બાળ કાવ્ય સંપદા/ઉનાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 02:58, 20 February 2025
ઉનાળો
લેખક : રમેશ ત્રિવેદી
(1941)
આગભર્યો અંગારો આવ્યો,
ઘુઘરિયાળો બાવો આવ્યો,
લૂ ઝરતો ઉનાળો આવ્યો.
સૂના વગડા-ખેતર લાવ્યો,
મેળે મ્હાલતો ચૈતર લાવ્યો,
લૂ ઝરતો ઉનાળો આવ્યો
ઝોકે ચઢતા વાડા લાવ્યો,
ગીત ભરેલાં ગાડાં લાવ્યો,
લૂ ઝરતો ઉનાળો આવ્યો.
ધરતી કેરી તરસ લાવ્યો,
ગુલમો’૨ કૈં સરસ લાવ્યો,
લૂ ઝરતો ઉનાળો આવ્યો.
બળતા જળતા રસ્તા લાવ્યો,
કેરી-તડબૂચ સસ્તાં લાવ્યો,
લૂ ઝરતો ઉનાળો આવ્યો.