત જેવા વિષયને લઈ આવે છે. નાયક વર્તમાનમાં એક વાર્તા વાંચી પોતાના ભૂતકાળમાં ગરકાવ થઈ જાય છે. કારણ કે જે વાર્તા તેઓ વાંચી રહ્યા હતા એ ઘટના તો તેઓએ પચીસ વર્ષ પહેલાં પોતે અનુભવી હતી. ભૂતિયા બંગલે, જૂઈને માંડવે તેમણે એક નારીને બે-ત્રણ વાર નાચતી જોઈ હતી. પણ એમના માળીએ હકીકત જણાવી કે એ સ્ત્રીને રાજાએ બાર વર્ષ પહેલાં મારી નાખી હતી ત્યારથી નાયક ત્યાં જવાનું બંધ કરી દે છે. પણ આજે પચીસ વર્ષેય એ નૃત્ય બંધ નથી થયું એ જાણી તેમને આશ્ચર્ય થાય છે. સમગ્ર વાર્તા શરૂઆતે અને અંતે આવતા બે ફકરા સિવાય ભૂતકાળમાં જ ચાલે છે. ‘કેવી મોટી ભૂલ!’ વાર્તામાં રાજપાલના દિલમાં રહેલી છાની વેદના વ્યક્ત થઈ છે. રાજપાલને કવિતા લખવી બહુ ગમતી, પણ રોજબરોજના વ્યવહારને સાચવવામાં એ કવિતા લખી શકતો નથી. ને એના જીવનની કરુણતા એ હતી કે એ કવિતાને પામી શક્યો પણ ન હતો કે ભૂલી પણ શક્યો ન હતો. જીવનના અંતિમ સમયે કુદરતની લીલા જોઈ, પ્રકૃતિને પૂરબહારમાં ખીલેલી જોઈ તેને વસવસો થાય છે, કે ‘એણે એને મળેલી જીવનશક્તિની આરાધનાનો વખત ગાળી નાખ્યો, ઠઠારો ભેગો કરવામાં, અને એમાં ને એમાં એણે ખોઈ દીધો, હૃદયવૈભવ – કે જે પ્રગટ થઈ શક્યો હોત તો, દુનિયા વધારે વૈભવશાળી બનત.’ રાજપાલનો આ માનસિક વલોપાત વાર્તામાં સરસ ઝિલાયો છે. તો ‘હંસરાજ’ નામની વાર્તામાં હંસરાજે પત્નીને કારણે ગુમાવવી પડતી પ્રતિષ્ઠાનું નિરૂપણ જરાય આકસ્મિક ન લાગે એ રીતે થયું છે. કહેવાય છે ને કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ પુરુષને આસમાનમાંથી નીચો પાડવામાં પણ સ્ત્રી જ જવાબદાર હોય છે. હંસરાજ પોતાના શુદ્ધ પેંડાને કારણે આજુબાજુના પંથકમાં પ્રસિદ્ધ હતો. પણ તેના જીવનમાં થયેલો રૂખડીનો પ્રવેશ એની પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દે છે. જે રૂખડીના ગૃહત્યાગ પછી પણ પાછી આવતી નથી. તેથી તે ગાંડો બની ભીખ માંગતો થઈ જાય છે. આ સિવાય પહેલાં સ્ત્રીના રૂપથી આકર્ષિત થતા પુરુષો એના માલિક બનતા કેવા શંકાશીલ થઈ જાય છે ને જે રૂપ પાછળ ગાંડા હતા એ તેને મન અરૂપ થઈ જાય છે એ હકીકતને આપણી સામે મૂકી આપતી ‘રૂપ અને અરૂપ’, થોડાક નિર્માલ્ય જેવા સિક્કાઓના મોહમાં પડીને સાચા પ્રેમને ગુમાવનાર નાયકના પસ્તાવાને વ્યક્ત કરતી ‘શૂન્યતાઓનો સરવાળો!’, જમીનદાર દ્વારા પોતાની દીકરીને અનહદ પ્રેમ કરવાથી એના સાસરીપક્ષને વેઠવી પડતી મુશ્કેલીઓને આલેખતી ‘અનંત પ્રેમ!’, દેશમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ‘ક્યાંય દેખાતો નથી! વિશ્વાસ’, સાચા મનથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાને પણ ગરીબ વૃદ્ધાનું સાંભળી એના દીકરાને સાજો કરવો પડે એ પ્રસંગને આલેખતી ‘મન-ફેર’, ગામના પહેલાનાં લોકો સાચા કે અત્યારનાં એવી ઇચ્છારામની ગડમથલને વ્યક્ત કરતી ‘કયું સ્વપ્નું સાચું?’, દીકરાની આતુરતાથી રાહ જોતી તેજુડોશી, દીકરો ન આવતાં કેવી શૂન્યતામાં ગરકાવ થઈ જાય છે એ પ્રસંગને આલેખતી ‘પ્રેમનો પ્રકાશ’ કે પાલક કમળાબેનને ગુમાવવાથી સાચી જનેતાને ગુમાવ્યાનો અનુભવ કરી આક્રંદ કરતા ગિરધરની વેદનાને વાચા આપતી ‘જનેતા ખોઈ હતી!’ આદિ વાર્તાઓ પણ તેના નોખા વિષયવસ્તુ, સહજ આલેખન, યોગ્ય શૈલી થકી ધ્યાન ખેંચે છે. સાથોસાથ એમાં રહેલ જીવનસંદેશ પણ ઘણા મહત્ત્વના પુરવાર થાય છે.

‘ચન્દ્રરેખા’ (૧૯૫૯)

વાર્તાસંગ્રહનું નામ જે વાર્તા પરથી રાખવામાં આવ્યું છે એ ‘ચન્દ્રરેખા’ વાર્તામાં પોતાની ઇચ્છાપૂર્તિ માટે જીવતાં બે પાત્રો – યક્ષપતિ તુંબરુ અને ડોશીમા-ની કથા રજૂ થઈ છે. યક્ષપતિ તુંબરુ સ્વર બાબતે અકિંચન હતો પણ ચન્દ્રરેખાને લીધે તે દેવગણને ત્યાં મહાગવૈયો બને તેવી ચમત્કારિક ઘટના અને બે ગામ વચ્ચેના ઝઘડાનું મૂળ એવી ચન્દ્રરેખા નદીના ખારાપાટમાં પોતાની મરણમૂડી સમાન મીઠા પાણીની પરબ બને એ ઇચ્છાથી મૃત્યુ પામતી ડોશીમાની ઘટના સરળ ભાષામાં આલેખાઈ છે. જોકે એમાં પોતાની વાત સમજાવવા માટે ધૂમકેતુ એકાધિક ઉદાહરણો, અલંકારોનો વિનિયોગ કરે છે, જેને ઓછાં કરી શકાયાં હોત. ‘એક નાનો દીપ’ એ જીવનમાં દરેકને મદદરૂપ થવાની ભાવનાને આલેખતી વાર્તા છે. વાર્તાનાયક દોલતરાયને મન, ‘દુનિયામાં જે માણસ કાંઈક પણ કામ કરી શકે તેમ હોય, તે માણસ જો કામ કરતો નથી, તો એ જિંદગીનો મહાનુભવ ગુમાવે છે. એ એક નાનકડો આપઘાત જ છે.’ ને એટલે જ તે ‘માણસ, માણસની માણસ તરીકે કદર કરે’ એવી ભાવનાથી મંદિરના પૂજારીના બાળક સાથે અન્ય બાળકો અને ગામના માસ્તરને ભણાવી, મદદરૂપી નાનો દીપ પ્રગટાવે છે. ને જીવનમાં મનુષ્યને કામ આવ્યાના સંતોષ સાથે દુનિયાની વિદાય લે છે. ‘જીવનનો સાર’ વાર્તાનો સૂર પણ કંઈક એવો જ છે. ગણપત પોતે શ્રીમંત છે એવા દેખાવને બળે સારી નોકરી મેળવે છે, પણ તેની પાસે રહેલ મધુર કંઠની તે ઉપેક્ષા કરે છે. એટલું જ નહીં, પત્ની નર્મદાનો પણ ત્યાગ કરે છે. પણ વર્ષો પછી તેના દ્વારા ત્યજાયેલ પત્ની દ્વારા પ્રાણ રેડી બનાવેલ એક સરસ ભોજનશાળામાં તે નિરંજન સાથે જમે છે ત્યારે તેને પસ્તાવો થાય છે. ને ત્યારે ગણપત નિરંજનને જીવનનો સાર જણાવે છે, કે ‘કુદરતે દીધેલી શક્તિનો દ્રોહ એ પ્રાણદ્રોહ છે. આપઘાત છે. ને કુદરતે જે શક્તિ દીધી નથી તેમાં ધોડા, એ પણ આપઘાત છે.’ જીવનનો ખરો સાર આ બંને વાર્તાઓમાં પ્રગટ થયો છે, પણ એના આલેખનમાં લેખક ખુલ્લા પડી જાય છે. ‘વેરથી વેર ન શમે’ એ વાતને રજૂ કરતી વાર્તા એટલે ‘વાર્તાનો અંત!’ જીવાજી દરબાર પોતાની વીંટી કૂવામાંથી શોધી ન આપવા બદલ તરવૈયા રઘનાથ બંબને ઢોરમાર મારે છે. પરિણામે દરબારનો પુત્ર ભૂપતસંગ કૂવામાં પડી જાય છે ત્યારે રઘનાથ જાણી જોઈને એને બચાવતો નથી. પણ તેની આ એક ભૂલ જીવાજી દરબારના આખા ઘરનો નાશ કરે છે. દરબારની પત્ની અને દીકરી ભૂપતસંગ પાછળ રોઈ-રોઈને મૃત્યુ પામે છે. જ્યારે ગામમાંથી ભાગી નીકળેલ રઘનાથ બંબને ભગવા ધારણ કરવા છતાં શાંતિ મળતી નથી અને પોતે કરેલ ભૂલનો તેને સતત પસ્તાવો થયા કરે છે. તો કહેવાય છે ને કે ‘વહેમની કોઈ દવા નથી’ કંઈક એવું જ ‘એક નાનો સંસાર!’ વાર્તામાં જોવા મળે છે. મનજી સુંદર, સૂરીલી એવી સમજુ સાથે પરણે છે પણ તેના વહેમી સ્વભાવને લીધે મધુર કંઠ હોવા છતાં સમજુ ક્યાંય ગાઈ શકતી નથી. પરિણામે તેનું મૃત્યુ થાય છે. ને એના મૃત્યુ પછી મનજી પણ ગાંડો બની આમતેમ ફર્યા કરે છે. જો એણે સમજુને ઇચ્છા પ્રમાણે ગાવા દીધું હોત, પોતાનો શંકાશીલ સ્વભાવ બદલ્યો હોત તો એમનો આ નાનો સંસાર ખારો ન થાત! કંઈક એવી જ કરુણતા ‘જીવનની કરુણતા’ વાર્તામાં પણ દેખા દે છે. અભેસંગ દરબાર સાહસિકતાથી મુગટલાલ માસ્તર અને તેમની પત્નીને ગઠિયાથી બચાવે છે. એ સિવાય પણ ગામલોકોને અનેક રીતે મદદરૂપ થાય છે. પણ એવી જ એક મદદ દરમિયાન તેને જેલ ભોગવવી પડે છે. પરંતુ અન્ય માટે પોતાના જીવને જોખમમાં મૂકી દેનાર અભેસંગને ખરા ટાણે કોઈ સાચવતું નથી, કેવી કરુણતા! જોકે, અભેસંગની અન્યને મદદરૂપ થવાની ભાવનાનું થયેલું ઉપરછલ્લું નિરૂપણ થોડું અજૂગતું લાગે છે. સાચી માનવતાને ઉજાગર કરતી વાર્તા એટલે ‘એક નાની પળ’. માવદાન પગી જીવનભર ચોકી કરે છે એ પણ પૂરી પ્રામાણિકતાથી. પરંતુ એક વાર ગામ આખાને લૂંટનાર માણસની દીકરીને સાસરે મૂકવા જતી વેળાએ એક પળ માટે તે ગાડાવાળા મનજી કોળીના કહેવામાં આવી ગાડું લૂંટવામાં સંમતિ આપે છે, પરંતુ જેણે જીવનભર કોઈનું ખોટું ન કર્યું હોય એ જીવનને અંતે કેવી રીતે કોઈનું ખોટું કરી શકે? એને લાગ્યું કે વિશ્વાસઘાતથી મોટું કોઈ પાપ નથી એટલે તે ગાડાવાળાની તરકીબને સફળ થવા દેતો નથી. લેખકે વાર્તાનું શીર્ષક બરોબર પકડ્યું છે. એક પળ માટે માવદાનના મનમાં લાલચ થઈ આવે છે પણ તે ધોળામાં ધૂળ પડવા દેતો નથી. ગાડાવાળાને સંમતિ આપ્યા પછી તેના મનમાં આવેલા વિચારોને લેખકે વાર્તામાં આબેહૂબ ચીતર્યા છે. તો ગરીબ સ્ત્રી પર અમીરે વિશ્વાસ રાખવો જરૂરી છે એની સ્પષ્ટતા ‘શ્રદ્ધાની મૂડી’ વાર્તામાં જોવા મળે છે. ઘર પર જપ્તી છે એવું કહી જીથુડી ગામના ઘણાં લોકો પાસેથી પૈસા લઈ, ગામ છોડીને જતી રહે છે. હકીકતે તેને પોતાના પુત્રને ભણાવવા માટે પૈસાની જરૂર હતી, પણ સાચું કહેવાથી કોઈ એને પૈસા ન આપત એટલે તેણે આ તરકીબ અજમાવી હતી. તેના રાતોરાત ગાયબ થઈ જવાથી બધાને લાગે છે કે જીથુડી ‘બનાવી ગઈ’. પણ તેનો દીકરો મેટ્રીક પાસ થઈ નોકરી મેળવે છે ત્યારે જીથુડી દરેકના પૈસા પોતે આવી ચૂકતે કરે છે ત્યારે કથાનાયક વીરપાળનો ગરીબો પરથી ઊઠી ગયેલો વિશ્વાસ પાછો આવે છે. ‘જૈસી કરની વૈસી ભરની’ એ કહેવતને ઉજાગર કરતી વાર્તા એટલે ‘જેને જે લાયક હતા’. ઉમેદસિંહ કુંવરને ભોળવીને બે બ્રાહ્મણો અને વેપારી એમ ત્રણેય મળી એમના પૈસાથી ગામમાં મંદિર બનાવડાવે છે, અને બીજી રીતે પણ ઘણાં રૂપિયા પડાવે છે. પણ એમણે આ જ જનમમાં ભોગવવું પડે છે. ત્રણેયનાં સંતાનો કે તેઓ પોતે કોઈ ને કોઈ રીતે મૃત્યુ પામે છે. તો સમાજમાં રહેલ જુદી જુદી વિચારધારા ધરાવનાર વ્યક્તિઓનાં ચિત્રો આલેખતી ‘આ ચિત્ર, તે ચિત્ર અને બીજાં ચિત્રો’, લશ્કરમાં ગયેલ પોતાના દીકરાની છાવણીના વીજળીના દીવાઓ જોવા માટે દર પૂનમે ૨૯ માઈલ ચાલીને આવતી એક માતાની ભાવનાને વ્યક્ત કરતી ‘માતૃહૃદય’, પાર્કર પેનની ઘેલછાને કારણે તત્કાલીન સમયમાં થતી છેતરામણીને ઉજાગર કરતી ‘પાર્કર-૫૧’, નિઃસ્વાર્થભાવે મામાનાં ત્રણ બાળકો સમેત અન્ય અનાથ બાળકોની સેવા કરી નામના મેળવનાર નબાપાના બાપ એવા જમખડી ગામના રૂખડ ભગતની કથાને આલેખતી ‘હૃદયની ન્યાયાધીશી’, મનુષ્યની પૈસા પાછળની આંધળી દોટ કેટલો વિનાશ આદરે છે એ સમજાવતી ‘અતળનું તળ’, માણસના મનને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવે તો સૌનું કલ્યાણ થાય એવો સંદેશ આપતી ‘બિંદુમતી’, કે એક મનુષ્ય જ બીજા મનુષ્યને કેવી રીતે જીવનરૂપી અંધારી ખંડેરમાં ધકેલતો હોય છે એની સ્પષ્ટતા કરતી ‘સરજાતાં ખંડેર’ આદિ વાર્તાઓમાંથી પસાર થઈએ તો એમ કહી શકાય કે આ વાર્તાઓમાં માણસજાતનાં ભાતભાતનાં સંવેદનો પ્રગટ થયાં છે. ને મનુષ્યોનાં સંવેદનો, એની ભાવનાઓને વાચા આપવી એ જ ધૂમકેતુનું મુખ્ય લક્ષ્ય હતું. વાર્તાકાર તરીકેની ધૂમકેતુની વિશેષતા-મર્યાદા : ઉપર્યુક્ત ચારેય સંગ્રહોની વાર્તાઓમાંથી પસાર થઈએ તો એમાં રહેલ વિષયવૈવિધ્ય અવશ્ય નજરે ચઢે. નાનકડા ગામડાથી માંડીને હિમાલય સુધીનો પરિવેશ ધૂમકેતુએ આ વાર્તાઓમાં આલેખ્યો છે. આ ચારેય સંગ્રહોની વાર્તાઓના વિષયો પર નજર ફેરવીએ તો જરૂર મોંમાં આંગળાં નાખી દેવાય એટલી વિવિધતા એમાં નજરે પડે છે. એમાં સ્ત્રીઓનું શોષણ, વેશ્યાઓનું દુઃખભર્યું જીવન, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની થતી કપરી સ્થિતિ, યાંત્રિક બની બેઠેલ માણસ, અહમ્‌ને લીધે જીવનની ખરી મજા ખોઈ બેસતો માણસ, કરેલાં કર્મોને આ જ ભવમાં ભોગવતો મનુષ્ય, સમાજમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાઓ, લાલચના કારણે મિત્ર દ્વારા મિત્રની, ભાઈ દ્વારા ભાઈની કે કાકા-કાકી દ્વારા ભત્રીજીની લેવાતી આહૂતિ, આંધળી સ્પર્ધાને કારણે થતી ઘરની ખુવારી, જીવનની શરૂઆતે ભૂલ કરી અંતે પસ્તાતા માણસો આદિ અનેકરંગી વિષયો ધૂમકેતુએ પોતાની આ વાર્તાઓમાં આલેખ્યા છે. તો પાત્રો પણ જાતજાતનાં ને ભાતભાતનાં જોવા મળે છે. સાથોસાથ આ વાર્તાઓ ભાવસભર છે જેથી તેઓ વાચક સાથે આત્મીયતાનો સંબંધ રચી શક્યા છે. ઉપરાંત એમના પર થયેલો આક્ષેપ ‘શહેર પ્રત્યેનો આક્રોશ ને ગામડાં પ્રત્યેનો પ્રેમ’ આ વાર્તાઓ પૂરતો ખોટો ઠરે છે. કારણ કે ચારેય સંગ્રહમાં લગભગ ક્યાંય ન તો શહેરનો પરિવેશ આલેખાયો છે કે ન તો શહેર પ્રત્યે આક્રોશ વ્યક્ત થયો છે. હા, ગામડાં પ્રત્યેનો પ્રેમ ઘટ્યો નથી, પણ એમાં પ્રકૃતિ પ્રત્યેનો લગાવ ઉમેરાય છે. એટલે જ વાચકોને તેઓ વધુ આકર્ષી શક્યા છે, ને એમની વાર્તાઓ ગુજરાતને હૈયે વસી ગઈ છે. મહદ્‌અંશે ઘટનાપ્રધાન વાર્તાઓ આપનાર ધૂમકેતુ ક્યારેક રહસ્યગર્ભ પળ પસંદ કરી એની આસપાસ મનોરમ વર્તુળ રચે છે. (દા. ત. ‘એક નાની પળ’) તો કુતૂહલપ્રેરક આરંભ, પ્રસંગોનો ક્રમિક વિકાસ, કલ્પનારંગી તથા વાસ્તવિક પાત્રસૃષ્ટિ, એ પાત્રોના મનને ઉજાગર કરતી સાદી, સરળ ભાષા, કાવ્યમય વર્ણનો, ચમત્કારિક વળાંક, અને યથોચિત અંત એ પણ ધૂમકેતુની આગવી ખાસિયત છે. ધૂમકેતુની આ વાર્તાઓમાં વિશેષતાઓની સાથે મર્યાદાઓ પણ જોવા મળે છે. ચારેય સંગ્રહની વાર્તાઓમાં ઠીકઠીક પુનરાવર્તનો જોવા મળે છે. જેમ કે કેટલીક વાર્તાઓમાં કોઈ પાત્રનું ઘર મોટું હોય, મહેલ સમાન. એમાં કીંમતી વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય છતાં એ યાંત્રિક જણાય એવું પુનરાવર્તન જોવા મળે છે. (દા. ત. ‘નાટકનો બાળક!’, ‘જીવનની શૂન્યતા’) તો મોટેભાગે દરેક વાર્તાની શરૂઆતે બધાં જ પાત્રો પછી એ અમીર હોય કે ગરીબ, યુવાન હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, માલિક હોય કે નોકર સૌ એકબીજા સાથે હળીમળીને રહે, એકબીજા સાથે પ્રેમભાવ રાખે. પરંતુ વાર્તાના અંત સુધી પહોંચતાં આ ભાવનામાં પરિવર્તન આવે, નિર્દોષ સંબંધમાં સ્વાર્થ પગપેસારો કરે અને માનવીનું કેવી રીતે અધઃપતન થાય તેનો ચિતાર રજૂ થાય. ને એમ અંતે મનુષ્યનું મનુષ્ય તરીકે મૃત્યુ થાય, માણસાઈ મરી પરવારે, સંસારે ગોઠવેલાં મૂલ્યાંકન સંસારને જ હણી નાખે. આવું આલેખન ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. ઉપરાંત આ વાર્તાઓમાં કેટલીક સમાનતા તો આંખે ઊડીને વળગે એવી છે. જેમ કે મોટાભાગની વાર્તાઓમાં એક માસ્તર, એક મુફલિસ (ગરીબ, બેહાલ), દુઃખી-ચિંતિત-ત્રાસિત સ્ત્રી હોય જ. જાણે એ પાત્રો વિના વાર્તા અધૂરી હોય એમ ધૂમકેતુ એવા એકાદ પાત્રને વાર્તામાં અવશ્ય લઈ આવે છે. અરે, અમુક વાર્તામાં તો એક માસ્તરથી ન ચાલ્યું હોય એમ બે-ત્રણ માસ્તર પણ જોવા મળે છે. તો આમાંની મોટાભાગની વાર્તાઓ એવી છે જેમાં ભૂતકાળમાં બની ગયેલી ઘટના આલેખાઈ છે. ટૂંકમાં તેમણે પોતે સ્વીકારેલ આદર્શોએ તેમની સર્જકતાને સીમિત કરી છે. પરિણામે આ વાર્તાઓમાં એકવિધતા અનુભવાય છે. વાર્તાના હાર્દને વાચક સામે ઉઘાડું પાડી દેવું એ ધૂમકેતુની સર્જક તરીકેની મોટી મર્યાદા ગણાવી શકાય. વળી, તેઓ વાર્તામાં ઠેકઠેકાણે હસ્તક્ષેપ કરે છે, સાથોસાથ વાર્તાનાં શીર્ષકોને પણ બોલતાં કરી મૂકે છે. શીર્ષક દ્વારા કેટલુંક ઢાંકી રાખવાનું હોય, માત્ર સંકેત કરવાનો હોય એને બદલે આખી કથાને ઉઘાડી કરી દે છે. દા. ત., વાર્તાનું શીર્ષક છે, ‘ક્યાંય દેખાતો નથી! વિશ્વાસ!’. અહીં ‘વિશ્વાસ’ શબ્દ ન રાખ્યો હોત તો વાચકને જિજ્ઞાસા થાત, પણ સર્જક શીર્ષકમાં જ આખી વાર્તા ખોલીને એ જિજ્ઞાસાને ઠંડી પાડી દે છે. એવી જ રીતે ‘આ ચિત્ર, તે ચિત્ર અને બીજાં ચિત્રો’, ‘સામાન્ય સમજણને અભાવે!’, ‘છેવટે સ્ત્રી તે સ્ત્રી’, ‘જેને જે લાયક હતા’ આદિ શીર્ષકો પણ બોલકાં બની ગયાં છે. ને એટલે જ પાછળના વાર્તાસંગ્રહોમાં ધૂમકેતુની ઓસરતી જતી સર્જકતા બતાવતાં નીતિન વડગામા નોંધે છે, “ધૂમકેતુના આ તમામ નવલિકાસંગ્રહોમાંથી પસાર થતાં એવા તારણ ઉપર અવશ્ય આવી શકાય છે કે, ધૂમકેતુની વાર્તાકલાના ઉત્તમ ઉન્મેષોનો જેટલો સુખદ અનુભવ ‘તણખામંડળ’ની નવલિકાઓમાં થાય છે એટલો સંતપર્ક અનુભવ પછીના સંગ્રહોની વાર્તાઓમાં થતો નથી. કેટલીક વાર વસ્તુ, વાર્તાનો કલાઘાટ પામવાને બદલે કારીગરીનો નમૂનો બની રહે, ક્યારેક વાર્તા કેવળ પ્રસંગકથા બનીને અટકી જાય, ક્યાંક નવલિકાના ઓઠા હેઠળ પોતાની પ્રિય ભાવનાઓનું પુનરાવર્તન થતું હોય એવી પ્રતીતિ ધૂમકેતુની ઉત્તરકાલીન નવલિકાઓમાંથી થાય છે. એ રીતે ઉત્તરોત્તર નવલિકાકલાનાં ઓસરતાં વહેણ અનુભવાય છે.” ટૂંકમાં ધૂમકેતુના ઉત્તરકાલીન વાર્તાસંગ્રહોમાં વિશેષતાથી વધુ મર્યાદા જોવા મળે છે, છતાં આપણે સ્વીકારવું રહ્યું કે ધૂમકેતુ ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર છે. કારણ કે એમણે વાર્તાને ખરા અર્થમાં લોકભોગ્ય બનાવી છે. એટલે જ તો રાધેશ્યામ શર્માએ એમને ‘સાહિત્યવિશ્વના રોમાન્ટિક શિલ્પી’ કહ્યા છે.

