બાળ કાવ્ય સંપદા/પરીઓ દોડે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Latest revision as of 03:06, 20 February 2025
...પરીઓ દોડે !
લેખક : રમેશ ત્રિવેદી
(1941)
સૂરજ ઘોડા સાત દોડે,
દિવસ પાછળ રાત દોડે.
વન-વગડામાં હરણાં દોડે
ખળખળ કરતાં ઝરણાં દોડે.
ધસમસતાં અંધારાં દોડે,
શેરીમાં અજવાળાં દોડે.
બિલ્લી-ઉંદર રમતાં દોડે,
છોરાં હૂપહૂપ કરતાં દોડે.
મુન્નો-મુન્ની હસતાં દોડે,
ફેરફુદરડી ફરતાં દોડે.
અલ્પા, જલ્પા, મમતા દોડે,
રમતાં, જમતાં, ભમતાં દોડે.
નીંદરમાં એક દરિયો દોડે,
હસતી-ગાતી પરીઓ દોડે !