બાળ કાવ્ય સંપદા/ગમે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:40, 24 February 2025
ગમે
લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)
મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે મને કુદરતના ખોળે ભમવું ગમે... ૧
પેલાં પંખીડાં આભમાં જાય દૂર... દૂર... મને એમની સંગાથે ઊડવું ગમે. ૨
પેલા ગાતાં ઝરણાંને જોઈ થાય મનમાં મને એના જેવું ખળખળવું ગમે... ૩
ખરે ઊંચેરા આભથી ફ.. ફર... ફોરાં મને મસ્તીમાં સંગે પલળવું ગમે... ૪
નભે વાદળનાં ગાભલાં પથરાયાં જોઈ ખાઈ ગોઠીમડાં એમાં ગબડવું ગમે... પ
પેલો કળા કરંત મોર નાચતો જોઈ પગ ઠેકી સંગાથે મને નાચવું ગમે... ૬
પેલાં પારેવાં સંતાઈ ઘૂ.. ઘૂ.. કરે એના તાલે તાલે મને ગુંજવું ગમે. ૭
પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે મને એની સંગાથે કુંજવું ગમે... ૮