સંદર્ભ :

૧. ‘ધૂમકેતુની વાર્તાઓ - ગ્રંથ : ૫’ (વનકુંજ, વનવેણુ અને અન્ય), ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૧૯૯૧
૨. ‘ધૂમકેતુની વાર્તાઓ - ગ્રંથ : ૬’ (મંગલદીપ, ચન્દ્રરેખા, નિકુંજ અને અન્ય), ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૧૯૯૧
૩. ‘ધૂમકેતુ’, લે. નીતિન વડગામા, સં. રમણલાલ જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પુનર્મુદ્રણ : ૨૦૦૫
૪. ‘ધૂમકેતુ’, ઇલા નાયક, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર. આ. ૨૦૦૨

ડૉ. રાઘવ ભરવાડ
બી.એ., એમ.એ., પીએચ.ડી.,
ગુજરાતીના અધ્યાપક
શ્રી ડી. એમ. પટેલ આટ્‌ર્સ ઍન્ડ એસ. એસ. પટેલ કૉમર્સ કૉલેજ, ઓડ
મો. ૮૮૬૬૩ ૮૩૪૩૩
Email : raghavbharvad૯૩@gmail.com

ધૂમકેતુના પાંચ વાર્તાસંગ્રહ વિશે :

ખુશ્બુ સામાણી

૧. ‘સાંધ્યરંગ’, ૨. ‘સાંધ્યતેજ’, ૩. ‘વસંતકુંજ’, ૪. ‘નિકુંજ’, ૫. ‘છેલ્લો ઝબકારો’

૧. ‘સાંધ્યરંગ’ (૧૯૬૧) વાર્તાસંગ્રહ વિશે :

આ વાર્તાસંચયમાં કુલ અઢાર વાર્તાઓ આલેખાઈ છે. આમાં ગ્રામજીવનને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓ દસ છે. શહેરી જીવનના વાતાવરણની પાંચ અને એક દૃષ્ટાંત કથા ‘મહત્તા’ છે. બે વાર્તાઓ ૧. ‘જિંદગી કેટલી ટૂંકી! અરે! કેટલી ટૂંકી’ ચેખોવની વાર્તા પરથી અને ૨. ‘શિશુ હૃદય’ જિબ્રાનની વાર્તા પરથી લખાઈ છે.

૧) કોણ નાનો કોણ મોટો

Dhoomketu-ni Varta-o 7 - Book Cover.png

ઝમકુડી. એણે મોટો કરેલો એક દીકરો એટલે ઠાકરડો. એ કોણ હતો? ક્યાંથી આવ્યો? કોઈને કશી ખબર નહોતી. આ ઝમકુડી ડોશીએ એને મોટો કરેલો. ઠાકરડાને પણ ઊંડે ઊંડે ખબર હતી કે આ મારી સગી મા નથી. પરંતુ સગી મા ન રાખે આ ઝમકુડી એને એવી રીતે રાખેલો કે જાણે રાજાનો કુંવર હોય એવી રીતે મોટો કરેલો. ગામમાં ક્યાંય રમતના વાવડ હોય શરત મરાતી હોય ત્યાં જઈને ઊભો રહે અને આ ઠાકરડાના નસીબે એવા કે દાવ લે તો દાવ જીતે અને હરાજીમાં ઊભો રહે તો બે-પાંચ રૂપિયા જીતીને જ આવે. બટાકા સિવાય બીજું કશું ખાતો નહીં. ક્યાંક શરતું જીતતો, ક્યાંક દાવ જીતતો પણ પૈસા રહેતા નહીં. એક વખત ડોશી માંદા પડ્યાં અને ગુસ્સામાં ઠાકરડાને કીધું કે ‘તારા કરતાં તો કચરો જન્મ્યો હોત તો કોક દિવસ કામ આવત.’ ઠાકરડો તો આ સાંભળીને ભાગ્યો, પાછો આવ્યો ત્યારે આંખ લાલ હતી, હાંફતો હતો, હાથમાં દવાની શીશી હતી. થોડીવારમાં પોલીસ આવી, ઠાકરડાને લઈ ગઈ. ત્યારે ડોસીએ પૂછ્યું, તો ખબર પડી કે કોઈ દીકરીને મારીને એના ઘરેણા લઈને દવા લીધી છે. ઠાકરડો જેલમાં ગયો, ઘણા સમય પછી વાર્તાનાયક એ બાજુ નીકળ્યા, ડોશીના ઘર બાજુ ગયા, કોઈ જુવાન એ દરવાજો ખખડાવી રહ્યો હતો, અંદરથી રાખમીબાઈ એટલે કે જે દીકરીને ઠાકરડાએ મારી નાખી એની મા, એણે બૂમાબૂમ કરી એટલે ફરી પાછો ઠાકરડો જેલમાં ગયો. થોડા સમય પછી વાર્તાનાયક રખમીબાઈના ઘરે ગયા, ત્યારે જોયું કે એની સેવા ઠાકરડો કરતો હતો. ત્યારે વાર્તાનાયકને થયું કે, ખરેખર ન્યાયાસન પાસે શેતાનને જેટલું હસવાનું મળે છે તેટલું બીજે ક્યાંય મળતું નહીં હોય.

૨) જમના ડોશી

એંસી વર્ષનાં ડોશી એટલે જમના ડોશી. જમના ડોશી એકલાં હતાં કુટુંબમાં કોઈ નહોતું. છોકરાને, છોકરાની વહુને, છોકરાની છોકરીને, બધાને વળાવ્યાં પણ જ્યારે છોકરાનો છોકરો વળાવ્યો ત્યારથી જ સૂનમૂન થઈ ગયેલાં. એની બાજુમાં ગરીબ કુટુંબ રહેતું. ઘરમાંથી બધા ઉકલી ગયા હતા પણ પાંચ-છ વર્ષનો એક નિરાધાર છોકરો રહી ગયો. આખા ગામને એમ કે જમના ડોશી સંભાળી લેશે. પણ ડોશીએ તો ચોખ્ખી ના પાડી દીધી. લગભગ પાંચેક વર્ષ પછી મનસુખભાઈ એટલે કે વાર્તાનાયક ત્યાં પાછા જાય છે. ત્યારે ડોશી કહેતાં હતાં કે “હું તો જાનવરમાંથી પણ ગઈ, કરમચંડાલ કહે તે આનું નામ. ‘ફળિયામાં સૂતેલી કૂતરી સામે જોતાં કહ્યું, મને શીખવાડનાર એ ત્યાં સુધી બચેલાં ધવરાવે.’ વાર્તાનાયકે ત્યાં જોયું ત્યારે તને ખબર પડી કે પાંચમાંથી ત્રણ જ બચ્ચાં એ કૂતરીનાં હતાં અને અંતે જમના ડોશીએ કહ્યું, ‘પેલા છોકરા જેવો કોઈ મળી જાય તો તરત જ મને કેજો એની માએ મરણ મૂડીનો એક સોનેરી દોરો મારે ત્યાં મૂક્યો હતો એ મારે એને સોંપવો છે.’

૩) જીવનખંડેર સરજનારો!

એક લંગડો કશુંય કામ કરતો નહીં, છતાંય એનો સ્વભાવ સાવ ખરાબ. કોઈકને તો પોતાની પાસે જ હાજર રાખવાના. એનો આ ત્રાસ એની પત્ની અને એની દીકરી બંને સહન કરતાં હતાં. બીજું કશું કરી ના શકે એટલે બહાર ખાટલે બેઠો હોય. આજુબાજુના છોકરાઓ એની પાસે આવીને બેસે અને એને અલકમલકની વાતો કર્યા રાખે. લંગડાને આજુબાજુની બધી જ ખબર હોય. કોની પત્ની ભાગવાની છે, કોની દીકરી ભાગી ગઈ, કોના ઘરમાં કોનો કંકાસ ચાલુ છે. એક દિવસ આ લંગડાને શું કુમત સૂઝી એને થયું કે આમાંથી તો પૈસા પણ મળે એમ છે. બાજુમાં જ રહેતા એક ડોશીના દીકરાની વહુ સાથે થોડી વાતો કરીને એણે જાણી લીધું કે આને ભાગવું છે. સામે એક બીજો વ્યક્તિ પણ ઊભો કર્યો. સુમલ ડોશીનો દીકરો એટલે જાગલો. એક શરત રાખીને પરાક્રમ કરવા માટે નક્કી થયું. જાગલો હતો ત્યાં પરાક્રમના સ્થળે બેભાન જેવો થઈ ગયો. ત્રીજે દિવસે મૃત્યુ પણ પામ્યો. પરંતુ જાગલાની વહુ અને બીજો માણસ ભાગવાના હતા એના રૂ. ૩૦૦ એને મળી ગયા હતા. અને ધીરે ધીરે લંગડાએ બીજી વાતો પણ કાઢી નાખી. સુમલ ડોશી વિરુદ્ધ, અને સુમલ ડોશી હવે આ લંગડાને પાઠ ભણાવવા માગતા હતા. એને ધીરે ધીરે લંગડાની વહુ અને દીકરીના કાન ભરવાનું શરૂ કર્યું. સમાજમાં એક વ્યક્તિનું જીવન બીજા જીવન ઉપર આઘાત પ્રત્યાઘાત આપતું જ હોય છે. પછી એ શું પર પરિણામ લાવે અને હસવું પણ. લંગડા અને તેની પત્ની અને દીકરી વચ્ચે અંતર વધવા લાગ્યું. એ બંને હવે આને માન ઓછું આપવા લાગ્યા. થોડા દિવસો પછી લંગડાને કહ્યું કે હવે તમારે કમાવા જવાનું છે. અને તેની પત્ની અને દીકરીએ ઘર મૂકીને જવાનું નક્કી કર્યું ત્યારે લંગડાને સમજાયું કે જો રોટલો ખાવો હશે તો મજૂરી પણ કરવી પડશે. ધીમે ધીમે આળસુવૃત્તિ એનામાંથી જવા લાગી અને એવું લાગ્યું કે હવે કદાચ જીવનનો પહેલો આંકડો હવે માંડતો હશે.

૪) ભજનિક મોતીરામ

વાર્તાનાયક ટ્યૂશન કરાવતા. સ્ટેશનમાં જતી વખતે વચ્ચે તંબુરના તારને સમારતા સમારતા એક સૂરદાસ ભજન ઉપાડતા. એમનું નામ હતું નારાયણ દવે. એમનો રાગ એટલો સૂરીલો હતો કે લોકોને ત્યાં થંભાવી દેતો. પણ થોભવાનું મન થતું પરંતુ સમય ના હોવાના કારણે ક્યારેય થોભતા નહીં. એક વખત નારાયણ દવેએ એક ભજન ગાયું અને એટલું ગહન હતું કે વાર્તાનાયક થોભી ગયા. આખું ભજન પૂરું થયા પછી કોણે લખેલું છે એની વાત પૂછી. જાણ થઈ કે નજીકના ગામના કોઈ મોતીરામે લખેલું છે. આ મોતીરામની તપાસ ધરવાનું વાર્તાનાયકને મન થયું. એક દિવસ લાગ જોઈને પોતે મોતી નામની શોધમાં અંકેલીયા ગયા. બધાને પૂછ્યું પરંતુ કંઈ ચોક્કસ પુરાવા મળ્યા નહીં. અંતે એક ભાઈ એમનાં ભજન ગાતો ગાતો આવી રહ્યો હતો એમને પૂછ્યું. એ ભાઈએ કહ્યું કે મારાં પાસે થોડાં ભજનો લખેલાં પણ પડ્યાં છે. પછી મોતીરામ વિશેની વાત સાંભળી. મોતીરામની દૃઢતા એ વખતના દરબાર સામે પણ ન ઝૂકી. અને પોતાનાં ભજન પોતાના આસન ઉપર જ જીવનભર કર્યાં. અંત સમયમાં રાજાએ એવું કહેવડાવ્યું કે વેશ બદલીને હું ત્યારે મારા પગે ત્યાં આવતો, પરંતુ હવે તમે આ જીવની સદ્‌ગતિ કરવા માટે આવજો. અત્યારે પહેલી વખત મોતીરામે પોતાની આસન ત્યજ્યાનીય વાત સાંભળેલી અને વાર્તાનાયકે કહ્યું કે હું જાણું છું કે ખરા કંઈક બેઠા છે અને ખોટા અહીં બેઠા છે.

૫) બાવો પ્રેમગર

બાવો પ્રેમગર એક બહુ મોટો જુગારી હોય છે. તેને બાપુ પૂજારીના સ્થાનેથી હટાવી દેવામાં આવે છે. પછી તે વધુ મોટો જુગારી થાય છે. તેને જુગાર રમતો જોવા લોકો આવતા. એક દિવસ તે રઘુવીર સાથે જુગાર રમતો હતો. રઘુવીરની વાત સાંભળીને ઊભો થઈ જાય છે અને રોઝડી ઘોડી લઈ ને જીલુભાને ત્યાં જવા નીકળી જાય છે. પોતાનો અડધો દાવ મૂકીને ચાલ્યો જાય છે. જીલુભાને ત્યાં જઈ રઘુવીરે કહેલી વાતની ખાતરી કરે છે, કે તમારા બાપુ તમારું બધું જ સંપત્તિ પ્રાંતસાહેબને આપવાના છે. તેની પાસે રહેલા દસ્તાવેજમાં બાપુની સહી હોય છે, પણ આ વાત ક્યારેય પણ જીલુભાને નહોતી કહેલી. પ્રેમગરે જગજીવનને બોલાવવા કહ્યું ને તેની સામે વાત કરી. રઘુવીરની પત્ની રાજકુંવર પ્રાંતસાહેબને ત્યાં કામે જતી ત્યારે પ્રેમગર ત્યાં જાય છે ત્યારે તેને કોરા કાગળ પર બાપુની સહી દેખાય છે. તેના ઉપરથી સાબિત થાય છે કે બાપુએ કોઈ પણ લેણું કર્યું નો’તું. જીલુભાનો વિશ્વાસ વધી જાય છે કે ભગવાન હંમેશા સત્યની સાથે હોય છે ને અંતે સત્યનો વિજય થાય છે.

૬) અકળ રીત!

વાર્તામાં પદ્‌મશી શેઠની વાત છે. તેમના પર ઘણું દેવું થયું હોય છે. એક દિવસ તે તેમના લેણદારોને બોલાવે છે. તેમને વાત કરે છે બધાને થોડું લેણું ચૂકવે છે ને બાકીનું ગમે તેમ કરીને ચૂકવી દેશે તેવી ખાતરી આપે છે. આ બધી વાત તેમના બે મોટા છોકરા ને એક વિધવા પુત્રી સાંભળતાં હતાં. તેમના દિલમાં પણ ચિંતા હોય છે. છેલ્લે તેમની પુત્રી બોલે છે કે હું ખાતરી આપું છું કે હું દરણાં દળીને પણ તમારું દેવુ ચૂકવી દઈશ. એક લેણદાર બોલ્યો બોન કહેવામાં સારું લાગે, ચૂકવ્યું એટલું ઘણું. પછી બધા જતા રહ્યાં. એક દિવસ પદમશી શેઠ જતા હોય ત્યારે બે લોકોની વાત સાંભળે છે કે, દાનતથી કરેલા કામની ભગવાન નોંધ લે છે ને પછી તે પદમશીની વાત કરે છે. એ લોકો પદમશી ઉપર હસતા હોય છે. શેઠ પદમશી ઉતાવળે પગલે ઘરે આવે છે અને દીકરીને પહેલાં ૫૦૦૦ રૂપિયા આપવાનું કહે છે. ત્યાં તેના દીકરા તને છાપામાં શામજી શેઠની વાત બતાવે છે. શામજી શેઠ મુંબઈમાં ચાર-પાંચ લાખનું દેણું કાઢે છે એવા સમાચાર વાંચતાં જ શેઠ પદમશી સમજી શેઠની મદદ કરવા માટે ૫૦૦૦ રૂપિયા લઈને મુંબઈ જવા માટે નીકળી જાય છે. ત્યાં જઈને જુએ છે તો બધું બદલાયેલું છે. શામજી શેઠને મળીને બધી વાત કરે છે. શાંતિ છે તેને ઉપરથી ૫૦૦૦ રૂપિયા આપે છે અને બે દિવસ રોકાવા માટે કહે છે. પદમશી શેઠ વ્યાકુળ થઈ જાય છે.

