બાળ કાવ્ય સંપદા/ડાળ હીંચકો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 05:41, 16 February 2025

ડાળહીંચકો

લેખક : સુરેશ દલાલ
(1932-2012)

ઝાડની ડાળે ઝૂલતા રહે ચાંદો, સૂરજ, તારા !
એક પછી એક હીંચકે એના આવે છે હીંચનારા !

સૂરજ લીલી ડાળની ઉપર
બાંધે કિરણદોરી :
ચાંદો આવી આગિયા સાથે
કરતો રહે શિરજોરી.

તા૨લાઓ તો પાંદડાં સાથે રોજ રાતે રમનારા :
ઝાડની ડાળે ઝૂલતા રહે ચાંદો, સૂરજ, તારા !

સૂરજ આવે હીંચવા ત્યારે
પંખી ગાયે ગીત :
ચાંદને જોઈ રાતરાણીના
{{Block center|<poem>ચ્હેરા ઉપર સ્મિત

હીંચકા માટે બાગમાં લડે ભમરાઓ ભમનારા : ઝાડની ડાળે ઝૂલતા રહે ચાંદો, સૂરજ, તારા !</poem>}}