બાળ કાવ્ય સંપદા/આવ્યું ચોમાસું કે નહીં ?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રમતા રહીએ રામ
|previous = લખી છે ટપાલ
|next = ભીંત વિનાની શાળા
|next = એક કબૂતર
}}
}}

Latest revision as of 01:17, 27 February 2025

આવ્યું ચોમાસું કે નહીં ?

લેખક : પારુલ બારોટ
(1969)

ઝાડવાએ પાંદડાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
પાંદડાએ વાદળાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?

નાનાં ને મોટાં સહુ સાથે પલળતાં,
ટીપાં ને ફોરાંની માફક ચમકતાં,
છત્રીએ નેવાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...

ફૂલડાની ગલીઓમાં ભમરાઓ ગુંજતાં,
વેલીના માથે જઈ હળવે મલકતાં,
સુગંધે વાયરાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...

ગ૨મીથી અકળાતા મોઢું સહુ મરડે,
વીજળીના ચમકારે બાલુડાં હરખે,
ઢેફાંએ ખાડાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...

કાગળની હોડી મેં હાથે બનાવી,
મમ્મી ને પપ્પાએ હરખે વધાવી,
દાદાએ જિયુંને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...