૭) રઘનાથ બંબ

એક છોકરો માત્ર દસ-બાર વર્ષનો. એનું નામ હતું રઘનાથ. રઘનાથ બંબ. એક વખત ગમે તેને ગાતા સાંભળે તો આબાદ રીતે એના સ્વર, લય, ઢબ પકડી લેતો. મેદાનમાં બેસીને દરરોજ શું મધુર સ્વરે ગાતો. એક દિવસ દરબાર ત્યાંથી નીકળ્યા અને આ સુમધુર સ્વર સાંભળીને રઘનાથને પોતાની સાથે પોતાની ગાડીમાં લીધો. ધીરે ધીરે આવું વારંવાર થવા લાગ્યું. એક દિવસ રઘનાથ ગાતો હતો અને રઘનાથને એવું લાગ્યું કે દરબાર કોઈ વ્યક્તિની વાત કરતા હતા એ વ્યક્તિ આજે કદાચ એને પાછળ બેસીને સાંભળી રહ્યું છે. એની ઓળખાણ કરવા માટે રઘનાથ એની નજીક ગયો ત્યાં એ છોકરી ભાગી. રઘનાથે પકડીને એને પૂછ્યું કોણ છે. છોકરીએ બૂમાબૂમ કરી. દરબારની ગાડી પણ ત્યાંથી નીકળી. રઘનાથને દરબારમાં બોલાવીને ધમકાવીને એક લાફો મારીને બીવરાવ્યો. દીકરીનું નામ હતું ગુલાબ અને એ કોચમેનની દીકરી હતી. રઘનાથને મનમાં બહુ લાગી આવ્યું અને ત્યાંથી ભાગી ગયો. થોડા વર્ષો પછી ગામની મુખ્ય હોટલે વાર્તાનાયક ચા પીવા બેઠા હોય છે. ત્યાં એક વિશિષ્ટ વ્યક્તિના આવવાની વાતો ચાલે છે. બધા એને કરતબ બતાવવાનું કહે છે. પોતાની કરતબથી બધાને છક કરી દે છે. અને એ જ રઘનાથ હોય છે કે જે ઘણા વર્ષો પહેલાં આ ગામ છોડીને હવે રંગૂન સ્થાયી થયો હોય છે. ઘણા દિવસો પછી છાપામાં એક જાહેર ખબર આવે છે. એમાં લખ્યું હોય છે કે એક છોકરીને આકર્ષીને પોતાની પાછળ ભમતી કરી મૂકી એના ગુનામાં એ છોકરાની ધરપકડ થઈ. એ છોકરીનું નામ ગુલાબ અને છોકરાનું નામ રઘનાથ. એક વખત કોઈ ગાંડા જેવાં માણસ ઝાડ નીચે આમતેમ બોલતો હતો વાતો કરતો હતો. વાર્તાનાયકે ત્યાં નજીક જોઈને જોયું તો બે જણા વાતો કરતા હતા એના ઉપરથી ખબર પડી કે આ જ રઘનાથ બંબ.

૮) વેરલાલસા

ધર્મશાળાનો ચોકીદાર એટલે ભિમગર રાજગર. તેમનું મૂળ નામ તો રતનશી. એક રાત્રે ચાર-પાંચ લોકો જ આવેલા હતા તેમાં કોઈ બારવટિયા જેવો લાગે તેવો એક, એક સ્ત્રી હતી. તે જાગતો હતો તે એક ગાડી સાડા બાર વાગ્યે આવવાની હતી તેની રાહ જોતો હતો. તેમાં એક માણસ આવ્યો. તેને તેમણે પૂછ્યું ક્યાંથી આવો છો? તેને પેલા માણસે કહ્યું, હું નાની રણોલી. તે સાંભળી તે ચોંકી ગયો, પછી તેણે નામ પૂછ્યું. પેલાએ કહ્યું, તખું. તે સાંભળીને તે વધારે ચોંકી ગયો. પછી તેને પૂછ્યું કે, ત્યાં તો ત્રણ તખુ હતા તમે કયા? પેલાએ કહ્યું તખુ પરબત. કાંટાળા પછી તેને ખાતરી થઈ કે આ એ જ છે જેને મારી જિંંદગીની દશા પલટાવી નાખી. તેને તેની પુખ્ત વયની યાદ આવવા લાગી. તે ચાર ચોપડી ભણેલો હતો. તેને નોકરી મળવાની હતી પણ આ તખુને લીધે ન મળી શકી. તેનો તેને તેના પર રોષ હતો પછી તેને છેલ્લો કોટરીનો રૂમ આપ્યો સૂવા માટ.ે તેણે વેર વાળવા માટેની યોજના બનાવી. તે પેલા બારવટિયાની કટાર લઈ તે તેને મારવા ગયો. ત્યાં જેવો મારવા ગયો તેવો તેનો હાથ પેલી સ્ત્રીએ પકડી લીધો. તે તેની ગામની લક્ષ્મી હતી. તેને વાત કરી, તું ખોટો તેને મારે છે, તેની જિંંદગી સાવ નપાવટ થઈ ગઈ. તેને ત્રણ વર્ષની જેલ થઈ હતી. તેનો છોકરો ત્યારે જ મરી ગયો હતો. તેને હવે કશું જ ભાન નથી. તે જીવતો મરેલો જ છે, ત્યાં પેલો બારવટિયા જેવો લાગતો જણ આવી ગયો. એનું નામ હતું જેસલ. તેને પકડવાનું પાંચ હજારનું ઇનામ હતું. તે તેની કટાર લઈને જતો રહ્યો ને લક્ષ્મી પણ જતી રહી, તેને પછી થયું કે તે વેરલાલસા શું કરી બેસત!

૯) મૌન

વાર્તાનાયક દિનકર. તેમના ગામમાં એક પ્રીતમગુરુ આવ્યા હતા. તેમને દરબારે બોલાવ્યા હતા. તેમના છોકરાને ભણાવવા માટે. તેઓ ક્યાંથી આવ્યા હતા તે કોઈને ખબર ન હતી. તેમનું મૂળ નામ પણ કોઈને ખબર ન હતી. પ્રીતમગુરુ એ તો તેમને અહીં નામ આપ્યું હતું. તે પહેલાં ધર્મશાળામાં રહેતા હોય છે ને પછી એક મંદિરમાં જતા રહે છે ત્યાં કોઈ ના જતું, કેમ કે તે ગામથી દૂર હતું. તે લોકો ત્યાં રમવા જતા. આ ગુરુજીને ત્યાં એક બાઈ કામ કરવા આવતી એનું નામ ગંગા. ગંગા અને ગુરુજી ક્યારેય એકબીજા સાથે સંવાદ ન કરતાં છતાંય એકબીજા વગર રહી ન શકતાં. એ બંને વચ્ચે ન હતો પ્રેમ, ન હતી લાગણી, ન હતો મોહ. આ વાતને ઘણો સમય થઈ ગયા પછી વાર્તાનાયક એમ.એ. થઈને ત્યાં જાય છે. એમણે પ્રીતમગુરુને પૂછ્યું કે આવા જીવનનો અર્થ શો? પ્રીતમગુરુ બોલ્યા, ‘What is victory? To endure is all.’ આ વાક્ય સતત વાર્તાનાયકને મનમાં યાદ આવ્યાં રાખતું. થોડા સમય પછી જ્યારે એગ્રીકલ્ચર આવ્યા ત્યારે એ માંદા હતા અને થોડા સમય પછી ખબર પડી કે ગુરુએ હંમેશ માટે વિદાય લઈ લીધી છે. થોડા સમય પછી હું પાછો આશ્રમ ગયો. તે અંદર એક દીવો પ્રજ્વલિત હતો. ગંગા બેઠી હતી. એ પ્રાર્થનામાંથી બહાર આવી ત્યારે ગુરુ વિશે વાત કરતાં એ રડી પડી અને વાર્તાનાયકને એક નોંધપોથી આપી, જે ગુરુની હતી. એમાં એમના જીવન વિશે ઘણું બધું લખેલું હતું. અને અંતમાં એમણે વાર્તનાયકને કહેલું વાક્ય. અંતે એક જ સવાલ થયો માણસ પોતે પોતાનો ન્યાય કરે એ હવા જીવન આમ જુદા પાડીને માણસ ક્યાં સુધી આ જીવન ઢોંગની હવામાં જીવતો રહેશે?

૧૦) રામકલી

રામકલી એ નવના ટકોરે આવી જતી. તેનો પહેરવેશ પણ ઘણો અલગ જ હતો. તે શરૂઆતમાં તો મને આગળ માગણ લાગી. ‘રામકલી આઈ રામરોટી કે લિયે રામકલી આઈ! કુછ ન કુછ દીજીએ દેવી!’ તેમ બોલતી બોલતી તે આવતી. એક દિવસ વાર્તાનાયક રોટલી લઈને ઊભો હતો. એમણે તેમાં જોયું તો એમાં ઘણા બધા રોટલીના કટકા પડ્યા હતા. નાયકે તેને કહ્યું, ‘હું અથાણું લેતો આવું થોડું ખાઈ લે.’ તેણે ના પાડી. અને કહ્યું, ‘હું આ બધું એક નિશાળે જ્યાં આંધળા અપંગ લોકોને આપું છું તેના માટે લઈ જાવ છું.’ રામકલીની આ વાતે મને વિચારતો કરી દીધો. તમે આ કેવી રીતે શરૂ કર્યું? તેણે કહ્યું અત્યારે નહીં પછી ક્યારેક કહીશ. બે-ત્રણ દિવસે આવી નહીં. પછી એક દિવસ પછી ત્યાં આવી. પોતાની ભૂતકાળની વાત કરી. કેવી રીતે તેના પપ્પાએ તેનાં લગ્ન કરાવ્યાં ઇચ્છારામ સાથે; તે ગામમાં એક શિક્ષક હતા પણ લગ્ન કર્યા પછી તેમનો સાચો રંગ દેખાયો તેને શહેરમાં જવાનો બહુ શોખ હતો. થોડા વર્ષો ગામમાં નોકરી કર્યા પછી તે શહેરમાં જવાનું નક્કી કર્યું. ત્યાં અંધારી કાળી કોટડીમાં રહેતા, તે સાવ આળસુ થઈ ગયા હતા. બે દીકરીઓ હતી અમારે પછી તેની આળસના લીધે અને જીવનશૈલીના લીધે તેમનું મૃત્યુ થયું. થોડા સમય પછી બે દીકરીઓ પણ જતી રહી. હું સાવ એકલી થઈ ગઈ. હું બધાને ત્યાં કામ કરતી. તે રીતે જીવન ચલાવતી. પછી એક દિવસ મને થયું કે આ શું કામનું? પછી મને વિચાર આવ્યો કે હું ભીખ માગુ મારા માટે નહીં, પણ બીજાના માટે. મેં આ કર્યું ત્યારે મને સમજાયું કે બીજાના માટે ભીખ માગવી એ કેટલું સારું કામ છે, તેમાં કેટલો આનંદ છે. તે મને તેની વાત કહીને તે જતી રહી. તેને જતી જોઈ મને વિચાર આવ્યો કે આ કેટલી દયાળું છે.

૧૧) સાધુ તો ચલતા ભલા!

સાધુ મોતીરામ તેને ત્યાં દર્દી બનીને આવેલી સ્ત્રી જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેને તેનો ભૂતકાળ યાદ આવી ગયો તેને લીધે જ આજ તેઓ આ રીતે જીવન ગુજારે છે. તેને તેના ગામમાંથી નીકળી જવું પડ્યું હતું. ભટકતા ભટકતા તે બધા શહેરોમાં છેલ્લે તે હિમાલયના એક મંદિરમાં આવે છે અને ત્યાં જ રહે છે. ત્યાં તે ટિક્કડ બનાવીને ખાતો અને સાંજે તો માત્ર ચા કે દૂધ પી લેતો. માંદગી સાજી કરવા જ્યારે તે સ્ત્રીને રિક્ષાવાળો તેની પાસે લાવે છે ત્યારે તે સ્ત્રીને મનમાં એવું જ હોઈ શકે હવે હું છેલ્લી ક્ષણો મારા જિંદગીની છે હવે હું જીવી નહીં શકું, તે સાધુને કહે છે કે તમે મારા ગામ સંદેશ આપજો, મારો આ સામાન પહોંચાડી દેજો મને તમારા ઉપર ભરોસો છે. તે સાધુને પોતાનું નામ ગામ જણાવે છે. તે જાણીને સાધુની શંકા વધારે આશ્ચર્યમાં નીપજે છે. સાધુ તેનો ભાવ પ્રગટ થવા દેતો નથી તે તેને હિંમત આપે છે કે તમે ઠીક થઈ જશો, તમે મારી આ કડવાશ લેશો એટલે સાજા થઈ જશો ચિંતા કરવાની જરૂર નથી. હું પણ તમારી બાજુના ગામનો જ છું. સંતોકભાઈ તેને સાધુ જણાવે છે કે તે તેના ગામનો જ છે અને તે તેનો પરિચય આપે છે. ત્યારે પેલી સ્ત્રી તે જાણીને દુઃખી થાય છે અને આ પરિસ્થિતિ મેં જ લાવી છે. મેં તેની સાથે ખોટું કર્યું હતું તે માફી માગે છે. સાધુ તેની નિઃસ્વાર્થ સારવાર કરે છે અને તે સ્ત્રી સારી થાય છે તે ગામે જવા નીકળે છે, અને તેનો આભાર માને છે કે, આ જે જીવન ગુજારી રહ્યો છે તે તેના પ્રતાપે જ છે કુદરત સાથેનો તેનો આ અનુભવ અનહદ હોય છે. તેને વિચાર આવે છે કે કોઈપણ સંસર્ગ એ આપણા જીવનમાં કંઈક શીખવવા માટે જ આવે છે ભલે તે પછી મુસીબત હોય કે કોઈ પણ પરિસ્થિતિ. એ આપણને કંઈક શીખવા માટે જ હોય છે.

૧૨) પુનર્જન્મ

રાઘવ, માધવ અને એના મિત્રોની ટોળકી. એક વખત મજાક મજાકમાં એક લૂંટ ચલાવી. ધીરે ધીરે આ તો ફાવતું ગયું. પકડાતા નહીં એટલે વારંવાર ચોરી અને લૂંટફાટો આદરવા માંડ્યા. એક દિવસ નજીકના ગામમાં એક માલદાર ઘરમાં લૂંટ ચલાવવાનું નક્કી કર્યું. બધો જ માલમતા લૂંટી લીધા પછી બહાર નીકળતી વખતે સાચી દ્વારા કોઈ આવ્યાનો સંકેત મળ્યો. છતાંય બધાય પોતપોતાની સૂઝબૂઝથી ભાગી ગયા. ત્રણ-ચાર દિવસ પછી માહોલ શાંત થતાં બધા ભેગા થયા. ત્યાં ચાર પોલીસવાળા આવ્યા અને આ બધું ઝમકુડીએ કર્યું એવું માધવાએ કહ્યું. માધવાએ રાઘવને આગળ કરી દીધો. રાઘવને જોઈને ઝમકુડી સ્તબ્ધ થઈ ગઈ અને પોલીસને આ વાત નકારી દીધી. પોલીસ ઝમકુડીને નાયક પાસે લઈ ગયા. થોડા દિવસો પછી રાઘવ, માધવ અને એના બીજા મિત્રોની વાત સાંભળી ગયો. એમાં સ્પષ્ટ થયું કે ઝમકુડી બીજી કોઈ નહીં પરંતુ એ રાઘવની મા હતી. રાઘવને પોતાની સગી માના ઘરમાં ખાતર પાડ્યાનો બહુ અફસોસ થયો. એમણે મિત્રો પાસે બધું પાછું માગ્યું પરંતુ કોઈએ ફાવવા દીધો નહીં. અંતે રાઘવ ઝમકુડી પાસે જઈને બધી વાત કરે છે. અને ઝમકુડીને કહે છે કે એ મિલકત નહીં મારી મિલકત તો તું છે હવે આપણે શાંતિથી જીવીશું.

૧૩) હું અને હું!

પોતાની જાતની વાત કરતું એક એવું પાત્ર. જેણે એક વખત સતી સીતાનો અદ્‌ભુત વેશ ભજવ્યો. બધા જ લોકોએ ખૂબ વખાણ્યો ધીરે ધીરે આ વખાણની અમિટ છાપ પડતી ગઈ. ઓળખીતા પાળખીતા બધા જ લોકો કહેવા લાગ્યા, ‘અદ્‌ભુત પ્રતિભા’. આ વાતથી હવે ધીરે ધીરે ટેવાઈ જવાયું. હું પણું એટલું બધું વિસ્તરી ગયું કે બીજું બધું તુચ્છ જ લાગવા લાગ્યું. લાગણી પ્રેમસંબંધ બધું. એક મોટા વિદ્વાન પરિચયમાં આવ્યા અને એ આ મોહિનીમાં આટલે સુધી આકર્ષ્યા કે છેવટે એક દિવસ તો એની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં. સમય જતાં એને આ સંબંધ પણ મજાક લાગવા લાગ્યો. થોડા સમય પછી બીજા વિદ્વાન સંપર્કમાં આવ્યા. એમને પણ પોતાના પ્રેમમાં પાડ્યા. ત્યાર પછી ભાન થયું કે પ્રેમ હવે બચ્યો જ નથી. ત્યારે એ વિદ્વાનની એક નિશાની એટલે કે એક બાળક આ પૃથ્વી ઉપર જન્મ લઈ રહ્યું હતું. ત્યારે ભાન થાય છે કે મારામાં તો હવે દીકરાને દેવા માટે પણ પ્રેમ નથી રહ્યો. એ પણ મજાક લાગે છે. ધીરે ધીરે ભાન થાય છે કે પાર વિનાની લક્ષ્મી વચ્ચે, બાર વિનાના જીવનવિલાસ વચ્ચે, ભાર વિનાના પુસ્તકોના જ્ઞાનની વચ્ચે એ ભયંકર શૂન્ય છે. એને આજે ચારે તરફ અગ્નિ અગ્નિ અને અગ્નિ જ અનુભવાય છે. અને અંતે સમજાય છે કે આ પળ પળનું હું વાળું જીવન એનું પળ પળનું મૃત્યુ છે.

૧૪) તેજસ્વીતાનું મૃત્યુ!

ભાલચંદ્ર આ વાર્તાનું મુખ્ય પાત્ર. આજ પોતે જે ફર્સ્ટ ક્લાસ રેલવેના ડબ્બામાં વાર્તાનાયક હતા, તેની બરાબર નીચે આ ભાલચંદ્ર પણ હતા. વાર્તાનાયકને આજે એક વાંચેલી વાતને લીધે વિચાર આવતા હતા એટલે ઊંઘ નહોતી આવતી. વાર્તા બે તેજસ્વી વિદ્યાર્થી અને છતાંય એમાં એક અવ્વલ કક્ષાના વિદ્યાર્થી સાથે થયેલા અન્યાયની હતી. બન્ને સારા મિત્રો, સાથે મળીને પેપર લખેલું છતાંય ૧૦થી ૧૫ માર્ક્સનો તફાવત આવતો હતો. એક દિવસ જેને ઓછા માર્ક્સ હતા એને વાત મળી કે પરીક્ષકોમાં એક પરીક્ષકે કેવળ પોતાના પ્રાંતનો એક વિદ્યાર્થી હતો એટલા માટે આવડું મોટું માર્ક્સનું ગાબડું પાડ્યું હતું. પહેલો વિદ્યાર્થી તો વિદેશ ચાલ્યો હતો, અલબત્ત પોતાને પણ જાણ હતી આ વાતની! દેશમાં રહી ગયેલ વિદ્યાર્થી તત્ત્વજ્ઞાન, ફિલસૂફી, ઈશ્વર એવા વિષય ઉપર ચિંતન કરવા વળ્યો, અને આખાય દેશમાં એની કીર્તિ ફેલાઈ ગઈ. આજે અહીંયાં મળેલા બે વ્યક્તિમાંથી ભાલચંદ્ર સામે બેસેલા વ્યક્તિના સામાન ઉપરની નામની ચિઠ્ઠીઓ વાંચવા લાગ્યા અને ભાલચંદ્ર અને એમની વચ્ચે ગહન વાર્તાલાપ ચાલ્યો. એ વાર્તાલાપ એ અન્યાય થયેલા વખતની પરીક્ષાનો જ હતો. ભાલચંદ્ર ધીરે ધીરે ગુસ્સે થઈ રહ્યો હતો. ઊભો પણ થઈ ગયો. વાર્તાનાયકે વચ્ચે સવાલ પૂછ્યો અને ભાલચંદ્રએ જવાબમાં પુસ્તકનું નામ લીધું અને એ એમનું લખેલું હતું! જેની નામના આંતરરાષ્ટ્રીય હતી. ભાલચંદ્ર પોતાની બધી જ વ્યથા વર્ણવી રહ્યો હતો, કેવી રીતે ભીરુઓ એ દેશની તેજસ્વીતાને હણી રહ્યા છે. આ બધું જોઈ રહેલા વાર્તાનાયકને મનમાં વિચાર આવ્યો કે એમણે પણ આજે જે વિષયમાં વ્યાખ્યાન કરવા જવાનું છે એનો વિષય હતો, ‘આપણી કેળવણીનો દેશ સંસ્કૃતિમાં ફાળો.’

૨. ‘સાંધ્યતેજ’ (૧૯૬૨) વાર્તાસંગ્રહ વિશે :

આ વાર્તાસંગ્રહમાં દસ વાર્તાઓ ગ્રામપરિવેશને કેન્દ્રમાં રાખી લખાયેલી છે. દસ વાર્તાઓ નગરજીવનના વાતાવરણની છે. એક વાર્તા ‘ભીંત ઉપરનો ચહેરો!’ અંગ્રેજી ભાષાની વાર્તા પરથી લખાઈ છે, તો એક વાર્તા ‘યજ્ઞનું રહસ્ય’ પૌરાણિક કાળની વાર્તા છે. શ્રીકૃષ્ણ આ વાર્તામાં ગોવર્ધન પર્વતની પૂજા દ્વારા યજ્ઞનું સાચું મહત્ત્વ સમજાવે છે. આમ, આ સંગ્રહમાં કુલ એકવીસ મૌલિક વાર્તાઓ છે.

૧) અને એ અલોપ થઈ ગયો

કલ્યાણ કાકા. થાળી ઉપર કંઈક પોતાના હાથોથી વિશેષ કારીગરી કરતા હશે એવી ઘણા લોકોને કારીગરી કરવા આજીજી કરતાં સાંભળીને મને સમજાયું. ઘણી વખત ના પાડવા છતાં અમારામાંથી કોઈ માન્યું નહીં. એમણે કહ્યું કે તમારા માટે ગમ્મત છે પરંતુ મારા માટે નીમ છે. જમાનાની વાત છે જ્યારે રજવાડાં જીવતાં હતાં અને ખેડૂતો જે ઉપજ કરે એમાં ભાગ લેતા હતા. ખેડૂતો બધા જ એક જગ્યાએ પોતાનું ધ્યાન ભેગું કરે અને ત્યારે ઘણા બધા ખેડૂતો મળતા ત્યારે આવી રીતે વાતો ચાલતી. કલ્યાણકાકાએ ઘણી વખત ના પાડવા છતાં એનું નીમ હોવા છતાં અમારી વિનંતી માનીને કલ્યાણકાકાએ રાખોડીને એક-બે વખત ફૂંક મારી માતાજીનું નામ લીધું અને અંગૂઠા અને આંગળી વચ્ચે રાખીને થાળીમાં ઉપરથી નીચે ઘસી અને થાળીમાં કંકુ થઈ ગયું. આ પછી કલ્યાણકાકા ગયા તે ગયા પાછા ન દેખાયા. એક દિવસ એનો દીકરો એને શોધતો શોધતો આવ્યો અને અમને પૂછ્યું કે, તમે જોયા છે? પછી એણે એના નિયમની વાત કરી. કદાચ નીમ તૂટ્યો હશે એટલે જ એણે જાતદંડ કર્યો હશે. અને અલોપ થઈ ગયા હશે.

૨) પરિવર્તન

વાર્તાના નાયક એમના ગામનું એક પાત્ર એટલે નાનજી અને નાનજીનું જીવન પરિવર્તન કરનાર હાજો ભરવાડ. નાનજી પોતાનું જીવન ચલાવવા માટે ગમે ત્યાંથી પૈસા માગી લેતો અથવા કમાઈ લેતો. નાનો હતો ત્યારે શાળામાં ચોપડી ચોરી લેતો અને મોટો થઈને આ જ ટેવ ભીખ માગવામાં પરિવર્તિત થઈ. એક વખત હાજો ભરવાડ વાર્તાનાયકના ઘરે બેસવા આવે છે અને ત્યારે પોતે પોતાનું શરીર કામ ન આપતું હોવા છતાં પોતે મજૂરી નહીં મૂકે અને મફતનો રોટલો નહીં ખાય એવી વાત જ્યારે નાનજીએ સાંભળી અને પછી સ્ટેશન ઉપર કુલીનું કામ કરવા લાગ્યો. વાર્તાનાયક જ્યારે નાનજીને મળે છે ત્યારે આ વાતનો ખુલાસો થાય છે કે હવે હું પણ મફતની રોટલી નહીં ખાવ. આમ નાનજીના જીવનમાં પરિવર્તન આવે છે.

૩) એકરાર

વાર્તાનાયકને ગીત ગુંજનની અને ધીમા ધીમા ગવાતાં ગીતોની બહુ ઊંડી અસર હતી એમના પિતા પણ એમને કહેતા કે, ‘ભાઈ તને આ કુદરતે આપ્યું લાગે છે પણ જોજે અને ખોટું નહીં આખોનારા પછી જિંદગીભર સુખી થતા નથી.’ ધીરે ધીરે લખવાનું કાર્ય આગળ વધતું ગયું, પંક્તિઓ લખી, ગીતો લખ્યાં. લોકો આગળથી સરાહના પણ મળતી થઈ. માસ્તરે પણ કહ્યું, ‘તું તો મોટો કવિ થવાનો લાગે છે પણ જોજે એને રવાડે બહુ ચડી ન જતો.’ વાતોડિયા સ્વભાવને કારણે મારા મિત્રો પણ વાતોડિયા. મિત્ર ઈશ્વરની બહેન નંદકિશોરી વાર્તાનાયક તરફ આકર્ષાઈ, અને વાર્તાનાયક પણ નંદકિશોરી તરફ. પરંતુ એક દિવસ નંદકિશોરીએ મહામૂલ્યવાન ગીતોનો સંગ્રહ બાળી નાખવા માટે કહ્યું. પહેલાં તો વાત ના માની પરંતુ નંદકિશોરીની બોલવાની છટા અને એની મક્કમતાને લીધે એણે સંગ્રહ બાળી નાખ્યો અને એમાંથી બંનેની નિકટતા આવી. ધીરે ધીરે નંદકિશોરી આ વાતનો ફાયદો પણ ઉપાડવા લાગી. પોતાનાં ધાર્યાં કામ કરાવીને અંતે નંદકિશોરી થયું કે હવે વાર્તાનાયકનું કશું કામ નથી એટલે એને પણ છોડીને ચાલી ગઈ. એનું કહેવું એમ હતું કે આ બધી જ ભ્રમણા છે. સ્ત્રી પુરુષનું સાથે રહેવું એ પણ. વાર્તાનાયકને હવે પોતે શું ખોઈ લીધું એનો અફસોસ દરરોજ થાય છે અને એના પિતાના શબ્દો દરરોજ યાદ આવે છે.

૪) ત્રિકોણ

એક બાજુ ચકલો અને ચકલી પોતાનો માળો બનાવે છે, એની સામે એક મહાલય હતો. બહુ મોંઘો અને શ્રીમંતોને ત્યાં હોય એવી વસ્તુઓ વાળો મહાલય. અરીસો પણ ઘણો મોટો એટલે એ બે ચકલાં ત્યાં બેસતાં અને પોતાના રચાતા મહાલયની વાત યાદ આવે ત્યારે ઘાસ-તણખલાં લેવા જતાં. જેની ઝૂંપડીમાં એનો માળો હતો એ રાધા. પોતાના બે પગ વગરના દીકરાને સુંડલામાં સુવાડી ફક્ત હાથોથી જ એવી રીતે વહાલ કરતી કે એ સુંડલામાં સૂતેલા દીકરાને એનાં ગીતો એનો પ્રેમ સમજાઈ જતો. ચકલાં પોતાનો મહાલય પોતાનાં આવનારાં વારસ માટે રચી રહ્યાં હતાં. રાધા પોતાના પ્રેમ શિશુને છોડી રહી હતી ગીતોની હલક સાથે અને મહાલયના ત્રિલોક પતિ મોંઘીદાટ વસ્તુઓમાં પણ અતૃપ્તિ અનુભવતા. આવું એક નાનકડું ત્રિકોણ આ વિશાળ દુનિયાના ગોળમાં રચાઈ રહ્યું હતું. રાધા કશું બોલ્યા વગર પોતાના દીકરાના સુંડલાને પ્રેમથી હિંચોળતી. એક દિવસ એનો બાપ એ સુંડલો હલાવી રહ્યો હતો. એમાં પ્રેમ ન હતો. એટલે એ બાળ પણ આમ જ સૂઈ રહ્યું. ત્યારે જ બે ચકલાં પોતાના અકાળે માળા સાથે નીચે પડી ગયેલા ફૂટેલા ઈંડાની સામે જોઈ રહ્યાં. આ બેના મહાલયમાં ત્રિલોક પતિ પણ બોલતા હતા, ‘આપણે વિજ્ઞાનના સાધનો હોવા છતાં વહેલી લપ ત્યાં આવી ગઈ ત્યાં આપણી મૂર્ખાઈ.’

૫) બીજ વિના વૃક્ષ નથી

વાર્તાનાયક વાસમાં રહેતા હોય છે અને વાસનું એક બહુ ચર્ચાયેલું, સમજુ, ડાહ્યું, શાણું, ભણેલું અને એક વખતનું સત્તાધીશ એવું પાત્ર એટલે ‘ડોસલ કાંધાળો’. બધાના નાનામોટા સારા-નરસા બધા જ પ્રસંગોમાં પોતાની અચૂક હાજરી આપનારું પાત્ર એટલે ડોસલ કાંધાળો. બધા જ કાર્યોમાં હાજર રહેવા અને લીધે એની લોકચાહના પણ ઘણી. એક દિવસ અચાનક કાંધાળો ક્યાંક ચાલ્યો ગયો. કોઈને કશું ભાળ કે કશું કહ્યા વિના. ઘણા સમય સુધી એનો પત્તો મળ્યો નહીં. થોડા દિવસ પછી જમનાબેન વાર્તાનાયકને કશું કહેવા આવ્યાં ત્યારે એમને ભૂતકાળમાં બનેલી પોતાના દીકરાની વહુ સાથે કરેલા અન્યાયની વાત માંડી. પોતાનો દીકરો ખોઈ ચૂકેલી પોતાના દીકરાની વહુ એટલે અંગના. આબરૂ સાચવવા માટે લીધેલા આ પગલાંને અંગના ધૂતકાર્યો હતો. અને ધીરે ધીરે આ વાત આખા ઘરના લોકો સાથે મળીને-સમજીને આ ડોસાને બોલાવવાનું બંધ કર્યું. અચાનક કદાચ એટલે એક દિવસ સવારમાં કાંધાળો બધું જ મૂકીને ચાલ્યો ગયો અને જમનાબેને કહ્યું કે બીજ વિના ક્યાંય વૃક્ષ થાય છે ભાઈ! એણે વાવેલું હવે ભોગવે છે એટલે જ કશે ચાલ્યો ગયો અને વાર્તાનાયક નિરૂપમભાઈને વાત યાદ આવે છે કે કોણે કહ્યું છે? સત્યને સોટચ જેવા નિર્ભળ સત્યને જોઈ શકવાની શક્તિ કોઈ જ નથી ધરાવતું એ કેવલ ઈશ્વર માટે છે.

૬) નપાવટમાં નપાવટ

ગામ આખું એને નપાવટ સમજે. આખો દિવસ ચોરામાં હોય પૂજા કરે. કશુંય કામ ના કરે, પત્તાં રમે બીડી ફૂંકે અને ધૂમ્રપાન કરે. એનું નામ મકના ભારથી. ગામના દરબાર જરા ઉડાવ હતા અને ગામનો કામદાર એટલે જગજીવનભાઈ. એક વખત દરબારગઢમાં દરબારના સગામાં કોઈ મૃત્યુ પામ્યું. મયાશંકરભાઈ બ્રાહ્મણ. આ શોક પ્રસંગની રસોઈ મયાશંકરભાઈને કરવાની હતી. એના આગલા દિવસે મયાશંકરભાઈ એક સંવતરીના પ્રસંગે પોતાના સહકુટુંબ સાથે પહોંચી ગયા. આ વાત જ્યારે જગજીવનભાઈને ખબર પડી ત્યારે તેમણે મયાશંકરને મળવા બોલાવ્યો. થોડો ધમકાવ્યો અને અંતે કહ્યું કે ગામ મૂકીને નીકળી જા. મયાશંકરભાઈ ચિંતામાં ને ચિંતામાં ઘરે આવ્યા અને પછી સૂતા તે સૂતા. પછી એને લગભગ સ્વર્ગની વાટ પકડી લીધી હશે. આ વાતને થોડા દિવસ વીતી ગયા. એક રાતે મકનો ભારથી જગજીવનભાઈને મળવા આવ્યો. અને મળીને કહ્યું કે, મયાશંકરભાઈના બહેન અને એમના દીકરા માટે પાંચસો રૂપિયા આપવાના છે. થોડી વાતચીતો પછી જગજીવનભાઈને કહ્યું, આ વાત જો તમે રૂપિયા પાંચસો નહીં આપો તો હું દરબાર સુધી પહોંચાડી દઈશ અને જો આપશો તો હું કાલે સવારે આ ગામ છોડી દઈશ. દબાવમાં આવીને જગજીવનભાઈએ પૈસા આપ્યા અને બીજા દિવસે સવારથી મકનો ત્યાં ચોરા ઉપર હાજર ન હતો. આ મકના ભારથીની વાત મકના ભારથીઓને હવામાંથી ઊભા કરે છે.

૭) મોટામાં મોટી કરુણતા

વાંદરા વચ્ચે ફસાયેલો એક વ્યક્તિ એટલે વાર્તાનાયક. વાંદરામાંથી છૂટવા માટે એને ડાળીયા દેવા પડશે એવું ગુજરાતીમાં જ્યારે એક બાવાજી બોલ્યા ત્યારે અચંબિત વાર્તાનાયક એની સામે જોઈ રહ્યા. ત્યાર પછી બાવાજીને પૂછ્યું કે, તમે અહીંયાં છો છતાં ગુજરાતી બોલી શકો છો? બાવાજીએ કહ્યું કે, હું અહીંયાંનો નથી હું તો બગસરાનો છું. ત્યારબાદ ઓટલે બેસીને વાર્તાનાયક અને બાવાજી વચ્ચે જે વાર્તાલાપ થયો એમાં વાર્તાનાયકને ખબર પડી કે ખરેખર બાવાજી તો ઘણા બધા પ્રવાસો પછી અહીંયાં પહોંચ્યા છે. પરંતુ બાવાજીને એક વાતનું દુઃખ કે એમણે જે છોકરીને ના પાડી એ જીવનભર એને હજુએ સતત યાદ આવ્યા કરે છે. એની વેદનામાં હજુ પણ એ બાવાજી ધ્રુજી જાય છે. બાવાજીનું નામ રૂપગીરી. એકાદ બે પ્રસંગો એવા બનેલા કે જેનાથી કદાચ આપણી અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય. પરંતુ બાવાજીના મોઢે જ એવું સાંભળ્યું કે આ જડમૂર્તિની પાસે ટંકોરિયો વગાડીને ખોટા ખોટા પાંચ-સાત શ્લોક બોલીને અહીં આવનારા સાથે થોડાં ગપ્પાં મારીને રોટલી ખોટી મારવી એ જીવન નથી. અદ્‌ભુત સિદ્ધિ મેળવવાના મોહમાં રૂપગીરીએ જીવનની સુંદરતા ખોઈ દીધી એનો એને ભારોભાર અફસોસ છે. અને આ જ સંસારની મોટામાં મોટી કરુણતા છે.

૮) માવજીભાઈ

દરબારીરાજ ચાલતાં ત્યારની વાત છે. દરબારમાં બહુ ખાસ વ્યક્તિ એટલે માવજીભાઈ. એમ કહેવાય કે માવજીભાઈના મ વિના રાજ ચાલે નહીં. દરબારને કશું પણ કામ હોય તો માવજીભાઈ કહે એટલું જ થાય. માવજીભાઈ આમ ભણેલા કશુંય નહીં પરંતુ સૂઝબૂઝ અને ગણતરીબાજ. માવજીભાઈ કામદારના કામદાર, દીવાનના દીવાન, નોકરના નોકર, અને અંતેવાસીના અંતેવાસી. માવજીભાઈ ત્રણ મહિના મૃતતા શીખ્યો. પણ એના મ માં તાકાત બહુ. કોઈ દીવાનના સગાને દીવાને ૨૫ રૂપિયા નોકરીએ રાખ્યો. મેટ્રિક પાસ હતો અને બહુ સારું અંગ્રેજી બોલતો હતો. માવજીભાઈને ખબર પડી. એણે તરત જ દરબાર પાસે જઈને કીધું. આવા રૂપિયા રપ વાળા રાખશું તો રાજનું દેવાળું ફૂટશે. આ વાત માવજીભાઈએ એટલે કરી, કારણ કે પેલા ભાઈ અંગ્રેજીમાં ચલાવતા. કોઈ હિતેશભાઈ દેવીપ્રસાદને કહ્યું કે માવજીભાઈને મળો. માવજીભાઈને કહ્યા પ્રમાણે દેવીપ્રસાદે વર્તન કર્યું. અને માવજીભાઈની સૂઝબૂઝથી દેવીપ્રસાદને રૂપિયા રપ કરતાં પણ વધારે સવલતો મળી અને ત્યારથી જ એક લોકવાયકા બનેલી કે મતું મારે માવજીભાઈ.

૯) સ્મશાન-શાંતિ

વાર્તાનાયક અચાનકથી આવી જડતા મનહરભાઈની વાત છે. મનહરભાઈ બહુ બધી વાતો કરે આકાશી ગ્રહો વિશે, શેત્રુંજીના બંધ વિશે, કારખાના વિશે પરંતુ એ વાતોમાંથી એક વસ્તુ ભારે મૂલ્યવાન હતી. એમની પાસે બનેલી સાચી ઘટનાની વાત. વાર્તાનાયક એટલે કુંદન. આ વખતે મનહરભાઈ જે વાત લઈને આવ્યા એ આમ હતી. એક પૈસાદાર બાપનો એકનો એક દીકરો, એને કોઈ છોકરી સાથે પ્રેમ થયો, પણ આ વાત એના પિતાથી સહન ના થઈ. કારણ કે દીકરાને રંગૂનની દીકરી એટલી બધી ગમી ગઈ હતી કે એની સિવાય કશું દેખાતું જ નહોતું. પિતા અને પુત્ર વચ્ચે મતભેદો વધતા જતા હતા. એટલે પિતાએ નક્કી કર્યું, પુત્રના હિત માટે થઈને પેલી બાઈને વચ્ચેથી ઉડાડી મૂકવી. આ કામ માટે એ સ્ત્રીની જ એક મિત્ર પાસે તેનું અપહરણ કરાવી લીધું. તેનું નામ હતું નયના. તેથી ધીરે ધીરે ઘરમાં આવતી જતી થઈ અને પુત્ર એટલે કે તેજપાલ સાથે એને પ્રેમ થઈ ગયો. નયના દેખાવડી પણ હતી અને ચતુર પણ. જશરાજ એટલે કે તેજપાલના પિતા પાસેથી તેને પૈસાની સવલતો મળી રહેતી. વચ્ચે જ્યારે એક-બે વખત તેણે બંધ કર્યું ત્યારે નયનાએ તેનો વિરોધ પણ કર્યો. પરંતુ હવે તો પોતાનો દીકરો નયના સાથે પ્રેમમાં પડ્યો. નયના ઘરમાં આવી અને ધીરે ધીરે વાતાવરણ બગડ્યું. બધી જ ગુપ્ત વાતો તેણે તેજપાલને કરી. બાપ દીકરા વચ્ચે ફરી પાછા મતભેદ વધવા લાગ્યા. પરિસ્થિતિ એવી સર્જાઈ કે એક રાતે તેજપાલ અને નયના ઘર મૂકીને ભાગી ગયાં. જસરાજ પણ હવે ઢળતી ઉંમરે ભાંગી પડ્યો. ગરીબોને દાન દેવું બસ એક કામ માત્ર રહ્યું. એક વખત એક ભિખારી ઉપર નજર પડતાં એની દયનીય સ્થિતિ જોઈને જસરાજને દયા આવી. અને જ્યારે એમ માલુમ થયું કે પોતાનો જ દીકરો તેજપાલ છે ત્યારે બહુ દુભાયો. અને એ જે સ્ત્રી સાથે બેસીને વાતો કરતો હતો એ સ્ત્રી પણ પાગલ જેવી હતી અને એ તેની પહેલી પ્રેમિકા હતી. આ બંને થોડીવાર હસતાં થોડીવાર રડવા લાગતાં. એ ઘર સામે જોઈને અને કદાચ એ પરિસ્થિતિને પણ. જસરાજના મનમાં અંતે જે આવ્યું એ શીખ હતી, હાથ નહીં પણ હૈયું એ જ માણસની મોટામાં મોટી દોલત છે

૧૦) હું છું ત્યાં સુધી!

જગદીશ તેના મનમાં સતત એક જ વાત કર્યા રાખે કે હું છું ત્યાં સુધી. બધી જ વાતમાં આ વાતો આવી જાય. લગભગ ત્રણેક મહિનાના મંદવાડ પછી એ ફરી પાછો ઊભો થયો. આજુબાજુમાં બનતી ઘટનાઓ સતત ને સતત એને ફક્ત એક જ વસ્તુ સમજાવી રહી હતી કે આ તું નહીં હોય છતાંય દુનિયા તો ચાલતી જ રહેવાની છે. ઊભા થઈને બજારમાં ગયા પછી પણ એને લગભગ ત્રણ ચાર એવા અનુભવ થયા કે જેનાથી એને સમજાય છે કે વ્યક્તિ નથી છતાં એ સ્થળ, એ માણસો અને બધા જ લોકો એમના એમ જ છે. કોઈના ના હોવાથી કશુંય ફરક નથી પડતો. અને અંતે ફરી પાછો આ જ સવાલનો જવાબ મળતાં એ બહુ ઊંડા વિચારમાં પડી જાય છે અને ત્યાં તેના પગ પાસે ધૂળ ઊડીને આવે છે અને એ જ પવન સાથે બીજે ઊડીને ચાલી જાય છે.

૧૧) સારનો સાર

વાર્તાનાયક તેના મિત્ર શ્રીનંદની વાત કરે છે. કશુંક ઉપાસના કરતો પરંતુ પોતાની શક્તિ ગુપ્ત રાખતો એને હિપ્નોટિઝમ કહેવાય. એક વખત પ્રયોગ પણ કરેલો અને સફળ પણ ગયો. વાસુદેવ એટલે વાર્તાનાયકનો બીજો મિત્ર. વાસુદેવ આ સહન ના કરી શક્યો. તેની શ્રીનંદ સાથે થોડી વડચડ થઈ. બીજા દિવસે થનારા મેળાવડામાં બધાને આવવા આમંત્રણ આપ્યું. મેળવડાનું સૌથી મોટું આકર્ષણ હતું ડેનિયલ. ડેનિયલ પોતાનાં પત્ની સાથે આવ્યા હતા. થોડીવાર થઈ ત્યાં સુધી ડેનિયલને ગામના બધા લોકો લળી લળીને સલામ ભરતા હતા. થોડીવાર પછી ડેનિયલનાં પત્ની ભાષણ કરવા માટે ઊભાં થવાનાં હતાં. પરંતુ એ ખુરશીમાં એમ જ ચોંટી રહ્યાં કંઈ ખુરશી ડેનિયલનાં પત્ની સાથે ચીપકી ગઈ. કારોબારી સાહેબે શ્રીનંદને આવીને વિનંતી કરી અને કહ્યું, ‘ભાઈ આ તો આપણી આબરૂનો સવાલ છે, તમે બધું સમજો છો.’ વાસુદેવભાઈને બહુ નવાઈ લાગી. એક વખત એવું બન્યું કે શ્રીનંદભાઈએ વાસુદેવ ભાઈના હાથમાંથી વીંટી લઈને બહાર ફેંકી દીધી અને બાજુમાં ઊભેલા નવનીતભાઈના ખિસ્સામાંથી એ વીંટી નીકળી. આ કળા જોઈને ફરી પાછા અમે લોકો અચંબિત થઈ ગયા. થોડા દિવસો પછી વાસુદેવ શ્રીનંદના ઘરે ગયો. અને ત્યાં જઈને કહ્યું કે મારે તમારી પાસેથી વિદ્યા શીખવી છે. શ્રીનંદે ધીરેથી આવતા સંગીતને સાંભળવા માટે કહ્યું. પછી શ્રીનંદે કહ્યું, તમને જો શાંત જીવન અને તેથી પણ વધુ સુખદ શાંત મૃત્યુ જોઈતું હોય તો આ બધું જવા દો. અને બીજા દિવસથી વાસુદેવો ક્યાંક અદૃશ્ય થઈ ગયો. થોડા સમય પછી અમને ખબર પડી કે ભારે શારીરિક દુઃખોથી વ્યગ્ર બની શ્રીનંદે પણ જળસમાધિ લીધી.

૧૨) આપણે આપણું કામ કરો

મનમોહનનો એક મિત્ર એટલે ભાર્ગવ નાનપણથી નિશાળની મૈત્રી. ભાર્ગવ કશું પણ થાય એ બધી પરિસ્થિતિમાં એક જ વાત કરતો આપણે આપણું કામ કરો એને એનું કામ કરવા દો. ઘણી વખત એવું થયું કે બહુ ખરાબ પરિસ્થિતિમાં સલવાઈ ગયા પછી પણ ભાર્ગવનું વલણ આ જ રહેતું. એક વખત તો સ્કૉલરશિપની વાત હતી અને પ્રોફેસરે તેના નજીકના સગાના દીકરાને બે માર્કના પેરથી ભાર્ગવને પાછળ રાખીને સ્કૉલરશિપ અપાવી ત્યારે પણ ભાર્ગવે આ જ વાત કરી આપણે આપણું કામ કરો એને એનું કામ કરવા દો. ઘણા સમય પછી મનમોહનને એને મળવાનું મન થયું એટલે એણે શોધી લીધો. શાળામાં શિક્ષક હતો અને જ્યાં બધા જ મધ્યમ વર્ગના માંડ માંડ જીવનના બે પાટા ભેગા કરતા હોય એ લોકોની વચ્ચે રહેતો હતો. ત્યારે તેની એક મિત્ર અંજનીની વાત નીકળી. વાત નીકળી એના પત્રોની. ધીરે ધીરે ભાર્ગવ વિષાદમાં સરવા લાગ્યો અને કેટલાય ઉતાર-ચડાવો પછી એક વખત અંજની એને મળવા ખુદ આવેલી. અને ત્યારે અફસોસ કે પોતાના બધા જ પત્રો પાછા માગવા માટે આવી હતી. આવી વાત કરતાં કરતાં ભાર્ગવ પોતે વિષાદમાં સરી ગયો. ‘સંધ્યા શોભા મને વધારે જીવન આપે છે અને એનો અંધકાર ભલે એને જીવન આપતો રહે, એને એનું કામ કરવા દો આપણે આપણું કામ કરો.’ આટલું બોલીને ભાર્ગવ પાછો પોતાના કામે વળગ્યો.

૧૩) છ તસુ જમીન માટે!

મનોહર વાતો કરવાનો પૂરો અને પૈસા ખર્ચવાના આવે તો થઈ રહે તો થઈ રહ્યું. પોતાના પાડોશી ગણપતલાલ, બહુ સારા મિત્ર. પણ દીવાલ બનાવવાની વાતમાં છ તસું જેટલી જમીન મનોહરે દબાવી દીધેલી. આ વાત એણે રસિકભાઈને કરી. અને ધીરે ધીરે આ વાત પહોંચી ગણપતલાલ સુધી. ગણપતલાલ બહુ સજ્જન માણસ. પરંતુ આ વાત એના દિલમાં બેસી ગઈ. મનોહરનો છોકરો આમ જરાક છેલબટાવ, આ જમાના પ્રમાણેનો. ભણવામાં સાવ નબળો. પરંતુ છોકરી સાથે બોલવા-ચાલવાનો, સિનેમાનો, વાતો કરવાનો વ્યવહાર ખરો. મનોહરને વાત ખબર પડી ત્યારે બહુ ગુસ્સે થયો. ઘરમાંથી કાઢી મૂકશે એવી વાત પણ કરી. પણ એના છોકરાએ તો એવું કહ્યું કે હું ભાગ લીધા વગર જઈશ નહીં ગણપતકાકા. ગણપતલાલે આ વાતનો ફાયદો ઉઠાવતાં એના દીકરા પાસે વાત સાબિત કરાવી કે જમીન મનોહરે પચાવી લીધેલી, ઉપરાંત કોઈ એક વિધવાબાઈના સો રૂપિયા દબાવી રાખેલા. ગણપતલાલે મનોહરના દીકરાને સાચવી તો લીધો પણ સાથે મનોહરને પાઠ ભણાવવાનું પણ મનમાં નક્કી કર્યું. એક છોકરીને ભાવિ પત્ની તરીકે ઘરે લઈને આવ્યો ત્યારે ગણપતલાલને કહ્યું કે મારા ઘરે રહેજો. મનોહર તો ચીકણો છે. છોકરો મનોહરની સામે થયો અને વિધવાબાઈનું અને આ છ તસું જમીન પચાવવાની વાત મોટેમોટેથી બધાને બોલાવીને કહેવા લાગ્યો. મનોહરને આ ખોટું લાગ્યું અને માંદગીમાં પડ્યો. અંતે દીકરાને બોલાવવાની વાત કરી અને ગણપતભાઈ સાથે બધી વાત ચોખ્ખી કરી. માણસ પોતે જ વ્યવહાર કેવો કરે છે અને છતાં એ કેવો સુંદર થઈ શકે તેમ છે, આટલું વિચારતા ગણપતલાલ તે માંદા માણસ પાસેથી ઊઠીને ઘરે જવા નીકળ્યા.

૧૪) પોતાનું સમાધાન મેળવી લીધું!

આ વાત સમુબાઈની છે. જીવનમાં કેટલાંય પરિવર્તનો આવે છતાંય બધી પરિસ્થિતિમાં એક સમભાવે રહેવું એનું ઉદાહરણ છે. બાઈ સમુ જ્યારે આવે ત્યારે ચોખ્ખું ઘી લઈને આવે. બીજે બધે પૈસા દેતાં પણ આવું ઘી મળતું નહીં. એક વખત આવ્યા ત્યારે એણે પાળેલા છોકરાની વાત કરી. થોડીવાર ગપ્પાં લાગ્યાં, થોડીવાર લાગ્યું કે કલ્પના હશે! પણ વાર્તાનાયકને સમુનો ભરોસો હતો એ ગપ્પાં મારે નહીં. વાત હતી ૧૯૧૮માં પ્રથમ ઝપાટામાં આવેલા માણસોની. ગામડામાં એ વખતે ડૉક્ટરો નહોતા, ઊંટવૈદ હતા. અને એ રોગ કેટલો ખતરનાક હતો કે ઘરમાં એક જણાને થાય એટલે આખા ઘરનું સોથ વાળીને નીકળે. બાઈ સમુ અને એનો ધણી મોહન કંટેવાળો, એમને નજીકમાં નાનકીનું ઘર હતું. એનો ધણી, જુવાન છોકરો, બંને મરી ગયા હતા એટલે એ એકલી હતી. છોકરાનો છોકરો હતો દોઢ વર્ષનો. સમુને બોલાવીને સાચવી લેવા વિનંતી કરવા માંડી અને આ બાઈએ એને દીકરો જ માની લીધો. એને મોટો કર્યો એના વિવાહ કરાવ્યા. એની પાસે હતું એ બધું આપી દીધું. ગામના લોકો તો સારી ને નરસી બધી વાતો કરતા. રામધન એ છોકરો હોશિયાર હતો. એનાં લગ્ન થયાં એ બાઈને ખબર હતી કે રામધન વારસ છે, ને વારસ નથી. સમુનો પુત્ર છે અને પુત્ર નથી. અને છૂટા થવાની વાત કરી. એક વખત એ પિયર ગઈ, રામધન એને તેડવા ગયો. અને કશું જાણ કર્યા વગરના બંને આફ્રિકા ઉપડી ગયાં. અહીંયા તેની મા એની રાહ જોતી રહી ગઈ. ગામના લોકો વાતે વાતે સમુને મેંણા મારતા રહ્યા. અને એ કહેતી રહી કે હું તો ભગવાન ભરોસે જ છું. એ તો હજાર હાથવાળો છે આપવા બેસે ત્યારે કાંઈ પાછું વળીને થોડું જુએ એણે મને દીકરો આપ્યો. આટલું કહીને પછી ઊભી થઈ ગઈ અને આ વાતમાં જઈને જીવન સમાધાન મેળવ્યું એવું વાર્તનાયકને લાગ્યું.

૧૫) છેલ્લી પળની સમજણ!

જગજીવનભાઈ, આમ તો આખા ગામમાં એની છાપ બહુ સારી. લોકો એને ભગવાનનું માણસ માને. મરણપથારીએ પડ્યા હતા ત્યારે એણે વાર્તાનાયકને બોલાવ્યો. વાર્તાનાયક એટલે નંદલાલ. નંદલાલ બહુ ભણ્યા નહોતા પણ કંઠ બહુ સરસ હતો. ભજન ગાય ત્યારે સૌ ડોલી ઊઠતા. એટલે જગજીવનભાઈએ નંદલાલને ભજન ગાવા માટે મંદિરમાં પગાર આપીને રાખેલા. જગજીવનભાઈને મંદિરમાં બીજો જ રસ હતો. ત્યારે રજવાડાના પાટવી વારસ પોતાના રાજમાંથી રિસાઈને માનપુરમાં આવીને વસ્યા હતા. એમણે નવરાશનો વખત ગાળવા માટે મંદિર શરૂ કરેલું. આ મંદિરમાં ધર્મશાળા અને ભોજનનો પણ પ્રબંધ કરેલો. ધીરે ધીરે આમાંથી કમાણી ચાલુ થઈ. જગજીવનભાઈ પૂજારીને ત્યાં મેડી થઈ ગઈ અને જીવણ શેઠે તો લગભગ આખું ગામ કબજામાં લીધું. ધીરે ધીરે આ સદાવ્રતને એ બંધ થયું. જગજીવનભાઈ માંદા પડ્યા એટલે એને એવું થયું કે હવે લગભગ પૃથ્વી ઉપર બે જ દિવસ છે. જગજીવનભાઈનો છોકરો પણ એવો જ ઠગ ભગત હતો. એમણે મને કહ્યું કે, આ છોકરો મૂર્ખ નથી મહા દુષ્ટ પણ છે, માંસાહારી છે, દારૂડિયો છે. હવે તું એને સંભાળજે, બચાવજે, ઉગારજે. આટલું બોલીને ૫૦૦ની નોટો નંદલાલના હાથમાં મૂકી. નંદલાલે એને એમના બીજા સાથીના દીકરાની વાત કરી. બહુ ઉદાસ થયા. હજી એમની વાતો ચાલતી હતી તેમના પરિવારના લોકો આવી ગયા અને નંદલાલ મૂંગા મૂંગા એની વાતો સ્વીકારતા હોય એમ દૃષ્ટિ કરી અને જગજીવનભાઈ આંખો મીંચી ગયા.

૧૬) ચોકીદાર દાનાજી

ચોકીદાર દાનાજી એટલે એવો ચોકીદાર કે જેને પોતાની જમીન હોવા છતાં મૂકીને આ જગ્યાની ચોકીદારી કરતા. આ જગ્યા એટલે હમણાં જ ગણેશાનંદજી મહારાજે પોતાનો દેહ ત્યાગ્યો, અને જોગાનુજોગીની જગ્યા. આ જગ્યાનો મહિમા બહુ. લોકો દૂર દૂરથી અહીંયા આવે, રાતવાસો પણ કરે. પણ એ બધાની ખબર આ ચોકીદાર રાખતો. ચોકીદાર આમ તો ખાલી કહેવાનો, પણ આવતા-જતા બધા શ્રદ્ધાળુઓની ખબર દાનાજીને હોય. એનું એક કારણ એવું પણ હતું કે ત્યાં ચોરીઓ થતી એમાં આ નાના સાધુનો પણ હાથ હતો. એટલે દાનાજીએ બહુ ચતુરાઈથી પોતાના વિશ્વાસુ રાઘવને આ જવાબદારી સોંપેલી. એવામાં એક નવદંપતી આવ્યું. બીજા દિવસે એમને મૂકવા માટે તેમણે રાઘવને કામ સોપ્યું. નાનાજીને રાઘવ ઉપર પૂરો ભરોસો હતો. જ્યારે ઘનશ્યામજી મહારાજ હયાત હતા ત્યારે આ દાનાજી અને રાઘવની વહુના સંબંધમાંથી દાનાજીને બહાર કાઢેલા. એટલે દાનાજીને આ જગ્યા ઉપર જાત કરતાં પણ વધારે માન. એક વખત રાણકી એટલે કે રાઘવની વહુ આવી અને આવતીકાલે થનારી ચોરીની વાત દાનાજીને કરી. બંને સાથે મળીને એક યુક્તિ ગોઠવી અને આ ચોરી થતી બચાવી. અને રાઘવને પણ એ નાના બાપુની પાસે માફી માગવા માટે મોકલ્યો, આમ બધી આબરૂ બચાવી લીધી અને દાનાજી જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ચોકી કરતો રહ્યો.

૧૭) પરિવર્તન

કિશોરીલાલ, એક એવો કિશોર કે જેને પોતાના પિતાએ દૂધ ઢોળવા માટે ત્રણ લાફા માર્યા અને ઘર છોડીને ભાગી ગયો. ભાગીને પાંચ-સાતની ઓરડીમાં રહેવા આવ્યો. અચાનક જ એક દિવસ બાજુમાંથી કોઈ ભાઈ ચાની પ્યાલી મૂકી ગયા. એમનું નામ હતું હરિપ્રસાદ. બંનેના સંબંધો થોડા વધતા હતા ત્યાં અચાનક એક દિવસ કિશોરીલાલ છાપાની જાહેરાત વાંચીને પરેશાન જેવા થઈ ગયેલા. આ હાલતમાં એમને હરિપ્રસાદ જોઈ ગયા એ જોઈને કિશોરીલાલે પોતાનું રહેવાનું ઠેકાણું બદલી નાખ્યું. લલિતાબેન એટલે હરિપ્રસાદનાં પત્ની, આવો જ કિસ્સો એમની સાથે પણ બની ગયેલો. એમણે પણ પોતાના જુવાન દીકરાને આવી રીતે ખોયેલો. એક દિવસ લલિતાબેન શોધતાં શોધતાં કિશોરીલાલના રૂમે જઈ ચડ્યાં. એમને કિશોરીલાલમાં પોતાનો દીકરો જ જણાયો. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત એટલે કિશોરીલાલને એની મા સાથે મેળવવો. આ વાત સમજાવવા કિશોરીલાલ સાથે ઘણો સંવાદ કર્યો. અંતે એમને પણ નવાઈ લાગી, જ્યારે એમણે સાંભળ્યું કે કિશોરીલાલનું ગામ એ જ લલિતાબેનનું પિયર છે.

૧૮) સંપૂર્ણ

વાત એક કેવા વ્યક્તિની છે કે જે ભૂતકાળમાં બસ એક ડોકિયું કરી આવ્યો અને એનું વર્તમાન આજે ધૂંધવાઈ ગયું. અચાનક જ જે સૃષ્ટિ ખૂબ જ સુંદર લાગતી હતી, પળવારમાં તો એ ખૂંચવા લાગી. અને આ વ્યક્તિ એટલે સન્મુખલાલ. એમના બાળપણના મિત્ર એટલે ભોગીલાલ, જે એમનાં પત્ની નંદનગૌરીની છેલ્લી સારવારના ડૉક્ટર પણ હતા. અવારનવાર મળવા આવતા. આજે આવીને એને અચાનક પૂછ્યું, ‘તમને ક્યારેય એ હુમલાનો..? તમે એને કોઈ એમાંથી તદ્દન મુક્ત એવી વાત કોઈ મિત્ર ડૉક્ટર એટલે કે... આટલામાં સન્મુખલાલ આખી વાત સમજી ગયા. અચાનક જ ઊભા થયા અને કહેવા લાગ્યા, ‘હા, હું જ નંદનગૌરી નો ખૂની છું, મેં જ મારી છે એને, ખંજરથી નહીં પરંતુ મનથી.’ અને અચાનક દોડીને શેરીમાં ગયા અને બૂમો પાડવા માંડ્યા, ‘મેં પરપોટો હવે ફોડી નાખ્યો, હું ખંજરખૂની નથી, પણ હા ભેંસલ કરનારા વ્યાજના બોજા નીચે, જે કુટુંબ સાફ કરનારા, મારી નાખનારા એવા પ્રતિષ્ઠિત ભેરુ, ભયંકર આપઘાતથી ખૂનીના જેવો હું એક ખૂની છું. તમે મને સજા આપો એ જ મારું પ્રાયશ્ચિત્ત. લોકો એને પોતપોતાની નજરે જોવા લાગ્યા. સારો, ગાંડો, તો કોઈ એની ઉપર દયા ખાવા લાગ્યું. માંડ સમજાવીને એને ઘરની અંદર લાવ્યા ભોગીલાલ. પરંતુ પછીથી એ બધાને કહેતા, ‘જુઓ ભાઈ આપણે ત્યાં હજારો સામાજિક ખૂનીઓ રહે છે, હું પણ એમાંનો એક છું, હવે તમારી વાત કહો.’

૧૯) યજ્ઞનું રહસ્ય

વાત છે એ વખતની જ્યારે ગોકુળવાસીઓ ઉત્સવ ઉજવતા, યજ્ઞ કરતા, અને આખું વ્રજ, ગોપકુલો રાજા નંદ આ મહોત્સવ માટે દિવસ-રાત મહેનત કરીને ગાયોને શણગારતા. કુટુંબ કુટુંબ વચ્ચે સ્પર્ધા થતી હતી. ગાયોના અલગ અલગ ઘૂઘરમાળ બનાવવામાં આવતા. શીંગડાં પણ જાણે સોનાના બની જતાં. મોટા મોટા રાજાઓ પણ ન કરી શકે એવો ઠાઠમાઠ અશ્વનો થતો. બધા માણસોને એવું હતું કે આ બધી જ સૃષ્ટિ ઇન્દ્રદેવને લીધે ચાલે છે. નાના નાના બાળકોથી માંડીને જુવાન આવા બધા ઇન્દ્રદેવનો આભાર માનતા અને એટલા માટે જ તો આ યજ્ઞ હતો. વ્રજની નારીઓ, ગાયો, ધણ, ઘાસ, ઝરણાં, જળ, ડુંગર, બંસી, પંખીઓ, દૂધ, ગોરસ આની એક અલગ જ સૃષ્ટિ બની જતી. અહીંયા રહેનારાને સ્વર્ગની તૃષ્ણા નહોતી. શ્રીકૃષ્ણના બંસીનાદે આખું વ્રજ માનતું કે રાજા કંસનું મથુરાનગરીનું રાજ પણ ન આવે. કૃષ્ણ માનતા કે યજ્ઞ થવો જોઈએ પરંતુ એ ડરમાં કે બીકમાં નહીં. તે નંદ રાજા પાસે ગયા, અને કહ્યું કે આ યજ્ઞ કોને માટે છે? એનું વ્રજભૂમિને શું ફળ મળશે? રાજાએ જવાબ આપ્યો. એમાં કૃષ્ણને એવું લાગ્યું કે અહીંયા ક્યાંક બીક છે. કૃષ્ણએ બધી વાત સમજાવ્યા પછી અંતે એવું કહ્યું કે આ પર્વતો, વૃક્ષો હજાર જાતની વનસ્પતિ, ઘાસનાં બીડ, ગાયો, બળદો એ જ તો આપણા ભગવાન છે. ધરાવવું જ હોય તો ગોવર્ધન પર્વતરાજને ધરાવો. કર્મના સિદ્ધાંતની વાત સાંભળીને સૌએ વાત સ્વીકારી. અને બીજી બાજુ ઇન્દ્રદેવ પ્રકોપમાન થયા અને સતત સાત દિવસ સુધી જળવર્ષા થઈ. કૃષ્ણના દિલાસાથી બધા જ લોકો થંભી ગયા. અને સામે ઇન્દ્રદેવ પણ. અંતે કૃષ્ણએ કહ્યું કે કોપીલા ઇન્દ્રદેવ આપણને કેટલું બધું ઝાલ આપી દીધું? અને બધા મંગલ ધ્વનિ સાથે વ્રજવાસીઓ વ્રજ તરફ જવા માટે ઉપડ્યા.

૨૦) અપૂર્ણ નવલિકા

સુખરામપુરની તાલુકાશાળાના હેડમાસ્તર પ્રેમજી દલ્લુ. એમનો સ્વભાવ બહુ ખરાબ. ખરાબ એટલે કે કોઈ સાથે પણ વાત કરે તો તોછડાઈથી કરે. એનું એક મુખ્ય કારણ હતું કે તેઓ પ્રવેશકની પરીક્ષા ત્રણ ત્રણ વાર આપવા ગયા, પણ નાપાસ થયા. એમની સાથેના બધા પાસ થઈ ગયા એટલે એમને એવી શંકા હતી કે આગળથી જ મોટાભાગના પ્રશ્નો બધા જાણી જાય છે. દલ્લુ માસ્તર દરરોજ છૂટ્યા પછી પોતાની કવિતા સંભળાવે અને બધા એમાં હા, જી હા કરે. આવો દોઢ કલાકનો દરરોજનો ક્રમ. અને વાર્તાનાયકનો દોઢ કલાક તો એ બધાના પછી શરૂ થાય. ફાનસ પૂરવાનું, લાકડાં લાવવાનું ને એવું બધું. એક છૂપી નાટક મંડળી ચાલતી અને એમાં મણીબહેન એટલે કે સ્નેહલત્તા દેવી એટલે કે આ દલ્લુ માસ્તરનાં વહુ પણ હતાં. એક વખત એવું થયું કે માસ્તર બહાર ફરવા ગયા ત્યારે મોડા આવશે એવું કહીને ગયેલા. પૃથ્વીરાજ ચૌહાણ ભાવસંગ અને સંયુક્તા આ સ્નેહલત્તા બનેલાં. ભાવસંગ નાટકના રંગમાં ભાન ભૂલી ગયો કે શું થયું ખબર નહીં પરંતુ સ્નેહલત્તાને ખરેખર ચુંબન કરી લીધું અને એ જ વખતે હેડમાસ્તર આવી ગયા. ત્યારે તો કશું બન્યું ન હોય એમ વાત સગેવગે થઈ ગઈ. પરંતુ પછી વાર્તાનાયક અને આ ભાવસંગ ઉપર બહુ ખાર રાખ્યો. એક વખત વાંકમાં લઈને એને અંધારી કોટડીમાં પૂરી દીધો. આવીને મારવા પણ ગયા પરંતુ સ્નેહલત્તા એમને રોકી દીધા. પરંતુ આની અસર ભાવસંગ ઉપર બહુ ઊંડી પડી. એને તાવ આવી ગયો અને એ શાળાએ આવતો બંધ થઈ ગયો. આ બાજુ માસ્તરે એની વિરુદ્ધ બહુ વાતો ઉડાડવા માંડી. આ વાતોને લઈને ભાવસંગની માએ ગામ છોડીને જતું રહેવું પડ્યું. સમય જતાં વાર્તાનાયકને ઊંચો હોદ્દો પ્રાપ્ત થયો. એક વખત કાળાં કપડાં પહેરીને શોકમૂર્તિ હોય એવી રીતે એક સ્ત્રી ત્યાં આવીને ઊભી રહી. વાર્તાનાયકે તેની સામે જોયું, તો એમણે પૂછ્યું કે ‘એની પાટી નોટ જે કંઈ પણ પડ્યું છે એ લેવા આવી છું.’ સાવ નિરસ મૂર્તિ જેવું એનું વર્તન હતું. એને જોઈને વાર્તાનાયકને નવલકથા લખવાનો વિચાર થયો. પરંતુ કેટલાય પ્રયત્નો પછી પણ એ નવલકથા ના લખાઈ તે ના જ લખાઈ અને અંતે વાર્તાયનાયકને થયું કે ‘આ તો મારો હૃદયવૈભવ છે કે અપૂર્ણ રહેવા નિર્માયેલ એની નવલકથા?’

૩. ‘વસંતકુંજ’ વાર્તાસંગ્રહ વિશે :

૧) પરાજય લાવજે

લખુડો એની પત્ની દેવી અને એનો સુંદર એવો દીકરો સુંદર. લખુડો રખડું અને ચાલાક એટલે રંગૂન જઈને કમાણી કરી આવતો પણ એના દીકરાને એના દીકરાની માએ નાટકો અને વાર્તા સંભળાવેલી એટલે સુંદરને પહેલેથી જ નાટકોમાં બહુ રસ. વાર્તાનો નાયક જ્યારે એના ઘરે પહોંચે છે ત્યારે એની મા દેવી એમને વાર્તા સંભળાવા માટે કહે છે. અને સુંદરનો રસ નાટકોમાં વધુ ઊંડો ઊતરે છે. બીજી બાજુ લખુડાને લોકો હવે લક્ષ્મીદેવ તરીકે ઓળખવા મંડ્યા છે. લક્ષ્મીદેવને નાટકો સહેજ પણ ગમતાં નથી. બધા સાથે મળીને નાટક પાડવાના હોય છે ત્યાં તૈયારીમાં લક્ષ્મીદેવ આવી પહોંચે છે અને સુંદરને બહુ મારે છે. આ ઘટનાથી સુંદરને આઘાત લાગે છે અને એ પછી નાટક આજુબાજુ પણ ફરકવાનું બંધ કરી દે છે. લક્ષ્મી દેવ રંગૂન જવા માટે નીકળે છે અને પાછળથી દેવી અને વાર્તાનો મુખ્ય નાયક એને સમજાવે છે કે તારામાં કુદરતી શક્તિ રહેલી છે. તે તું વેડફ નહીં. થોડા દિવસો પછી દેવી નાયકને બોલાવે છે અને હાથમાં રહેલો પત્ર જોતી જોતી રડતી રડતી કહે છે કે સુંદર હવે ભાગી ગયો છે. સુંદરની માતા દેવી જ એને કહે છે, ‘દીકરા તારો વિજય થશે જ અને ના થાય તો પરાજય લાવજે.’ શોધખોળ આદરે છે પણ સુંદર મળતો નથી. નાયક વર્ષો પછી એક નાટક જોવા જાય છે અને એમાં સુંદરના આખા જીવનની વાત બહુ દૃઢ રીતે કરેલી હોય છે. બીજા જ દિવસે નાયક નાટક કંપનીમાં જાય છે પરંતુ એને ખબર પડે છે કે સુંદર તો અહીંથી નીકળી ગયો છે. થોડા સમય પછી વર્તમાનપત્રમાં વાંચે છે કે નાટકની ભૂમિકા ભજવતો ભજવતો જ સુંદર મૃત્યુ પામ્યો છે.

૨) વૈરાગ્નિ કાઢ્યો

વર્ષો પહેલાં નાના નાના અસંખ્ય રજવાડા હતાં. અત્યારે ચાલતું કામદારનું. એ જે કહે એ જ કાયદો. એમાં રાઘવજી મહારાજ લોટ માગવાનું કામ કરતો. ચપટી લોટ લેતો જાય અને ધર્મની વાતો કરતો જાય તથા દવા-દારૂ પણ ચીંધતો જાય એટલે કે કેળવણીકાર જેવું કામ કરતો. ગામ દરબાર કામદારની નીચે રહીને કામ કરતા. એટલે કે કામદાર કહે એટલું જ કરવાનું. એવામાં એક વખત બહારવટિયાને સામે થવા દરબાર ગયા અને આ કામદાર તો ભાગી ગયો. આ જોઈને રાઘવજી મહારાજે લોટ લેતી વખતે બધાના ઘરે કહેવા માંડ્યું કે બધા થોડા થોડા રૂપિયા ભેગા કરીએ તો આપણો દરબાર છૂટો થાય. આ વાત જ્યારે કામદારને ખબર પડી ત્યારે એને ઘરે બોલાવીને એના ૩ દીકરા મારી નાખશે એવી ધમકી આપી. આવીને રાઘવજી મહારાજ સૂતા એ સૂતા પછી જાગ્યા નહીં. એના ત્રણ દીકરા એમાંથી સૌથી નાનો દીકરો એના મનમાં આ વાત બહુ ઊંડે ખૂંપી ગઈ. એણે વખત આવ્યે બદલો લેવાનું નક્કી કર્યું. થોડા સમય પછી કામદારના ઘરે જમવાનું બનાવવા માટે નરભેરામ એટલે કે રાઘવજી મહારાજના નાના દીકરાને બોલાવવામાં આવ્યો. બદલાનો લાગ જોઈ નરભેરામ બેફિકર થઈને પોતાની ચાલ ચાલવા માંડ્યો. એવામાં કામદારના પિતા જોઈ ગયા અને તેને વાત વાળી લેવા માટે એની ભૂલને માફ કરી અને પોતાને ત્યાં કામે રાખી દીધો. આમ કરીને બદલાની ભાવના ભુલાવી દીધી

૩) વડલીનો વિરુભા

લગભગ ૭૫ વર્ષ પહેલાંની વાત. ભડલીની આજુબાજુ બનેલી હશે એવું કહેવાય. ગામનું નામ વડલી. ગામમાં રંગૂનથી લોકો આવે ત્યારે ગામની રોનક બદલાઈ જાય અને બધા ધંધા ધમધમવા માંડે ત્યારે નાગવાળાનું બહારવટુ હતું. નાગવાળા એટલે બહારવટિયો નહીં પણ લૂંટારો. જે ગામને ધમરોળે તે ગામને ઊભું થતા બીજા છ મહિના થઈ જાય. ગામમાં એક ડોસી રહેતાં. એનું નામ પણ નાગબાઈ. ગામને બચાવવા માટેના ધીંગાણામાં એનો ધણી કામ આવેલો. એટલે પોતાના પૌત્ર વીરુભાને એ જુનવાણી બહાદુરીની વાર્તા કહેતાં. વાર્તા સાંભળી સાંભળીને વીરુભાને એવું થઈ ગયેલું કે પોતે જ ગામનો રખેવાળ છે. ઉંમર બહુ નાની પણ કટાઈ ગયેલી તલવાર હાથમાં જેવો તેવો ભાલો અને લાકડી લઈને ગામમાં એક છેડેથી બીજા છેડે આંટો મારે. એમાં એક દિવસ એવી અફવા આવી કે નાગવાળો ગામને લૂંટવા માટે આવે છે. વીરુભા તો ગામની રખેવાળી કરવા માટે તૈયાર થઈ ગયા. ડોશીએ માંડ માંડ કરીને એને મનાવ્યા. પણ વીરુભા કહેતા કે આપણે ફરતા હોય તો મા કંઈકને ધરપત રહે. અને આમેય રખેવાળ તો એ જ હોય જે પોતાને રખેવાળ માને. પાળે એનો ધર્મ. સમાચાર આવ્યા કે નાગવાળાએ બાજુનું ગામ લૂંટ્યું એટલે બધા ફરી પાછા સમાનમા થઈ ગયા. એક દિવસ અચાનક વડલી અસાવદ હતી ત્યારે અડધી રાતે ગામમાં બંદૂકનો ધડાકો થયો. સાંભળીને નાગબાઈ ઊઠ્યાં અને વીરુભાના રૂમમાં જોયું તો કોઈ નહોતું. ડોશી ગભરાઈને નાગવાળો ઘૂમતો હતો ત્યાં પહોંચ્યા. હજુ ડોશી પહોંચે એ પહેલાં તો વીરુભાને ગોળીએ વીંધી દીધા. નાગવાળાને મહાપાપ કર્યું એવું લાગ્યું. આવીને નાગબાઈએ જોયું કે વીરુભા નિષ્પ્રાણ પડ્યા હતા. પછી એવી હાકલ એવા પડકારા છૂટ્યા અને નાગબાઈએ એવી રાડો પાડી કે ‘મને ગોળી માર બાયલા તારાથી વધારે થાય શું?’ નાગવાળાને કંઈક ખોટું થયાનું ભાન થયું અને અંતે નાગવાળાએ પ્રણ લીધા કે હવે જિંદગીમાં લૂંટ હરામ છે. ત્યારની કહેવત હાલે છે કે ‘ભાણની ભડલીને વીરુભાની વડલી.’

૪) વારસાની વહેંચણી

શાલિવાહન નામનો રાજા. અત્યંત સૂક્ષ્મબુદ્ધિનો અને વ્યવહારદક્ષ. એક વખત એક કોયડો આવ્યો. નગરના શ્રેષ્ઠી મરણ પામ્યા હતા. અને ચારે દીકરાઓને કુશકાળ, કાગળ, માટીના પિંડો અને કોલસો આવું ભાગમાં આપ્યું. ચારે જણા દેશપ્રધાને મળ્યા અને ઉકેલ ન આવતાં રાજાને મળવા આવ્યા. રાજાએ કહ્યું કે જે વસ્તુઓ છે એ મને આપો, થોડીવારમાં હું આનો જવાબ આપું. પોતાની કાર્યદક્ષતાથી માટીના પિંડવાળાને જમીન, કાગળવાળાને લેણું, કુશકાળવાળાને અનાજના ભંડારો અને કોલસાવાળા ને ખનિજ આમ નિષ્કર્ષ કાઢ્યો. આમ શાલિવાહન રાજપદને યોગ્ય છે એ વાત દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ થઈ.

૪. ‘નિકુંજ’ વાર્તાસંગ્રહ વિશે :

૧) રતન

વાર્તાનાયકનો એક મિત્ર એટલે નવનીતલાલ અને એનો એક દીકરો એટલે તનસુખ. એના ઘરને સદંતર પ્રેમ અને વ્હાલથી સાચવનારી એની કામવાળી એટલે રતન. નવનીતલાલ પોતાના દીકરાને બહુ મોટો પ્રતિભાવંત વ્યક્તિ બનાવવા માગતા હતા. એટલે નાનપણથી એની ઉછેરણી પણ એવી રીતે કરેલી. પરંતુ બીજી બાજુ ધનસુખના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું જેની જાણ વાર્તાનાયકને અને એના મિત્રને બહુ મોડી થાય છે. એક દિવસ અચાનક વાર્તાનાયક તેના મિત્રના ઘરે જાય ત્યારે જુએ છે કે ધનસુખ હાર્મોનિયમ વગાડી રહ્યો હોય છે. આ વાતની જાણ જ્યારે નવનીતલાલને થાય છે ત્યારે થોડા આઘાતમાં પ્રસરી જઈને આ વાતને પણ સ્વીકારી લે છે. છતાંય એના મનમાં કંઈક ખૂંચતું હોય છે. થોડો સમય પછી વાર્તાનાયક જ્યારે તેના ઘરે જાય છે ત્યારે પોતાનો મિત્ર નથી રહ્યો, પરંતુ ધનસુખ આજુબાજુમાં ઘણા વાજિંત્રો સાથે બેઠો હોય છે અને એણે પણ એ વાત સ્વીકારી લીધી હોય છે. ચાર-પાંચ વર્ષ પછી વાર્તાનાયક જાય છે ત્યારે જુએ છે કે એક દીવો કરીને એની કામવાળી રતન માળા કરી રહી હોય છે. અને અંતે એને એક સવાલ થાય છે કોણ જીવી ગયું? શું જીવી ગયું?

૨) અથ-થી ઇતિ

વાર્તાના નાયક એમના સાથીદાર મનમોહનના પિતા અને મનમોહન વાર્તા આ ત્રણ પાત્રોમાં જીવંત રહે છે. વાર્તાનાયકે અલગ અલગ ગામડાઓમાં કામ કરેલું છે એટલે જ્યારે મનમોહનના પિતાએ એમને ખાવા પીવાની ઘણી વ્યવસ્થા કરી આપેલી. મનમોહન નાનપણથી જ બહુ જિદ્દીલો. અવારનવાર એનાં તોફાનની રાવ ઘરે આવતી. આટલું જ નહીં, ઘરના કામવાળા સાથે પણ બહુ તોછડાઈભર્યું વર્તન કરતો. એક દિવસ મહેમાને આવીને આની પહેલાં જ્યારે આવ્યા ત્યારે ચોરાઈ ગયેલા પૈસા વિશે વાત કરી. દિવસો જતાં મનમોહન ધીરે ધીરે એ પૈસા ઉડાવતો હોય એવી પણ જાણ થઈ. મોહનના પિતાએ એને સમજાવવા માટે પ્રયત્ન કર્યો પણ ઊલટાનું મોહન એની સામે પડ્યો. અચાનક જ એક મિત્રએ આવીને મોહનના પિતાને એક બ્રાહ્મણની વાત કરી. એ બ્રાહ્મણ પાસે ગયા અને એમની વાતો સાંભળીને અને નવાઈ લાગી. એમણે એના ઘરે બનેલી બધી વાત સામેથી કહી દીધી. એટલું જ નહિ, ચોરી મનમોહને જ કરી છે. મનમોહનને એક બોર્ડિંગમાં રાખવામાં આવે છે. પરંતુ ત્યાં પણ તેના પરાક્રમનો પાર રહેતો નથી. એક દિવસ અચાનક જ એ બોર્ડિંગની દીવાલ કૂદી ભાગી ગયો હોય છે. એને જ શોધતા શોધતા મનમોહનના પિતા આજ નાયકના ઘરે આવ્યા હોય છે. થોડીવાર પછી મનમોહનને ત્રણ લોકો પકડીને લાવે છે. અત્યારે મનમોહન રડ્યો હોય છે અને એવું લાગે છે કે હવે સુધરી ગયો. પણ થોડા દિવસ પછી સમાચાર આવે છે કે મનમોહન તેના પિતાને બાંધીને ઘરમાંથી બધા પૈસા ચોરીને ભાગી ગયો હોય છે. અંતે વાર્તાનાયક બહુ મોટો નિઃસાસો નાખે છે.

૩) એક વિચિત્ર ભ્રમણા

વાર્તાનાયક પોતાના મન વિશે વાત કરે છે. કદાચ એટલું જ કે આગળ શું થવાનું છે એને પહેલાંથી ભાસ થઈ જાય છે. પોતાની નિવૃત્તિ પછી નાનકડા ગામમાં જઈને પોતે રહેતા હોય છે. અને પરચૂરણ કામ કરતા હોય છે. અક્ષર થોડા સારા એટલે લખવાના કામ ઘણાં આવતાં હોય છે. અને બધા એવું માનતા કે બિપિનભાઈના કાગળો જે અક્ષરમાં પડે એ ભાગ્યશાળી હોય. આવી વાત ગામ આખામાં પ્રસરેલી. એક દિવસ એક ભાઈ આવીને એમને કહે છે તમારે મારી ભાણેજની કંકોત્રી લખવા આવવાની છે. અને અચાનક જ ભાનુમતિ એટલે કે જેનાં લગ્ન છે એ દીકરી ત્યાં આવીને બેસે છે. અચાનક જ ભાનુમતિના કપાળ ઉપર ધ્યાન જતાં વાર્તાનાયકને શોણિતથી ખરડાયેલું કપાળ અને લાલ લોહી દેખાતું હતું. સાતેક વર્ષ પછી નવનીતભાઈ એટલે કે દીકરીના મામા આવે છે અને વાત કહે છે કે ભાનુમતિનું ઠેકાણે ન પડ્યું. આ વાતને લગભગ દોઢ વર્ષ સુધી ગયા પછી છાપામાં વાંચે છે કે ભાણીએ પોતાના પતિને મારી નાખ્યો. અને આ કામ એને ચોકીદાર ભવન નથુ પાસે કરાવ્યું. આ વાંચતા જ બહુ આઘાતમાં સરી જાય છે અને વાર્તાનાયક વાત કરે છે. ભાઈ ભૂલતો નહીં કે આ તને એક પળની ઝાંખી આપી છે એવું બતાવવા કે તું જુએ છે તેટલું જીવન નથી.

૪) સંપૂર્ણ જીવન

ધોળી ટોપી હાથમાં નેતરની સોટી અને કાળો કોટ પહેરીને દરરોજ સમયસર તૈયાર થઈ જતા મોહન પ્રવાસીની વાત છે. મોહન પ્રવાસી એટલે કથા હોય, યોગ્ય હોય પરિષદ હોય કે કશું પણ હોય, પોતાની હાજરી અવશ્ય આપે. એના વૃદ્ધ માતાને ચિંતા થતી કે મારા ગયા પછી આનું શું થશે? અને એક દિવસ બન્યું પણ એવું. વૃદ્ધ માતા માંદા પડ્યાં અને અવસાન પણ પામ્યાં. સ્મશાનેથી પાછા ફરતા મોહનને પોતાનું ઘર સાવ ખાલી લાગ્યું. એમણે પોતાને આખી જિંદગી બસ સારી વાતો સ્વીકારવાનું રાખ્યું. તેના ઘરની સામેનો વડલો જોઈ એને વિચાર આવ્યો કે, હું વડલા પાસે બેસું અને બે-ચાર માટલાં-પાણી ભરી રાખું. ધીરે-ધીરે પંખી આવવા માંડ્યાં અને માણસો પણ. આમ કરતાં સૃષ્ટિ ઊભી થવા લાગી. મોહને એક શરત રાખી કે એ ના હોય ત્યારે તેનું ઘર ગામ લઈ લે પણ આ પાણીની પરબ ચાલુ રાખે. આ વાત કહેવા મોહન વાર્તાનાયકને પોતાની પાસે બોલાવે છે અને બીજા દિવસે મોહન મૃત્યુ પામે છે.

૫) પ્રકાશમય અંધકાર

શિવાજી મહારાજના પૌત્ર શાહુ મહારાજ અને એમની સંસ્કારિતા ત્યારે દેખાતી જ્યારે સાધુ રામદાસનાં વારંવાર દર્શન કરવા જતા. એક વખત ગયા અને ખબર પડી કે રામદાસ મહારાજ મંડવાદમાં છે. મહારાજની સેવા કરવા ત્યાં જ મુકામ નાખ્યો. અચાનક મહારાજે કહ્યું, ‘કોઈની કશી ઇચ્છા હોય તો બોલો, પછી શરીર ભગવાનના શરણે જશે.’ રાજાએ કહ્યું, ‘આપની એક શિલ્પમૂર્તિર્ અહીંયા સ્થાપવી છે, જો આપની રજા મળે તો.’ મહારાજે કહ્યું, ‘ભગવાન રામચંદ્રની સ્થાપો.’ મૂર્તિ ઘડશે કોણ? આ સવાલનું તારણ હજી નહોતું આવ્યું ત્યાં સ્વામીએ શરત મૂકી. ‘આ મૂર્તિ ફક્ત ભગવાન રામચંદ્રની હોવી જોઈએ અને અલૌકિક અને ખરેખર અદ્‌ભુત હોવી જોઈએ, જોનારાને એવું લાગે કે જોનારા જોયું એવું આપ્યું એવો શિલ્પકાર શોધી લાવો.’ આવો કોઈ શિલ્પકાર લોકોના ધ્યાનમાં નહોતો. સ્વામીએ એક સોની ભગતની વાત કરી. ત્યાં ગયા પછી ખબર પડી કે ભગત તો આંધળો છે. ચિંતન કરીને કહ્યું, ‘તમે એક વખત ફરી ત્યાં જાઓ એ ભગત આવશે.’ ફરી વખત ગયા ત્યારે ભગતને આંખ આવી ગયેલી હતી. આબેહૂબ મૂર્તિ કંડારનાર ભગતને સ્વામીએ કહ્યું, ‘ભગત માગો.’ સોનીએ કશું ના માગ્યું. એટલે સ્વામીએ પછી કહ્યું, ‘આપ માગો જોઈએ તો સાત પેઢીની જાહોજલાલી માગો, ભગતે બે હાથ જોડી અને હસતાં કહ્યું, ‘મને મારો અંધકાર પાછો આપો.’

૬) જડભરત

જડભરત પાદરે લીમડાની નીચે જે મળે તે ખાઈને પડ્યો રહેતો. એક દિવસ અચાનક ગામમાં ભીખ માગવા નીકળી પડ્યો. ગામવાળાએ સહજ સવાલ કર્યો. ત્યારે ખબર પડી કે એક અપંગ અને આંધળી બાઈને જમાડવા માટે માગે છે. ધીરે ધીરે એકમાંથી અનેક થવા જેવી બાબત બની. હવે વધારે દાન ભેગું કરીને જડભરત બાકીના ભિખારીઓને પણ આપતો થયો. આ વાત અચાનકથી લોકોએ પૂછી એટલે જડભરતે કહ્યું, ‘જ્યારે જે વિચાર આવે એનો અમલ કરો એ વધુ પ્રકાશ આપતો રહે છે.’

૭) પ્રેમનો વારસ

મહામારીમાં મરી ગયેલા મા-બાપ વગરના દીકરાને ગામના મુખી રામમોહન પોતાના ઘરે લાવે છે. પહેલાં તો એના ઘરે દીકરો નહોતો અને એની વહુ બહુ માંદી રહેતી. થોડા દિવસો પછી તેમને ત્યાં પણ દીકરાનો જન્મ થયો. આનંદ અને પરમાનંદ ધીરે ધીરે મોટા થવા લાગ્યા એમ બંને વચ્ચે મતભેદો પણ વધવા લાગ્યા. રામમોહનને પોતાના સગા દીકરાને બધી સંપત્તિ મળે એવું મનમાં હતું. એક દિવસમાં ઝઘડા બાદ રામુ અને પોતાના સગા દીકરાને બધું જ કહી દીધું કે જે ફક્ત રામમોહન અને એમના પત્ની બે જ લોકો જાણતાં હતાં કે આનંદ એ પોતાનો સગો દીકરો નથી. આ વાત પાછળ ઊભેલો આનંદ પણ સાંભળી ગયો અને આવેશમાં આવીને રામમોહનને પણ એને ઘણું સંભળાવ્યું, એ જ રાતે ઘર છોડી દીધું. પરમાનંદ મોટો થયો અને એણે બાપની બધી સંપત્તિ ઉડાવી દીધી અને બાપને હેરાન કરવા લાગ્યો. રામમોહન ઘર છોડી ને એક હવેલી પાસે પહોંચ્યો ત્યારે બહુ મીઠો આવકાર સાંભળી ત્યાં હવેલીમાં ગયો. તેને ખબર પડી કે આ તો આનંદનું ઘર છે. આનંદે એને વિવેક કર્યો કે તમે હવે મારા ભાગનો પ્રેમ આપવા બનાવ્યા છો, હવે અહીં રહી જજો. કોઈપણ ખોટી વાત રહેતી નથી અને સાચી વાત મરતી નથી.

૮) ગાંગજી ભગતની વાડી

રાજા દરબારનો જમાનો હતો, એ ધારે એમ થાય. એવામાં એક વખત ગાંગજી ભગતની વાડી દરબારે માગી. કાનજી ભગતને મન એવું હતું તે જમીન એ જ તો મા. જમીન આપીએ તો મા વેચી કહેવાય એટલે જ્યારે દરબારમાં બોલાવ્યો ત્યારે ગાંગજી વખતે બહુ નમ્રતાથી ના પાડી, પણ જાણતો હતો કે આનું પરિણામ બહુ ખરાબ આવશે. એની દીકરી એની ભેગી હતી. છ મહિના જેવું વીતી ગયું એટલે ગાંગજીને થયું કે વાત હવે વિસરાઈ ગઈ લાગે છે. તે તો પોતાની વાડીએ ફરી પાછો પ્રસન્ન થઈને જવા લાગ્યો. પણ બીજી બાજુ જીલુભા દરબાર તો એ ગામ છોડીને ભાગી જાય એવી યુક્તિ ગોઠવતા હતા. દરબારના એક માણસ આવીને ગાંગજીને પોતાની દીકરી વિરુદ્ધ વાત મનમાં રોપી. ધીરે ધીરે કરતાં આખું ગામ પૂરી વિશે ન કરવાની વાતો કરવા લાગ્યું. ગાંગજી ગામ મૂકીને હવે ગામેગામ રખડવા લાગ્યો. એ જેટલા ગામ જતો તે બધે વાત પહોંચી જતી. લાગ જોઈને ગાંગજીએ પોતાની દીકરીને કૂવામાં ધક્કો મારી દીધો. વાતને ત્રણ-ચાર વર્ષ થઈ ગયાં. દરબાર એક રખાત રાખતો. રાણીને આ ગમતું નહિ. એક વખત બોલાચાલી પણ થઈ ગયેલી. એવામાં એને તેજસ્વી બાઈએ ભડાકે દીધો અને ખબર પડી એ રખાત એ જ પૂરી હતી. પછી એ ભગતનું એ ડેલીનું શું થયું, કોઈને કશી ખબર નથી.

૯) ભીખુદાસ

રાજા અકબરનું રાજ્ય. તેના રાજ્યમાં સૌપ્રથમ લોકોને દિલ્હી બોલાવી લેવામાં આવતા ત્યારની વાત. ભીખુદાસ એટલે કે તાનસેનનો નાનો ભાઈ. પણ તાનસેન એ દિલ્હી ચાલ્યો ગયો અને ભીખુદાસ જ્યાં હતો ત્યાં જ મહાભારતની વાતો કરતો રહ્યો. હમણાં મળેલા સમાચાર એવા હતા કે તાનસેને હવે ધર્મપલટો પણ કરી લીધો છે. એક દિવસ એવું બન્યું ભીખુદાસને લેવા પણ દિલ્હીથી લોકો આવ્યા. લોકો માન-અકરામ, અશરફી, હોદ્દો અને ઇજ્જત માટે ત્યાં જતા. ભીખુદાસને લેવા ૧૫-૨પ સવારો આવ્યા હતા. ભીખુદાસે બહુ નિર્મળતાથી અને ત્વરિત નિર્ણયો કરતા એ અસવારોને કીધું કે, હું તો માગીને ખાવા વાળો મારું સ્થાન ત્યાં ના હોય. પેલા લોકોએ ઘણો મનાવ્યો પણ માન્યો નહીં. ભીખુદાસ કોણ હતો એ કોઈને જાણ નથી પણ ઇતિહાસ કહે છે ભૂલતા નહીં, મને વાંચનારાઓ મારે ત્યાં નોંધાયેલા નામો મહાન હશે પણ મારે ત્યાં નહીં નોંધાયેલા નામો અમર છે.

૧૦) તપ કરતાં સાંભર્યું

ઘણા સમય પહેલાંની વાત છે. કાલકવૃત્તીય મુનિ હિમાદ્રીમાં તપસ્યા કરતા હતા. ધીરે ધીરે અંદરથી એને જવાબ મળવા લાગ્યા. તપ વધારે ઘેરું થતું ગયું. અચાનક હૃદયમાં જોયું કે અંદર બે ફાંટા પડે છે. એક એને પોતાની જવાબદારીનું ભાન કરાવે છે અને બીજો જે અધ્યાત્મના રસ્તે ઊંડે લઈ જાય છે. ધીરે ધીરે મન સાથે મુનિ વાત કરવા લાગે છે. અને તેને સમજાય છે કે હું મારી જવાબદારી પૂરી કર્યા વગર આ રસ્તે નીકળી પડ્યો છું એટલે ફરી પાછું તે રાજ્યમાં જવાનો નિર્ણય કરે છે કે, જેમાં એમણે પોતાના નાના ભાઈને કશું પણ વિચાર્યા વગર આ ગાદી સોંપીને નીકળી જવાનું નક્કી કરેલું. પ્રમાણ કરતા કરતા પોતે પહોંચે છે મિથિલા નગરી. ત્યાં જઈને રાજાની ઉદારતા દુર્ગુણ છે, ઠેર ઠેર અવિશ્વાસ છે. પડોશી આક્રમણનો ગુપ્તભય છે. મુનિ પોતાની સાથે કાગડો રાખે છે, અને બધાને કહે છે કે આ કાગડો તમારા મનની વાત જાણે છે એટલે બધા મુનિથી દૂર ભાગે છે. મુનિ લોકો પાસેથી જાણે છે કે રાજાને પોતાના મંત્રીઓ પર ખૂબ ભરોસો છે. અને આ જ મંત્રીઓ રાજાને ખોટા પાઠ ભણાવે છે. રાજાની આંખ ખોલવા માટે મુનિ ધીરે ધીરે રાજમહેલમાં જવા લાગે છે. સમય જોઈને રાજાને વાત કરે છે. અને એક પછી એક મંત્રીની પોલ ખૂલવા લાગે છે. અંતે બધા મંત્રીઓનું ખોટું સામે આવે છે અને મુનિ પોતે પોતાનું કાર્ય પૂરું કરીને અધ્યાત્માના માર્ગે પાછા ચાલ્યા જાય છે.

૫. ‘છેલ્લો ઝબકારો’ વાર્તાસંગ્રહ વિશે :

૧) શૂન્યતાની લીલા

જીવન કોનું નામ છે? શું કામ અને કેવી રીતે જીવાય? જીવનનાં મૂલ્યોનું મહત્ત્વ શું અને મૂલ્યો કેવી રીતે આંકવાં તેની ઊંડી સમજણ વાર્તાકાર આપે છે. ફક્ત ત્રણ પાત્રો, અક્કડ વલણ ધરાવતો નાયક આ વાર્તાનું મુખ્ય પાસું છે. રાવસાહેબ હોવાને કારણે પોતાના નિયમો અને અક્કડ વલણને લીધે કેટકેટલુંય ગુમાવીને શૂન્યતા તરફ વધતા જીવનના જ્યારે વૃદ્ધાવસ્થાના આંગણામાં પગલાં પડે છે એ પહેલાં આવેલી સમજણનું મુખ્ય કારણ એમનો જ દીકરો શૂકર. શૂકર પોતાના બાપને જીવન કેટલું અઘરું છે અને પોતે તેની જિદથી જીવન બગાડ્યું એનો અહેસાસ કરાવવામાં પોતાના દીકરાઓનું પણ ધ્યાન રાખવાનું છોડી દે છે. ધીરે ધીરે શૂકર અને રાવસાહેબ વચ્ચે વાતચીતનું અંતર વધતું જાય છે અને બાપદીકરાના આ મનના કમેળ અને એકબીજાને સમજાવી દેવાની લ્હાયમાં વચ્ચે ઝોલાં ખાતી રાવસાહેબની પત્ની ઇંદિરા. આ ત્રણેય પાત્રોથી બનતું આખુંય વાર્તા વર્તુળ શૂન્યતા તરફ લઈ જાય છે. અને જીવનને જીવવાનાં મૂલ્યોની ઊંડી સમજણ આપી બહુ ગહન વાત વાર્તાકાર સમજાવી જાય છે. રાજના જમાનામાં ખાલસા થઈ ગયેલી જમીનની વાત કરતો નાયકનો બાપ માધવ, નાયક લઘુ અને આ જમીનની દરબારી ચાકરી કરતો નિરંજનભાઈ – આ ત્રણેયની વાત કરતા શબ્દચિત્રકાર એટલે ધૂમકેતુ. નાયકની જાતની કોઈને ખબર ન હતી એવી ઊંડી વાત વાર્તાકાર એક વાક્યમાં ઊંડી રીતે સમજાવી દે છે. માંદગીમાં સપડાયેલા નાયકના પિતા માધવ અંતિમ સમયે પ્રાયશ્ચિત્ત રૂપે લઘુને વાત કરે છે, ‘એ જમીન તારી માની હતી. શંકામાં મેં જ તારી માને મારી નાખેલી હવે તું જ એને પાછી મેળવજે અને ત્યાં તારી માની તકતી મુકાવજે.’ આટલું કહીને નાયકના પિતા માધવ અંતિમયાત્રાએ નીકળી જાય છે. ભણીગણીને માસ્તર થયેલા આબરૂદાર લઘુના મનમાં આ વાત છપાઈ જાય છે તે નિરંજનભાઈની સેવા કરે છે અને પછી એ જમીન અમારી છે એ વાત તેની પાસે રજૂ કરે છે, દર વખતની જેમ આ વખતે પણ નિરંજનભાઈ એ વાતને હસી કાઢે છે અને હવે લઘુને ગાંડો સમજવા લાગે છે. પોતાને આખી જિંદગી મફતમાં ભણાવીને એક આબરૂદાર માણસ બનાવવા માટે નિરંજનભાઈના દીકરા એટલે કે રંજનના મનમાં લઘુની એક અમિટ છાપ પડી ગઈ હોય છે. કેટલીયે ઠોકરો ખાધા પછી પણ લઘુના મનમાં એક જ મનોબળ હતું શ્રદ્ધા. પોતાનું આખું જીવન ખર્ચી નાખીને હજુયે એ શ્રદ્ધાના બળે એ જમીન પાછી મેળવવા માટે પ્રયાસ કરતો લઘુ અંતે પથારીવશ થાય છે અને ત્યારે એની શ્રદ્ધાની ફળશ્રુતિ રૂપે રંજન એના માટે કાર્ય કરવાની શરૂઆત કરે છે. પિતાને ખબર ન પડે એવી રીતે રંજન દોઢ વર્ષ સુધી આ કાર્યને બળ આપે છે અને અંતે પથારીવશ થયેલા લઘુને જ્યારે એ સમાચાર આપે છે ત્યારે એક અદૃશ્ય બળ મેળવીને લઘુ બેઠો થાય છે અને આંસુડાંની ધાર સાથે પોતાની શ્રદ્ધાને ભીંજવે છે. હાલમાં ત્યાં ઊભેલી ડેરી અને એમાં કોતરાવેલું લઘુની માનું નામ છે લોકો નિરંજન, રંજન ચીનની અને એના બાપ તથા લઘુ વિશે વાત કરે છે પણ અંતે તો એટલું જ સમજાય છે ખરેખર શ્રદ્ધા ઇતિહાસ સર્જે છે.

૩) માતૃત્વ જાગ્યું

એક પુરુષની અંદર જ્યારે માતૃભાવ જાગે ત્યારે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કુદરત કરી આપે એવી વાર્તા. એક પૈસાદાર લાગણીવાળો માણસ એટલે જગમોહન અને વાર્તાનો નાયક એટલે કેશવચંદ્ર. કેશવચંદ્ર પોતાનું ગુજરાત ચલાવવા માટે છૂટક છૂટક ટ્યૂશન કરતો, પરંતુ પુસ્તકપ્રેમી અને એક નાની સરખી અંધારી કોટડીનો માલિક અને પુસ્તકપ્રેમી હોવાને લીધે કોઈની ટીકા, નિંદા, ધૃણા કે ખુશામત કરતો નહીં, પોતાનાં પુસ્તકોને જ પોતાનું વિશ્વ ગણતો. પુસ્તક પાસેથી એટલું શીખેલો કે, જે જીવન છે એ જીવન નથી, અને જે જીવન નથી એ જ જીવન છે અને ભવિષ્યમાં પણ આ દુનિયામાં જીવવું હોય તો વર્તમાન બરાબર જીવી લેવો એ જ બાદશાહીનો માર્ગ છે. જગમોહનના ઘરે જઈને તેની રૂપ અને પૈસાદારથી અહંકારી પત્નીનો ભેટો થાય છે, અને ત્યાં વાર્તાનો પ્રાણ કહી શકાય એવો જગદીશ નામનું પાત્ર ઉમેરાય છે. જગદીશ હજુ માંડ પાંચ વર્ષનો, પરંતુ કોઈ ગહન અવસ્થામાં ખોવાયેલું બાળક. વાર્તાકાર બહુ સરસ રીતે આગળની વાર્તાનો મર્મ સમજાવતાં જણાવે છે કે, સાવકી મા સાથે રહેતો દીકરો પોતાની પેટે જણેલી માની રાહમાં પોતાનું વર્તમાન પણ જીવી નથી શકતો. અને જ્યારે કેશવચંદ્રની અંદર એ માતૃત્વનો ભાવસ્રાવ થાય પછી કેવી રીતે પરિસ્થિતિ પલટાય છે અને જગદીશને મા અને મા સમો શિક્ષક મળે છે-ની આખીય પરિસ્થિતિ પ્રકૃતિ કેવી રીતે નિર્માણ કરે છે એનું બહુ ભાવાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે.

૪) મળેલું અને મેળવેલું

બાપ પાસેથી મળેલી મિલકત અને ભણતર, વિચિત્ર પ્રકારના માનસનો વારસદાર એટલે નાયકના મિત્ર રાજેન્દ્રભાઈનો પુત્ર મુકુલ. ભણીગણીને ડૉક્ટર થયેલા મુકુલનો જીવ તો નાટકમાં જ હતો, કોઈ દવા લેવા આવે તો પણ એ પોતાની કથા સંભળાવવા લાગતો, ધીરે ધીરે પોતાના ધંધા કરતાં, લોકસેવા, ફંડફાળો, નાટક એવાં બધાં કાર્યો કરવા લાગેલા દીકરાને જોઈને બાપની ચિંતા વધે છે અને સાથે ગુસ્સો પણ! એક વખત તો કંટાળી ગયેલા મુકુલના બાપે નક્કી કરી લીધેલું કે બધી મિલકત ટ્રસ્ટમાં આપી દેવી છે. જેનાથી એના હાથમાં એક પણ પૈસો ના આવે. પરંતુ નાયક એના દીકરાને સમજાવશે એવી ધરપત આપી કે, કુદરતે બધાને અલગ અલગ શક્તિ આપી છે, આપણું ધાર્યું ન થાય તો અહમ્‌ શું કામ રાખવો? કુદરતનું આપેલું એને આપી દ્યો. બીજી બાજુ મુકુલને સમજાવવા માટેના પ્રયત્નો કરતા નાયક મુકુલને અલગ અલગ રીતે સમજાવવાના પ્રયત્નો કરે છે, એ બંને વચ્ચેની વાતો બહુ સરસ રીતે વાર્તાકારે વર્ણવી છે. એમાં મુખ્ય વાત હતી સોક્રેટિસ અને સુતારની. લગભગ આ છેલ્લી મુલાકાત પછી વાર્તાનાયકને આફ્રિકા જવાનું થાય છે. દશેક વર્ષ પછી આવતાં ખબર પડે છે કે, મિત્ર રાજેન્દ્રભાઈનું તો ધામગમન થઈ ચૂક્યું છે અને મુકુલે બધું જ ખોઈ નાખ્યું છે. નાયકને બહુ દુઃખ થાય છે. થોડા સમય બાદ મુકુલ પૈસા માગવા આવે છે પરંતુ મુકુલની છાપના કારણે નાયક આપી શકતા નથી. થોડા સમય પછી ફરી પાછો આવીને દવાખાનાનું આમંત્રણ આપવા આવે છે અને દવાખાને લઈ જાય છે. વાર્તાનાયકની આપેલી સોક્રેટિસ અને સુતારની શીખમાંથી ઊભા થયેલા આ વિચાર માત્રથી ઘણા લોકોની સેવા કરતા ડૉ. મુકુલને જોઈને નાયક બહુ રાજી થાય છે.

૫) પ્રેમદંડ :

વાર્તા ધીરજ અને વાત્સલ્યભાવને પ્રદર્શિત કરે છે. રાજમાતાના બે-ત્રણ ગામ, દરબારગઢની સ્થિતિને વાર્તાકાર સારી રીતે વર્ણવે છે. રાજમાતા પોતે જ રાજ સંભાળે એમ જ નહીં પરંતુ એમને ઢોરઢાંખરનો બહુ શોખ અને માંદુ પ્રાણી છે. એવી ખબર પડે એટલે પોતે બધું પડતું મૂકીને મદદ કરવા આવી જાય. સ્વભાવે દયાળુ પરંતુ એને કોઈ જો મૂરખ બનાવીને જાય તો એને આકરી સજા કરે. એના પ્રાણીઓની દેખરેખ કરતો માણસ રાઘવો અને કારોબાર સંભાળતા ભગવાનજી આ વાર્તાનાં પાત્રો. એકદિવસ અચાનક જાનબાઈએ વાત સાંભળી કે રાઘવો જમવા બેસે ત્યારે નાની ભાગરીને દોહી લે છે એટલે સાંજે દૂધ ઓછું નીકળે છે, રાઘવાને બોલાવીને પૂછ્યું પરંતુ રાઘવનો જવાબ સાંભળીને વાત ગળે ઊતરી નહીં. જાતે જોયું તો અઢી શેર ઓછું દૂધ નીકળ્યું! સ્વભાવનાં કડક મા તો ગુસ્સે ભરાઈને ભગવાનજીભાઈને બોલાવીને રાઘવાને કાઢી નાખવાનો આદેશ આપે છે. પરંતુ ભગવાનજીએ એવું કરવા કરતાં જૂનો વ્યક્તિ જાણીને સમજાવવાના પ્રયત્નો કર્યો. રાઘવા સાથે વાતચીત કરી પરંતુ એમાં પણ રાઘવો વાતને સાચી પડવા દેતો નથી. બીજા દિવસે નાની ભગરીને જાનબાઈમાના કહેવાથી ઘરે જ રાખી અને એમની સામે જ દોહી ત્યારે સાડા ચાર લિટર ઓછું દૂધ આવ્યું અને ઢોર તો એકલું હોય તો આવું થાય એવો જવાબ સાંભળતા મા સમસમી ગયાં અને દરરોજ કરતાં તો આજે વધુ બે શેર ઓછું દૂધ આવ્યું! બીજા દિવસે સીમમાં જ રાઘવને પકડી લેવો એવો આદેશ કરતાં ડાહ્યો અને સમજુ ભગવાનજી એ એવો દંડ ના દેતાં પ્રેમદંડ આપવા માટે જાનબાઈ માને મનાવી લીધાં. થોડા દિવસમાં રાઘવનો મા વિનાનો દીકરો માંદો પડે છે અને પ્રેમભાવ રાખીને જાનબાઈ મા એની સેવા કરવા ઘરે પહોંચે છે અને પછી રાઘવ ધૂળમાં મોઢું નાખીને તેની ભૂલની માફી માગે છે અને રાજમાતા એને માફ કરી દે છે.

૭) સ્ત્રી ગૌરવને માટે

૧૭૩૯-૪૦ના દાયકામાં નવાબ સામેની ગૌવધના વિરોધને કારણે હારેલું રાજ, બાજીરાવ છેલ્લા પેશ્વાની કપરી હરીફાઈ જીતીને મહાપરાક્રમથી રાજ પાછું મેળવનાર દુર્જનસિંહ મહીડા. બરાબર ૧૦૦ વર્ષ પછી ફરી આવો જ બનાવ બન્યો ત્યારે રાજા ત્રીજો દુર્યોજન મૃત્યુ પામ્યો ત્યારે રાજ કરનાર કોઈ દીકરો ના હોવાથી રાજ કંપનીએ પ દિવસ ચલાવ્યું. પરંતુ, કુંવરનો જન્મ થતાં રાજ પાછું મળ્યું અને ૧૩ મહિનાના કુંવરના મૃત્યુ પછી પાછું રાજ કંપની સરકાર ચલાવવા માંડી. થોડા સમય પછી વખતકુંવરને કંપની કલેક્ટરે કહેવરાવ્યું, દત્તક પુત્ર લઈ લો તો રાજ પાછું મળશે. વિધવા મહારાણી પોતાનાં સાસુ પ્રતાપકુંવર પાસે ગયાં. પરંતુ પોતાના વિચારથી દૃઢ અને મક્કમ પ્રતાપકુંવર દત્તક લેવાની ના પાડીને સ્ત્રી પણ રાજ કરી જ શકે છે અને ભૂતકાળમાં પણ કર્યાં જ છે. આ વાત વારંવાર સમજાવે છે. છતાંય કલેક્ટર માનતા નથી અને સામે પ્રતાપકુંવર પણ નમતું મૂકતાં નથી અને જો રાજ મળે તો રાજકુંવરીને મળે દત્તક તો નહીં જ લેવાય એ વાત પર અડગ રહે છે. અંતે ધમકી આપતા કલેક્ટર ક્રોને પણ પોતાના જવાબથી ચૂપ કરી દે છે. ક્રોએ બીજી યુક્તિ ઘડી જૂના રાજા વજેસિંહનો પુત્ર જીતસિંહની વાત ચલાવી તો બધા પુરાવા સાથે એને પણ નકારી કાઢીને પ્રતાપકુંવર પોતાની વાત પર અડગ રહે છે અને અંતે રાજ ખાલસા થઈ જાય છે. આ વાતને પોતાનું ગૌરવ માનતા, સ્ત્રી પણ રાજ કરી જ શકે છે, પોતાનું યુદ્ધ લડતાં લડતાં, સ્ત્રીઓના હક માટે ૧૮૪૯માં મુંબઈના ગિરગામમાં પોતાનો દેહત્યાગ કરે છે.

૮) દાતાર એક – દેવાવાળા અનેક

અંગ્રેજોના રાજ વખતની વાત, પાલનપુર પાસે દિયોદર તાલુકો એમાં આરામ કરણ વાઘેલાના વંશજોનું રાજ અને એનો એક ઠાકોર એટલે મૂંજોજી અને મુંજોજીનો રાજકુમાર એટલે ચાંદોજી. મુંજાજીની કીર્તિ ચારણોએ સોરઠ આખામાં અમર કરી પોતાના દુહા અને વાતોથી એટલે એક દિવસ એક ચારણ એના દરબારમાં આવી પહોંચ્યો અને કવિતા ઉપર કવિતા કરવા લાગ્યો. ખુશ થઈને ચાંદોજી તો ઉત્સાહમાં બોલી ઊઠ્યા, ‘ગઢવી ગામ ગરાસ જે જોઈએ માગો.’ ગઢવીની વાતમાં ઊંડાઈ હતી અને ગઢવી એટલે જેની જીભે મા સરસ્વતીનો વાસ હોય. ગઢવીએ કીધું કે, હું માગીશ પણ એવું માગીશ અને એવા પાસે માગીશ કે જે મને પૂછ્યા વગર વચન આપી દે કે તારે શું જોઈએ છે. થોડીવાર સતત આ વાત ઉપર વિમર્શ ચાલ્યો અને ચાંદોજીએ હા પાડતાં ગઢવી એ કીધું કે, હવે હું કાલે માગીશ. પછી ચાંદોજીના આજુબાજુના લોકોએ ચાંદોજીને સમજાવ્યા કે પૂછ્યા વગર એમ આપી દેવાય આ સમય કાંઈ એવી રીતે આપી દેવાનો નથી, પણ ચાંદોજી એકના બે ન થયા. બીજા દિવસે ગઢવી આવીને ફરી એક કવિતા કીધી. ચાંદોજીએ માગવાનું કહ્યું અને અંતે ચારણે એવું કહ્યું કે હું તો માપવા નીકળ્યો હતો, બસ તમે મને આપવા માટે હા પાડી દીધીને એનાથી મોટો ભગવાન બીજે ક્યાંય ના હોય. મારે હવે બીજું કશુંય નથી જોઈતું. વાર્તાકાર આખી વાર્તામાં બહુ ગૂઢ રહસ્ય સમજાવી જાય છે.

૯) જીવનદૃષ્ટિ એનું નામ ધર્મ

હાલનું પેશાવર અને ત્યારનું પુરુષ નગર અને એનો રાજા કનિષ્ક. વાર્તાનો નાયક એટલે કનિષ્ક અને પછી વાર્તામાં ઉમેરાતાં એની સગી બહેન ચરક અને મગધના વેદ એટલે અશ્વઘોષ. આખું પેશાવર એક ગંભીર રોગમાં સપડાય છે અને આ કુદરતી આફત સામે રાજા કનિષ્ક કશું કરી શકતો નથી. એના વિરોધી હોય એવું કહે છે કે બીજાના પ્રદેશ જીતીને એની ભાઈઓ લીધી એટલે આ દિવસ જોવાનો વારો આવ્યો. આ વાત ક્યાંક કનિષ્કને પણ સાચી લાગે છે અને ધીરે ધીરે કરતાં એ પણ માંદગીમાં સંભળાય છે, બધા જ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરી લીધા અને અચાનક એક યુવાન આવે છે એનું નામ ચરક. યુવાનને આપવાની પરીક્ષામાં રાજાનો જીવ બચાવવાનો હતો. રાજાની બેન અડધું રાજ આપી દેવા માટે પણ તૈયાર છે પરંતુ રાજાને સારો કરવા માટે બધા પ્રયાસો કરે છે. ચરકના હાથમાં અમૃતસ્તોત્ર હોય એમ કનિષ્ક તદ્દન રોગમુક્ત થઈ જાય છે અને પછી રાજા જનોમાં આ વેદવિદ્યા પહોંચાડે છે. એક દિવસ કલાવતી ચરક પાસે આવીને કહે છે કે તમે અમારું કામ કર્યું હવે અમારે પણ તમારું કામ કરવાનું હોય. આપ માગી લો. તમે કહો તો આશ્રમ બાંધી આપું અને કહો તો વિદ્યાધામ! તમે માગી લો. ત્યારે ચરક જુવાન હતા અને એવું માગ્યું કે મારે બીજું કશું નથી જોઈતું. પરંતુ મહારાજ મગધ ઉપર ચડાઈ કરે ત્યારે મને સાથે લઈ જાય, ત્યાંના અશ્વગંધ મહાન વિદ્વાન બૌદ્ધ સાધુ છે એમને મારે મળવું છે. લડાઈમાં કનિષ્ક મગધ ઉપર પોતાનો વિજય મેળવે છે અને મગધરાજ પાસે બે વાત માગે છે, બીજું કશુંય નહીં ફક્ત બે વાત. પહેલું ભગવાન બુદ્ધનું ભીખુપાત્ર આપો અને બીજું તમારો મહાન વૈદ્ય અશ્વઘોષ આપો. થોડો વિચાર કર્યા બાદ રાજા એને અશ્વઘોષની ના પાડી દે છે. આ વાત જ્યારે મગધરાજ અશ્વઘોષને કરે છે, ત્યારે અશ્વઘોષ કહે છે કે એને માગતા આવડ્યું નથી, કેમ માગવું એ નથી આવડતું. બીજા દિવસે મળે છે અને એમને સમજાય છે મેં ભૂલ કરી છે અને એના પ્રદેશમાં આવવા વીનવે છે. અંતે એને સમજાય છે કે જ્ઞાન જીતવાની નહીં, વિનમ્રતાથી મેળવવાની વસ્તુ છે. પછી કનિષ્ક ચરકને અશોક પાસે લઈ ગયા અને એમની ઓળખાણ આપીને એમની વાત કરી કે એમને તમારી સાથે ચાલી નીકળવું છે. ત્યારે અશોક અવસ્થાને સમજાવે છે કે ભગવાને પોતે સંસારને બંધન નથી ગણ્યું. માનવસેવા એ જ તો મોટામાં મોટી સેવા છે, ધર્મ એટલે માનવસેવા. અને પછી ચરકને સમજાય છે કે ભગવાન તથાગતની વાણીને ન સમજવાથી ઘણી વખત અર્થનો અનર્થ થઈ જાય છે અને ખરેખર એનું કહેવાનું તો એવું હતું કે સંસાર એ બંધન નથી. તમે સંસારમાં રહેવાથી વધારે માનવ સેવા કરી શકો છો અને એ જ તમારી સાધુતા છે અને અંતે એને સમજાય છે કે ‘જીવન દૃષ્ટિ એનું નામ ધર્મ.’

૧૦) છેવટે દગો બોલે જ બોલે.

દગો કરેલો હોય એ લાંબો વખત સૂતો રહે પણ છેવટે તો એ બોલે છે એવી વાર્તા વાર્તાકારે અહીં દર્શાવી છે. શાક્ય કુળ શ્રેષ્ઠ ગણાતું કારણ કે, ભગવાન બુદ્ધ અને તથાગતનો જન્મ એ કુળમાં થયો હતો. રાજાએ વિચાર્યું કે એ કુળની કન્યા લાવું તો શ્રેષ્ઠ કુળની કન્યા લાવી એવું ગણાય. પરંતુ શાક્ય લોકોમાં કોઈ રાજા નહીં. રાજ લોકશાહીની સભા ભરે. રાજાએ પ્રસ્તાવો મૂક્યા, બધા વિચારમાં પડી ગયા. હા પાડે તો આબરૂ જાય, ના પાડે તો વેર બંધાય. ત્યારે એક વિદ્વાન માણસ હતો મહાનામ. પોતાની બુદ્ધિથી તેમણે કહ્યું કે મારે ત્યાં એક દાસી છે. તેની પુત્રી છે એ રાજાને આપી અને કહેવાનું કે કન્યા છે, અને આમ જ થયું. વિકુડભ નામનો રાજાને પુત્ર થયો, પોતાના મોસાળ, શાક્યોને મળવા ગયો. સૌને ખબર હતી કે આ દાસીપુત્ર છે એટલે મહાનામે તો એ જગ્યામાં રહેતો હતો તે પણ ધોવડાવી નાખી. વિકુડભને જાણ થઈ ત્યારે ક્રોધે ભરાયો પણ કશું બોલ્યો નહીં, રાજાનું મૃત્યુ થયું વિકુડભને રાજ્ય મળ્યું, તેણે તેના આપમાનનો બદલો લેવા આક્રમણ કર્યું, શાક્યોને હણવા લાગ્યો. માનવસંહાર જોઈને મહાનામ મળવા ગયા અને ત્યાં શરતો ચાલી. મહાનામ પાસે જલમાં ડૂબકી મારીને રહી શકવાના મંત્રની વાત અને એ મંત્ર પોતે પણ શીખવા માટે ઇચ્છુક છે એવું જણાવ્યું. પરંતુ એ પહેલાં મંત્ર કેટલો તેજ છે તેની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. મંત્રની સામેની શરત એટલે કે તે પાણીમાં હશે ત્યાં સુધી સંહાર નહીં થાય એ સાંભળતા જ મહાનામને પ્રાયશ્ચિત્ત થયું. પોતાની ભૂલનું અને નક્કી કર્યું કે હવે હું પાણીમાં જ રહીશ બહાર નહિ આવું. તો આ સંહાર જ નહીં થાય. અમે આમ જ થયું, સંહાર બંધ થઈ ગયો. મહાનામ પાણીમાંથી બહાર જ ના આવ્યા અને માન આપવા નતમસ્તક તળાવ પાસે ઊભો રહ્યો અને શાક્યોએ કહ્યું કે, આ યુદ્ધ મહાનામ જીતી ગયો, વિકુડભ નહીં! એક દિવસ સુમેધ નામક વ્યક્તિએ ઢંઢેરો પીટાવ્યો, મૃત્યુ બાદ અમારી સંપત્તિ અમારી સાથે આવે એવો માર્ગ બતાવનારને મારી અડધી સંપત્તિ આપીશ. એક વિદ્વાને આવીને તેને સમજાવ્યું કે જો મૃત્યુ પછી પણ સાથે લઈ જવું હોય તો, જે છે એ આપી દ્યો જરૂરિયાતવાળા લોકોને. બીજા દિવસથી સુમેધે આમ જ કર્યું અને એમાંથી એને આનંદ મળ્યો. એને સમજાઈ ગયું કે આવ્યું એવી કંઈ ખબર જ હોતી નથી.

૧૧) જીવંત ભાવના

ધોકલના રાણા વીરધવલ. વીરધવલ એટલે એક મહાબળવાન, મૃત્યુને ગાંડો પડકાર આપે એવો ચૌલુક્ય રાજપૂત. એક જ વાતમાં સમજે તલવાર લઈને દોડવામાં. જેટલી વખત હારે એટલી વખત દોડવામાં અને અંતે જીતમાં. પણ આજે એની આંખમાં કરુણતા દેખાઈ. રાજગુરુ સોમેશ્વર આ જોઈને આશ્ચર્ય પામી ગયા. અને ત્યાં જ વીરધવલે કહ્યું, ગુરુદેવ એક ભારે વિકટ કોયડો ઊભો થયો છે. એના પછી વીરધવલ અને સોમેશ્વર વચ્ચે તે જ ક્યાં રહે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વીરત્વ શું? માણસાઈ શું? એવા ગહન મુદ્દે વિચારવિમર્શ થાય છે. અને ત્યાં કર્ણાટકથી એક કવિ આવે છે અને કહે છે, ‘કવિતા વિનાની રાજનીતિ અને રાજનીતિ વિનાની કવિતા જ્યાં હોય ત્યાં પછી પ્રજા ના હોય, ટોળાં હોય. પ્રજાનો પ્રાણ કવિતા છે એનું અન્ન રાજનીતિ છે અને બધાને સમજાયું કે ભાવના અને ક્રિયા બંનેના સંબંધમાં જીવનનું તેજ રહે છે. ધૂમકેતુની દૃષ્ટિએ સર્વોત્તમ વાર્તાઓ વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી ત્રણેના મેળમાંથી જ જન્મે છે. વળી, પોતે જે સમાજમાં રહે છે, તે સમાજને સ્પર્શ્યા વિના સાહિત્યકાર ઉત્તમ સર્જન આપી શકે નહીં. ધૂમકેતુની વાર્તાઓમાં વાર્તાનાં ઘટકતત્ત્વોની સભાનપણે જાળવણી કરવામાં આવી છે. ધૂમકેતુ પોતાની વાર્તાઓમાં વાર્તાક્ષણ રચીને જે સંવેદન પ્રગટાવે છે, તે ચિરંજીવી સંવેદનાને કારણે એમની વાર્તાઓ આજે આસ્વાદ્ય બની રહે છે. તેમની વાર્તાઓમાં જીવનના વાસ્તવનો સ્વીકાર અને તેની પાછળ પ્રગટતી ભાવનામયતા, કૌતુકપ્રિયતા અને એના નિરૂપણમાં કમનીય કલાત્મકતા એ સમયના વાર્તાકાર વાચકના ચિત્તને આકર્ષે છે. તેમની મોટાભાગની વાર્તાઓ તેના પાત્રવૈવિધ્યને કારણે આકર્ષણ જન્માવી શકી છે. એમનાં પાત્રો ગ્રામ, નગર, મધ્યયુગ કે પૌરાણિક હોય દરેક પાત્રની વૈયક્તિક ઓળખ સ્થાપી આપવામાં પૂરી નિષ્ઠાથી જહેમત ઊઠાવી છે. ધૂમકેતુએ પોતાની વાર્તાઓમાં ભાવિનાં સાંકેતિક ભયસ્થાનો બતાવીને ભવિષ્યમાં લખાનારા સાહિત્યની પૂર્વભૂમિકા રચી આપી છે. ધૂમકેતુની વાર્તાઓ વાતાવરણ, પાત્રગત વાણી, વર્તન, ભાષાની સૂક્ષ્મતા વગેરે ઘટકતત્ત્વોથી સભર એવી છે.

ખુશ્બુ પી. સામાણી
એમ.એ., ગુજરાતી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
GSET - ૨૦૨૨ Qualified
UGC NET - ૨૦૨૩ Qualified
Email : khushbusamani08@gmail.com